logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

15 hrs ago
user_Rohit kirtanbhai
Rohit kirtanbhai
ગલતેશ્વર, ખેડા, ગુજરાત•
15 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • Post by Rohit kirtanbhai
    1
    Post by Rohit kirtanbhai
    user_Rohit kirtanbhai
    Rohit kirtanbhai
    ગલતેશ્વર, ખેડા, ગુજરાત•
    15 hrs ago
  • છેલ્લા એક વર્ષથી ઉદલપુર-કાલોલ બસ સેવા બંધ હોવાને કારણે ગોધરા અને કાલોલ તાલુકાના અસારડી, મજેવાડી, રાણીયાની મુવાડી તથા કલ્યાણા ગામના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધી પહોંચવામાં મોટી મુશ્કેલીઓ વેઠવી પડે છે, જેના કારણે તેમના શિક્ષણ પર ગંભીર અસર થઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બસ સેવા બંધ થયા બાદ વિદ્યાર્થીઓને ખાનગી અને મોંઘા વાહન વ્યવહારનો આશ્રય લેવો પડે છે. આર્થિક રીતે નબળા પરિવારો માટે આ વધારાનો ખર્ચ ઉઠાવવો અશક્ય બની ગયો છે, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ સમયસર શાળા-કોલેજ પહોંચી શકતા નથી અને અમુક તો અભ્યાસ છોડવાની સ્થિતિમાં પણ આવી ગયા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ અનેક વખત સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી. આ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. તેઓ રાજ્ય સરકાર અને પરિવહન વિભાગને તાત્કાલિક ધોરણે ઉદલપુર-કાલોલ બસ સેવા ફરી શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે, જેથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું અટકે અને તેમને સરળ પરિવહન સુવિધા મળી રહે. સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સત્તાધીશો તાત્કાલિક પગલાં ભરે તેવી અપીલ કરી છે.
    1
    છેલ્લા એક વર્ષથી ઉદલપુર-કાલોલ બસ સેવા બંધ હોવાને કારણે ગોધરા અને કાલોલ તાલુકાના અસારડી, મજેવાડી, રાણીયાની મુવાડી તથા કલ્યાણા ગામના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધી પહોંચવામાં મોટી મુશ્કેલીઓ વેઠવી પડે છે, જેના કારણે તેમના શિક્ષણ પર ગંભીર અસર થઈ રહી છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બસ સેવા બંધ થયા બાદ વિદ્યાર્થીઓને ખાનગી અને મોંઘા વાહન વ્યવહારનો આશ્રય લેવો પડે છે. આર્થિક રીતે નબળા પરિવારો માટે આ વધારાનો ખર્ચ ઉઠાવવો અશક્ય બની ગયો છે, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ સમયસર શાળા-કોલેજ પહોંચી શકતા નથી અને અમુક તો અભ્યાસ છોડવાની સ્થિતિમાં પણ આવી ગયા છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ અનેક વખત સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી. આ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. તેઓ રાજ્ય સરકાર અને પરિવહન વિભાગને તાત્કાલિક ધોરણે ઉદલપુર-કાલોલ બસ સેવા ફરી શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે, જેથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું અટકે અને તેમને સરળ પરિવહન સુવિધા મળી રહે. સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સત્તાધીશો તાત્કાલિક પગલાં ભરે તેવી અપીલ કરી છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયતનો વહીવટ ગંભીર વિવાદોમાં ફસાયો છે. પંચાયતના વોર્ડ નંબર ૮ ના મહિલા સભ્ય બદના રેહાનાબીબી મહેબુબે પંચાયતમાં ચાલતી નાણાકીય ગેરરીતિઓ અંગે કાનૂની સોગંદનામું કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, જેનાથી સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહિલા સભ્ય બદના રેહાનાબીબીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) કાલોલને કરેલી લેખિત ફરિયાદ અને સોગંદનામામાં જણાવ્યું છે કે, તેઓ લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્ય હોવા છતાં, તેમને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લીધા વિના કે તેમની સંમતિ વગર પંચાયતના વર્તમાન સરપંચ અને સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમણે પંચાયતના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનો વિરોધ અગાઉ સામાન્ય સભામાં પણ નોંધાવ્યો હતો. સોગંદનામામાં સૌથી ચોંકાવનારો આક્ષેપ પાણીના બોર બાબતે કરવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ, પંચાયત હદ વિસ્તારમાં અગાઉથી બોર હયાત હોવા છતાં, તે જ સ્થળ પર નવો બોર મંજૂર કરીને ખોટો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, અને આવા 'ડબલ બોર' બનાવીને સરકારી નાણાંની ખુલ્લેઆમ ઉચાપત કરવામાં આવી રહી છે. હાલમાં ઉર્દૂ શાળા પાસે ચાલી રહેલા નાળાના કામમાં તેમજ પેવર બ્લોક, સીસી રોડ અને રસ્તાના કામોમાં સરકારી નીતિ-નિયમો, વહીવટી એસ્ટીમેટ કે મેઝરમેન્ટ માપનું પાલન કરવામાં આવતું નથી અને કામોની ગુણવત્તા અત્યંત નબળી છે. મહિલા સભ્યએ ઉચ્ચ કક્ષાએથી આ તમામ વિકાસ કામોની ઝીણવટભરી અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. ભ્રષ્ટાચાર અટકાવવા માટે હાલમાં ચાલી રહેલા તમામ કામોના બિલની ચુકવણી તાત્કાલિક અસરથી રોકી દેવા વિનંતી કરાઈ છે. સાથોસાથ, જ્યારે પણ સક્ષમ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે, ત્યારે અરજદાર સભ્યને સાથે રાખીને તેમની રૂબરૂમાં જ તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરાઈ છે. સોગંદનામામાં મહિલા સભ્યએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે, ભવિષ્યમાં જ્યારે પણ ઉચ્ચ કક્ષાએથી આ બાબતની તપાસ થશે અને જે નાણાંકીય ભ્રષ્ટાચાર કે વહીવટી ગેરરીતિ બહાર આવશે, તેમાં વોર્ડ નં. ૮ ના સભ્ય તરીકે તેમની કોઈ પણ પ્રકારની વ્યક્તિગત, નૈતિક કે કાનૂની જવાબદારી રહેશે નહીં. આ તમામ ભ્રષ્ટાચાર અને ખોટા હિસાબોની સંપૂર્ણ જવાબદારી જે તે સમયના સરપંચ અને દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયેલા તાલુકા વિકાસ અધિકારીની રહેશે. આ ગંભીર ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તે માટે મહિલા સભ્ય દ્વારા સોગંદનામાની નકલો કાલોલના તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO), જિલ્લા કલેક્ટર (ગોધરા), રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગાંધીનગર પંચાયત વિભાગના મંત્રીશ્રીને પણ લેખિત પુરાવા અને અખબારી અહેવાલોની નકલ સાથે રવાના કરવામાં આવી છે.
    3
    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયતનો વહીવટ ગંભીર વિવાદોમાં ફસાયો છે. પંચાયતના વોર્ડ નંબર ૮ ના મહિલા સભ્ય બદના રેહાનાબીબી મહેબુબે પંચાયતમાં ચાલતી નાણાકીય ગેરરીતિઓ અંગે કાનૂની સોગંદનામું કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, જેનાથી સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મહિલા સભ્ય બદના રેહાનાબીબીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) કાલોલને કરેલી લેખિત ફરિયાદ અને સોગંદનામામાં જણાવ્યું છે કે, તેઓ લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્ય હોવા છતાં, તેમને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લીધા વિના કે તેમની સંમતિ વગર પંચાયતના વર્તમાન સરપંચ અને સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમણે પંચાયતના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનો વિરોધ અગાઉ સામાન્ય સભામાં પણ નોંધાવ્યો હતો. સોગંદનામામાં સૌથી ચોંકાવનારો આક્ષેપ પાણીના બોર બાબતે કરવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ, પંચાયત હદ વિસ્તારમાં અગાઉથી બોર હયાત હોવા છતાં, તે જ સ્થળ પર નવો બોર મંજૂર કરીને ખોટો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, અને આવા 'ડબલ બોર' બનાવીને સરકારી નાણાંની ખુલ્લેઆમ ઉચાપત કરવામાં આવી રહી છે. હાલમાં ઉર્દૂ શાળા પાસે ચાલી રહેલા નાળાના કામમાં તેમજ પેવર બ્લોક, સીસી રોડ અને રસ્તાના કામોમાં સરકારી નીતિ-નિયમો, વહીવટી એસ્ટીમેટ કે મેઝરમેન્ટ માપનું પાલન કરવામાં આવતું નથી અને કામોની ગુણવત્તા અત્યંત નબળી છે.

