logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાંકી ખાતે જન આરોગ્ય સમિતિની બેઠક: ૧૫થી ૨૦ ગામોની સુવિધા માટે વાંકીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રની માંગણી કરાશે વાંકી ખાતે જન આરોગ્ય સમિતિની બેઠક: ૧૫થી ૨૦ ગામોની સુવિધા માટે વાંકીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રની માંગણી કરાશે વાંકી, તા. ૨૭: મુંદરા તાલુકાના વાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની માસિક બેઠક યોજાઈ હતી. બેઠકમાં વાંકી સહિત આસપાસના ૧૫થી ૨૦ ગામોને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે વાંકી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાવવા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરવાની સાથે આરોગ્ય કેન્દ્રમાં ખાલી જગ્યાઓ ભરવા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અને સમાઘોઘા સીટના સભ્ય રણજીતસિંહ અગરસંગ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વાંકી પીએચસી હેઠળ આવતા ૧૫ ગામોમાં સસ્તું અનાજ મેળવવા પાત્ર પરિવારો તથા ૭૦ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોના આયુષ્માન કાર્ડ ૧૦૦ ટકા પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો. કામકાજ માટે બહારગામ જતા લોકોના કાર્ડ પણ બાકી ન રહે તે માટે દરેક ગામે ચાર યુવા કાર્યકરોની મદદ લેવાનું અને તેમને તાલીમ આપવાનું આયોજન કરાયું હતું. વાંકી આરોગ્ય કેન્દ્ર ૨૪ કલાક કાર્યરત હોવા છતાં ડોક્ટર, સ્ટાફ નર્સ તથા વોર્ડબોયની ખાલી જગ્યાઓને કારણે સેવાઓ પર અસર પડી રહી હોવાનું બેઠકમાં રજૂ થયું હતું. ખાલી જગ્યાઓ કાયમી ધોરણે ભરવા અથવા તાત્કાલિક ડેપ્યુટેશનથી સ્ટાફ ફાળવવા જિલ્લા કક્ષાએ રજૂઆત કરાશે. સ્ટાફ ઉપલબ્ધ થતાં આસપાસના ગામોના લોકોને પ્રસૂતિ, નાના-મોટા ઓપરેશન તથા દાખલ થવાની સારવાર જેવી સેવાઓ નજીકમાં જ મળી રહે તેવી શક્યતા છે. વાંકીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રની માંગણી મુંદરા તાલુકાની ભૌગોલિક સ્થિતિ અને વાંકી આસપાસના અંતરિયાળ ગામોને ધ્યાનમાં રાખીને વાંકી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવાની માંગણી કરવામાં આવી હતી. આ માટે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સત્તાવાર ઠરાવ રજૂ કરી સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવા તેમજ સ્ટાફ ક્વાર્ટર્સની પણ માંગણી કરવાનું નક્કી કરાયું હતું. સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર થતાં વિસ્તારના લોકોને ૩૦ પથારીની સુવિધા સાથે વધુ વિસ્તૃત આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે તેમ છે. જન આરોગ્ય સમિતિના ચેરમેન રણજીતસિંહ જાડેજાએ આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને આશા બહેનો સાથે વ્યક્તિગત સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણી હતી. તેમણે કર્મચારીઓને ભાઈચારા અને કુટુંબ ભાવનાથી દર્દીઓની સેવા કરવા પ્રેરણા આપી હતી. સમિતિના કો-ચેરપર્સન અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મેહુલ બલદાણીયાએ સ્ટાફ તથા દવાઓ સંબંધિત રજૂઆતોનો ઝડપી નિકાલ કરવાની ખાતરી આપી હતી. બેઠકમાં વાંકીના સરપંચ ભરતસિંહ ચનુભા જાડેજા, ઉપસરપંચ રાજીવ લાલજીભાઈ સુએડીયા સહિત સમિતિના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા વિવિધ આરોગ્યલક્ષી પ્રશ્નો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકનું આયોજન સમિતિના મેમ્બર સેક્રેટરી અને વાંકી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મિલન ભોજાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. હેલ્થ સુપરવાઇઝર બ્રિજેશભાઈ ચારેલ, ફીમેલ હેલ્થ વર્કર નાઝનીન સિદી, આશા કાર્યકર મયુરી હુંબલ, વલુબેન રબારી તથા રામજીભાઈ સોલંકી સહિત આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. પ્રાથમિક શાળાના આચાર્ય નારણભાઈ ગોયલ અને આંગણવાડી કાર્યકર નીતાબેન ડોડીયા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

5 hrs ago
user_Pooja
Pooja
Local News Reporter મુંદ્રા, કચ્છ, ગુજરાત•
5 hrs ago
a1828e16-efee-4ff2-9d67-586b911fde63

વાંકી ખાતે જન આરોગ્ય સમિતિની બેઠક: ૧૫થી ૨૦ ગામોની સુવિધા માટે વાંકીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રની માંગણી કરાશે વાંકી ખાતે જન આરોગ્ય સમિતિની બેઠક: ૧૫થી ૨૦ ગામોની સુવિધા માટે વાંકીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રની માંગણી કરાશે વાંકી, તા. ૨૭: મુંદરા તાલુકાના વાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની માસિક બેઠક યોજાઈ હતી. બેઠકમાં વાંકી સહિત આસપાસના ૧૫થી ૨૦ ગામોને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે વાંકી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાવવા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરવાની સાથે આરોગ્ય કેન્દ્રમાં ખાલી જગ્યાઓ ભરવા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અને સમાઘોઘા સીટના સભ્ય રણજીતસિંહ અગરસંગ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

829552e7-1c0b-4acb-a8bd-d28988c27239

તેમણે વાંકી પીએચસી હેઠળ આવતા ૧૫ ગામોમાં સસ્તું અનાજ મેળવવા પાત્ર પરિવારો તથા ૭૦ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોના આયુષ્માન કાર્ડ ૧૦૦ ટકા પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો. કામકાજ માટે બહારગામ જતા લોકોના કાર્ડ પણ બાકી ન રહે તે માટે દરેક ગામે ચાર યુવા કાર્યકરોની મદદ લેવાનું અને તેમને તાલીમ આપવાનું આયોજન કરાયું હતું. વાંકી આરોગ્ય કેન્દ્ર ૨૪ કલાક કાર્યરત હોવા છતાં ડોક્ટર, સ્ટાફ નર્સ તથા વોર્ડબોયની ખાલી જગ્યાઓને કારણે સેવાઓ પર અસર પડી રહી હોવાનું બેઠકમાં રજૂ થયું હતું. ખાલી જગ્યાઓ કાયમી ધોરણે ભરવા અથવા તાત્કાલિક ડેપ્યુટેશનથી સ્ટાફ ફાળવવા જિલ્લા કક્ષાએ રજૂઆત કરાશે. સ્ટાફ ઉપલબ્ધ થતાં આસપાસના ગામોના લોકોને પ્રસૂતિ, નાના-મોટા ઓપરેશન તથા દાખલ થવાની સારવાર જેવી

18c986f1-310a-4af8-8f39-c98359357a85

સેવાઓ નજીકમાં જ મળી રહે તેવી શક્યતા છે. વાંકીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રની માંગણી મુંદરા તાલુકાની ભૌગોલિક સ્થિતિ અને વાંકી આસપાસના અંતરિયાળ ગામોને ધ્યાનમાં રાખીને વાંકી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવાની માંગણી કરવામાં આવી હતી. આ માટે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સત્તાવાર ઠરાવ રજૂ કરી સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવા તેમજ સ્ટાફ ક્વાર્ટર્સની પણ માંગણી કરવાનું નક્કી કરાયું હતું. સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર થતાં વિસ્તારના લોકોને ૩૦ પથારીની સુવિધા સાથે વધુ વિસ્તૃત આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે તેમ છે. જન આરોગ્ય સમિતિના ચેરમેન રણજીતસિંહ જાડેજાએ આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને આશા બહેનો સાથે વ્યક્તિગત સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણી હતી. તેમણે કર્મચારીઓને ભાઈચારા અને કુટુંબ ભાવનાથી દર્દીઓની સેવા કરવા પ્રેરણા આપી

6a7ad1dd-3c55-4015-922b-e0a67aaa7fe4

હતી. સમિતિના કો-ચેરપર્સન અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મેહુલ બલદાણીયાએ સ્ટાફ તથા દવાઓ સંબંધિત રજૂઆતોનો ઝડપી નિકાલ કરવાની ખાતરી આપી હતી. બેઠકમાં વાંકીના સરપંચ ભરતસિંહ ચનુભા જાડેજા, ઉપસરપંચ રાજીવ લાલજીભાઈ સુએડીયા સહિત સમિતિના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા વિવિધ આરોગ્યલક્ષી પ્રશ્નો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકનું આયોજન સમિતિના મેમ્બર સેક્રેટરી અને વાંકી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મિલન ભોજાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. હેલ્થ સુપરવાઇઝર બ્રિજેશભાઈ ચારેલ, ફીમેલ હેલ્થ વર્કર નાઝનીન સિદી, આશા કાર્યકર મયુરી હુંબલ, વલુબેન રબારી તથા રામજીભાઈ સોલંકી સહિત આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. પ્રાથમિક શાળાના આચાર્ય નારણભાઈ ગોયલ અને આંગણવાડી કાર્યકર નીતાબેન ડોડીયા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • મુંદરામાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભવ્ય ઉજવણી: શાનદાર જુલૂસ નીકળ્યું, અમન-શાંતિ માટે દુઆ માંગવામાં આવી ઇસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના પાવન જન્મદિન નિમિત્તે મુંદરા શહેરમાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભારે ઉત્સાહ, શ્રદ્ધા અને અકીદત સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મુબારક પ્રસંગે તબેલા ગ્રાઉન્ડ ખાતેથી શાનદાર જુલૂસનો પ્રારંભ થયો હતો, જે હસન પીર બઝાર, માંડવી ચોક, મેઈન બઝાર અને નદી વાળા નાકા થઈને બુખારી પીર દરગાહ કમ્પાઉન્ડ ખાતે પહોંચી સંપન્ન થયું હતું. સમગ્ર રૂટ દરમિયાન નાત શરીફ તેમજ “સરકાર કી આમદ... મરહબા”ના પવિત્ર નારાઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. ​બુખારી પીર દરગાહ શરીફ ખાતે પીર સૈયદ રઝા મોહમ્મદ રઝા મંજૂર હુસૈન દ્વારા વિશેષ તકરીર (ધાર્મિક પ્રવચન) ફરમાવવામાં આવી હતી અને દેશ તથા દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારા માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી. ​આ ભવ્ય જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે હુસૈની ફ્રેન્ડ્સ ગ્રુપ, મુંદરા તાલુકા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ તેમજ અખિલ કચ્છ સમેજા-થેબા સમાજના ઉપપ્રમુખ સમેજા હુશેન સુલતાનભાઈ (સાડાઉં), મુંદરા શહેર મેમણ સમાજના પ્રમુખ રજાકભાઈ મેમણ, મુંદરા શહેર ધોબી સમાજના પ્રમુખ જાવેદભાઈ ધોબી તેમજ ભાવિક શાહ, નદીમ માંજોઠી, આસિફ માંજોઠી, નફીસ માંજોઠી, મતીન માંજોઠી, CA અમન માંજોઠી, મોહમ્મદ સફી માંજોઠી અને સમીર માંજોઠી સહિતના સામાજિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    મુંદરામાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભવ્ય ઉજવણી: શાનદાર જુલૂસ નીકળ્યું, અમન-શાંતિ માટે દુઆ માંગવામાં આવી


ઇસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના પાવન જન્મદિન નિમિત્તે મુંદરા શહેરમાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભારે ઉત્સાહ, શ્રદ્ધા અને અકીદત સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મુબારક પ્રસંગે તબેલા ગ્રાઉન્ડ ખાતેથી શાનદાર જુલૂસનો પ્રારંભ થયો હતો, જે હસન પીર બઝાર, માંડવી ચોક, મેઈન બઝાર અને નદી વાળા નાકા થઈને બુખારી પીર દરગાહ કમ્પાઉન્ડ ખાતે પહોંચી સંપન્ન થયું હતું. સમગ્ર રૂટ દરમિયાન નાત શરીફ તેમજ “સરકાર કી આમદ... મરહબા”ના પવિત્ર નારાઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું.
​બુખારી પીર દરગાહ શરીફ ખાતે પીર સૈયદ રઝા મોહમ્મદ રઝા મંજૂર હુસૈન દ્વારા વિશેષ તકરીર (ધાર્મિક પ્રવચન) ફરમાવવામાં આવી હતી અને દેશ તથા દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારા માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી.
​આ ભવ્ય જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે હુસૈની ફ્રેન્ડ્સ ગ્રુપ, મુંદરા તાલુકા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ તેમજ અખિલ કચ્છ સમેજા-થેબા સમાજના ઉપપ્રમુખ સમેજા હુશેન સુલતાનભાઈ (સાડાઉં), મુંદરા શહેર મેમણ સમાજના પ્રમુખ રજાકભાઈ મેમણ, મુંદરા શહેર ધોબી સમાજના પ્રમુખ જાવેદભાઈ ધોબી તેમજ ભાવિક શાહ, નદીમ માંજોઠી, આસિફ માંજોઠી, નફીસ માંજોઠી, મતીન માંજોઠી, CA અમન માંજોઠી, મોહમ્મદ સફી માંજોઠી અને સમીર માંજોઠી સહિતના સામાજિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Ibrahim Turk
    Ibrahim Turk
    Local News Reporter મુંદ્રા, કચ્છ, ગુજરાત•
    17 hrs ago
  • અંજારમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો અંજારમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. રેલી/જુલૂસ દરમિયાન મોટી સંખ્યામાં લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે લોકો ઉત્સાહભેર જોડાયા હતા. જુલૂસ દરમિયાન નાના બાળકો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. ઈદે મિલાદુન્નબીની ઉજવણી દરમિયાન અંજારમાં સમગ્ર વાતાવરણમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો.
    1
    અંજારમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો
અંજારમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
રેલી/જુલૂસ દરમિયાન મોટી સંખ્યામાં લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે લોકો ઉત્સાહભેર જોડાયા હતા. જુલૂસ દરમિયાન નાના બાળકો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.
ઈદે મિલાદુન્નબીની ઉજવણી દરમિયાન અંજારમાં સમગ્ર વાતાવરણમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો.
