અમદાવાદ ગ્રામ્ય LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મોટા જુગારધામ પર દરોડો પાડ્યો છે. સનાથલ ગામની સીમમાં આવેલા વિસ ચારી વાળા આટા નામના ખેતરમાં ખુલ્લેઆમ પૈસા વડે હાર-જીતનો જુગાર રમતા કુલ પાંચ ઈસમોને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બદરખા ધોળકાના કૌશિક ચંદુભાઈ પટેલ, દશક્રોઈની રાધા શરણમ સોસાયટીના દિગ્વિજયસિંહ દિલીપસિંહ ચૌહાણ, દશ્ક્રોઈ તા. બારેજા રાધા શરણમ સોસાયટીના ચિંતન હસમુખભાઈ પટેલ, સાણંદ તા. સનાથલ ઠાકોર વાસ તળાવ પાસેના વિક્રમભાઈ બળદેવજી ઠાકોર અને સાણંદ તા. સનાથલ બાપુ ફળિયાના સિધ્ધરાજસિંહ પોપટસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા 1,75,000, 6 મોબાઈલ ફોન અને 8 વાહન સહિત કુલ 15,75,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં અમદાવાદ ગ્રામ્ય LCB ના પીઆઇ કરમટિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતની ટીમે ભાગ લીધો હતો.

- અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધંધુકા શહેરી વિસ્તારમાં સ્થિત વિમલમાતા સ્કૂલ ખાતે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મચ્છરના જીવનચક્ર વિશે સમજણ આપવાની સાથે, ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા, સ્વચ્છતા જાળવવા અને મચ્છરના પ્રજનન સ્થળોનો નાશ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પોતાના પરિવાર અને સમાજમાં પણ મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા ચોમાસા દરમિયાન રોગચાળો અટકાવવા માટે સ્વચ્છતા અને સાવચેતીના સંદેશને લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.1
- બોટાદમાં ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીવાયએસપીશ્રી, પીઆઈશ્રી તેમજ પોલીસ સ્ટેશનના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલા તમામ સમાજના આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. આ બેઠક "શાંતિ, એકતા અને સૌહાર્દ જાળવી તહેવારોની ઉજવણી કરીએ" તેવી અપીલ સાથે પૂર્ણ થઈ હતી.1
- સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાના પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ વિશ્વભરમાં આ દિવસની ઉજવણી થાય છે. આ પૃષ્ઠભૂમિમાં, આજે ૨૧ જૂનના રોજ આણંદ ખાતે “સ્વસ્થ જીવન માટે યોગ” થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આણંદ જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં બોરસદના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ નગરપાલિકાના મેયર દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર કમલેશ ડાભી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી-કર્મચારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં સમગ્ર આણંદ જિલ્લામાં ઠેરઠેર મોટી સંખ્યામાં લોકો આંતરરાષ્ટ્રીય યોગમાં જોડાયા હતા. કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ પણ આપ્યો હતો. આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ૧૨મા યોગ દિવસની ઉજવણી આણંદના સાગોડપુરા ખાતે આવેલા પ્રમુખ સ્વામી હોલ ખાતે કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.4
- આજ રોજ સાણંદ તાલુકાના બકરાણા ગામે પર્યાવરણની જાળવણી અને ગ્રીન વિલેજના સંકલ્પ સાથે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગામમાં અંદાજે ૭૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોના છોડનું રોપણ કરવામાં આવ્યું. આ સરાહનીય કાર્યક્રમનું સફળ આયોજન બકરાણા ગ્રામ પંચાયત અને સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે થયું હતું, જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ શ્રમદાન પણ કર્યું. પર્યાવરણ જાગૃતિના સંદેશાને વેગ આપવા માટે બકરાણા પ્રાથમિક શાળાના શિક્ષકો અને સ્ટાફ મિત્રોએ પણ વૃક્ષારોપણમાં ખાસ હાજરી આપી હતી. ગ્રામ પંચાયતના સરપંચ ગજેન્દ્રસિં વાઘેલા, હોદ્દેદારો, મંડળીના સભ્યો અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી આખો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.4
- અમદાવાદ ગ્રામ્ય LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મોટા જુગારધામ પર દરોડો પાડ્યો છે. સનાથલ ગામની સીમમાં આવેલા વિસ ચારી વાળા આટા નામના ખેતરમાં ખુલ્લેઆમ પૈસા વડે હાર-જીતનો જુગાર રમતા કુલ પાંચ ઈસમોને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બદરખા ધોળકાના કૌશિક ચંદુભાઈ પટેલ, દશક્રોઈની રાધા શરણમ સોસાયટીના દિગ્વિજયસિંહ દિલીપસિંહ ચૌહાણ, દશ્ક્રોઈ તા. બારેજા રાધા શરણમ સોસાયટીના ચિંતન હસમુખભાઈ પટેલ, સાણંદ તા. સનાથલ ઠાકોર વાસ તળાવ પાસેના વિક્રમભાઈ બળદેવજી ઠાકોર અને સાણંદ તા. સનાથલ બાપુ ફળિયાના સિધ્ધરાજસિંહ પોપટસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા 1,75,000, 6 મોબાઈલ ફોન અને 8 વાહન સહિત કુલ 15,75,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં અમદાવાદ ગ્રામ્ય LCB ના પીઆઇ કરમટિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતની ટીમે ભાગ લીધો હતો.1
- અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કરિયાણા ગામ પાસે એક ખાનગી બસ ગંભીર અકસ્માતનો ભોગ બની છે. આ દુર્ઘટનામાં ૨૫થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી, જ્યારે એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.1