મહિલા સભ્યએ ઉચ્ચ કક્ષાએથી આ તમામ વિકાસ કામોની ઝીણવટભરી અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. ભ્રષ્ટાચાર અટકાવવા માટે હાલમાં ચાલી રહેલા તમામ કામોના બિલની ચુકવણી તાત્કાલિક અસરથી રોકી દેવા વિનંતી કરાઈ છે. સાથોસાથ, જ્યારે પણ સક્ષમ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે, ત્યારે અરજદાર સભ્યને સાથે રાખીને તેમની રૂબરૂમાં જ તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરાઈ છે.

સોગંદનામામાં મહિલા સભ્યએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે, ભવિષ્યમાં જ્યારે પણ ઉચ્ચ કક્ષાએથી આ બાબતની તપાસ થશે અને જે નાણાંકીય ભ્રષ્ટાચાર કે વહીવટી ગેરરીતિ બહાર આવશે, તેમાં વોર્ડ નં. ૮ ના સભ્ય તરીકે તેમની કોઈ પણ પ્રકારની વ્યક્તિગત, નૈતિક કે કાનૂની જવાબદારી રહેશે નહીં. આ તમામ ભ્રષ્ટાચાર અને ખોટા હિસાબોની સંપૂર્ણ જવાબદારી જે તે સમયના સરપંચ અને દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયેલા તાલુકા વિકાસ અધિકારીની રહેશે. આ ગંભીર ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તે માટે મહિલા સભ્ય દ્વારા સોગંદનામાની નકલો કાલોલના તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO), જિલ્લા કલેક્ટર (ગોધરા), રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગાંધીનગર પંચાયત વિભાગના મંત્રીશ્રીને પણ લેખિત પુરાવા અને અખબારી અહેવાલોની નકલ સાથે રવાના કરવામાં આવી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    2 hrs ago
  • આજે સોમવારની સંધ્યાએ પાવગઢ સ્થિત શ્રી કાલિકા માતાજીની શુભ આરતી કરવામાં આવી. શ્રદ્ધાળુઓને માતાજીની આ સાંજની આરતીના દર્શન કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી.
    1
    આજે સોમવારની સંધ્યાએ પાવગઢ સ્થિત શ્રી કાલિકા માતાજીની શુભ આરતી કરવામાં આવી. શ્રદ્ધાળુઓને માતાજીની આ સાંજની આરતીના દર્શન કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
    1
    સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
    user_Sanjaykumar S parmar
    Sanjaykumar S parmar
    Classified ads newspaper publisher ઠાસરા, ખેડા, ગુજરાત•
    5 hrs ago
  • ખેડા જિલ્લાના મંજુસર GIDC માં આવેલી પહાસ્કૂલ કુલિંગ ટાવર નામની એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
    1
    ખેડા જિલ્લાના મંજુસર GIDC માં આવેલી પહાસ્કૂલ કુલિંગ ટાવર નામની એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
    user_Sanjaykumar S parmar
    Sanjaykumar S parmar
    Classified ads newspaper publisher ઠાસરા, ખેડા, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.