logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવપુરા ગામે આવેલા જય શ્રી પહાડાવાલી મહાકાલી મંદિર ખાતે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે વટ સાવિત્રી વ્રતની ભારે શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓ પરંપરાગત વસ્ત્રો અને સોળ શણગાર સજી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી પડી હતી. મહિલાઓએ મંદિર પરિસરમાં આવેલા અક્ષયવટની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. તેમણે વડના થડને હળદર-કંકુ કરીને જળ અને દૂધ અર્પણ કર્યા હતા અને કાચા સૂતરથી 108 વાર પ્રદક્ષિણા કરી હતી. પૂજન દરમિયાન મહિલાઓએ સાવિત્રી-સત્યવાનની કથાનું શ્રવણ કર્યું હતું અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય તથા સુખી દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારી દ્વારા તમામ વ્રતધારી બહેનોને વટ સાવિત્રી વ્રતનું મહત્વ સમજાવી અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. વ્રત પૂર્ણ થયા બાદ મહિલાઓએ એકબીજાને કંકુનું તિલક કરી સૌભાગ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ધાર્મિક પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્રતધારી બહેનો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર 'સત્યવાન સાવિત્રી કી જય' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

1 hr ago
user_BABA SAIYAD
BABA SAIYAD
Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
1 hr ago

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવપુરા ગામે આવેલા જય શ્રી પહાડાવાલી મહાકાલી મંદિર ખાતે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે વટ સાવિત્રી વ્રતની ભારે શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓ પરંપરાગત વસ્ત્રો અને સોળ શણગાર સજી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી પડી હતી. મહિલાઓએ મંદિર પરિસરમાં આવેલા અક્ષયવટની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. તેમણે વડના થડને હળદર-કંકુ કરીને જળ અને દૂધ અર્પણ કર્યા હતા અને કાચા સૂતરથી 108 વાર પ્રદક્ષિણા કરી હતી. પૂજન દરમિયાન મહિલાઓએ સાવિત્રી-સત્યવાનની કથાનું શ્રવણ કર્યું હતું અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય તથા સુખી દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારી દ્વારા તમામ વ્રતધારી બહેનોને વટ સાવિત્રી વ્રતનું મહત્વ સમજાવી અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. વ્રત પૂર્ણ થયા બાદ મહિલાઓએ એકબીજાને કંકુનું તિલક કરી સૌભાગ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ધાર્મિક પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્રતધારી બહેનો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર 'સત્યવાન સાવિત્રી કી જય' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવપુરા ગામે આવેલા જય શ્રી પહાડાવાલી મહાકાલી મંદિર ખાતે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે વટ સાવિત્રી વ્રતની ભારે શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓ પરંપરાગત વસ્ત્રો અને સોળ શણગાર સજી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી પડી હતી. મહિલાઓએ મંદિર પરિસરમાં આવેલા અક્ષયવટની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. તેમણે વડના થડને હળદર-કંકુ કરીને જળ અને દૂધ અર્પણ કર્યા હતા અને કાચા સૂતરથી 108 વાર પ્રદક્ષિણા કરી હતી. પૂજન દરમિયાન મહિલાઓએ સાવિત્રી-સત્યવાનની કથાનું શ્રવણ કર્યું હતું અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય તથા સુખી દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારી દ્વારા તમામ વ્રતધારી બહેનોને વટ સાવિત્રી વ્રતનું મહત્વ સમજાવી અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. વ્રત પૂર્ણ થયા બાદ મહિલાઓએ એકબીજાને કંકુનું તિલક કરી સૌભાગ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ધાર્મિક પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્રતધારી બહેનો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર 'સત્યવાન સાવિત્રી કી જય' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
    1
    મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવપુરા ગામે આવેલા જય શ્રી પહાડાવાલી મહાકાલી મંદિર ખાતે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે વટ સાવિત્રી વ્રતની ભારે શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓ પરંપરાગત વસ્ત્રો અને સોળ શણગાર સજી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી પડી હતી.