    user_VAISHALI
    VAISHALI
    Photographer અંજાર, કચ્છ, ગુજરાત•
    14 hrs ago
  • મોરબીમાં ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ નું આયોજન શહેરના રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જુલુસ નીકળ્યું સરકાર કી આમદ મરહબા નાં નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પોલીસ તંત્ર દ્વારા જુલુસ ને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું મોરબીમાં ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ નું આયોજન શહેરના રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જુલુસ નીકળ્યું સરકાર કી આમદ મરહબા નાં નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પોલીસ તંત્ર દ્વારા જુલુસ ને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું
    1
    મોરબીમાં ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી  મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ નું આયોજન શહેરના રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જુલુસ નીકળ્યું સરકાર કી આમદ મરહબા નાં નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પોલીસ તંત્ર દ્વારા જુલુસ ને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું
મોરબીમાં ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી  મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ નું આયોજન શહેરના રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જુલુસ નીકળ્યું સરકાર કી આમદ મરહબા નાં નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પોલીસ તંત્ર દ્વારા જુલુસ ને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    18 hrs ago
  • ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી | મોટી સંખ્યામાં લોકો જોડાયા લખપત તાલુકાના ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા રેલી અને જુલૂસમાં નાના બાળકો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે નીકળેલા જુલૂસથી સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તથા હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદે મિલાદુન્નબી નિમિત્તે ફુલરા મસ્જિદમાં ખાસ દુઆ અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી. કચ્છમાં સારો અને સમયસર વરસાદ થાય, ખેતીવાડી તેમજ જીવમાત્રનું કલ્યાણ થાય અને સમગ્ર વિસ્તારમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી દરમિયાન ફુલરા ગામમાં ધાર્મિક આસ્થા સાથે એકતા, ભાઈચારો અને શાંતિનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો.
    1
    ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી | મોટી સંખ્યામાં લોકો જોડાયા
લખપત તાલુકાના ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે યોજાયેલા રેલી અને જુલૂસમાં નાના બાળકો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે નીકળેલા જુલૂસથી સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો.
જુલૂસ દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તથા હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ઈદે મિલાદુન્નબી નિમિત્તે ફુલરા મસ્જિદમાં ખાસ દુઆ અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી. કચ્છમાં સારો અને સમયસર વરસાદ થાય, ખેતીવાડી તેમજ જીવમાત્રનું કલ્યાણ થાય અને સમગ્ર વિસ્તારમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી.
આ સમગ્ર ઉજવણી દરમિયાન ફુલરા ગામમાં ધાર્મિક આસ્થા સાથે એકતા, ભાઈચારો અને શાંતિનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો.
    user_Goswami Vinodgiri
    Goswami Vinodgiri
    Social Media Manager લખપત, કચ્છ, ગુજરાત•
    2 hrs ago
  • જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી - ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર: મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે. ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે 'નેચર ફર્સ્ટ' નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
    4
    જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ
જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી - ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો.
૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર:
મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર:
સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે.
ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા:
સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે 'નેચર ફર્સ્ટ' નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે.
વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
    user_Bharat Boricha
    Bharat Boricha
    Local News Reporter જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    13 hrs ago
  • ઉપલા દાતાર દીપમાળા પ્રસંગે દીપ સે દીપ જ્યોત જલાવી એકતા નો સંદેશ આપવામાં આવ્યો જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્સના આજે ત્રીજા દિવસે દાતારની જગ્યા ખાતે દીપમાળા મહેંદી નો કાર્યક્રમ હતો ગુફા ની અંદર જે અખંડ જ્યોત જલી રહી છે એની જ્યોતથી આખી જગ્યામાં ભાવિકો દ્વારા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને આખી જગ્યાને રોશનીથી જળહળી ઉઠી હતી. જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા આ દિવસે દીપ સે દીપ જલાઓના સંદેશ સાથે સર્વે જન ની સુખાકારી અને સમગ્ર દેશમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી દીપમાળા ના આ પાવન પ્રસંગે ઉપલા દાતાર ની જગ્યા ના મહંત દ્વારા જગ્યામાં પધારેલા ભાવિક ભક્તોના હાથે દરેક જગ્યાએ દીપ પ્રગટાવી હજારો દીવડા પ્રગટાવ વા આવ્યા હતા અને આખી જગ્યાને રોશની થી જળ હળી ઊઠી હતી. તમામ લાઈટો બંધ કરી અને આ સુંદર મજાનો નજારો ઉપસ્થિત ભાવિકોએ નિહાળીઓ હતો ત્યારબાદ દરેક ભાવિકો માટે ચોખા ઘીનો સિરો નો પ્રસાદ અને ડ્રાય ફ્રુટ મા કાજુ બદામ કીસ મીસ નો પ્રસાદ બધાને અર્પણ કરાયો હતો દાતાર બાપુ મહાપર્વ ઉર્સ નો રવિવાર થીરારંભ થયો છે અને આવતીકાલે વહેલી સવારે પુર્ણાહુતી થશે પાંચ દિવસના આ વર્ષના મેળામાં હજારો ભાવિક ભક્તોએ નાથ જાતના ભેદભાવ વગર દાતાર બાપુના દર્શન કરી મને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા.
