વાવમાં નર્મદા જમીન સંપાદન વળતરમાં મોટો વિવાદ : ખેડૂતે ‘ઈચ્છા મૃત્યુ’ની માંગ કરી તંત્ર સામે ઉઠાવ્યો સવાલ એક જ ગામ અને એક જ પ્રોજેક્ટ છતાં ખેડૂતોને અલગ-અલગ વળતર મળ્યાનો આક્ષેપ • ન્યાય નહીં મળે તો જીવનનિર્વાહ મુશ્કેલ હોવાનું કહી ખેડૂતની ચીમકી સ્કીપ / પેપર મેટર: વાવ તાલુકાના વાવ ગામમાં નર્મદા પ્રોજેક્ટ હેઠળ થયેલા જમીન સંપાદન મામલે વળતરની ચુકવણી અંગે ભારે વિવાદ ઉભો થયો છે. એક જ ગામ, એક જ વર્ષ અને એક જ પ્રોજેક્ટ હોવા છતાં ખેડૂતોને આપવામાં આવેલા વળતરમાં મોટો તફાવત જોવા મળ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂત નરેશકુમાર વેંઝિયાએ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખેડૂતના જણાવ્યા મુજબ કેટલાક ખેડૂતોને જંત્રીના બમણા ભાવ સાથે ૧૫ ટકા સુધી વ્યાજ મળ્યું છે, જ્યારે અન્ય કેટલાક ખેડૂતોને માત્ર ૧.૫ ગણા ભાવે આંશિક વળતર જ ચૂકવાયું છે. આ તફાવતને લઈને ખેડૂતોએ તંત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ મામલે ખેડૂત નરેશકુમાર વેંઝિયાએ થરાદ કલેક્ટર કચેરી ખાતે પત્ર લખી સમાન વળતર અને વ્યાજ ચૂકવવાની માંગ સાથે ન્યાયની અપીલ કરી છે. ખેડૂતનો દાવો છે કે જમીન સંપાદનની અંતરની ગણતરીમાં ભૂલ થઈ હોવાના કારણે વળતરમાં તફાવત સર્જાયો છે, જેના કારણે આ મુદ્દે રજૂઆત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડવામાં આવી છે. ખેડૂત દ્વારા વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તમામ ખેડૂતોને સમાન ધોરણે વળતર નહીં મળે તો લોકશાહી વ્યવસ્થામાં જીવનનિર્વાહ મુશ્કેલ બનશે અને તેવા સંજોગોમાં ‘ઈચ્છા મૃત્યુ’ માટે પરવાનગી આપવા સરકારને માંગ કરવામાં આવશે. સાથે જ જમીન સંપાદનની નોંધ તાત્કાલિક સ્થગિત કરી બાકી રહેલું વળતર અને વ્યાજ ચૂકવવા ખેડૂત આક્રમક મૂડમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
વાવમાં નર્મદા જમીન સંપાદન વળતરમાં મોટો વિવાદ : ખેડૂતે ‘ઈચ્છા મૃત્યુ’ની માંગ કરી તંત્ર સામે ઉઠાવ્યો સવાલ એક જ ગામ અને એક જ પ્રોજેક્ટ છતાં ખેડૂતોને અલગ-અલગ વળતર મળ્યાનો આક્ષેપ • ન્યાય નહીં મળે તો જીવનનિર્વાહ મુશ્કેલ હોવાનું કહી ખેડૂતની ચીમકી સ્કીપ / પેપર મેટર: વાવ તાલુકાના વાવ ગામમાં નર્મદા પ્રોજેક્ટ હેઠળ થયેલા જમીન સંપાદન મામલે વળતરની ચુકવણી અંગે ભારે વિવાદ ઉભો થયો છે. એક જ ગામ, એક જ વર્ષ અને એક જ પ્રોજેક્ટ હોવા છતાં ખેડૂતોને આપવામાં આવેલા વળતરમાં મોટો તફાવત જોવા મળ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂત નરેશકુમાર વેંઝિયાએ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખેડૂતના જણાવ્યા મુજબ કેટલાક ખેડૂતોને જંત્રીના બમણા ભાવ સાથે ૧૫ ટકા સુધી વ્યાજ મળ્યું છે, જ્યારે અન્ય કેટલાક ખેડૂતોને માત્ર ૧.૫ ગણા ભાવે આંશિક વળતર
જ ચૂકવાયું છે. આ તફાવતને લઈને ખેડૂતોએ તંત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ મામલે ખેડૂત નરેશકુમાર વેંઝિયાએ થરાદ કલેક્ટર કચેરી ખાતે પત્ર લખી સમાન વળતર અને વ્યાજ ચૂકવવાની માંગ સાથે ન્યાયની અપીલ કરી છે. ખેડૂતનો દાવો છે કે જમીન સંપાદનની અંતરની ગણતરીમાં ભૂલ થઈ હોવાના કારણે વળતરમાં તફાવત સર્જાયો છે, જેના કારણે આ મુદ્દે રજૂઆત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડવામાં આવી છે. ખેડૂત દ્વારા વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તમામ ખેડૂતોને સમાન ધોરણે વળતર નહીં મળે તો લોકશાહી વ્યવસ્થામાં જીવનનિર્વાહ મુશ્કેલ બનશે અને તેવા સંજોગોમાં ‘ઈચ્છા મૃત્યુ’ માટે પરવાનગી આપવા સરકારને માંગ કરવામાં આવશે. સાથે જ જમીન સંપાદનની નોંધ તાત્કાલિક સ્થગિત કરી બાકી રહેલું વળતર અને વ્યાજ ચૂકવવા ખેડૂત આક્રમક મૂડમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
- Post by Vaghela Janak2
- વાવ થરાદ SOG પોલીસે ખાનગી બાતમીના આધારે દિયોદર હાઇવે વિસ્તાર પરથી મોટા પ્રમાણે શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો છે રાજસ્થાન પાર્સિંગ ની ટ્રક માં 775 જેટલી યુરિયા ખાતર ના કટ્ટા ભરી ને હૈદરાબાદ લઈ જવામાં આવતા હતા પોલીસે વોચ ગોઠવી આ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લઈ ખેતીવાડી વિભાગની ટીમ ને જાણ કરતા ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચી તપાસ હાથ ધરી છે2
- Post by Nationgujarat.com1
- Post by Dr. Prince Parmar3
- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત વાઘેલા પ્રવિણસિંહ ગામ મઢુત્રા #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews #GroundReport1
- વડગામ તા. સીસરાણા ગામે સરપંચ લક્ષ્મણભાઈ ઘોયા ની અધ્યક્ષતા માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો3
- Post by Pooja patel1
- વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, વેપારીઓ અને લોકો હિટ વેવથી થયા પ્રભાવિત..આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીની અપીલ કરાઈ.વાવ થરાદ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુતમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 40°C નોંધાયું હતું. આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પ્રવાહી લેવું. ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં બપોરે એક થી ચાર વાગ્યા સુધી બજારો સુમસામ ભાસી રહ્યા છે.ખાસ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકો રોડ પરથી પસાર થતાં હિટ વેવથી પરેશાન થઈ રહ્યા છે.. દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે બેવડું ઋતુ થી બીમારીમાં વધારો થઈ શકે એવી શક્યતા લાગે છે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા ગરમીમાં ખાસ કામ સિવાય બહાર ના નીકળવા અને ગરમીથી બચવા પુષ્કળ પાણી અને શરીરને રક્ષણ કરી શકે એવા કપડાં પહેરવા જોઈએ એવી અપીલ કરાઈ રહી છે3