Shuru
Apke Nagar Ki App…
Pooja patel
More news from Gujarat and nearby areas
- Post by Pooja patel1
- વિજાપુરમાં મધ્યાહન ભોજન યોજનામાં આંકડામાં તફાવત : ૧૨ આચાર્યો પાસે ખુલાસો માંગાયો, તપાસ નો ધમધમાટ મામલતદાર કચેરીએ સ્પષ્ટતા : "નોટિસ નહીં, માત્ર પત્ર દ્વારા માહિતી માંગી; ગેરરીતિના આરોપ હજુ આશંકા જ છે" વિજાપુર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (પી.એમ. પોષણ) હેઠળ બાળકોની હાજરી અને લાભાર્થીઓના આંકડામાં તફાવત જોવા મળતાં મામલતદાર કચેરીએ ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દો તાજેતરમાં સોશિયલ મીડિયા અને લોકલ ન્યૂઝ ચેનલોમાં ચર્ચામાં આવ્યો છે, જેમાં લોકોમાં આ યોજના પર સવાલો ઉભા થવા પામ્યા છે લાડોલ, પિલવાઈ, સુંદરપુર સહિત ૧૨ પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓને મામલતદાર કચેરી તરફથી પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ઓનલાઈન પોર્ટલ પર દર્શાવાયેલી હાજરી અને શાળાના રિપોર્ટ બુકમાં નોંધાયેલી વાસ્તવિક સંખ્યા વચ્ચેના તફાવત અંગે વિગતવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. આ તફાવતને કારણે સરકારી નાણાંના દુરુપયોગની આશંકા વ્યક્ત થઈ રહી છે વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કનૈયાલાલ બી. પટેલએ જણાવ્યું કે, "આ મુદ્દો ગંભીર છે પણ હજુ તપાસના તબક્કામાં છે. કેટલીક શાળાઓમાં ઇન્ટરનેટની સમસ્યા, ઓનલાઈન અપલોડમાં વિલંબ અથવા શિક્ષકોને પોર્ટલની પૂર્ણ માહિતી ન મળવાથી આવી ગેરસમજ થઈ શકે છે. આપણા નાના ભૂલકાઓના પોષણ સાથે જોડાયેલી આ યોજનામાં કોઈ અનિયમિતતા ન હોવી જોઈએ." મામલતદાર સાહેબે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું, "મેં કોઈને નોટિસ આપી નથી. માત્ર પત્ર લખીને ખુલાસો માંગ્યો છે. નોટિસ આપવાનો અધિકાર મને નથી – જો જરૂર પડશે તો એમપીઓ (મધ્યાહન ભોજન પ્રોજેક્ટ અધિકારી)ને જાણ કરીશ અને તેઓ જ યોગ્ય કાર્યવાહી કરશે. હાલમાં આ બધું તપાસનો વિષય છે અને તપાસ પૂર્ણ થયા પછી જ આગળના પગલાં અંગે નિર્ણય લેવાશે." આ તપાસમાં કેટલાક આચાર્યોએ પ્રારંભિક ખુલાસો કર્યો છે કે ઓનલાઈન સિસ્ટમમાં તકનીકી મુશ્કેલીઓને કારણે આંકડામાં અસમાનતા આવી હોઈ શકે છે. મામલતદાર કચેરી દર મહિને ઓનલાઈન અને રિપોર્ટ બુકની ચકાસણી કરવાની વાત કરી રહી છે, જેથી આવા મુદ્દાઓ ભવિષ્યમાં ન ઉઠે. મધ્યાહન ભોજન યોજના હજારો બાળકોના પેટ ભરે છે અને તેમની શાળા હાજરી વધારે છે. આવા મુદ્દાઓની ત્વરિત તપાસથી યોજનાની વિશ્વસનીયતા વધુ મજબૂત બને છે. તાલુકા શિક્ષણ વિભાગ અને સંઘ તરફથી પણ સહયોગ આપવાની વાત થઈ રહી છે જેથી દરેક લાભાર્થી બાળકોને પૂરો લાભ મેળવી શકે.1
- ગાંધીનગર અને વડોદરા કોર્ટને બોમથી ઉડાવી દેવાની ધમકી બાદ અમદાવાદના વકીલોમાં ભારે રોષ1
- રાજ્યમાં ગરમી વધવાની આગાહી ની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકામાં વહેલી સવારે આકાશમાં ઉભા થયેલા વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા નુ મોજુ ફરી વળ્યું છે હાલમાં ઘઉં વરીયાળી જીરુ સમેતના પાકો તૈયારી પર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને તેમજ માવઠાની આગાહી વચ્ચે ખેતી પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે પોશીના તાલુકામાં આવેલ હવામાનમાં બદલાવને લઈ વરસાદી સંકેત પણ તોલાઈ રહ્યો છે.1
- રોજ સવાર સવાર માં શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન નિહાળવા અમારી ચેનલ ને સબક્રાઇબ, લાઈક, અને દાદાના આશીર્વાદ મેળવવા કોમેન્ટ બોક્સ માં દાદા ની જય જરૂર લખશો.1
- *गोविंद डोटासरा ने हमशक्ल को विधानसभा में बुलाकर की मुलाकात...*1
- બજેટ સત્ર માં ગોપાલ ઇટાલિયા એ સાત પક્ષ સામે સવાલો કર્યા1
- વિજાપુરમાં ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ: ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી મોટી ત્રાસદી ટળી લાડોલ રોડ પર પાંચ પીર બાવા દરગાહ નજીક ભભૂકી આગ, કોઈ જાનહાનિ નહીં વિજાપુરમાં લાડોલ રોડ પર આવેલી પાંચ પીર બાવા દરગાહની સામે વીજ વિતરણ કંપનીના એક ટ્રાન્સફોર્મરમાં સાંજના સમયે અચાનક આગ લાગી હતી. ઘટના ઢલતી સાંજે બની હોવાથી આસપાસના વિસ્તારમાં થોડી દોડધામ મચી મચી જવા પામી હતી પરંતુ બિલકુલ સામે જ, આવેલા ફાયર સ્ટેશનની તાત્કાલિક કાર્યવાહીને કારણે આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, આગ લાગતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પહેલાં જ તેને ઠંડી પાડી દેવામાં આવી હતી. યુ જી વી સી એલ વિજાપુર વિભાગના વાયરમેનોએ પણ તરત જ વીજ પુરવઠાની લાઈનો બંધ કરી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેમ છતાં, શોર્ટ સર્કિટ અથવા ટેક્નિકલ ખામીને કારણે આવી ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેમજ મોટા પાયે મિલકતી નુકસાન પણ ટળી ગયું છે – માત્ર ટ્રાન્સફોર્મરને અસર થઈ છે. વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રાન્સફોર્મરની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી સમારકામની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે વધુ સઘન જાળવણી અને તપાસની જરૂર છે એમ અધિકારીઓએ ઉમેર્યું હતું.1