Shuru
Apke Nagar Ki App…
બોડેલીમાં ખાખીના પહેરા વચ્ચે મેગા ડિમોલિશન; ઢોકલીયા ત્રણ રસ્તાથી સર્વોદય હોસ્પિટલ સુધીનો માર્ગ ખુલ્લો. આજ રોજ 23 માર્ચ 2026ના દિવસે બોડેલીમાં વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માનનીય પ્રાંત અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત ટીમે મોરચો સંભાળ્યો હતો. ડભોઇ-બોડેલી સ્ટેટ હાઇવે પર ઢોકલીયા ત્રણ રસ્તાથી લઈને સર્વોદય હોસ્પિટલ સુધીના માર્ગમાં આવતા ગેરકાયદેસર ઓટલા, શેડ અને વીજળીના થાંભલાઓને JCBની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.#Bodeli #DemolitionDrive #GujaratNews #LC65Overbridge #EncroachmentRemoval #PublicInfrastructure #BodeliPolice #Development #BreakingNewsGujarat
TEAM JAGRUT
બોડેલીમાં ખાખીના પહેરા વચ્ચે મેગા ડિમોલિશન; ઢોકલીયા ત્રણ રસ્તાથી સર્વોદય હોસ્પિટલ સુધીનો માર્ગ ખુલ્લો. આજ રોજ 23 માર્ચ 2026ના દિવસે બોડેલીમાં વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માનનીય પ્રાંત અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત ટીમે મોરચો સંભાળ્યો હતો. ડભોઇ-બોડેલી સ્ટેટ હાઇવે પર ઢોકલીયા ત્રણ રસ્તાથી લઈને સર્વોદય હોસ્પિટલ સુધીના માર્ગમાં આવતા ગેરકાયદેસર ઓટલા, શેડ અને વીજળીના થાંભલાઓને JCBની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.#Bodeli #DemolitionDrive #GujaratNews #LC65Overbridge #EncroachmentRemoval #PublicInfrastructure #BodeliPolice #Development #BreakingNewsGujarat
More news from Chhotaudepur and nearby areas
- આજ રોજ 23 માર્ચ 2026ના દિવસે બોડેલીમાં વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માનનીય પ્રાંત અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત ટીમે મોરચો સંભાળ્યો હતો. ડભોઇ-બોડેલી સ્ટેટ હાઇવે પર ઢોકલીયા ત્રણ રસ્તાથી લઈને સર્વોદય હોસ્પિટલ સુધીના માર્ગમાં આવતા ગેરકાયદેસર ઓટલા, શેડ અને વીજળીના થાંભલાઓને JCBની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.#Bodeli #DemolitionDrive #GujaratNews #LC65Overbridge #EncroachmentRemoval #PublicInfrastructure #BodeliPolice #Development #BreakingNewsGujarat1
- એકલબારામાં ૨૨ એકરમાં નિર્માણ પામશે અત્યાધુનિક રહેણાંક આવાસો અને જેલ સંકુલ1
- છોટાઉદેપુર. (સંખેડા) સંખેડા ના હાંડોદ પેટ્રોલ પંપ પર હંગામો વિડીયો થયો વાયરલ,, લાઈનમાં ઘૂસવા બાબતે થઈ બબાલ,, યુવકો વચ્ચે જોરદાર બાથમ બાથીના દૃશ્યો આવ્યા સામે,, પેટ્રોલ પંપ કર્મચારી અને સ્થાનિકોએ વચ્ચે આવી મામલો કર્યો શાંત, 📢🙏🏻📢🙏🏻..👉🏻🚨 બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કોઈ તંગી નથી ગુજરાત સરકારની સ્પષ્ટતા રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અધિક મુખ્ય સચિવ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,ગુજરાત સરકાર1
- હાંડોદ પેટ્રોલ પંપ પર હંગામો! લાઈનમાં ઘૂસતા યુવકો બે પેટ્રોલ પુરાવા આવેલ યુવાનો વચ્ચે જોરદાર મારામારીના દૃશ્યો સર્જાયા!?વાઇરલ વિડિઓ સોસ્યલ મીડિયા માં1
- ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓને લઈને રાજ્ય સરકાર, IOCL અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવી છે. નાગરિકોને ગભરાટ ન ફેલાવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.1
- મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે હાલોલ શહેરમાં પણ જોવા મળી રહી છે. ઇંધણના પુરવઠામાં અછત સર્જાશે તેવી અફવાઓ વચ્ચે હાલોલના વિવિધ પેટ્રોલ પંપ ઉપર લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને ગાંધી પેટ્રોલિયમ તેમજ રેકડી નજીક આવેલા પેટ્રોલ પંપ ઉપર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ છે. પેટ્રોલ ભરાવવા માટે વાહનચાલકો લાંબી કતારોમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો કેન અને કેરબામાં પણ પેટ્રોલ ભરી સંગ્રહ કરતા હોવાથી સ્થળ પર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. આ દરમિયાન ગ્રાહકો વચ્ચે બોલાચાલી તેમજ બાથમબાથી અને મારામારીના બનાવો પણ બન્યા હોવાનું જાણવા મળે છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા લોકોમાં અફવાઓથી દૂર રહેવા અને ઇંધણનો જથ્થો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે, છતાં લોકો ભયના માહોલમાં પેટ્રોલનો સંગ્રહ કરવા દોડી રહ્યા છે. હાલોલમાં આ પરિસ્થિતિને કારણે સામાન્ય જનજીવન ઉપર પણ અસર જોવા મળી રહી છે.1
- કાલોલ બસ સ્ટેશન સામે ગટર ઉભરાઈ ટોલ કમ્પની દ્વારા તાકીદે સમારકામ કરવામાં આવ્યુ. ગટરમાં લાઈન આપનાર બે દુકાનદારોને નોટિસ ફટકારી. કાલોલ બસ સ્ટેશન સામે હાઈવે ઉપર ગટર એકાએક ઉભરાતા ગંદા પાણી દુકાનોની આસપાસ ફરી વળ્યા હતા અને તીવ્ર દુર્ગંધ મારતી ગંદકી ને કારણે દુકાનદારો ને દુકાન પર બેસવું મુશ્કેલ બની ગયું હતું આજ રોજ સવારે એક દુકાનદાર પોતાનું વાહન પાર્ક કરતા હતા ત્યારે ગંદા પાણીમાં પડી જતા પગ ના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ટોલ કમ્પની નો સંપર્ક કરતા તાકીદે પોતાનું જેસીબી મોકલતા ગંદા પાણી નો નિકાલ થયો હતો મળતી માહિતી મુજબ બસ સ્ટેશન વિસ્તારના બે વેપારીઓએ પોતાની દુકાન ની ગંદા પાણી ની લાઈન હાઈવે ની ગટર માં બારોબાર આપી દેતા ટોલ કમ્પની દ્વારા બન્ને વેપારીઓને નોટિસ આપી હોવાનું જાણવા મળ્યુ છે. સરેઆમ હાઈવે ઉપર ગંદા પાણી નું તળાવ ભરાઈ જતા અવરજવર કરતા વાહન ચાલકો પણ પોતાના નાક આડે રૂમાલ મુકી પસાર થતા જોવાં મળ્યા હતા. ટોલ કમ્પની ના અધિકૃત અધિકારી દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરી જવાબદાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ગટરમાં ગેરકાયદેસર રીતે જોડેલ જોડેલ લાઈન નુ મુળ શોધવાની કવાયત શરૂ કરી છે.2
- બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કોઈ તંગી નથી ગુજરાત સરકારની સ્પષ્ટતા રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અધિક મુખ્ય સચિવ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,ગુજરાત સરકાર1