Shuru
Apke Nagar Ki App…
સુરત સાયબર ક્રાઈમ પોલીસે કેનેડાના નકલી વર્ક પરમિટ અને વિઝા અપાવવાના નામે રૂપિયા 7 લાખની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી અમિત સોનીને પંજાબના મોહાલીથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોહાલીમાં “Scientific Group Of Consultant” નામની એક ફર્મ ચલાવતો હતો. તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોનો સંપર્ક કરતો અને તેમને કેનેડાના બનાવટી વર્ક પરમિટ મોકલીને ઠગાઈ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આરોપી વિરુદ્ધ સુરત સિવાય ગાંધીનગર અને રાજકોટમાં પણ છેતરપિંડી સંબંધિત ફરિયાદો NCCRP પોર્ટલ પર દાખલ થયેલી છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે જેથી તેના સમગ્ર નેટવર્ક અને અન્ય સાથીદારો વિશે વધુ તપાસ કરી શકાય.
Suratdharshannews
સુરત સાયબર ક્રાઈમ પોલીસે કેનેડાના નકલી વર્ક પરમિટ અને વિઝા અપાવવાના નામે રૂપિયા 7 લાખની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી અમિત સોનીને પંજાબના મોહાલીથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોહાલીમાં “Scientific Group Of Consultant” નામની એક ફર્મ ચલાવતો હતો. તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોનો સંપર્ક કરતો અને તેમને કેનેડાના બનાવટી વર્ક પરમિટ મોકલીને ઠગાઈ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આરોપી વિરુદ્ધ સુરત સિવાય ગાંધીનગર અને રાજકોટમાં પણ છેતરપિંડી સંબંધિત ફરિયાદો NCCRP પોર્ટલ પર દાખલ થયેલી છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે જેથી તેના સમગ્ર નેટવર્ક અને અન્ય સાથીદારો વિશે વધુ તપાસ કરી શકાય.
More news from Surat and nearby areas
- પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત થઈ રહેલા વધારાને કારણે ઇલેક્ટ્રિક વાહનો (EV) ની ખરીદીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ઊંચે જઈ રહ્યા છે, જેના પરિણામે વાહનચાલકો હવે ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે EV ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંનેની ઇન્કવાયરીમાં વધારો નોંધાયો છે. આ ઉપરાંત, ચાલુ વર્ષના છેલ્લા ચાર મહિનામાં તો EV વેચાણના તમામ રેકોર્ડ તૂટી ગયા છે, જે દર્શાવે છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે.1
- સચિન GIDC પોલીસે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા પામેલા એક ફરાર આરોપીને અંકલેશ્વર ખાતેથી પકડી પાડ્યો છે. આ આરોપી તેની સજા બાદથી ફરાર હતો.1
- ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે એક મોટી કાર્યવાહી કરતા બ્રાઝીલથી 150 કિલો કોકેઇન ગુજરાતના દરિયા માર્ગે દિલ્હી પહોંચાડવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુન્દ્રા નજીક દરિયામાં 'યુરોપ' નામના કાર્ગો વહાણમાંથી ફિશિંગ બોટ મારફતે આ ડ્રગ્સ સપ્લાય કરવાની તૈયારી ચાલી રહી હતી. ગુજરાત ATSને મળેલી ગુપ્ત બાતમીના આધારે ભારતીય કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કેસમાં વિદેશી ક્રૂ મેમ્બર સહિત અનેક શખ્સોના નામ સામે આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.1
- પલસાણા તાલુકાની અવધ કિંબલી સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે આ સોસાયટીમાં હાઈફાઈ સિક્યોરિટી હોવા છતાં તસ્કરોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.1
- સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશ્નર બલરામ મીણા, ડેપ્યુટી પોલીસ કમિશ્નર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશ્નર એલ.બી. ઝાલા દ્વારા "NO DRUGS IN SURAT CITY" ઝુંબેશ અંતર્ગત એન.ડી.પી.એસ. ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓને ગંભીરતાથી લઈને, સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર ડી.યુ. બારડ અને સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર યુ.જે. જોષીના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.બી. પટેલની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ એન.