ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચૂંટણીલક્ષી જવાબદારીઓની ફાળવણી કરાઈ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચૂંટણીલક્ષી જવાબદારીઓની ફાળવણી કરાઈ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-2026ને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન સ્ટાફને વિવિધ ચૂંટણીલક્ષી જવાબદારીઓની ફાળવણી કરવામાં આવી. ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે કામગીરીનું આયોજન અને અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત, અત્યાર સુધીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ચૂંટણી દરમિયાન પારદર્શિતા અને નિયમોનું પાલન થાય તે માટે અધિકારીઓને સજાગ રહેવા સૂચવાયું. બેઠકના અંતે તમામ સ્ટાફને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવવા અને ચૂંટણીને શાંતિપૂર્ણ તેમજ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી.
ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચૂંટણીલક્ષી જવાબદારીઓની ફાળવણી કરાઈ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચૂંટણીલક્ષી જવાબદારીઓની ફાળવણી કરાઈ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-2026ને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન સ્ટાફને વિવિધ ચૂંટણીલક્ષી જવાબદારીઓની ફાળવણી કરવામાં આવી. ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે કામગીરીનું આયોજન અને અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત, અત્યાર સુધીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ચૂંટણી દરમિયાન પારદર્શિતા અને નિયમોનું પાલન થાય તે માટે અધિકારીઓને સજાગ રહેવા સૂચવાયું. બેઠકના અંતે તમામ સ્ટાફને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવવા અને ચૂંટણીને શાંતિપૂર્ણ તેમજ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી.
- Post by Limdabara News1
- દાહોદના રૂપાખેડા PHCના કારઠ ગ્રામપંચાયત ખાતે પોર્ટેબલ એક્ષરે દ્વારા 229 લાભાર્થીઓના એક્ષરે કરાયા ઝાલોદ તાલુકામાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂપાખેડા દ્વારા કારઠ ગ્રામપંચાયત ખાતે પોર્ટેબલ એક્સ-રે કેમ્પ યોજાયો. આ કેમ્પ દરમિયાન કુલ 229 લોકોના એક્સ-રે કરવામાં આવ્યા. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકોને સ્થળ પર જ નિદાનની સુવિધા ઉપલબ્ધ થવાથી લોકોને મોટી રાહત મળી. આ પ્રકારની આરોગ્ય સેવાઓ દ્વારા દૂરદરાજના વિસ્તારોમાં પણ તાત્કાલિક તપાસ અને સારવારની સુવિધા મળી રહી છે, જે આરોગ્ય વિભાગના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે.1
- ધાનપુર થી ગરબાડા સુધી રોડ રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવવ્યું છે1
- Post by Salman moravala1
- છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા તાલુકા અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે બેઠક યોજાઈ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓની ચૂંટણીઓની તારીખો જાહેર કરી દેવામાં આવતા તમામ રાજકીય પાર્ટીઓ રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં સત્તા કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, અને તેના માટે ઉમેદવારો નક્કી કરવા માટેની બેઠકો શરૂ કરી દેવામાં આવી છે આજ રોજ બપોરે ૩:૦૦ કલાકે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય છોટાઉદેપુર ખાતે જિલ્લા તાલુકા અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી અંગેના ઉમેદવારો પસંદગી કરવા તેમજ ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યકરોને ચુંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી નિવાસન શ્રી ,ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શશીકાંત રાઠવા હાથ સે હાથ જોડો ના કન્વીનર પ્રોફેસર અર્જુન રાઠવા છોટાઉદેપુર પાવીજેતપુર ,કદવાલ, બોડેલી, સંખેડા, નસવાડી અને કવાટ તાલુકા અને છોટાઉદેપુર શહેર ના પ્રમુખ પૂર્વ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઓ કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા1
- પ્રાપ્ત માહિતી મુજબ, કલસર ગામના રહેવાસી અરબાઝભાઈ પોતાની માતા ફેમિદાબેન સાથે મોટર બાઇક લઈ હાલોલ ખાતે મરણ પ્રસંગે આવ્યા હતા. પ્રસંગ પૂર્ણ કરી તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે વાડિયા ગામ નજીક તેમની બાઈક ઊભેલા ટ્રેક્ટર ની ટ્રોલી સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અરબાઝભાઈને માથાના ભાગે તથા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની માતા ફેમિદાબેનને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને ખાનગી વાહન દ્વારા હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા1
- મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા જુમ્મા મસ્જિદ પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત કરાયું. કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જિદ પાસેના નુરાની ચોક ખાતે રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્ક અને મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રવિવારે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા હજરત પીર સૈયદ સલીમુલ્લાહ શાહ બાબા રિફાઇ ની ખીરાજે અકિદતમાં મોટી સંખ્યામાં રક્તદાન એ મહાદાન છે ની ભાવના સાથે રક્તદાતાઓએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઇ સ્વેચ્છિક રીતે રક્તદાન કરતા ૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત થયું હતું જેમાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશનના માધ્યમથી એકત્રિત કરાયુ હોવાની માહિતી રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્કના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું જ્યાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે લોહીની અછતને પહોંચી વળવા અને તમામ ધર્મના લોકોની લોહીની જરૂરિયાતની પૂરી પાડવા માટે કરાયેલા રક્તદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં એટલે કે ૭૨ થી વધુ યુનિટ જેટલું રક્તદાન થયું હોવાની માહિતી મળવા પામી છે જ્યાં બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું જેમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણાની સાથે ડોક્ટર પ્રકાશકુમાર ઠક્કર,નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ અને ઉપપ્રમુખ તુષારભાઇ શાહ ની પ્રેરક ઉપસ્થિત વચ્ચે ફઝલબેગ મિરઝા,ફૈઝાનબેગ મિરઝા, અરબાઝ વાઘેલા,મિરઝા શકીલબેગ,નૂરે મુસ્તફાબેગ મિરઝા,મુસ્તકીમ ખાન પઠાણ,સિદ્દીકબેગ મિરઝા,સાજીદ પઠાણ અને સોહીલભાઈ વાઘેલા એ પોતાની વિશેષ હાજરી નોંધાવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સવારથી સાંજ સુધી ખડેપગે સેવાઓ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.4
- દેવગઢ બારીઆ ખાતે ભાજપા કાર્યાલયમાં શહેર સંગઠનની પરિચય બેઠક યોજાઈ શહેરના પ્રભારી દેવીદાસ ખત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં દેવગઢ બારીઆ શહેર મંડળના વિવિધ મોર્ચાના નવનિયુક્ત પ્રમુખો અને મહામંત્રીઓ હાજર રહ્યા. બેઠક દરમિયાન નવા નિમણૂક પામેલા હોદ્દેદારોનો પરિચય આપવામાં આવ્યો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી. આગામી સમયગાળામાં પાર્ટીની પ્રવૃત્તિઓને ગતિ આપવી અને કાર્યકર્તાઓ સાથે સંકલન વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત, સંગઠનના વિસ્તરણ અને જનસંપર્ક મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો. બેઠકમાં હાજર તમામ હોદ્દેદારોએ પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવા સંકલ્પ વ્યક્ત કર્યો.1