પંચમહાલ જિલ્લામાંથી ખાતાકીય આવેલા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ તરીકે પી.કે. અસોડાએ સંભાળ્યો સંતરામપુર પોલીસ સ્ટેશન નો ચાર્જ.. તારીખ: 05 એપ્રિલ 2026 સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નવા પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઈ) તરીકે પી.કે. અસોડાએ પોતાની ફરજ સંભાળી છે. તેઓ ખાતાકીય પંચમહાલ જિલ્લામાંથી બદલી થઈને અહીં સંતરામપુર માં આવ્યા છે. સંતરામપુર પોલીસ સ્ટેશન ના નવા પીઆઈ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પી.કે. અસોડા એ જણાવ્યું હતું કે સંતરામપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે અને લોકો સાથે સહકારથી કામ કરશે. ગુનાઓ પર કાબૂ મેળવવા તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે પોલીસ ટીમ સાથે મળીને અસરકારક કામગીરી કરવામાં આવશે. સંતરામપુર પોલીસ સ્ટેશન ના નવા પી.આઇ. પી કે અસોડા એ જનતાને પણ અપીલ કરી કે કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરી સહકાર આપવો. સંતરામપુર વિસ્તારમાં સુરક્ષા અને વિશ્વાસ વધારવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહેશે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
પંચમહાલ જિલ્લામાંથી ખાતાકીય આવેલા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ તરીકે પી.કે. અસોડાએ સંભાળ્યો સંતરામપુર પોલીસ સ્ટેશન નો ચાર્જ.. તારીખ: 05 એપ્રિલ 2026 સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નવા પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઈ) તરીકે પી.કે. અસોડાએ પોતાની ફરજ સંભાળી છે. તેઓ ખાતાકીય પંચમહાલ જિલ્લામાંથી બદલી થઈને અહીં સંતરામપુર માં આવ્યા છે. સંતરામપુર પોલીસ સ્ટેશન ના નવા પીઆઈ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પી.કે. અસોડા એ જણાવ્યું હતું કે સંતરામપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે અને લોકો સાથે સહકારથી કામ કરશે. ગુનાઓ પર કાબૂ મેળવવા તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે પોલીસ ટીમ સાથે મળીને અસરકારક કામગીરી કરવામાં આવશે. સંતરામપુર પોલીસ સ્ટેશન ના નવા પી.આઇ. પી કે અસોડા એ જનતાને પણ અપીલ કરી કે કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરી સહકાર આપવો. સંતરામપુર વિસ્તારમાં સુરક્ષા અને વિશ્વાસ વધારવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહેશે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
- હાલોલ રાજદીપ સિનેમા રોડ પર આવેલી જૂની નુતન સ્કૂલ પાસે આજરોજ સાંજે 6:30 ની આસપાસ બે આખલાનું દ્વંદ યુદ્ધ જોવા મળ્યું હતું જેમાં જૂની નુતન સ્કૂલ પાસે આવેલા દુકાનદારો તથા રહીશોમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો આસપાસના લોકો દ્વારા બન્ને આખલવોને અલગ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને દ્વંદ યુદ્ધ ને લઈ થોડાક સમય માટે વાહન વહેવાર ખોરવાયો હતો બંન્ને આખલાઓ પર આસપાસના લોકો દ્વારા પાણી ભરેલી ડોળો નાખતા બન્ને આખલા છુટ્ટા પડ્યા હતા અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો1
- વિષય: પ્રાંતિજ ભાજપ બક્ષીપંચ મોરચામાં પેપરલીક કાંડના આરોપીની નિમણૂકથી ખળભળાટ: શું સંગઠનને ડાઘી નેતાઓ જ વ્હાલા છે? પ્રાંતિજ, સાબરકાંઠા ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અને રાજ્યભરમાં ચકચારી બનેલા 'જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડ-૨૦૨૩' ના આરોપીને રાજકીય રક્ષણ મળતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના માળખામાં કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. 🤔કોણ છે હાર્દિક શર્મા? જેની પર પક્ષ મહેરબાન થયો! હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે જેની ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ વડોદરામાં થયેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS (Anti-Terrorist Squad) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કાંડના કારણે અંદાજે ૯.૫૩ લાખ જેટલા આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી. 📌તપાસમાં ખુલેલી વિગતો મુજબ: 💢મુખ્ય એજન્ટની ભૂમિકા: હાર્દિક શર્મા મુખ્ય સુત્રધાર કેતન બારોટ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો. 💢 લાખોનો વેપલો: આ ટોળકી દ્વારા પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી કરી, એક-એક કોપીના ₹૧૩ લાખ વસૂલીને વેચવાનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. 