Shuru
Apke Nagar Ki App…
બોડેલીના છોટાઉદેપુર રોડ પર હિટ એન્ડ રન ની ઘટના નશામાં ધૂત કારચાલકને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો બોડેલીના અલીપુરા ચોકડી નજીક આવેલ છોટાઉદેપુર રોડ પર ઉભી રહેલ ઈંડા-આમલેટની લારી પાસે ઉભેલા લોકો વચ્ચે અચાનક છોટાઉદેપુર તરફ ફૂલ સ્પીડ માં બેકાબુ બની એક કાર ઝડપ ભેર lઘૂસી આવી હતી. આ અકસ્માતમાં એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોમાં પતિની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત દંપતી બોડેલીના અલીખેરવા વિસ્તાર નો રહેવાસી છે. અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને અલીપુરા S.T. ડેપો નજીકથી ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ કારચાલકને ઝડપી ને મેથીપાક આપ્યા બાદ બોડેલી પોલીસને હવાલે સોંપી દીધો હતો.
મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
બોડેલીના છોટાઉદેપુર રોડ પર હિટ એન્ડ રન ની ઘટના નશામાં ધૂત કારચાલકને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો બોડેલીના અલીપુરા ચોકડી નજીક આવેલ છોટાઉદેપુર રોડ પર ઉભી રહેલ ઈંડા-આમલેટની લારી પાસે ઉભેલા લોકો વચ્ચે અચાનક છોટાઉદેપુર તરફ ફૂલ સ્પીડ માં બેકાબુ બની એક કાર ઝડપ ભેર lઘૂસી આવી હતી. આ અકસ્માતમાં એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોમાં પતિની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત દંપતી બોડેલીના અલીખેરવા વિસ્તાર નો રહેવાસી છે. અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને અલીપુરા S.T. ડેપો નજીકથી ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ કારચાલકને ઝડપી ને મેથીપાક આપ્યા બાદ બોડેલી પોલીસને હવાલે સોંપી દીધો હતો.
More news from ગુજરાત and nearby areas
- બોડેલી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસના બોટલને લઈને ગંભીર સમસ્યા ઊભી થઈ હોવાનું સ્થાનિક નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઈરાન–ઈરાક વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પ્રભાવને કારણે ગેસ સપ્લાયમાં અછત સર્જાઈ હોવાની ચર્ચાઓ વચ્ચે હવે બોડેલી વિસ્તારમાં ગેસ બોટલ મેળવવું લોકો માટે મુશ્કેલ બન્યું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાંક દિવસોથી ગેસ બોટલ માટે ઓનલાઇન નોંધણી પણ થઈ રહી નથી. ઘણી વખત નોંધણી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે છતાં ઓટીપી આવતું નથી, જેના કારણે લોકો ગેસ બુકિંગ કરી શકતા નથી. બીજી તરફ કેટલાક લોકો સીધા ગેસ એજન્સીના ઓફિસ સુધી પહોંચ્યા છતાં ત્યાં પણ બોટલની નોંધણી કરવામાં આવી નથી અથવા યોગ્ય જવાબ મળતો નથી. નાગરિકો કહે છે કે રાંધણ ગેસ વગર ઘરનું રસોડું ચલાવવું મુશ્કેલ બની ગયું છે. દૈનિક જમવાનું બનાવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. લોકોનો સવાલ છે કે જો ઓનલાઇન બુકિંગ બંધ છે અને ઓફિસમાં પણ નોંધણી થતી નથી તો હવે ગેસ બોટલ લેવા માટે તેઓ ક્યાં જવું? સ્થાનિક લોકોએ એવા પણ આક્ષેપ કર્યા કે ઘરેલુ રાંધણ ગેસ નો ઉપયોગ બોડેલી ની તમામ મોટી હોટલ અને ચા nasta ની હોટલ ઉપર પણ વધારે પ્રમાણ માં વપરાય છે એ વિશે પણ લાગતા વળગતા સંબંધિત વિભાગ અને ગેસ એજન્સીને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી છે, જેથી લોકોને નિયમિત રીતે ગેસ બોટલ મળી રહે અને ઘરગથ્થુ જીવનમાં પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.1
- Post by Dhavalbhai Baria1
- છોટાઉદેપુરમાં વધતી મોંઘવારી, ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. YouTube Link in Comment box1
- Post by Jasmin B Shah1
- છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે છોટાઉદેપુર રોડ પર બેદરકાર કાર ચાલકે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે. વોક માટે નીકળેલા દંપતિને કારે અડફેટે લેતા એક મહિલા સહિત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત સર્જી ફરાર થનાર કાર ચાલકને સ્થાનિક લોકોની મદદથી ST ડેપો નજીકથી ઝડપી લઈ બોડેલી પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના છોટાઉદેપુર રોડ પર રાત્રિના સમયે અકસ્માતની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક હ્યુન્ડાઈ ક્રેટા કાર અચાનક બેકાબૂ બનતા આમલેટની લારી પાસે ઘૂસી ગઈ હતી. કારના જોરદાર ધક્કાથી ત્યાં ઉભેલા લોકો અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં જનકલ્યાણ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ પરમાર અને તેમની પત્ની કરિશ્માબેન પરમાર ઇજાગ્રસ્ત બન્યા હતા. બંને પતિ-પત્ની રોજની જેમ વોક કરવા નીકળ્યા હતા અને લારી પાસે ઉભા હતા ત્યારે રાત્રે લગભગ 9-45 અરસામાં છોટાઉદેપુર તરફથી આવતી હ્યુન્ડાઈ ક્રેટા કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં કમલેશભાઈ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર માટે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેમની પત્નીને ઓછી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં રોડની બાજુમાં ઉભેલી લારીને પણ નુકસાન થવા પામ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કરી ST ડેપો નજીકથી તેને ઝડપી લીધો હતો અને બોડેલી પોલીસને સોપી દીધો હતો. પોલીસે કાર કબ્જે લઈ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ કાર ચલાવનાર યુવાન દુબઈથી પોતાના વતન સીમલિયા આવ્યો હતો અને કારમા બોડેલી તરફ નીકળ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. હાલ બોડેલી પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર1
- Post by Kailash Bhavsar2
- महंगाई की मार से कराह रही है जनता, लेकिन सत्ता के गलियारों में सन्नाटा क्यों है?” 2️⃣ “गैस, पेट्रोल और डीज़ल के दाम आसमान पर — आम आदमी की थाली से निवाला छिनता जा रहा है।”1
- બોડેલીના અલીપુરા ચોકડી નજીક આવેલ છોટાઉદેપુર રોડ પર ઉભી રહેલ ઈંડા-આમલેટની લારી પાસે ઉભેલા લોકો વચ્ચે અચાનક છોટાઉદેપુર તરફ ફૂલ સ્પીડ માં બેકાબુ બની એક કાર ઝડપ ભેર lઘૂસી આવી હતી. આ અકસ્માતમાં એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોમાં પતિની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત દંપતી બોડેલીના અલીખેરવા વિસ્તાર નો રહેવાસી છે. અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને અલીપુરા S.T. ડેપો નજીકથી ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ કારચાલકને ઝડપી ને મેથીપાક આપ્યા બાદ બોડેલી પોલીસને હવાલે સોંપી દીધો હતો.1