Shuru
Apke Nagar Ki App…
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કવાંટ ખાતે યોજાયેલી આ સપોર્ટ રેલીને લોકો તરફથી ઠેર ઠેર સારો આવકાર મળ્યો હતો.
TEAM JAGRUT
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કવાંટ ખાતે યોજાયેલી આ સપોર્ટ રેલીને લોકો તરફથી ઠેર ઠેર સારો આવકાર મળ્યો હતો.
More news from Chhotaudepur and nearby areas
- આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કવાંટ ખાતે યોજાયેલી આ સપોર્ટ રેલીને લોકો તરફથી ઠેર ઠેર સારો આવકાર મળ્યો હતો.1
- છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ચૈતર વસાવાના સમર્થનમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, વિનુ રાઠવા, નાનુ ભીલ, તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ તમામે ઉપસ્થિત રહીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ અંગેની વધુ વિગતો ઈ ક્રાંતિ ન્યૂઝના વિશેષ અહેવાલમાં દર્શાવવામાં આવી હતી.1
- ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવાના નિર્ણય બાદ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉગ્ર વિરોધનો સૂર ઉઠાવવામાં આવ્યો છે. આ ચુકાદાના વિરોધમાં આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની શરૂઆત કવાંટના નસવાડી રોડ પરથી થઈ હતી, જેમાં કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ આ રેલી બાબા આંબેડકર સર્કલ થઈને બિરસા મુંડા સર્કલ સુધી પહોંચી હતી. વિરોધ રેલી દરમિયાન કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચારો કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા. આ પ્રસંગે સજાના ચુકાદા અંગે સ્પષ્ટ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યકરોએ ન્યાયની માંગ સાથે આ નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં કાનૂની લડત ચાલુ રાખવાની વાત કરી હતી. ચૈતર વસાવાને સજા ફટકારવામાં આવતા આદિવાસી વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલાને કાનૂની રીતે આગળ લઈ જશે અને જરૂર પડ્યે, આગામી દિવસોમાં વધુ વિરોધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.1
- બોડેલીમાં 37 વર્ષ જૂની પાણીની ટાંકી પરથી 25 ફૂટની લોખંડની રેલિંગ તૂટી પડી, મોટી દુર્ઘટના ટળી જર્જરિત ટાંકી તાત્કાલિક દૂર કરવાની માંગ!? #Bodeli #ChhotaUdepur #Gujarat #WaterTank #BreakingNews #LocalNews #PublicSafety #SomnathSociety #BodeliNagarpalika #GujaratNews #Infrastructure #SafetyAlert #GujaratiNews #NewsUpdate #બોડેલી #ગુજરાતસમાચાર #બ્રેકિંગન્યૂઝ #જાહેરસલામતી #પાણીનીટાંકી #નગરપાલિકા#BreakingNews #Bodeli #SevaSadan #SDMOffice #FireIncident #FireBrigade #BodeliNews #Chhotaudepur #GujaratNews #LatestNews #EmergencyResponse #ShortCircuit #MadhyaGujaratNoAawaj #GujaratiNews #HasmukhVaria #BodeliUpdate #FireSafety #NewsUpdate #GujaratBreakingNews #MadhyaGujaratNoAvaj1
- હાલોલ તાલુકાના રામેશરા ગામે આતંક મચાવનાર વાઘોડિયાના આઠ લુખ્ખાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.1
- પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રામેશરા ગામમાં 23 જૂનની મધ્યરાત્રિએ આતંક મચાવનારા અસામાજિક તત્વોને હાલોલ રૂરલ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા હતા, જેના પગલે પંચમહાલ પોલીસ એક્શન મોડમાં આવી હતી. હાલોલ રૂરલ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, વાઘોડિયા તાલુકાના કેટલાક યુવકો હાથમાં દંડા જેવા હથિયારો સાથે બાઈક પર રામેશરા ગામમાં ઘૂસી આવ્યા હતા. તેમણે ગ્રામજનોને ગાળાગાળી કરી, હંગામો મચાવી આખા ગામમાં ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને આ તમામ 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં, 25 જૂન, ગુરુવારના રોજ સાંજના સુમારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ આરોપીઓને રામેશરા ગામમાં લાવીને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઘટનાની રાત્રે ગામ ગજવનારા આ શખ્સોને પોલીસે તેમની શાન ઠેકાણે લાવી દીધી હતી. પોલીસ જ્યારે આ આરોપીઓને પકડીને રામેશરા ગામમાં લાવી, ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ભય ફેલાવનારા તત્વો સામે હાલોલ રૂરલ પોલીસે જે સપાટો બોલાવ્યો છે, તેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે અને લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે. હાલોલ તાલુકાના રામેશરા ગામમાં હંગામો મચાવનાર તત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું હોવાનો પણ ઉલ્લેખ છે, જે પોલીસની કડક કાર્યવાહી અને ન્યાય અપાવવાના પ્રયાસને ઉજાગર કરે છે.1
- ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈનની શહાદતની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. મોહરમ મહિનાનો દસમો દિવસ અત્યંત વિશેષ ગણાય છે, કારણ કે આ જ દિવસે પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓ કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેમણે ઇસ્લામના રક્ષણ અને સત્ય માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આ શહાદતની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલોલ નગરમાં પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાલોલમાં વિવિધ કલાત્મક તાજીયા (ઝરી) તૈયાર કરીને તેને સજાવવામાં આવે છે. મોહરમ માસની ૯મી તથા ૧૦મી તારીખે આ તાજીયા પોતપોતાના વિસ્તાર માંથી સરઘસ રૂપે કાલોલ જુમ્મા મસ્જિદ પાસે આવેલા નુરાની ચોકમાં દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. નુરાની ચોકમાં મોહરમ માસની ૧૦ તારીખે, યૌમે આશુરાના દિવસે, કરબલા ખાતે બનેલી કરૂણગાથાના માનમાં શોક વ્યક્ત કરતા 'યા હુસેન, યા હુસેન'ના નારા સાથે નાતેપાક, મનકબત, સલાતો સલામ અને હુસેનની મહેફિલોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદોની સ્મૃતિમાં ઠેર ઠેર જાહેર સબિલો રચવામાં આવ્યા હતા, જેના દ્વારા નિયાઝે હુસેન તરીકે સરબત, ઠંડા પાણી, દૂધ અને કોલ્ડડ્રિંક્સનું વિતરણ કરાયું હતું. અશરની નમાજ અદા કર્યા બાદ સલાતો સલામ અને અલવિદા પઢીને કાર્યક્રમ સંપન્ન થયો. ત્યારબાદ, નુરાની ચોક માથી તાજીયાનું જુલુસ દરગાહ રોડ થઈ કાલોલ પોલીસ સ્ટેશન પાસે મામલતદાર કચેરી પાસે પહોંચ્યું હતું. ત્યાં નાના-મોટા તમામ તાજીયા (ઝરી) ઉપર ગુલાબજળ છાંટી, 'યા હુસેન, યા હુસેન'ના બુલંદ નારા સાથે તેમને 'ઠંડા' કરીને વિવિધ જગ્યાઓ પર વિસર્જન માટે લઈ જવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ આર.ડી. ભરવાડ, પીએસઆઈ પી.કે. ક્રિશ્ચિયન અને પીએસઆઈ એમ.આર. મોહનિયા સહિતના પોલીસ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાલોલ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા યૌમે આશુરા મોહરમ પર્વની પરંપરાગત રીતે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી વિસર્જન કરવામાં આવ્યું હતું.3
- વડોદરા શહેરમાં ઝોન-૩ એલ.સી.બી. (LCB) ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા વાઘોડિયા રોડ પર આવેલી જાનકી ડુપ્લેક્ષ સોસાયટીના એક મકાનમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આરોપી શૈલેષભાઈ શંકરભાઈ કહારના ઘરમાંથી છુપાવેલું ગુપ્ત ભોંયરૂં મળી આવ્યું હતું. આ ભોંયરામાંથી ૨૪ અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ ૩૨૨ બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત ₹૩,૨૬,૮૮૪/- આંકવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે એક મોબાઈલ અને વેક્યુમ પ્લેટ સહિત કુલ ₹૩,૩૭,૦૮૪/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી શૈલેષ કહારની ધરપકડ કરી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ચેતન ચંદુભાઈ કહારને વોન્ટેડ જાહેર કરાયો છે. આ સફળ કામગીરી પો.સ.ઇ. એસ.એ. ફુલધારા અને તેમની એલ.સી.બી. ટીમે પાર પાડી હતી, જે ઝોન-૩ LCBની મોટી સફળતા માનવામાં આવે છે.1