💢 ગંભીર કલમો: તેની સામે વડોદરામાં IPC ની કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ અને ૧૨૦B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ FIR નોંધાયેલી છે. જનતા અને યુવાનોના વેધક સવાલો: આ નિમણૂક બાદ પ્રાંતિજ પંથકના જાગૃત નાગરિકો અને શિક્ષિત બેરોજગારો પૂછી રહ્યા છે કે: 🚫 શું ભાજપ સંગઠનને પ્રાંતિજ તાલુકામાં એક પણ નિષ્કલંક કે ઈજ્જતદાર કાર્યકર ન મળ્યો? 🚫એક બાજુ સરકાર પેપરલીક વિરોધી કડક કાયદાની વાતો કરે છે, તો બીજી બાજુ સંગઠન પેપરલીકના આરોપીઓને પદ આપીને શું સાબિત કરવા માંગે છે? 🚫જે વ્યક્તિ પર નાણાકીય ગેરરીતિ અને લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનો આરોપ હોય, તેને 'કોષાધ્યક્ષ' જેવી જવાબદારી સોંપવી કેટલી યોગ્ય? પક્ષના આંતરિક લોકશાહી સામે સવાલ આવી નિમણૂકોથી વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડતા પ્રમાણિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને પદ આપીને પક્ષ કદાચ એવો સંદેશ આપી રહ્યો છે કે સંગઠનમાં લાયકાત કરતાં 'સેટિંગ' વધુ મહત્વનું છે. સ્થાનિક જનતાની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અને નૈતિકતાના ધોરણે પક્ષ પોતાની છબી સાફ કરે. જો આવા તત્વોને પ્રોત્સાહન અપાશે, તો આવનારી ચૂંટણીઓમાં શિક્ષિત યુવાનો તેનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ3
- હિંમતનગર એ ડિવિઝન પોલીસે શહેરના શારદા કુંજ સોસાયટીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો1
- Post by TEAM JAGRUT1
- Post by Mr BHIl Vishnubhai kalidash3
- આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર: ગાંધીનગર જિલ્લાના દહેગામ ઉમેદવારો મેદાનમાં અમદાવાદ/ગાંધીનગર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 ના જંગ માટે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા આજે ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ દ્વારા વિચાર-વિમર્શ કર્યા બાદ આ નામોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં મુખ્યત્વે ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા અને કાલોલ તાલુકાના કુલ 15 જેટલા સનિષ્ઠ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. દહેગામ તાલુકા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારો: : ક્રમ તાલુકા પંચાયત બેઠક ઉમેદવારનું નામ ૬૯૧ ધારીસણા ઝાલા ચેતનાબેન ૬૯૨ હરખજીના મુવાડા ચૌહાણ પ્રેમીલાબેન ૬૯૩ પાલુન્દ્રા ચૌહાણ દિલીપસિંહ ૬૯૪ વાસણા સોગઠી ચૌહાણ નીતાબેન ૬૯૫ ખાનપુર વણઝારા મિતેશકુમાર ૬૯૬ રખીયાલ રાઠોડ સરસ્વતીબેન ૬૯૭ લવાડ ચૌહાણ લાલસિંહ1
- ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચૂંટણીલક્ષી જવાબદારીઓની ફાળવણી કરાઈ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-2026ને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન સ્ટાફને વિવિધ ચૂંટણીલક્ષી જવાબદારીઓની ફાળવણી કરવામાં આવી. ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે કામગીરીનું આયોજન અને અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત, અત્યાર સુધીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ચૂંટણી દરમિયાન પારદર્શિતા અને નિયમોનું પાલન થાય તે માટે અધિકારીઓને સજાગ રહેવા સૂચવાયું. બેઠકના અંતે તમામ સ્ટાફને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવવા અને ચૂંટણીને શાંતિપૂર્ણ તેમજ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી.1
- ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભરીપુર ગામે આજે નવ ચંડી યજ્ઞ સમુહ બાળાવાળ માં કપડવંજ વિધાન સભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ભાઈ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી યુવા મોરચા ના કઠલાલ તાલુકા પ્રમુખ શ્રી દિપક ભાઈ ડાભી છીપીયાલ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ડાભી પિઠાઈ સરપંચ શ્રી સતીશ ભાઈ પટેલ અભેસિંહ સરપંચ તેમજ મહીસાગર માતાજી ના ભુવાજી પસોતજ આજુબાજુ ના ગામો થી માય ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માનવ મેળો ભરાયો આશરે બાર હજાર લોકો એ માતાજી ના અવસર નો આનંદ લીધો આયોજકો (૧)મનિષ ભાઈ પટેલ સિંહુજ (૨) મહેશભાઈ ડાભી (૩)ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ શ્રી તખતસિંહ ડાભી(૪) વિજયભાઈ આર ડાભી તેમજ ગામના આગેવાનો માજી સરપંચ શ્રી ફુલાભાઈ પરમાર રમેશભાઈ ડાભી વિનુભાઈ પરમાર મફતભાઈ ડાભી મોહન ભાઈ ઝાલા વિનુભાઈ એ ઝાલા ચંદુભાઈ છગાભાઈ ભરતભાઈ શનાભાઈ ઝાલા તરફ થી મંડપ સેવા કરવામાં આવી ગામના યુવાનો નગીનભાઈ સુરેશભાઈ ડાભી ગણપતિ યુવક મંડળ યુવાનો ખૂબ ઉત્સાહ થી માતાજી ત્રિશૂળ ભેટ કરી પ્રસંગ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- Post by TEAM JAGRUT1