Shuru
Apke Nagar Ki App…
હાલોલ તાલુકાની ગરીયાલ પ્રાથમિક શાળામાં “પ્રગતિનો પ્રવેશોત્સવ” કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે તાલુકા ઉપપ્રમુખ પ્રવિણસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જ્યાં બાલવાટિકાના ૨૪ અને આંગણવાડીના ૬ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મહાનુભાવો, સીઆરસી કો-ઓર્ડિનેટર સુધીરભાઈ, આચાર્ય રાજેશકુમાર પારઘી અને શાળાના સ્ટાફ દ્વારા નવા પ્રવેશ મેળવનાર બાળકોનું તિલક કરીને ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું. આ ઉપરાંત, વનરાજસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને બેગ અને આંગણવાડીના બાળકોને ટિફિન બોક્સનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ અને એસએમસી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક પરમાર રુદ્ર અને પરમાર ક્રિષ્નાબેન દ્વારા કરવામાં આવ્યું.
Vishnu thakor
હાલોલ તાલુકાની ગરીયાલ પ્રાથમિક શાળામાં “પ્રગતિનો પ્રવેશોત્સવ” કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે તાલુકા ઉપપ્રમુખ પ્રવિણસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જ્યાં બાલવાટિકાના ૨૪ અને આંગણવાડીના ૬ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મહાનુભાવો, સીઆરસી કો-ઓર્ડિનેટર સુધીરભાઈ, આચાર્ય રાજેશકુમાર પારઘી અને શાળાના સ્ટાફ દ્વારા નવા પ્રવેશ મેળવનાર બાળકોનું તિલક કરીને ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું. આ ઉપરાંત, વનરાજસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને બેગ અને આંગણવાડીના બાળકોને ટિફિન બોક્સનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ અને એસએમસી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક પરમાર રુદ્ર અને પરમાર ક્રિષ્નાબેન દ્વારા કરવામાં આવ્યું.
More news from ગુજરાત and nearby areas
- અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લીલા લાકડાની ખુલ્લેઆમ હેરાફેરી ચર્ચાનો વિષય બની છે. મેઘરજ, બાયડ અને મોડાસા સહિતના વિસ્તારોમાં ટ્રક અને ટ્રેક્ટરોમાં ભરેલા લાકડાના જથ્થા જાહેર રસ્તાઓ પરથી ખુલ્લેઆમ પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દિનપ્રતિદિન વધી રહેલી આ હેરાફેરી કાયદેસર છે કે ગેરકાયદેસર, તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે મોટા પાયે લાકડાની હેરાફેરી થતી હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા પૂરતી તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. રસ્તાઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવે તો લાકડાના જથ્થા કયા વિસ્તારથી આવે છે અને ક્યાં લઈ જવામાં આવે છે તે અંગે મહત્વના ખુલાસા થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મેઘરજ, બાયડ અને મોડાસા તાલુકાના અનેક માર્ગો પરથી ટ્રક અને ટ્રેક્ટરોમાં ભરેલા લાકડા પસાર થતા હોવાના દાવાઓ વચ્ચે હવે જવાબદાર વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હકીકત બહાર લાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. જોકે, લાકડાની હેરાફેરી કાયદેસર પરવાનગી સાથે થઈ રહી છે કે ગેરકાયદેસર રીતે, તે અંગે સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.2
- અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામ ખાતે એક યુવતીના અપહરણની ઘટના સામે આવી છે. મૈત્રી કરારથી રહેતી નેન્સીબેન નામની યુવતીનું કાળા કલરની કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ અપહરણ નેન્સીબેનના પિતા દિલીપ પ્રજાપતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓએ કર્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીના પતિ જીત પટેલે આ મામલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.1
- અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાંથી એક પરિણીત યુવતીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.1
- ગોગા વાડી સોસાયટી ધાનેરા પેટા જિલ્લો, GJ, IN1
- થરાદમાં મોહરમના તહેવાર પૂર્વે પોલીસ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.1
- મોહરમ પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવવા માટે થરાદ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. પોલીસે શહેરના મુખ્ય માર્ગો, બજારો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન, પોલીસ અધિકારીઓ અને જવાનોએ નાગરિકોને કાયદો-વ્યવસ્થા જાળવવા, કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને ભાઈચારો જાળવી રાખવા માટે અપીલ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી શહેરમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે.1
- Post by Pankaj Parmar2
- ભિલોડા માહેશ્વરી સમાજ દ્વારા ભગવાન મહેશ (શિવજી)ની ઉત્પત્તિ દિવસ નિમિત્તે મહેશ નવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પાવન અવસરે માહેશ્વરી સેવા સમાજ, માહેશ્વરી મહિલા સંગઠન, અને માહેશ્વરી યુવા સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં શ્રી રામપાલ ભાઈ લઢા દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, વરિષ્ઠ વડીલોનું સન્માન શ્રીમતી રાધાબેન રામકુમાર મુદડા દ્વારા કરવામાં આવ્યું. મંચ સંચાલનની જવાબદારી ભૂમિકા બેન મુદડા અને યોગિતાબેન પોરવાલ દ્વારા સુપેરે નિભાવવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદાર સાહેબ અને ગામના આગેવાનોની પ્રેરક હાજરી પણ નોંધપાત્ર રહી. આ જ દિવસે માહેશ્વરી યુવા સંગઠનની નવીન કાર્યકારણીનું પણ ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં રાજેશ મુગડને અધ્યક્ષ, પુષ્કર મુદડાને ઉપાધ્યક્ષ અને નવનીત દેવપુરાને મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. સમાજના રાવજી (જાગાજી) બનવારી લાલ પણ ઉપસ્થિત રહી સમાજની ઉત્પત્તિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રામપાલ લઢા, શિવજી મુગડ, વિષ્ણુ મુદડા, સુરેશ બાગડ, યુવાનો અને મહિલા સંગઠનના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસંગને અનુરૂપ સમાજના અધ્યક્ષ રામપાલ લઢાએ ઉદ્બોધન કર્યું હતું, જ્યારે ઉપાધ્યક્ષ શિવજી ભાઈએ આભાર વિધિ કરી. મહાઆરતી પછી સામૂહિક આરતી કરી સૌએ સાથે ભોજન પ્રસાદી લઈને આ ભવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.1
- અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકો માટે બનાવાયેલા પોષણક્ષમ આહારના કથિત બારોબારિયા મુદ્દે કોંગ્રેસના ઇન્ચાર્જ જિલ્લા પ્રમુખે એક નિવેદન આપ્યું છે.1