Shuru
Apke Nagar Ki App…
શંકરસિંહ વાઘેલાએ છોટાઉદેપુરના પૂર્વ વન મંત્રી તથા પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
Faruk khatri
શંકરસિંહ વાઘેલાએ છોટાઉદેપુરના પૂર્વ વન મંત્રી તથા પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
More news from ગુજરાત and nearby areas
- શંકરસિંહ વાઘેલાએ છોટાઉદેપુરના પૂર્વ વન મંત્રી તથા પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.1
- છોટાઉદેપુરના જેતપુર પાવીમાં મોહનસી રાઠવાની શ્રદ્ધાંજલિ સભા દરમિયાન મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મનસુખ વસાવા શું કહી રહ્યા છે, તે આ બાઇટમાં વિગતવાર સાંભળી અને જોઈ શકાય છે.1
- સરકાર દ્વારા પ્રજાની સુવિધા માટે લાખો-કરોડો રૂપિયાના ખર્ચે વિકાસકામો કરવામાં આવે છે, પરંતુ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને કારણે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રામપુરાથી કરા જવાના રોડ પર લાખો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ બનાવવામાં આવેલા બે નવા નાળાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ ખુલી ગઈ છે. આ નવા બનેલા નાળા પરથી હજી તો વાહનોની અવરજવર માંડ શરૂ થઈ છે, ત્યાં જ બંને નાળાના સ્લેબની આસપાસની ભરાઈ તૂટી ગઈ છે અને અંદર ફિટ કરેલા લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, કોન્ટ્રાક્ટરે લોટ, પાણી ને લાકડા જેવું હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને આ ભ્રષ્ટાચાર આચર્યો છે. ભ્રષ્ટાચાર છુપાવવા અને તૂટેલા સ્લેબના સળિયા ઢાંકવા માટે કોન્ટ્રાક્ટરે રાતોરાત ટ્રેક્ટરો ભરીને કપચી અને માટી નાખી દીધી હતી, પરંતુ તાજેતરમાં પડેલા નજીવા વરસાદે જ આ માટી-કપચી ધોઈ નાખી અને સમગ્ર ભ્રષ્ટાચાર જગજાહેર કરી દીધો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોડ વિભાગના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે નિયમ મુજબ અધિકારીઓએ સ્થળ પર હાજર રહીને મોનિટરિંગ કરવાનું હોય છે પરંતુ અહીં એક પણ વખત કોઈ અધિકારીએ ડોકિયું સુદ્ધાં કર્યું નથી. લોકમુખે ચર્ચા છે કે સરકારી બાબુઓ માત્ર સરકારના પૈસે લહેર કરવા અને કોન્ટ્રાક્ટરોના ગુણગાન ગાવામાં જ મસ્ત રહે છે. લોકોની ઉગ્ર માંગ છે કે જો ચોમાસું પૂરેપૂરું જામ્યા પહેલા નાળાની આવી હાલત હોય, તો ભારે વરસાદમાં આ નાળા ગમે ત્યારે તૂટી પડે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આથી, તંત્ર તાત્કાલિક જાગીને આ કામની ઉચ્ચસ્તરીય તપાસ કરાવે અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર તેમજ આંખ આડા કાન કરનારા અધિકારીઓ સામે કડક પગલાં ભરે.1
- છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના કદાવર નેતા મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.1
- ગુજરાત સરકારના કેબિનેટ વન મંત્રી અને છોટાઉદેપુર તથા પાવી જેતપુર વિસ્તારમાં ૧૧ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પીઢ આદિવાસી આગેવાન અને આદિવાસી મસીહા સ્વ. મોહનસિંહ છોટુભાઈ રાઠવા તારીખ ૫/૭/૨૬ના રોજ ૮૨ વર્ષની વયે દેવલોક પામ્યા છે. તેમના અવસાનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અમૂલ્ય રત્ન અને આગેવાનની છત્રછાયા ગુમાવી દીધી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઊંડા શોક અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. સ્વ. મોહનસિંહ રાઠવાની યાદમાં આજે પાવી જેતપુર કોલેજ ખાતે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, મોટા વેપારીઓ અને સામાન્ય લોકોએ ભારે હૈયે આ લોકલાડીલા નેતાને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના પાઠવી હતી. છોટાઉદેપુર વિસ્તારમાં છેલ્લા ૫૫ વર્ષોથી સક્રિય રાજકારણમાં ભૂમિકા ભજવી લાખો લોકોના દિલમાં પ્રેમભર્યું સ્થાન મેળવનાર સ્વ. મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાવી જેતપુર ખાતે આવી રહ્યા છે.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા આશરે બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં, ધાર્મિક યાત્રા કરવા કે અન્ય સામાજિક પ્રસંગોમાં અવર-જવર કરવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે. રસ્તાની સાથે આ વિસ્તારના લોકો પાણીની અછતનો પણ સામનો કરી રહ્યા છે. અહીં ઊભી કરાયેલી બે પાણીની ટાંકીઓ અને પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કેટલીક પાઇપો તથા લોખંડની સીડી ચોરી થઈ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પાણીની પૂરતી સુવિધા મળી રહી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે.2
- નર્મદા જિલ્લાના કેવડિયામાં રાજીવવન મુખ્ય બજારથી પોલીસ સ્ટેશન સુધીના રસ્તાની કામગીરી છેલ્લા છ મહિનાથી અત્યંત ધીમી ગતિએ ચાલતા સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે ચોમાસાના દિવસોમાં અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે વિશ્વસ્તરે જાણીતા બનેલા આ વિસ્તારમાં રસ્તાની આવી કથળેલી હાલતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રસ્તાના નિર્માણ માટે સ્થાનિક વેપારીઓએ વહીવટી તંત્રની સૂચનાને માન આપીને પોતાના ધંધા-રોજગાર બાજુ પર મૂક્યા હતા અને રસ્તામાં નડતરરૂપ બનતા પોતાની દુકાનોના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા હતા. આ ઉપરાંત રસ્તાના કામ માટે વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન પણ તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યું હતું. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે દબાણો હટાવવા અને વૃક્ષો કાપવા જેવી કામગીરી ગણતરીના દિવસોમાં પૂરી થઈ ગઈ હતી, તો પછી મુખ્ય રસ્તો બનાવવામાં આટલો બધો વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? રસ્તાનું કામ અધૂરું હોવાથી છેલ્લા છ મહિનાથી વેપારીઓના ધંધા પર સીધી અસર પડી રહી છે અને ગ્રાહકોની અવરજવર બંધ થતાં રોજગારી મેળવવી મુશ્કેલ બની છે. આસપાસના ગામડાઓમાંથી બિયારણ, ખાતર કે જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા આવતા ખેડૂતો અને નાગરિકો માટે બજાર સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે, જ્યારે ઇમરજન્સી સમયે દવાખાને આવતા દર્દીઓ માટે આ રસ્તો અત્યારે માથાનો દુખાવો સમાન બન્યો છે. પ્રજાજનો દ્વારા વહીવટી તંત્ર પાસે ઉગ્ર માંગ કરવામાં આવી છે કે હવે કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના યુદ્ધના ધોરણે રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી સ્થાનિક લોકો અને અહીં આવનારા પ્રવાસીઓને પડતી હાલાકીનો અંત આવે.2
- ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ છોટાઉદેપુરના પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.1