ડી.પી.એસ. કેસોની ડ્રાઈવ અંતર્ગત કામ કરી રહ્યા હતા. આ દરમિયાન, અ.હે.કો. ધર્મેશકુમાર કાંતિલાલ અને અ.હે.કો. વિક્રમસિંહ નટવરસિંહને તેમના અંગત અને વિશ્વસનીય બાતમીદાર મારફતે માહિતી મળી હતી. આ બાતમીના આધારે, મહિધરપુરા, દિલ્લીગેટથી સબરસ ગરનાળા તરફ જતા રેલ્વેના ગોદામના ગેટની સામે રોડ પર જાહેરમાંથી મોહમદ એજાજ ઉર્ફે અબ્બુ મોહમદ હુસૈન અંસારી અને સોફિયાન ઇમરાન શેખ નામના બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો 4.170 ગ્રામ જથ્થો અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹48,610/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પ્રશંસનીય કામગીરી બદલ મહિધરપુરા પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં બી પાર્ટ ગુના રજીસ્ટર નંબર 11210030260430/2026 હેઠળ એન.ડી.પી.એસ. એક્ટ 1985ની કલમ 8(સી), 22(એ), અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.4
- સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા "No Drug In Surat City" અભિયાન અંતર્ગત એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાંથી MD ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ આરોપીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે આરોપીઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને સ્કોર્પિયો કાર સહિત કુલ ₹6.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉત્રાણ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કઠોરગામ બસ સ્ટેશન રોડ વિસ્તારમાં કેટલાક શખ્સો સ્કોર્પિયો કારમાં બેસીને પ્રતિબંધિત ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો અને ત્રણેય આરોપીઓને શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 8.74 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹87,400 હોવાનું જણાવાયું છે. ઉપરાંત, તેમની પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા અને એક સ્કોર્પિયો કાર પણ જપ્ત કરવામાં આવી, જેથી કુલ ₹6,18,190નો મુદ્દામાલ કબજે કરાયો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ શહેરમાં ડ્રગ્સ સપ્લાય અને વેચાણના નેટવર્ક સાથે સંકળાયેલા હોવાની સંભાવના છે. હાલ પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તેમજ કોને સપ્લાય કરતા હતા તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના મતે, યુવાનોમાં વધતી નશાની લતને રોકવા માટે ડ્રગ્સ સપ્લાય ચેઇન તોડવી અત્યંત જરૂરી છે, ખાસ કરીને MD ડ્રગ્સ જેવા સિન્થેટિક નશીલા પદાર્થોના ઝડપી ફેલાવાને કારણે પોલીસ વધુ સક્રિય બની છે.1
- હજીરા ખાતે આવેલી AMNS કંપનીમાં એક દર્દનાક અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં એક કર્મચારી ડમ્પરની અડફેટે આવી જતાં તેમનું મોત નીપજ્યું હતું.1
- સુરતના ભેસ્તાન પોસ્ટ વિસ્તારના બિસ્મિલ્લા નગર, ભીંડી બજાર ખાતે આગામી ઈદના તહેવારને અનુલક્ષીને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી યોજાયેલી આ બેઠકમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી તહેવારની શાંતિપૂર્વક ઉજવણી સુનિશ્ચિત કરવા માટે પોલીસ પ્રશાસન અને સ્થાનિક આગેવાનો વચ્ચે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.2
- બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ APMC માર્કેટ યાર્ડમાં એક ખેડૂતના બાઇકમાં અચાનક આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડૂત પોતાનો માલ વેચવા માટે બાઇક લઈને માર્કેટ યાર્ડમાં આવ્યો હતો અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં તેણે દુકાન નંબર 7, અગ્રવાલ બ્રિજેશકુમારની પેઢીની આગળ પોતાનું બાઇક ઊભું રાખ્યું હતું. બાઇકમાં અચાનક આગની જ્વાળાઓ નીકળતાં માર્કેટ યાર્ડમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, વેપારીઓ અને ખેડૂતો દ્વારા ફાયર બ્રિગેડની બોટલોનો ઉપયોગ કરીને સમયસર આગને કાબુમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી, જેને કારણે માર્કેટ યાર્ડમાં હાજર દુકાનદારો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.1