સાવરકુંડલા તાલુકા યુવા ભાજપની નવી ટીમ જાહેર: પ્રમુખ તરીકે શૈલેષ ઝાપડાની વરણી, અટલધારા કાર્યાલયે ધારાસભ્ય મહેશ કસવાળાએ કર્યું સન્માન ગુજરાત પ્રદેશ ભાજપ યુવા અધ્યક્ષ હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ તથા અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલ કાનાણી અને સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ સાથેની ચર્ચા-વિચારણા બાદ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા યુવા મોરચાના સંગઠનની નવી રચના કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ જાહેર કરાયેલી આ સંગઠન રચનામાં સાવરકુંડલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે શૈલેષ ઝાપડાની વરણી કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે ગણપતભાઈ નશીત અને હકુભાઈ ચૌહાણની જવાબદારી સોંપવામાં આવી છે. નવી જવાબદારી મળતા સાવરકુંડલા તાલુકા ભાજપના યુવા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા ખાતે આવેલ અટલધારા કાર્યાલય ખાતે નવનિયુક્ત તાલુકા યુવા ભાજપ પ્રમુખ શૈલેષ ઝાપડાનું ધારાસભ્ય મહેશ કસવાળા તથા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ શૈલેષ ઝાપડાને નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને યુવા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. યુવાનોને સંગઠન સાથે વધુમાં વધુ જોડવા તથા પક્ષના સંગઠનને ગ્રામ્ય સ્તર સુધી મજબૂત બનાવવા નવી ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
સાવરકુંડલા તાલુકા યુવા ભાજપની નવી ટીમ જાહેર: પ્રમુખ તરીકે શૈલેષ ઝાપડાની વરણી, અટલધારા કાર્યાલયે ધારાસભ્ય મહેશ કસવાળાએ કર્યું સન્માન ગુજરાત પ્રદેશ ભાજપ યુવા અધ્યક્ષ હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ તથા અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલ કાનાણી અને સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ સાથેની ચર્ચા-વિચારણા બાદ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા યુવા મોરચાના સંગઠનની નવી રચના કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ જાહેર કરાયેલી આ સંગઠન રચનામાં સાવરકુંડલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે શૈલેષ ઝાપડાની વરણી કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે ગણપતભાઈ નશીત અને હકુભાઈ ચૌહાણની જવાબદારી સોંપવામાં આવી છે. નવી જવાબદારી મળતા સાવરકુંડલા તાલુકા
ભાજપના યુવા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા ખાતે આવેલ અટલધારા કાર્યાલય ખાતે નવનિયુક્ત તાલુકા યુવા ભાજપ પ્રમુખ શૈલેષ ઝાપડાનું ધારાસભ્ય મહેશ કસવાળા તથા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ શૈલેષ ઝાપડાને નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને યુવા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. યુવાનોને સંગઠન સાથે વધુમાં વધુ જોડવા તથા પક્ષના સંગઠનને ગ્રામ્ય સ્તર સુધી મજબૂત બનાવવા નવી ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
- વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા... વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા...1
- શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.1
- હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........ અમરેલી બ્રેકિંગ...... હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........ જાફરાબાદના દરિયા કાંઠે લાગ્યું 3 નંબરનું સિગ્નલ....... મેરી ટાઈમ બોર્ડ વિભાગે દરિયા કાંઠે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ........ જાફરાબાદ દરિયા કાંઠે સવાર થીજ જોવા મળે છે કરંટ....... દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે લાગ્યું 3 નંબરનું સિગ્નલ........2
- સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામની શાળામાંથી હિન્દુ શિક્ષિકા ની બદલી થતાં આખું ગામ હીબકે ચડતાં શિક્ષિકા ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડ્યાં. ભૂજથી ૯૦ કિ.મી.ના અંતરે અંતરિયાળ રણ વિસ્તાર વઝીરાવાંઢ (તા.નખત્રાણા) માં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તનુજાબેનની બદલી થતાં જ્યારે ગામમાંથી વિદાય આપવામાં આવી તો તે ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડયા હતા. સો ટકા જત-મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરાવાંઢમાં છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા મૂળ સુરત જિલ્લાના તનુજાબેન ચૌધરીને જિલ્લા ફેર બદલીનો લાભ મળતા તેમની બદલી સુરત જિલ્લામાં તેમના મૂળ ગામ નજીક થઈ હતી. આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિદાય સમારંભમાં તનુજાબેન ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડયા હતા. અત્યંત ભાવુક અંદાજમાં તનુજાબહેને કહ્યું કે, જયારે આ અજાણ્યા વિસ્તારમાં ૨૦૧૪ માં આવી ત્યારે મને લાગતું હતુ કે અહીં કેવી રીતે દિવસો વિતશે. પરંતુ અહીંયાના ભાઈઓએ મને બહેન અને દીકરી તરીકે રાખ્યા છે. અહીં મહિલાઓએ મને બહેન અને માતા જેવો પ્રેમ આપ્યો છે. તમે બધા મને મારા પરિવાર જનો ભાસી રહ્યા છો. બહેનનો ભાવુક અંદાજ જોઈ ગામના વડીલો રડી પડયા હતા અને દીકરીને વિદાય અપાઈ તેમ તેઓ શિક્ષિકાના માથા પર હાથ ફેરવી તેણીને વિદાય આપી હતી. આ કાર્યક્રમમાં જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1
- ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા1
- વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ એસ.જી.રાઠોડ સહિત તમામ પોલીસ જવાનો ખડેપગે... વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ એસ.જી.રાઠોડ સહિત તમામ પોલીસ જવાનો ખડેપગે...1
- गुजरात में सब जगह बारिष का खोफनाक मंजर अमदावाद में सभी जगह पानी ही पानी ।1