મહિલાઓએ મંદિર પરિસરમાં આવેલા અક્ષયવટની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. તેમણે વડના થડને હળદર-કંકુ કરીને જળ અને દૂધ અર્પણ કર્યા હતા અને કાચા સૂતરથી 108 વાર પ્રદક્ષિણા કરી હતી. પૂજન દરમિયાન મહિલાઓએ સાવિત્રી-સત્યવાનની કથાનું શ્રવણ કર્યું હતું અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય તથા સુખી દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારી દ્વારા તમામ વ્રતધારી બહેનોને વટ સાવિત્રી વ્રતનું મહત્વ સમજાવી અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

વ્રત પૂર્ણ થયા બાદ મહિલાઓએ એકબીજાને કંકુનું તિલક કરી સૌભાગ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ધાર્મિક પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્રતધારી બહેનો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર 'સત્યવાન સાવિત્રી કી જય' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • દેવભૂમિ દ્વારકામાં નારી સુરક્ષાના નામે ધજાગરા ઉડાવતી એક કલંકિત ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં બદનામીના દાગ લાગ્યા છે. ઓખા મંડળના મીઠાપુર તાબેના સૂરજ કટારી વિસ્તારમાં રહેતી એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે, વીરબાઈ રવાભા માણેક અને ચંપાબેન ગુમાનભા જામ નામની બે મહિલાઓએ કોઈ અંગત બાબતે તેને લાકડી તથા ધોકા વડે મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે વિડીયો બનાવીને એમ પણ કહેવામાં આવ્યું કે તેને મારી નાખવા માટે દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ફરિયાદી મહિલાએ દેવભૂમિ દ્વારકા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, પોલીસે તેને મૃત જાહેર કરીને કેસને રફાતફા કરવાની કોશિશ કરી હતી. જીવના જોખમને કારણે પોતાનો જીવ બચાવવા માટે આ મહિલાને દેવભૂમિ દ્વારકા છોડીને પરિવાર સાથે મહેસાણા હિજરત કરવાની ફરજ પડી હતી, જ્યાં તેણે શરણાગતિ સ્વીકારી છે. મહેસાણા ખાતે પ્રેસ મીડિયામાં રજૂઆત કરતા, ફરિયાદીની માંગ છે કે કોર્ટમાં ચાલી રહેલો કેસ ઝડપથી ચાલે, ખૂટતા પુરાવા તથા સાચી માહિતીની તપાસ કરવામાં આવે અને તેને ન્યાય મળે. મહિલાએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેની ન્યાયની માંગ સંતોષાશે નહીં તો તે આત્મવિલોપન કરશે.
    4
    દેવભૂમિ દ્વારકામાં નારી સુરક્ષાના નામે ધજાગરા ઉડાવતી એક કલંકિત ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં બદનામીના દાગ લાગ્યા છે. ઓખા મંડળના મીઠાપુર તાબેના સૂરજ કટારી વિસ્તારમાં રહેતી એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે, વીરબાઈ રવાભા માણેક અને ચંપાબેન ગુમાનભા જામ નામની બે મહિલાઓએ કોઈ અંગત બાબતે તેને લાકડી તથા ધોકા વડે મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે વિડીયો બનાવીને એમ પણ કહેવામાં આવ્યું કે તેને મારી નાખવા માટે દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

ફરિયાદી મહિલાએ દેવભૂમિ દ્વારકા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, પોલીસે તેને મૃત જાહેર કરીને કેસને રફાતફા કરવાની કોશિશ કરી હતી. જીવના જોખમને કારણે પોતાનો જીવ બચાવવા માટે આ મહિલાને દેવભૂમિ દ્વારકા છોડીને પરિવાર સાથે મહેસાણા હિજરત કરવાની ફરજ પડી હતી, જ્યાં તેણે શરણાગતિ સ્વીકારી છે.

