Shuru
Apke Nagar Ki App…
યુરિયા ખાતર થેલી ના 300 રૂપિયા લઈ ખેડુતોને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે અને કોઈ પણ ડર વિના જીએસટી બિલ આપે છે
Thakor Kunal
યુરિયા ખાતર થેલી ના 300 રૂપિયા લઈ ખેડુતોને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે અને કોઈ પણ ડર વિના જીએસટી બિલ આપે છે
More news from ગુજરાત and nearby areas
- દિયોદર શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર નો આરોપ જિલ્લા તંત્રને તપાસ કરવા લેખિત રજૂઆત વાવ થરાદ જિલ્લાના દિયોદર શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર નો આરોપ ને લઈ એક જાગૃત ખેડૂતે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે સમગ્ર મામલા ની વિગત એવી છે કે થોડા સમયે અગાઉ દિયોદર શિક્ષણ વિભાગમાં નવા વિધ્યાસાહક ના સર્વિસ બુક માટે એક કેમ્પ નું આયોજન થયું હતું જે કેમ્પ માં સર્વિસ બુક ભરાવતા હોવાથી શિક્ષકો પાસે થી 500 રૂપિયા ની રકમ ની ઉઘરાણી થઈ હતી જે મામલે શિક્ષકોએ કેમેરા સમક્ષ 500 રૂપિયા ચૂકવ્યા હોવાનું જણાવતા શિક્ષણ વિભાગ સામે સવાલો ઉઠ્યા હતા જે મામલે દિયોદર તાલુકાના જસાલી ગામના આગેવાન અમરાભાઇ પટેલે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી સમગ્ર મામલે તપાસ કરવા માંગ કરી છે જો કે હવે શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થયો છે3
- Post by Pooja patel1
- Post by Ramesh rana10
- વિજાપુરમાં મધ્યાહન ભોજન યોજનામાં આંકડામાં તફાવત : ૧૨ આચાર્યો પાસે ખુલાસો માંગાયો, તપાસ નો ધમધમાટ મામલતદાર કચેરીએ સ્પષ્ટતા : "નોટિસ નહીં, માત્ર પત્ર દ્વારા માહિતી માંગી; ગેરરીતિના આરોપ હજુ આશંકા જ છે" વિજાપુર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (પી.એમ. પોષણ) હેઠળ બાળકોની હાજરી અને લાભાર્થીઓના આંકડામાં તફાવત જોવા મળતાં મામલતદાર કચેરીએ ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દો તાજેતરમાં સોશિયલ મીડિયા અને લોકલ ન્યૂઝ ચેનલોમાં ચર્ચામાં આવ્યો છે, જેમાં લોકોમાં આ યોજના પર સવાલો ઉભા થવા પામ્યા છે લાડોલ, પિલવાઈ, સુંદરપુર સહિત ૧૨ પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓને મામલતદાર કચેરી તરફથી પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ઓનલાઈન પોર્ટલ પર દર્શાવાયેલી હાજરી અને શાળાના રિપોર્ટ બુકમાં નોંધાયેલી વાસ્તવિક સંખ્યા વચ્ચેના તફાવત અંગે વિગતવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. આ તફાવતને કારણે સરકારી નાણાંના દુરુપયોગની આશંકા વ્યક્ત થઈ રહી છે વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કનૈયાલાલ બી. પટેલએ જણાવ્યું કે, "આ મુદ્દો ગંભીર છે પણ હજુ તપાસના તબક્કામાં છે. કેટલીક શાળાઓમાં ઇન્ટરનેટની સમસ્યા, ઓનલાઈન અપલોડમાં વિલંબ અથવા શિક્ષકોને પોર્ટલની પૂર્ણ માહિતી ન મળવાથી આવી ગેરસમજ થઈ શકે છે. આપણા નાના ભૂલકાઓના પોષણ સાથે જોડાયેલી આ યોજનામાં કોઈ અનિયમિતતા ન હોવી જોઈએ." મામલતદાર સાહેબે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું, "મેં કોઈને નોટિસ આપી નથી. માત્ર પત્ર લખીને ખુલાસો માંગ્યો છે. નોટિસ આપવાનો અધિકાર મને નથી – જો જરૂર પડશે તો એમપીઓ (મધ્યાહન ભોજન પ્રોજેક્ટ અધિકારી)ને જાણ કરીશ અને તેઓ જ યોગ્ય કાર્યવાહી કરશે. હાલમાં આ બધું તપાસનો વિષય છે અને તપાસ પૂર્ણ થયા પછી જ આગળના પગલાં અંગે નિર્ણય લેવાશે." આ તપાસમાં કેટલાક આચાર્યોએ પ્રારંભિક ખુલાસો કર્યો છે કે ઓનલાઈન સિસ્ટમમાં તકનીકી મુશ્કેલીઓને કારણે આંકડામાં અસમાનતા આવી હોઈ શકે છે. મામલતદાર કચેરી દર મહિને ઓનલાઈન અને રિપોર્ટ બુકની ચકાસણી કરવાની વાત કરી રહી છે, જેથી આવા મુદ્દાઓ ભવિષ્યમાં ન ઉઠે. મધ્યાહન ભોજન યોજના હજારો બાળકોના પેટ ભરે છે અને તેમની શાળા હાજરી વધારે છે. આવા મુદ્દાઓની ત્વરિત તપાસથી યોજનાની વિશ્વસનીયતા વધુ મજબૂત બને છે. તાલુકા શિક્ષણ વિભાગ અને સંઘ તરફથી પણ સહયોગ આપવાની વાત થઈ રહી છે જેથી દરેક લાભાર્થી બાળકોને પૂરો લાભ મેળવી શકે.1