    1
    ઉપલા દાતાર દીપમાળા પ્રસંગે દીપ સે દીપ જ્યોત જલાવી એકતા નો સંદેશ આપવામાં આવ્યો 

જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ  ઉર્સના આજે ત્રીજા દિવસે દાતારની જગ્યા ખાતે દીપમાળા મહેંદી નો કાર્યક્રમ હતો ગુફા ની અંદર જે અખંડ જ્યોત જલી રહી છે એની જ્યોતથી આખી જગ્યામાં ભાવિકો દ્વારા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને આખી જગ્યાને રોશનીથી જળહળી ઉઠી હતી. જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા આ દિવસે દીપ સે દીપ જલાઓના સંદેશ સાથે સર્વે જન ની સુખાકારી અને સમગ્ર દેશમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી દીપમાળા ના આ પાવન પ્રસંગે ઉપલા દાતાર ની જગ્યા ના મહંત દ્વારા જગ્યામાં પધારેલા ભાવિક ભક્તોના હાથે  દરેક જગ્યાએ દીપ પ્રગટાવી હજારો દીવડા પ્રગટાવ વા આવ્યા હતા અને આખી જગ્યાને રોશની થી જળ હળી ઊઠી હતી. તમામ લાઈટો બંધ કરી અને આ સુંદર મજાનો નજારો ઉપસ્થિત ભાવિકોએ નિહાળીઓ હતો ત્યારબાદ દરેક ભાવિકો માટે ચોખા ઘીનો સિરો નો પ્રસાદ અને ડ્રાય ફ્રુટ મા કાજુ બદામ કીસ મીસ  નો પ્રસાદ બધાને અર્પણ કરાયો હતો દાતાર બાપુ મહાપર્વ ઉર્સ નો રવિવાર થીરારંભ થયો છે અને આવતીકાલે વહેલી સવારે પુર્ણાહુતી થશે    પાંચ દિવસના આ વર્ષના મેળામાં હજારો ભાવિક ભક્તોએ નાથ જાતના ભેદભાવ વગર દાતાર બાપુના દર્શન કરી મને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા.
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    19 hrs ago
  • કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણીનિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી વંથલી તાલુકાના કણજા ગામમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. જુલૂસ કણજા ગામથી નીકળી ગામના વિવિધ મુખ્ય માર્ગો અને બજારોમાંથી પસાર થઈ પરત ફર્યો હતો. સમગ્ર જુલૂસ દરમિયાન તહેવારનો માહોલ જોવા મળ્યો હતો અને સમાજના લોકોએ એકબીજાને ઈદ-એ-મિલાદની મુબારકબાદ પાઠવી હતી. ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વંથલી પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.આ મેટર અખબાર માટે હેડલાઈન + બે ટૂંકા ફકરામાં પણ વધુ ટૂંકું કરી શકાય.
    3
    કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણીનિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.

કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી
વંથલી તાલુકાના કણજા ગામમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.
જુલૂસ કણજા ગામથી નીકળી ગામના વિવિધ મુખ્ય માર્ગો અને બજારોમાંથી પસાર થઈ પરત ફર્યો હતો. સમગ્ર જુલૂસ દરમિયાન તહેવારનો માહોલ જોવા મળ્યો હતો અને સમાજના લોકોએ એકબીજાને ઈદ-એ-મિલાદની મુબારકબાદ પાઠવી હતી.
ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વંથલી પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.આ મેટર અખબાર માટે હેડલાઈન + બે ટૂંકા ફકરામાં પણ વધુ ટૂંકું કરી શકાય.
    user_RAHIM KARVAT.
    RAHIM KARVAT.
    Grain Importer વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    19 hrs ago
  • નખત્રાણાના ટોડિયા ગામે શ્વાનોનો આતંક: વાડામાં ઘૂસી 40થી 50 ઘેટાં-બકરાંના બચ્ચાંનું કર્યું નિકંદન, માલધારી પરિવાર પર આર્થિક સંકટ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ટોડિયા ગામે રખડતા અને હિંસક શ્વાનોના આતંકની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના એક માલધારી પરિવારના વાડામાં ઘૂસીને શ્વાનોના ટોળાએ 40થી 50 જેટલા નિર્દોષ ઘેટાં-બકરાંના બચ્ચાં પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. ​પરિવાર સવારના સમયે મોટા પશુઓને સીમ વિસ્તારમાં ચરાવવા માટે ગયો હતો અને નાના બચ્ચાં સુરક્ષિત રહે તે માટે તેમને વાડીમાં બનાવેલા વાડામાં રાખવામાં આવ્યા હતા. જોકે, સાંજે જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે વાડાનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શ્વાનો વાડો તોડી અંદર ઘૂસ્યા હતા અને બચ્ચાંઓને નિર્દયતાથી ફાડી ખાધા હતા. સમગ્ર વાડામાં લોહીલુહાણ હાલતમાં બચ્ચાંઓના મૃતદેહ વેરવિખેર પડ્યા હતા. ​એકસાથે 40થી 50 બચ્ચાંના મોતના પગલે પશુપાલન પર જ નિર્ભર રહેતા આ ગરીબ માલધારી પરિવાર પર અચાનક મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જતાં પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે, ત્યારે પીડિત પરિવાર દ્વારા સ્થાનિક તંત્ર તેમજ સરકાર સમક્ષ તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
    1
    નખત્રાણાના ટોડિયા ગામે શ્વાનોનો આતંક: વાડામાં ઘૂસી 40થી 50 ઘેટાં-બકરાંના બચ્ચાંનું કર્યું નિકંદન, માલધારી પરિવાર પર આર્થિક સંકટ

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ટોડિયા ગામે રખડતા અને હિંસક શ્વાનોના આતંકની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના એક માલધારી પરિવારના વાડામાં ઘૂસીને શ્વાનોના ટોળાએ 40થી 50 જેટલા નિર્દોષ ઘેટાં-બકરાંના બચ્ચાં પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે.
​પરિવાર સવારના સમયે મોટા પશુઓને સીમ વિસ્તારમાં ચરાવવા માટે ગયો હતો અને નાના બચ્ચાં સુરક્ષિત રહે તે માટે તેમને વાડીમાં બનાવેલા વાડામાં રાખવામાં આવ્યા હતા. જોકે, સાંજે જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે વાડાનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શ્વાનો વાડો તોડી અંદર ઘૂસ્યા હતા અને બચ્ચાંઓને નિર્દયતાથી ફાડી ખાધા હતા. સમગ્ર વાડામાં લોહીલુહાણ હાલતમાં બચ્ચાંઓના મૃતદેહ વેરવિખેર પડ્યા હતા.
​એકસાથે 40થી 50 બચ્ચાંના મોતના પગલે પશુપાલન પર જ નિર્ભર રહેતા આ ગરીબ માલધારી પરિવાર પર અચાનક મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જતાં પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે, ત્યારે પીડિત પરિવાર દ્વારા સ્થાનિક તંત્ર તેમજ સરકાર સમક્ષ તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
    user_Ibrahim Turk
    Ibrahim Turk
    Local News Reporter મુંદ્રા, કચ્છ, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.