મહેસાણા ખાતે પ્રેસ મીડિયામાં રજૂઆત કરતા, ફરિયાદીની માંગ છે કે કોર્ટમાં ચાલી રહેલો કેસ ઝડપથી ચાલે, ખૂટતા પુરાવા તથા સાચી માહિતીની તપાસ કરવામાં આવે અને તેને ન્યાય મળે. મહિલાએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેની ન્યાયની માંગ સંતોષાશે નહીં તો તે આત્મવિલોપન કરશે.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    4 hrs ago
  • ખેડૂતોના પ્રશ્ને ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે એક મહત્વનો ઝટકો લાગ્યો છે, જ્યાં જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી કિરીટભાઈ કશીભાઈ પટેલ (ઉર્ફે મુન્નાભાઈ જાફરપુરા)એ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે મોરબી જિલ્લાના જેતપુર ખાતે ખેડૂતોની ઉપવાસ છાવણીમાં હાજરી દરમિયાન આ મોટી જાહેરાત કરી હતી. કિરીટભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં પાવર ગ્રીડ કંપનીના મુદ્દે ખેડૂતો સાથે કથિત અન્યાય થઈ રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતોના હિતમાં સરકાર, સ્થાનિક ધારાસભ્ય અને સંબંધિત અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. ૩૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરતા કિરીટભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "જે ખેડૂતોના મતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી છે, તે જ ખેડૂતોના ન્યાય માટે સરકાર બોલવા તૈયાર નથી. ખેડૂતોના હિત અને ન્યાય માટે હું જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી પદ પરથી રાજીનામું આપું છું." આ ઘટનાએ જંબુસર સહિત રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ખેડૂતોના આંદોલન વચ્ચે ભાજપના એક મહત્વપૂર્ણ હોદ્દેદારના આ રાજીનામાને રાજકીય રીતે એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહ્યું છે.
    1
    ખેડૂતોના પ્રશ્ને ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે એક મહત્વનો ઝટકો લાગ્યો છે, જ્યાં જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી કિરીટભાઈ કશીભાઈ પટેલ (ઉર્ફે મુન્નાભાઈ જાફરપુરા)એ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે મોરબી જિલ્લાના જેતપુર ખાતે ખેડૂતોની ઉપવાસ છાવણીમાં હાજરી દરમિયાન આ મોટી જાહેરાત કરી હતી.

કિરીટભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં પાવર ગ્રીડ કંપનીના મુદ્દે ખેડૂતો સાથે કથિત અન્યાય થઈ રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતોના હિતમાં સરકાર, સ્થાનિક ધારાસભ્ય અને સંબંધિત અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. ૩૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરતા કિરીટભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "જે ખેડૂતોના મતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી છે, તે જ ખેડૂતોના ન્યાય માટે સરકાર બોલવા તૈયાર નથી. ખેડૂતોના હિત અને ન્યાય માટે હું જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી પદ પરથી રાજીનામું આપું છું."

આ ઘટનાએ જંબુસર સહિત રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ખેડૂતોના આંદોલન વચ્ચે ભાજપના એક મહત્વપૂર્ણ હોદ્દેદારના આ રાજીનામાને રાજકીય રીતે એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહ્યું છે.
    user_Vinay mehta
    Vinay mehta
    ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    50 min ago
  • અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ વિસ્તારો તેમજ રાજસ્થાન સહિતના પ્રદેશોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આખો દિવસ મંદિર પરિસર 'જય શામળિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક માન્યતા અનુસાર, જે ભક્તો સમગ્ર માસ દરમિયાન પોતાના આરાધ્ય દેવના દર્શન માટે આવી શકતા નથી, તેઓ પૂર્ણિમાના દિવસે અવશ્ય દર્શન કરતા હોય છે. આ માન્યતાને કારણે જેઠ સુદ પૂર્ણિમાએ શામળાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો લાગી હતી, અને મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિક તંત્ર દ્વારા ભક્તોને સુવિધાપૂર્વક દર્શન થાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળિયાના ગર્ભગૃહને આકર્ષક ફૂલો દ્વારા વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. ઘણા ભક્તોએ બાધા-આખડી પૂર્ણ કરી ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો. જેઠ સુદ પૂર્ણિમાના અવસરે શામળાજી યાત્રાધામમાં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો, જેના કારણે સમગ્ર મંદિર પરિસર દિવ્ય અને ભક્તિમય વાતાવરણથી છલકાઈ ઉઠ્યું હતું.
    4
    અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ વિસ્તારો તેમજ રાજસ્થાન સહિતના પ્રદેશોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આખો દિવસ મંદિર પરિસર 'જય શામળિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

ધાર્મિક માન્યતા અનુસાર, જે ભક્તો સમગ્ર માસ દરમિયાન પોતાના આરાધ્ય દેવના દર્શન માટે આવી શકતા નથી, તેઓ પૂર્ણિમાના દિવસે અવશ્ય દર્શન કરતા હોય છે. આ માન્યતાને કારણે જેઠ સુદ પૂર્ણિમાએ શામળાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો લાગી હતી, અને મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિક તંત્ર દ્વારા ભક્તોને સુવિધાપૂર્વક દર્શન થાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળિયાના ગર્ભગૃહને આકર્ષક ફૂલો દ્વારા વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું.

ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. ઘણા ભક્તોએ બાધા-આખડી પૂર્ણ કરી ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો. જેઠ સુદ પૂર્ણિમાના અવસરે શામળાજી યાત્રાધામમાં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો, જેના કારણે સમગ્ર મંદિર પરિસર દિવ્ય અને ભક્તિમય વાતાવરણથી છલકાઈ ઉઠ્યું હતું.
    user_Patel Hitendra M
    Patel Hitendra M
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    1 hr ago
  • માલપુર પીપરાણા ગ્રુપ ગ્રામપંચાયત સેજાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ખેડૂતોએ પોતાની રજૂઆત દરમિયાન સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
    1
    માલપુર પીપરાણા ગ્રુપ ગ્રામપંચાયત સેજાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ખેડૂતોએ પોતાની રજૂઆત દરમિયાન સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    3 hrs ago
  • પટેલ નીલ ભાઈના અહેવાલ મુજબ, આજે પૂનમ એટલે કે સ્નાન પૂર્ણિમાના પવિત્ર અવસરે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના વિશેષ જળાભિષેક અને જળયાત્રાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે, ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીનો 108 કળશના પવિત્ર જળથી મહાઅભિષેક કરવામાં આવે છે. આ પાવન દિવસે ભગવાનના દર્શન અને અભિષેકનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે, અને તે જ શ્રદ્ધા સાથે અમદાવાદમાં જળયાત્રા અને મહાભિષેકના આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પવિત્ર નિમિત્તે, સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી 'જય જગન્નાથ' ભાવના વ્યક્ત કરવામાં આવી છે.
    3
    પટેલ નીલ ભાઈના અહેવાલ મુજબ, આજે પૂનમ એટલે કે સ્નાન પૂર્ણિમાના પવિત્ર અવસરે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના વિશેષ જળાભિષેક અને જળયાત્રાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે, ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીનો 108 કળશના પવિત્ર જળથી મહાઅભિષેક કરવામાં આવે છે.

