ધ્રાંગધ્રા તાલુકા પંચાયતમાં સામાન્ય સીટ પર મહિલા પ્રમુખની અટકળો વચ્ચે વિરોધ • સામાન્ય પુરુષને તાલુકા પંચાયતનું પ્રતિનિધિત્વ આપવા માંગ ઉઠી ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પ્રમુખ પદને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે સામાન્ય સીટ અનામત હોવા છતાં મહિલા પ્રમુખ બનાવવાની અટકળોએ સ્થાનિક રાજકારણમાં આંતરિક ખેંચતાણ ઊભી કરી છે. માહિતી મુજબ ગત ટર્મમાં સામાન્ય મહિલા સીટ અનામત હોવાથી મહિલા પ્રમુખની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે સામાન્ય સીટ અનામત હોવાથી પુરુષ ઉમેદવારને પ્રતિનિધિત્વ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમ છતાં ફરી મહિલાને પ્રમુખ બનાવવાના પ્રયાસોની ચર્ચાએ તાલુકા પંચાયતના સભ્યોમાં અસંતોષ ફેલાવ્યો હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધી તાલુકા પંચાયતના પ્રમુખ પદ પર પાટીદાર સમાજની મહિલાઓને તક આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે હવે પાટીદાર સમાજના પુરુષને પ્રતિનિધિત્વ આપવાની માંગ જોર પકડી રહી છે. મહિલા પ્રમુખ બનાવવાના મુદ્દે કેટલાક સભ્યોએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આંતરિક અસંતોષને પગલે મુદ્દો હવે સ્થાનિક સ્તરથી આગળ વધી રાજ્ય કક્ષાએ પહોંચ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક સભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી તેમજ પ્રદેશ સંગઠન સુધી રજૂઆતો કરી સામાન્ય સીટ હોવાના કારણે પુરુષ ઉમેદવારને પ્રમુખ પદ માટે તક આપવા માંગ કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ પદને લઈને આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં વધુ ગરમાવો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્ત સુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડો ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્તસુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડોચોટીલાના ચિરોડા ગામ પાસે સુખભાદર નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાળી રેતીના ખનન પર વહીવટી તંત્રએ મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે દરોડો પાડી ડમ્પર, લોડર, ટ્રેક્ટર-ટ્રોલી સહિત આશરે ₹71.32 લાખનો મુદ્દામાલ અને 120 ટન કાળી રેતી જપ્ત કરી. આ કાર્યવાહી બાદ રેતી માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. સંડોવાયેલા શખ્સો સામે ગુજરાત ખનીજ નિયમો-2017 સહિત કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.1
- ધ્રાંગધ્રાની વિનાયક વિહાર સોસાયટીમાં વારંવાર વીજ પૂરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન છે. PGVCL કચેરીમાં રજૂઆત કરવા ગયેલા લોકોને કલાકો સુધી અધિકારીઓની રાહ જોવી પડી, પરંતુ કોઈ હાજર ન હતું. આનાથી રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક વીજ પુરવઠો સુધારવાની માંગ કરી.1
- હળવદ સરા ચોકડી ખાતે હીરો શોરૂમ સામે અકસ્માત સર્જાયો ટ્રક ચાલકે પાછળથી છકડો રીક્ષાને ટક્કર મારતા ખોળ ભરેલો છકડો રોડની ડિવાઈડર પાસે પલટી મારી ગયો સદનસીબે છકડા રીક્ષાના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે સેવાભાવી લોકો બાઈક લઈને ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે બાઈક પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છકડા રીક્ષાના ડ્રાઇવરે પોલીસમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડનું કામ અને સ્વચ્છતાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી ધ્યાન આપતું નથી, જેના કારણે વિકાસના કાર્યો અધ્ધરતાલ છે.1
- મોરબીની નાગનાથ શેરીમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ દાનપેટી તોડી ₹50,000 રોકડા ચોરી ફરાર થઈ ગયા.1
- સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.1
- *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી. *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી* અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને ધોલેરાથી નજીક 9 કિમી એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બેફામ ગતિએ આવી વેંગનઆર ગાડીને ટક્કર મારી. અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક 9 કિલો મીટરના અંતરે અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં બધા પરિવારના સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.1
- મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામમાં ડેન્ગ્યુનો પ્રકોપ જોવા મળ્યો છે. આના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે.1