- ગાંધીનગર અને વડોદરા કોર્ટને બોમથી ઉડાવી દેવાની ધમકી બાદ અમદાવાદના વકીલોમાં ભારે રોષ1
- રોજ સવાર સવાર માં શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન નિહાળવા અમારી ચેનલ ને સબક્રાઇબ, લાઈક, અને દાદાના આશીર્વાદ મેળવવા કોમેન્ટ બોક્સ માં દાદા ની જય જરૂર લખશો.1
- 🙏🙏સૌ પ્રથમ જીમ નિમિતે કૂતરા માટે રંગાડુ બનાવ્યું ➡️અયાંશ ની જીમ નિમિતે રંગાડુ બનાવ્યું 🙏🙏➡️રંગાડા નાં દાતા છે કાર્તિક ભાઈ મનસુખ ભાઈ પટેલ 🙏🙏➡️ખુબ ખુબ આભાર 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ🙏🙏1
- *મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૬* ______________ *બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ: કુલ ૨૪.૨૬ લાખ મતદારો નોંધાયા* ______________ *જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ દ્વારા આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ: બંને જિલ્લાના કુલ ૨૦,૮૬૪ મતદારોનો વધારો નોંધાયો* ______________ *બૃહદ બનાસકાંઠા જિલ્લાના ૯ વિધાનસભા વિસ્તારના મતદારો ઑનલાઇન પોર્ટલ કે કચેરી ખાતે મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકશે* ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. તે મુજબ તા. ૧૯-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ત્યારબાદ તા. ૧૯-૧૨-૨૦૨૫થી તા. ૩૦-૦૧-૨૦૨૬ સુધી મતદારોને હક્ક દાવા અને વાંધાઓ રજૂ કરવા માટે સમયગાળો આપવામાં આવ્યો હતો. તા. ૧૯-૧૨-૨૦૨૫થી તા. ૧૦-૦૨-૨૦૨૬ દરમિયાન જિલ્લાના સંબંધિત વિધાનસભા મત વિસ્તારોના મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા રજૂ થયેલા તમામ હક્ક દાવા અને વાંધાઓ અંગે નોટિસ આપી સુનાવણી હાથ ધરીને નિયમ મુજબ નિકાલ કરવામાં આવ્યો હતો. તેના અનુસંધાને તા.૧૭-૦૨-૨૦૨૬ના રોજ અંતિમ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલે જણાવ્યું કે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૭,૭૭,૬૫૭ અને વાવ-થરાદ જિલ્લામાં ૮,૪૭,૨૯૫ એમ કુલ મળી ૨૬,૨૪,૯૫૨ મતદારો હતા. જેમાંથી મરણ, સ્થળાંતર અને ડુપ્લિકેટ નામ જેવા કારણોસર કુલ ૨,૧૯,૬૨૭ મતદારોના નામ સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા નિયમ મુજબ કમી કરવામાં આવ્યા હતા. જેના આધારે તા. ૧૯-૧૨-૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદારયાદી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ૧૬,૦૩,૩૦૭ અને વાવ-થરાદ જિલ્લામાં ૮,૦૨,૦૧૮ એમ કુલ મળી ૨૪,૦૫,૩૨૫ મતદારો હતા. તેમણે જણાવ્યું કે, તા. ૧૭-૦૨-૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થયેલી અંતિમ મતદારયાદી મુજબ બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૬,૧૫,૧૦૨ અને વાવ-થરાદ જિલ્લામાં કુલ ૮,૧૧,૦૮૭ એમ કુલ ૨૪,૨૬,૧૮૯ મતદારોનો સમાવેશ થયો છે. જેના આધારે બનાસકાંઠા જિલ્લામાં ૧૧,૭૯૫ અને વાવ-થરાદ જિલ્લામાં ૯,૦૬૯ મતદારોનો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, અંતિમ મતદારયાદીમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કુલ ૯ વિધાનસભા મત વિસ્તારના મતદારો પોતાનું નામ તપાસી શકે તે માટે બંને જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા સૂચિત અન્ય જાહેર સ્થળોએ અંતિમ મતદારયાદી ઉપલબ્ધ રાખવામાં આવી છે. ઉપરાંત, ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની વેબસાઈટ તથા વોટર પોર્ટલ પર પણ અંતિમ મતદારયાદી ઉપલબ્ધ રહેશે. “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય.” ***4