આ પાવન દિવસે ભગવાનના દર્શન અને અભિષેકનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે, અને તે જ શ્રદ્ધા સાથે અમદાવાદમાં જળયાત્રા અને મહાભિષેકના આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પવિત્ર નિમિત્તે, સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી 'જય જગન્નાથ' ભાવના વ્યક્ત કરવામાં આવી છે.
    user_Patel nil bhai
    Patel nil bhai
    Local News Reporter અસારવા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • કડી ખાતે આયોજિત વિદ્યાર્થી સન્માન સમારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા તારક ઠાકોરે OBC સમાજ માટે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં OBC સમાજના લોકો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે એકત્ર થશે. આ એકત્ર થવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવાનો રહેશે.
    1
    કડી ખાતે આયોજિત વિદ્યાર્થી સન્માન સમારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા તારક ઠાકોરે OBC સમાજ માટે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં OBC સમાજના લોકો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે એકત્ર થશે. આ એકત્ર થવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવાનો રહેશે.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    7 hrs ago
  • ગુજરાતમાં મહિલા સ્વાવલંબન અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે એક નવતર પ્રયોગનો પ્રારંભ વિસનગરથી થયો છે. ગંગાસ્વરૂપા બહેનો આત્મસન્માનભેર જીવી શકે, સુરક્ષિત બને અને આર્થિક રીતે પગભર થઈ સશક્ત બને તેવા પવિત્ર આશય સાથે "હીરામોતી ભીલ મહિલા બચત મંડળ"ની સ્થાપના કરવામાં આવી છે. આ સેવાકીય યજ્ઞનો મંગલ પ્રારંભ જાણીતા પર્યાવરણપ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરૂપતિ દ્વારા તેમના નિવાસસ્થાનેથી વિધિવત રીતે કરાવવામાં આવ્યો હતો. આ મંડળ પરિવારના બે સ્વર્ગસ્થ બાની પૂજ્ય સ્મૃતિમાં અને તેમના આશીર્વાદ સાથે શરૂ કરાયું છે. આ મંડળ ગંગાસ્વરૂપા બહેનોની સુરક્ષા, આત્મસન્માન, સ્વાવલંબન અને સશક્તિકરણના ચાર મુખ્ય સ્તંભો પર કાર્ય કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્પોન્સરશિપ તિરુપતિ ફાઉન્ડેશન વિસનગર દ્વારા કરવામાં આવી રહી છે. કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં જોડાયેલી બહેનોએ ઉત્સાહપૂર્વક રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું, જ્યારે 'ભારત માતા કી જય' ના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરૂપતિએ બહેનોને આર્થિક બચતનું મહત્વ સમજાવવાની સાથે પર્યાવરણ અને સામાજિક સુરક્ષાના શપથ પણ લેવડાવ્યા હતા. ઉપસ્થિત તમામ મહિલાઓએ હાથ ઊંચો કરીને દર વર્ષે વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું, પાણી તેમજ વીજળીનો બચતપૂર્વક ઉપયોગ કરવો, કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો, અન્નનો બગાડ ન કરવો અને દીકરીઓને બચાવીને ઉચ્ચ શિક્ષણ આપવા જેવા સામાજિક સુધારાના સંકલ્પો લીધા હતા. તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ગુજરાતભરમાં આ પ્રકારનો આ અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ આગામી સમયમાં ગંગાસ્વરૂપા બહેનોના જીવનમાં આર્થિક અને સામાજિક ક્રાંતિ લાવશે. આ લોકઉપયોગી કાર્યક્રમમાં વિસનગરના અગ્રણી નાગરિકો, વડીલો અને મોટી સંખ્યામાં ઉત્સાહી મહિલાઓ હાજર રહી હતી.
    1
    ગુજરાતમાં મહિલા સ્વાવલંબન અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે એક નવતર પ્રયોગનો પ્રારંભ વિસનગરથી થયો છે. ગંગાસ્વરૂપા બહેનો આત્મસન્માનભેર જીવી શકે, સુરક્ષિત બને અને આર્થિક રીતે પગભર થઈ સશક્ત બને તેવા પવિત્ર આશય સાથે "હીરામોતી ભીલ મહિલા બચત મંડળ"ની સ્થાપના કરવામાં આવી છે. આ સેવાકીય યજ્ઞનો મંગલ પ્રારંભ જાણીતા પર્યાવરણપ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરૂપતિ દ્વારા તેમના નિવાસસ્થાનેથી વિધિવત રીતે કરાવવામાં આવ્યો હતો. આ મંડળ પરિવારના બે સ્વર્ગસ્થ બાની પૂજ્ય સ્મૃતિમાં અને તેમના આશીર્વાદ સાથે શરૂ કરાયું છે.

આ મંડળ ગંગાસ્વરૂપા બહેનોની સુરક્ષા, આત્મસન્માન, સ્વાવલંબન અને સશક્તિકરણના ચાર મુખ્ય સ્તંભો પર કાર્ય કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્પોન્સરશિપ તિરુપતિ ફાઉન્ડેશન વિસનગર દ્વારા કરવામાં આવી રહી છે. કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં જોડાયેલી બહેનોએ ઉત્સાહપૂર્વક રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું, જ્યારે 'ભારત માતા કી જય' ના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરૂપતિએ બહેનોને આર્થિક બચતનું મહત્વ સમજાવવાની સાથે પર્યાવરણ અને સામાજિક સુરક્ષાના શપથ પણ લેવડાવ્યા હતા. ઉપસ્થિત તમામ મહિલાઓએ હાથ ઊંચો કરીને દર વર્ષે વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું, પાણી તેમજ વીજળીનો બચતપૂર્વક ઉપયોગ કરવો, કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો, અન્નનો બગાડ ન કરવો અને દીકરીઓને બચાવીને ઉચ્ચ શિક્ષણ આપવા જેવા સામાજિક સુધારાના સંકલ્પો લીધા હતા.

તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ગુજરાતભરમાં આ પ્રકારનો આ અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ આગામી સમયમાં ગંગાસ્વરૂપા બહેનોના જીવનમાં આર્થિક અને સામાજિક ક્રાંતિ લાવશે. આ લોકઉપયોગી કાર્યક્રમમાં વિસનગરના અગ્રણી નાગરિકો, વડીલો અને મોટી સંખ્યામાં ઉત્સાહી મહિલાઓ હાજર રહી હતી.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.