૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગીને તરણેતરમાં વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી બન્યા પ્રથમ વિજેતા. ૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગીને તરણેતરમાં વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી બન્યા પ્રથમ વિજેતા ૨૫ થી ૭૫ વર્ષના ૨૮ સ્પર્ધકો વચ્ચે ખેલાયો જંગ; વિજેતાને રૂ. ૨,૦૦૦નો રોકડ પુરસ્કાર એનાયત બેસનના લાડુ અને દાળ સાથેની પરંપરાગત સ્પર્ધા જોવા માટે મેળામાં જનમેદની ઉમટી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી 'લાડુ સ્પર્ધા' લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રસપ્રદ સ્પર્ધાનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (ગાંધીનગર), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર (લીંબડી) અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી આ અનોખી સ્પર્ધાને જોવા માટે મેળામાં હાજર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આ સ્પર્ધામાં ૨૫ થી ૭૫ વર્ષની વયજૂથ ધરાવતા ૨૮ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિયમ અનુસાર તમામ સ્પર્ધકોએ ૩૦ મિનિટના નિશ્ચિત સમયમાં દાળ સાથે બેસનના ખાંડવાળા લાડુ ખાવાના હતા. સ્પર્ધાની શરૂઆત થતાં જ તમામ સ્પર્ધકોએ ઝડપથી લાડુ ખાવાનું શરૂ કર્યું હતું. પહેલી ૧૫ મિનિટમાં જ મોટાભાગના સ્પર્ધકો સરેરાશ ૧૫ જેટલા લાડુ આરોગીને વારાફરતી સ્પર્ધામાંથી બહાર થવા લાગ્યા હતા. પરંતુ અંતિમ તબક્કામાં પ્રથમ સ્થાને આવવા માટે પાંચ સ્પર્ધકો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. સ્પર્ધકો જ્યારે ૨૨, ૨૪ અને ૨૬ લાડુ સુધી પહોંચ્યા, ત્યારે ઉપસ્થિત દર્શકોએ પણ તાળીઓ અને ચિચિયારીઓ સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સ્પર્ધાની આખરી મિનિટમાં તો વાતાવરણ ખૂબ જ ઉત્સુકતાપૂર્ણ બની ગયું હતું. આખરે ગત વર્ષે પણ વિજેતા થયેલા વિંછીયા તાલુકાના ઓરી ગામના વતની બળવંતભાઈ રાઘવાણીએ નિર્ધારિત ૩૦ મિનિટ પૂરી થતાં સુધીમાં ૨૮ લાડુ ઝાપટીને પ્રથમ ક્રમ મેળવી લીધો હતો. આ સ્પર્ધાના નિયમ મુજબ માત્ર એક જ વિજેતા પસંદ કરવાનો હોવાથી, બળવંતભાઈને રૂ. ૨,૦૦૦નો રોકડ પુરસ્કાર આપીને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલા જિલ્લા કલેક્ટર શ્રી જી. એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, લોકોના આટલા મોટા ઉત્સાહ અને પ્રતિસાદના કારણે જ સ્પર્ધકોને ભાગ લેવાનો સાચો આનંદ મળ્યો છે. તરણેતરનો આ મેળો આપણી સાંસ્કૃતિક વિરાસતને સાચવવાની સાથે લોકોમાં આનંદ, ઉત્સાહ અને ભાઈચારાની ભાવના પૂરી પાડે છે. તl આ કાર્યક્રમમાં મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વૈદિકા બિહાની, પ્રાંત અધિકારી શ્રી કે. એન. કાચા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પાર્થ ચૌહાણ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતા સ્પર્ધકને પ્રોત્સાહિત કરીને પુરસ્કાર એનાયત કર્યો હતો.
૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગીને તરણેતરમાં વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી બન્યા પ્રથમ વિજેતા. ૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગીને તરણેતરમાં વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી બન્યા પ્રથમ વિજેતા ૨૫ થી ૭૫ વર્ષના ૨૮ સ્પર્ધકો વચ્ચે ખેલાયો જંગ; વિજેતાને રૂ. ૨,૦૦૦નો રોકડ પુરસ્કાર એનાયત બેસનના લાડુ અને દાળ સાથેની પરંપરાગત સ્પર્ધા જોવા માટે મેળામાં જનમેદની ઉમટી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી 'લાડુ સ્પર્ધા' લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રસપ્રદ સ્પર્ધાનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (ગાંધીનગર), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર (લીંબડી) અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી આ અનોખી સ્પર્ધાને જોવા માટે મેળામાં હાજર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આ સ્પર્ધામાં
૨૫ થી ૭૫ વર્ષની વયજૂથ ધરાવતા ૨૮ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિયમ અનુસાર તમામ સ્પર્ધકોએ ૩૦ મિનિટના નિશ્ચિત સમયમાં દાળ સાથે બેસનના ખાંડવાળા લાડુ ખાવાના હતા. સ્પર્ધાની શરૂઆત થતાં જ તમામ સ્પર્ધકોએ ઝડપથી લાડુ ખાવાનું શરૂ કર્યું હતું. પહેલી ૧૫ મિનિટમાં જ મોટાભાગના સ્પર્ધકો સરેરાશ ૧૫ જેટલા લાડુ આરોગીને વારાફરતી સ્પર્ધામાંથી બહાર થવા લાગ્યા હતા. પરંતુ અંતિમ તબક્કામાં પ્રથમ સ્થાને આવવા માટે પાંચ સ્પર્ધકો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. સ્પર્ધકો જ્યારે ૨૨, ૨૪ અને ૨૬ લાડુ સુધી પહોંચ્યા, ત્યારે ઉપસ્થિત દર્શકોએ પણ તાળીઓ અને ચિચિયારીઓ સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સ્પર્ધાની આખરી મિનિટમાં તો વાતાવરણ ખૂબ જ ઉત્સુકતાપૂર્ણ બની ગયું હતું. આખરે ગત વર્ષે પણ વિજેતા થયેલા વિંછીયા તાલુકાના ઓરી ગામના વતની બળવંતભાઈ રાઘવાણીએ
નિર્ધારિત ૩૦ મિનિટ પૂરી થતાં સુધીમાં ૨૮ લાડુ ઝાપટીને પ્રથમ ક્રમ મેળવી લીધો હતો. આ સ્પર્ધાના નિયમ મુજબ માત્ર એક જ વિજેતા પસંદ કરવાનો હોવાથી, બળવંતભાઈને રૂ. ૨,૦૦૦નો રોકડ પુરસ્કાર આપીને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલા જિલ્લા કલેક્ટર શ્રી જી. એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, લોકોના આટલા મોટા ઉત્સાહ અને પ્રતિસાદના કારણે જ સ્પર્ધકોને ભાગ લેવાનો સાચો આનંદ મળ્યો છે. તરણેતરનો આ મેળો આપણી સાંસ્કૃતિક વિરાસતને સાચવવાની સાથે લોકોમાં આનંદ, ઉત્સાહ અને ભાઈચારાની ભાવના પૂરી પાડે છે. તl આ કાર્યક્રમમાં મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વૈદિકા બિહાની, પ્રાંત અધિકારી શ્રી કે. એન. કાચા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પાર્થ ચૌહાણ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતા સ્પર્ધકને પ્રોત્સાહિત કરીને પુરસ્કાર એનાયત કર્યો હતો.
- સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ1
- વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ ખાતે ચાલી આવતી પરંપરા મુજબ જય શ્રી અંબે પગપાળા સંઘ આજે અંબાજી જવા માટે પ્રસ્થાન થયો હતો. વઢવાણના મોરલી મનોહર મંદિરથી વઢવાણ, સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના 500થી વધુ માઈભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણથી અંબાજી સુધીનું આશરે 270 કિલોમીટરનું અંતર 8 દિવસમાં કાપી પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીને ધજા ચઢાવશે. આ પ્રસંગે સંઘપતિ રાયસંગભાઈ ડોડીયા, ભરતભાઈ વાળા, જશુભા લિબંડ, લાખુભા ડોડીયા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા), પ્રવિણસિંહ જાદવ (દાજી) સહિતના માઈભક્તો પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા.1
- સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન યોજાયું ગૌ રક્ષા માટે ત્રણ મુખ્ય માંગણીઓ બુલંદ — સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરવા ગૌભક્તોની માંગ સાંતલપુર, પાટણ: સાંતલપુર સ્થિત શ્રી ખીમેશ્વર ગૌશાળા ખાતે આજે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ગૌ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌભક્તો, સંતો-મહંતો, ગૌ સેવકો તેમજ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહી ગૌમાતાની રક્ષા અને સંરક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં ગૌમાતાની રક્ષા, ગૌસેવા અને ગૌસંવર્ધન માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. ગૌભક્તોની ત્રણ મુખ્ય માંગણીઓ 1. સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે દેશના તમામ રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે તેમજ ગૌમાતાના રક્ષણ માટે અસરકારક કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે. 2. ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’નું સન્માન આપવામાં આવે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને કૃષિ આધારિત જીવનવ્યવસ્થામાં ગૌમાતાનું વિશેષ સ્થાન હોવાનું જણાવી ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’ તરીકે સન્માન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. 3. કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરી કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે ગૌમાતાની સેવા, રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારના સ્તરે અલગ કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં એકસમાન કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ ગૌભક્તોએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગૌ સેવકો અને ગૌભક્તોએ ગૌમાતાની સેવા અને રક્ષણ માટે જનજાગૃતિ વધારવા તેમજ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂત રીતે રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. “ગૌહત્યા બંધ થાય, ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન મળે અને ગૌસેવા માટે કેન્દ્રીય વ્યવસ્થા ઊભી થાય” તેવી ત્રણ મુખ્ય માંગણીઓ સાથે સાંતલપુરથી ગૌ સન્માન આહ્વાનનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર — બલદેવ મકવાણા4
- *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર, શહેર તથા તાલુકામાં ઠંડક. *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર.* ધંધુકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રોજ ધોધમાર વરસાદ આખો દિવસ વરસ્યા બાદ આજે પણ મેંઘમેહર ચાલુ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના1
- સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: બસ સ્ટેન્ડ બહારના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.1
- કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું #કડી #kadi #mahesana #gujrat #MLA #ખાતમુર્હુત #ગ્રામપંચાયત #fesbookreels #trendingreelsvideo #nonfollowers1
- સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, આશરે 50થી વધુ દબાણો દૂર કરાયા સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, 50થી વધુ દબાણો દૂર કરાયા નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતાં પંચાયતની કડક કાર્યવાહી, ચા-હોટલથી પાનના ગલ્લા અને શેડ સુધીનો સફાયો સમી શહેરમાં જાહેર માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી બસ સ્ટેન્ડની બહાર લાંબા સમયથી ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે પંચાયતની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસ સ્ટેન્ડની દિવાલ પાસે તેમજ સામેના ભાગમાં આવેલા 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સમી બસ સ્ટેન્ડની આસપાસ ચાની હોટલો, પાન પાર્લર, પકોડી-નાસ્તાની લારીઓ ઉપરાંત લાકડા અને ટીનના શેડ બનાવીને અનેક ગલ્લાઓ ઊભા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ અને બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને બસોની અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા અગાઉ દબાણકારો અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્થળોએ દબાણો યથાવત રહેતા આખરે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પંચાયત અને તંત્રની ટીમે જેસીબી તથા બુલડોઝરની મદદથી જાહેર માર્ગને અડચણરૂપ બનેલા દબાણો દૂર કર્યા હતા. ચાની હોટલો, પાનના ગલ્લા, પકોડીની લારીઓ તેમજ લાકડા અને ટીનના શેડ સહિતના દબાણો હટાવવામાં આવતા બસ સ્ટેન્ડ આસપાસનો રસ્તો ખુલ્લો થયો હતો. તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી દબાણ કરીને બેઠેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની દિવાલ પાસે તથા સામેના ભાગમાં કુલ 50થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર માર્ગો અને મુસાફરોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો તથા અન્ય જાહેર સ્થળો પર ફરીથી દબાણ ઊભું કરવામાં આવશે તો આગામી દિવસોમાં પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- લીંબડી કોર્ટ નજીક રીક્ષા પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો1