logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આમ આદમી પાર્ટી (AAP) ના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જસદણ-વિંછીયા તાલુકાના ગોડલાધાર સહિતના વિવિધ ગામોના ખેડૂતો સાથે જસદણ-વિંછીયાની મામલતદાર કચેરીએ પહોંચીને વીજ લાઇન કામગીરી સંબંધિત યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલાં ખાનગી કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની સંમતિ અને પરવાનગી વિના તેમના ખેતરોમાં પ્રવેશ કરીને ઊભા પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને આશરે 16 જેટલા વીજપોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક ખેડૂતોને તેમના પોતાના જ ખેતરોમાં પ્રવેશવાની મંજૂરી પણ અપાઈ ન હતી. બ્રિજરાજ સોલંકીની દરમિયાનગીરી બાદ હાલ સંબંધિત ખેતરોમાં ત્રણ દિવસ માટે કોઈપણ પ્રકારની કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને જેસીબી મશીનો, પોલીસ બંદોબસ્ત તથા અધિકારીઓને પણ સ્થળ પરથી હટાવી દેવાયા છે. જોકે, કંપની દ્વારા કેટલાક ખેડૂતોને લાલચ આપીને કામગીરી આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોલંકીએ સ્પષ્ટ કર્યું કે તેઓ સરકાર કે વીજ પ્રોજેક્ટના વિરોધમાં નથી, પરંતુ ખેડૂતોના હિતો સાથે કોઈ અન્યાય સહન કરવામાં આવશે નહીં. તેમણે માંગ કરી છે કે ખેડૂતોને વીજ ટાવર માટે પ્રતિ ટાવર ₹2 કરોડ અને વીજ તાર પસાર કરવા માટે ₹1 કરોડનું વળતર ચૂકવવામાં આવે. જો આ શક્ય ન હોય તો, જે ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે અથવા થવાના છે, તેમને દર મહિને ₹50 હજારનું ભાડું ચૂકવવામાં આવે. વધુમાં, જો આ વિકલ્પ પણ સ્વીકાર્ય ન હોય, તો ખેડૂતોની જમીન હાલની જંત્રી કિંમત કરતાં બમણા ભાવે ખરીદવામાં આવે. ભવિષ્યમાં વીજપોલની જાળવણી અને મરામત માટે ઉપયોગમાં લેવાનારા રસ્તાઓનું પણ યોગ્ય વળતર ખેડૂતોને ચૂકવવાની માંગ કરવામાં આવી છે. આપ નેતાએ મીડિયા સમક્ષ ગામના નકશા રજૂ કરતાં આક્ષેપ કર્યો હતો કે જીવાપર ગામમાં જ્યાં સત્તાધારી પક્ષના સમર્થકો અથવા ભાજપ સાથે સંકળાયેલા લોકોના ખેતરો આવેલાં છે, ત્યાંથી વીજ લાઈનો પસાર કરવામાં આવી નથી, જ્યારે અન્ય ખેડૂતોના ખેતરોમાંથી વીજ લાઇન પસાર કરવાની યોજના બનાવવામાં આવી છે. તેમણે આ મામલે નિષ્પક્ષ તપાસ અને તમામ ખેડૂતો સાથે સમાન ન્યાયની માંગ કરી છે. બ્રિજરાજ સોલંકીએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો ખેડૂતોની માંગણીઓને અવગણીને ખેતરોમાં કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવશે, તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બનશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માંગવાથી માત્ર ભીખ મળે છે, જ્યારે પોતાના હક અને અધિકાર મેળવવા માટે સામેવાળાની છાતી ઉપર પગ રાખીને પણ છીનવી લેવા પડે છે.

1 hr ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
1 hr ago

આમ આદમી પાર્ટી (AAP) ના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જસદણ-વિંછીયા તાલુકાના ગોડલાધાર સહિતના વિવિધ ગામોના ખેડૂતો સાથે જસદણ-વિંછીયાની મામલતદાર કચેરીએ પહોંચીને વીજ લાઇન કામગીરી સંબંધિત યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલાં ખાનગી કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની સંમતિ અને પરવાનગી વિના તેમના ખેતરોમાં પ્રવેશ કરીને ઊભા પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને આશરે 16 જેટલા વીજપોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક ખેડૂતોને તેમના પોતાના જ ખેતરોમાં પ્રવેશવાની મંજૂરી પણ અપાઈ ન હતી. બ્રિજરાજ સોલંકીની

દરમિયાનગીરી બાદ હાલ સંબંધિત ખેતરોમાં ત્રણ દિવસ માટે કોઈપણ પ્રકારની કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને જેસીબી મશીનો, પોલીસ બંદોબસ્ત તથા અધિકારીઓને પણ સ્થળ પરથી હટાવી દેવાયા છે. જોકે, કંપની દ્વારા કેટલાક ખેડૂતોને લાલચ આપીને કામગીરી આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોલંકીએ સ્પષ્ટ કર્યું કે તેઓ સરકાર કે વીજ પ્રોજેક્ટના વિરોધમાં નથી, પરંતુ ખેડૂતોના હિતો સાથે કોઈ અન્યાય સહન કરવામાં આવશે નહીં. તેમણે માંગ કરી છે કે ખેડૂતોને વીજ ટાવર માટે પ્રતિ ટાવર ₹2 કરોડ અને વીજ તાર પસાર કરવા માટે ₹1 કરોડનું વળતર ચૂકવવામાં

આવે. જો આ શક્ય ન હોય તો, જે ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે અથવા થવાના છે, તેમને દર મહિને ₹50 હજારનું ભાડું ચૂકવવામાં આવે. વધુમાં, જો આ વિકલ્પ પણ સ્વીકાર્ય ન હોય, તો ખેડૂતોની જમીન હાલની જંત્રી કિંમત કરતાં બમણા ભાવે ખરીદવામાં આવે. ભવિષ્યમાં વીજપોલની જાળવણી અને મરામત માટે ઉપયોગમાં લેવાનારા રસ્તાઓનું પણ યોગ્ય વળતર ખેડૂતોને ચૂકવવાની માંગ કરવામાં આવી છે. આપ નેતાએ મીડિયા સમક્ષ ગામના નકશા રજૂ કરતાં આક્ષેપ કર્યો હતો કે જીવાપર ગામમાં જ્યાં સત્તાધારી પક્ષના સમર્થકો અથવા ભાજપ સાથે સંકળાયેલા લોકોના ખેતરો આવેલાં

છે, ત્યાંથી વીજ લાઈનો પસાર કરવામાં આવી નથી, જ્યારે અન્ય ખેડૂતોના ખેતરોમાંથી વીજ લાઇન પસાર કરવાની યોજના બનાવવામાં આવી છે. તેમણે આ મામલે નિષ્પક્ષ તપાસ અને તમામ ખેડૂતો સાથે સમાન ન્યાયની માંગ કરી છે. બ્રિજરાજ સોલંકીએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો ખેડૂતોની માંગણીઓને અવગણીને ખેતરોમાં કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવશે, તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બનશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માંગવાથી માત્ર ભીખ મળે છે, જ્યારે પોતાના હક અને અધિકાર મેળવવા માટે સામેવાળાની છાતી ઉપર પગ રાખીને પણ છીનવી લેવા પડે છે.

More news from Gujarat and nearby areas
  • બોટાદમાં ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
    1
    બોટાદમાં ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    Botad, Gujarat•
    21 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધંધુકા શહેરી વિસ્તારમાં સ્થિત વિમલમાતા સ્કૂલ ખાતે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મચ્છરના જીવનચક્ર વિશે સમજણ આપવાની સાથે, ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા, સ્વચ્છતા જાળવવા અને મચ્છરના પ્રજનન સ્થળોનો નાશ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પોતાના પરિવાર અને સમાજમાં પણ મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા ચોમાસા દરમિયાન રોગચાળો અટકાવવા માટે સ્વચ્છતા અને સાવચેતીના સંદેશને લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધંધુકા શહેરી વિસ્તારમાં સ્થિત વિમલમાતા સ્કૂલ ખાતે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મચ્છરના જીવનચક્ર વિશે સમજણ આપવાની સાથે, ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા, સ્વચ્છતા જાળવવા અને મચ્છરના પ્રજનન સ્થળોનો નાશ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પોતાના પરિવાર અને સમાજમાં પણ મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા ચોમાસા દરમિયાન રોગચાળો અટકાવવા માટે સ્વચ્છતા અને સાવચેતીના સંદેશને લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    21 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કચોલીયા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કચોલીયા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
    user_રિપોર્ટર ILIYAS JARGELA
    રિપોર્ટર ILIYAS JARGELA
    સુરેન્દ્રનગર, ગુજરાત•
    20 hrs ago
  • વીજકંપની તરફથી ખેડૂતો (જેઓ જમીન માલિકો પણ છે) ને યોગ્ય પ્રતિસાદ ન મળવાને કારણે, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આકરા પાણીએ થયા છે.
    1
    વીજકંપની તરફથી ખેડૂતો (જેઓ જમીન માલિકો પણ છે) ને યોગ્ય પ્રતિસાદ ન મળવાને કારણે, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આકરા પાણીએ થયા છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    53 min ago
  • અમરેલી ખાતે બ્રોડગેજ રેલવેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 'મિશન બ્રોડગેજ અમરેલી' સમિતિએ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.
    1
    અમરેલી ખાતે બ્રોડગેજ રેલવેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 'મિશન બ્રોડગેજ અમરેલી' સમિતિએ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    20 hrs ago
  • અમરેલી જિલ્લામાં સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને નવી ગતિ આપતાં, ઊર્જા અને કાયદા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે DBS Poly Pack અને DBS Prepack LLP નામના PET પ્રીફોર્મ ઉત્પાદન યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમરેલી શહેર નજીક કૃષ્ણા સોલ્વેન્ટ પાસે, ફતેપુરા રોડ પર સ્થિત આ અદ્યતન યુનિટની સ્થાપના દિવ્યાંગ ઉદ્યોગસાહસિક શ્રી ચેતનભાઈ તથા તેમના સાથી મિત્રો શ્રી દીપકભાઈ, શ્રી નરેશભાઈ અને શ્રી સુરેશભાઈ સહિત ચાર યુવા ઉદ્યોગસાહસિકોએ સંયુક્ત રીતે કરી છે. આ શુભારંભ તા. ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ થયો હતો. PET બોટલના ઉત્પાદન માટે જરૂરી PET પ્રીફોર્મ બનાવતું અમરેલી જિલ્લામાં આ પ્રકારનું આ પ્રથમ યુનિટ છે. આ નવી ઔદ્યોગિક પહેલથી સ્થાનિક રોજગારીની નવી તકો ઊભી થશે અને જિલ્લાના ઔદ્યોગિક વિકાસ તેમજ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળશે. સ્થાનિક સ્તરે પ્રીફોર્મના ઉત્પાદનથી પેકેજિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યોગોને પણ સીધો લાભ થવાની શક્યતા છે. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી વેકરિયાએ યુવા ઉદ્યોગસાહસિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, યુવાનોની મહેનત, દૃઢ સંકલ્પ અને નવીન વિચારસરણી જ સ્થાનિક ઉદ્યોગોના વિકાસની ચાવી છે, જે માત્ર વ્યવસાયિક પ્રગતિ જ નહીં, પરંતુ સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને પણ વેગ આપે છે. 'મન હોય તો માળવે જવાય'ની કાઠિયાવાડી કહેવતને સાકાર કરતાં, દિવ્યાંગ હોવા છતાં શ્રી ચેતનભાઈએ પોતાના સાથીદારો સાથે મળીને આ ઉદ્યોગ સ્થાપવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. તેમની આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણાદાયી છે અને દર્શાવે છે કે સતત પરિશ્રમ, સાહસ અને આત્મવિશ્વાસથી કોઈપણ પડકારને અવસરમાં પરિવર્તિત કરી શકાય છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, સરળ વ્યવસાયિક પ્રક્રિયાઓ અને પ્રોત્સાહનોને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને નવી દિશા મળી રહી છે, જેના પરિણામે અમરેલી જિલ્લામાં પણ ઉદ્યોગો માટે અનુકૂળ માહોલ સર્જાઈ રહ્યો છે. DBS Poly Pack અને DBS Prepack LLP ના સ્થાપકો તથા સમગ્ર ટીમને આ નવી શરૂઆત બદલ શુભેચ્છાઓ અને તેમના ઉદ્યોગના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીશ્રીના અંગત મદદનીશ શ્રી ભાવેશ ભાલિયા, શ્રી જીતેન્દ્ર બોદર, શ્રી પરેશ બોઘરા, શ્રી મહેશ વઘાસીયા, શ્રી આશિષ ધડુક, શ્રી મિલાપ ભટ્ટ, શ્રી મનીષ કુબાવત, શ્રી લક્ષદીપ મહાજન, શ્રી હાર્દિક સુખડીયા, શ્રી રજની વઘાસીયા, શ્રી મહેશ રંગપારીયા, શ્રી રવિ કોટડીયા, શ્રી નારાયણ કોટડીયા, શ્રી હિમાંશુ ગોધાણી, શ્રી જયદીપ પાંચાણી, શ્રી જયદીપ ચોવટીયા, શ્રી નરેશ વેકરિયા, શ્રી રમેશ ભંડેરી, શ્રી અભિષેક માંડણકા, શ્રી જીતેન્દ્ર કથીરિયા, શ્રી મુકેશ જોષી, શાસ્ત્રીશ્રી પુનિતદાદા જોષી, શ્રી પરેશ વાડદોરીયા, શ્રી ધાર્મિક સોરઠીયા, શ્રી ઘનશ્યામ ભુવા, શ્રી કિરીટભાઈ સુખડીયા, શ્રી ગોપાલ ખૂંટ, શ્રી ખીમજીભાઈ વાડદોરીયા, શ્રી નિમેષભાઈ પારેખ સહિત શ્રી જયસુખભાઈ કોટડીયા અને સારથી સોસાયટીના અંગત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    અમરેલી જિલ્લામાં સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને નવી ગતિ આપતાં, ઊર્જા અને કાયદા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે DBS Poly Pack અને DBS Prepack LLP નામના PET પ્રીફોર્મ ઉત્પાદન યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમરેલી શહેર નજીક કૃષ્ણા સોલ્વેન્ટ પાસે, ફતેપુરા રોડ પર સ્થિત આ અદ્યતન યુનિટની સ્થાપના દિવ્યાંગ ઉદ્યોગસાહસિક શ્રી ચેતનભાઈ તથા તેમના સાથી મિત્રો શ્રી દીપકભાઈ, શ્રી નરેશભાઈ અને શ્રી સુરેશભાઈ સહિત ચાર યુવા ઉદ્યોગસાહસિકોએ સંયુક્ત રીતે કરી છે. આ શુભારંભ તા. ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ થયો હતો.

PET બોટલના ઉત્પાદન માટે જરૂરી PET પ્રીફોર્મ બનાવતું અમરેલી જિલ્લામાં આ પ્રકારનું આ પ્રથમ યુનિટ છે. આ નવી ઔદ્યોગિક પહેલથી સ્થાનિક રોજગારીની નવી તકો ઊભી થશે અને જિલ્લાના ઔદ્યોગિક વિકાસ તેમજ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળશે. સ્થાનિક સ્તરે પ્રીફોર્મના ઉત્પાદનથી પેકેજિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યોગોને પણ સીધો લાભ થવાની શક્યતા છે. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી વેકરિયાએ યુવા ઉદ્યોગસાહસિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, યુવાનોની મહેનત, દૃઢ સંકલ્પ અને નવીન વિચારસરણી જ સ્થાનિક ઉદ્યોગોના વિકાસની ચાવી છે, જે માત્ર વ્યવસાયિક પ્રગતિ જ નહીં, પરંતુ સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને પણ વેગ આપે છે.

'મન હોય તો માળવે જવાય'ની કાઠિયાવાડી કહેવતને સાકાર કરતાં, દિવ્યાંગ હોવા છતાં શ્રી ચેતનભાઈએ પોતાના સાથીદારો સાથે મળીને આ ઉદ્યોગ સ્થાપવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. તેમની આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણાદાયી છે અને દર્શાવે છે કે સતત પરિશ્રમ, સાહસ અને આત્મવિશ્વાસથી કોઈપણ પડકારને અવસરમાં પરિવર્તિત કરી શકાય છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, સરળ વ્યવસાયિક પ્રક્રિયાઓ અને પ્રોત્સાહનોને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને નવી દિશા મળી રહી છે, જેના પરિણામે અમરેલી જિલ્લામાં પણ ઉદ્યોગો માટે અનુકૂળ માહોલ સર્જાઈ રહ્યો છે. DBS Poly Pack અને DBS Prepack LLP ના સ્થાપકો તથા સમગ્ર ટીમને આ નવી શરૂઆત બદલ શુભેચ્છાઓ અને તેમના ઉદ્યોગના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

આ ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીશ્રીના અંગત મદદનીશ શ્રી ભાવેશ ભાલિયા, શ્રી જીતેન્દ્ર બોદર, શ્રી પરેશ બોઘરા, શ્રી મહેશ વઘાસીયા, શ્રી આશિષ ધડુક, શ્રી મિલાપ ભટ્ટ, શ્રી મનીષ કુબાવત, શ્રી લક્ષદીપ મહાજન, શ્રી હાર્દિક સુખડીયા, શ્રી રજની વઘાસીયા, શ્રી મહેશ રંગપારીયા, શ્રી રવિ કોટડીયા, શ્રી નારાયણ કોટડીયા, શ્રી હિમાંશુ ગોધાણી, શ્રી જયદીપ પાંચાણી, શ્રી જયદીપ ચોવટીયા, શ્રી નરેશ વેકરિયા, શ્રી રમેશ ભંડેરી, શ્રી અભિષેક માંડણકા, શ્રી જીતેન્દ્ર કથીરિયા, શ્રી મુકેશ જોષી, શાસ્ત્રીશ્રી પુનિતદાદા જોષી, શ્રી પરેશ વાડદોરીયા, શ્રી ધાર્મિક સોરઠીયા, શ્રી ઘનશ્યામ ભુવા, શ્રી કિરીટભાઈ સુખડીયા, શ્રી ગોપાલ ખૂંટ, શ્રી ખીમજીભાઈ વાડદોરીયા, શ્રી નિમેષભાઈ પારેખ સહિત શ્રી જયસુખભાઈ કોટડીયા અને સારથી સોસાયટીના અંગત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Gaurang sodha
    Gaurang sodha
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    21 hrs ago
  • આમ આદમી પાર્ટી (AAP) ના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જસદણ-વિંછીયા તાલુકાના ગોડલાધાર સહિતના વિવિધ ગામોના ખેડૂતો સાથે જસદણ-વિંછીયાની મામલતદાર કચેરીએ પહોંચીને વીજ લાઇન કામગીરી સંબંધિત યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલાં ખાનગી કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની સંમતિ અને પરવાનગી વિના તેમના ખેતરોમાં પ્રવેશ કરીને ઊભા પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને આશરે 16 જેટલા વીજપોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક ખેડૂતોને તેમના પોતાના જ ખેતરોમાં પ્રવેશવાની મંજૂરી પણ અપાઈ ન હતી. બ્રિજરાજ સોલંકીની દરમિયાનગીરી બાદ હાલ સંબંધિત ખેતરોમાં ત્રણ દિવસ માટે કોઈપણ પ્રકારની કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને જેસીબી મશીનો, પોલીસ બંદોબસ્ત તથા અધિકારીઓને પણ સ્થળ પરથી હટાવી દેવાયા છે. જોકે, કંપની દ્વારા કેટલાક ખેડૂતોને લાલચ આપીને કામગીરી આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોલંકીએ સ્પષ્ટ કર્યું કે તેઓ સરકાર કે વીજ પ્રોજેક્ટના વિરોધમાં નથી, પરંતુ ખેડૂતોના હિતો સાથે કોઈ અન્યાય સહન કરવામાં આવશે નહીં. તેમણે માંગ કરી છે કે ખેડૂતોને વીજ ટાવર માટે પ્રતિ ટાવર ₹2 કરોડ અને વીજ તાર પસાર કરવા માટે ₹1 કરોડનું વળતર ચૂકવવામાં આવે. જો આ શક્ય ન હોય તો, જે ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે અથવા થવાના છે, તેમને દર મહિને ₹50 હજારનું ભાડું ચૂકવવામાં આવે. વધુમાં, જો આ વિકલ્પ પણ સ્વીકાર્ય ન હોય, તો ખેડૂતોની જમીન હાલની જંત્રી કિંમત કરતાં બમણા ભાવે ખરીદવામાં આવે. ભવિષ્યમાં વીજપોલની જાળવણી અને મરામત માટે ઉપયોગમાં લેવાનારા રસ્તાઓનું પણ યોગ્ય વળતર ખેડૂતોને ચૂકવવાની માંગ કરવામાં આવી છે. આપ નેતાએ મીડિયા સમક્ષ ગામના નકશા રજૂ કરતાં આક્ષેપ કર્યો હતો કે જીવાપર ગામમાં જ્યાં સત્તાધારી પક્ષના સમર્થકો અથવા ભાજપ સાથે સંકળાયેલા લોકોના ખેતરો આવેલાં છે, ત્યાંથી વીજ લાઈનો પસાર કરવામાં આવી નથી, જ્યારે અન્ય ખેડૂતોના ખેતરોમાંથી વીજ લાઇન પસાર કરવાની યોજના બનાવવામાં આવી છે. તેમણે આ મામલે નિષ્પક્ષ તપાસ અને તમામ ખેડૂતો સાથે સમાન ન્યાયની માંગ કરી છે. બ્રિજરાજ સોલંકીએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો ખેડૂતોની માંગણીઓને અવગણીને ખેતરોમાં કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવશે, તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બનશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માંગવાથી માત્ર ભીખ મળે છે, જ્યારે પોતાના હક અને અધિકાર મેળવવા માટે સામેવાળાની છાતી ઉપર પગ રાખીને પણ છીનવી લેવા પડે છે.
    4
    આમ આદમી પાર્ટી (AAP) ના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જસદણ-વિંછીયા તાલુકાના ગોડલાધાર સહિતના વિવિધ ગામોના ખેડૂતો સાથે જસદણ-વિંછીયાની મામલતદાર કચેરીએ પહોંચીને વીજ લાઇન કામગીરી સંબંધિત યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલાં ખાનગી કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની સંમતિ અને પરવાનગી વિના તેમના ખેતરોમાં પ્રવેશ કરીને ઊભા પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને આશરે 16 જેટલા વીજપોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક ખેડૂતોને તેમના પોતાના જ ખેતરોમાં પ્રવેશવાની મંજૂરી પણ અપાઈ ન હતી.

બ્રિજરાજ સોલંકીની દરમિયાનગીરી બાદ હાલ સંબંધિત ખેતરોમાં ત્રણ દિવસ માટે કોઈપણ પ્રકારની કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને જેસીબી મશીનો, પોલીસ બંદોબસ્ત તથા અધિકારીઓને પણ સ્થળ પરથી હટાવી દેવાયા છે. જોકે, કંપની દ્વારા કેટલાક ખેડૂતોને લાલચ આપીને કામગીરી આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોલંકીએ સ્પષ્ટ કર્યું કે તેઓ સરકાર કે વીજ પ્રોજેક્ટના વિરોધમાં નથી, પરંતુ ખેડૂતોના હિતો સાથે કોઈ અન્યાય સહન કરવામાં આવશે નહીં. તેમણે માંગ કરી છે કે ખેડૂતોને વીજ ટાવર માટે પ્રતિ ટાવર ₹2 કરોડ અને વીજ તાર પસાર કરવા માટે ₹1 કરોડનું વળતર ચૂકવવામાં આવે. જો આ શક્ય ન હોય તો, જે ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે અથવા થવાના છે, તેમને દર મહિને ₹50 હજારનું ભાડું ચૂકવવામાં આવે. વધુમાં, જો આ વિકલ્પ પણ સ્વીકાર્ય ન હોય, તો ખેડૂતોની જમીન હાલની જંત્રી કિંમત કરતાં બમણા ભાવે ખરીદવામાં આવે. ભવિષ્યમાં વીજપોલની જાળવણી અને મરામત માટે ઉપયોગમાં લેવાનારા રસ્તાઓનું પણ યોગ્ય વળતર ખેડૂતોને ચૂકવવાની માંગ કરવામાં આવી છે.

આપ નેતાએ મીડિયા સમક્ષ ગામના નકશા રજૂ કરતાં આક્ષેપ કર્યો હતો કે જીવાપર ગામમાં જ્યાં સત્તાધારી પક્ષના સમર્થકો અથવા ભાજપ સાથે સંકળાયેલા લોકોના ખેતરો આવેલાં છે, ત્યાંથી વીજ લાઈનો પસાર કરવામાં આવી નથી, જ્યારે અન્ય ખેડૂતોના ખેતરોમાંથી વીજ લાઇન પસાર કરવાની યોજના બનાવવામાં આવી છે. તેમણે આ મામલે નિષ્પક્ષ તપાસ અને તમામ ખેડૂતો સાથે સમાન ન્યાયની માંગ કરી છે. બ્રિજરાજ સોલંકીએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો ખેડૂતોની માંગણીઓને અવગણીને ખેતરોમાં કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવશે, તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બનશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માંગવાથી માત્ર ભીખ મળે છે, જ્યારે પોતાના હક અને અધિકાર મેળવવા માટે સામેવાળાની છાતી ઉપર પગ રાખીને પણ છીનવી લેવા પડે છે.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • અમદાવાદ ગ્રામ્ય LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મોટા જુગારધામ પર દરોડો પાડ્યો છે. સનાથલ ગામની સીમમાં આવેલા વિસ ચારી વાળા આટા નામના ખેતરમાં ખુલ્લેઆમ પૈસા વડે હાર-જીતનો જુગાર રમતા કુલ પાંચ ઈસમોને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બદરખા ધોળકાના કૌશિક ચંદુભાઈ પટેલ, દશક્રોઈની રાધા શરણમ સોસાયટીના દિગ્વિજયસિંહ દિલીપસિંહ ચૌહાણ, દશ્ક્રોઈ તા. બારેજા રાધા શરણમ સોસાયટીના ચિંતન હસમુખભાઈ પટેલ, સાણંદ તા. સનાથલ ઠાકોર વાસ તળાવ પાસેના વિક્રમભાઈ બળદેવજી ઠાકોર અને સાણંદ તા. સનાથલ બાપુ ફળિયાના સિધ્ધરાજસિંહ પોપટસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા 1,75,000, 6 મોબાઈલ ફોન અને 8 વાહન સહિત કુલ 15,75,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં અમદાવાદ ગ્રામ્ય LCB ના પીઆઇ કરમટિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતની ટીમે ભાગ લીધો હતો.
    1
    અમદાવાદ ગ્રામ્ય LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મોટા જુગારધામ પર દરોડો પાડ્યો છે. સનાથલ ગામની સીમમાં આવેલા વિસ ચારી વાળા આટા નામના ખેતરમાં ખુલ્લેઆમ પૈસા વડે હાર-જીતનો જુગાર રમતા કુલ પાંચ ઈસમોને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં બદરખા ધોળકાના કૌશિક ચંદુભાઈ પટેલ, દશક્રોઈની રાધા શરણમ સોસાયટીના દિગ્વિજયસિંહ દિલીપસિંહ ચૌહાણ, દશ્ક્રોઈ તા. બારેજા રાધા શરણમ સોસાયટીના ચિંતન હસમુખભાઈ પટેલ, સાણંદ તા. સનાથલ ઠાકોર વાસ તળાવ પાસેના વિક્રમભાઈ બળદેવજી ઠાકોર અને સાણંદ તા. સનાથલ બાપુ ફળિયાના સિધ્ધરાજસિંહ પોપટસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા 1,75,000, 6 મોબાઈલ ફોન અને 8 વાહન સહિત કુલ 15,75,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં અમદાવાદ ગ્રામ્ય LCB ના પીઆઇ કરમટિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતની ટીમે ભાગ લીધો હતો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    22 hrs ago
  • ઇન્ટેલિજન્સ વૈજ્ઞાનિક ડો. સુધા ઐય્યગરજીએ ભારતને એક મહાન અને નોંધપાત્ર ઉપલબ્ધિ આપી છે. આ સિદ્ધિ ભારત માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
    1
    ઇન્ટેલિજન્સ વૈજ્ઞાનિક ડો. સુધા ઐય્યગરજીએ ભારતને એક મહાન અને નોંધપાત્ર ઉપલબ્ધિ આપી છે. આ સિદ્ધિ ભારત માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.