સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે ઝીબ્રામાં બચ્ચાનો જન્મ થવા બાબત. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જૂનાગઢ ખાતે ગત વર્ષે જાન્યુઆરી-૨૦૨૫ માસમાં સૌપ્રથમ વાર એક જોડ આફ્રીકન પ્લેન ઝીબ્રાનું આગમન થયેલ હતું. પ્લેન્સ ઝીબ્રા આફ્રિકા ખંડના મૂળ નિવાસી છે અને ઝીબ્રાની સૌથી સામાન્ય અને વ્યાપક પ્રજાતિ છે, તેઓ સામાજિક પ્રાણી છે અને સામાન્ય રીતે એક નર, અનેક માદાઓ અને તેમના બચ્ચાઓ સાથેના જૂથમાં રહે છે. નર ઝીબ્રાનું વજન આશરે 220–300 કિ.ગ્રા. અને માદાનું 175–250 કિ.ગ્રા હોય છે, જ્યારે નવજાત બચ્ચાનું વજન સામાન્ય રીતે 25–40 કિ.ગ્રા હોય છે અને ગર્ભાવસ્થા અવધિ આશરે 12–13 મહિના હોય છે. તેમની કાળી-સફેદ પટ્ટાવાળી અનોખી આકૃતિ ઓળખ અને રક્ષણ માટે મહત્વપૂર્ણ છે. ઝીબ્રા બોત્સ્વાના નું રાષ્ટ્રીય પ્રાણી છે. જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્લેન્સ ઝીબ્રા (Equus quagga) ના એક સ્વસ્થ માદા બચ્ચાનું સફળ જન્મ નોંધાયું છે. હાલમાં માદા ઝીબ્રા અને બચ્ચું બન્ને સ્વસ્થ છે. તથા આ માદા બચ્ચાને ટુંક સમયમાં સક્કરબાગ ઝુ ની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ડીસ્પ્લેમાં મુકવામાં આવશે. આમ પ્રવાસીઓ માટે આફ્રીકન પ્લેન ઝીબ્રાનું બચ્ચુ એ એક અનોખુ આકર્ષણનું સર્જન કરશે. એમ નિયામક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જૂનાગઢ દ્વારા જણાવ્યું છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

- Post by પત્રકાર1
- જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.1
- સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ2
- Post by Bkp News1
- Post by Siddharth news1
- Post by Nagesh Modedara1
- સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે1