દેવભૂમિ દ્વારકામાં નારી સુરક્ષાના નામે ધજાગરા ઉડાવતી એક કલંકિત ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં બદનામીના દાગ લાગ્યા છે. ઓખા મંડળના મીઠાપુર તાબેના સૂરજ કટારી વિસ્તારમાં રહેતી એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે, વીરબાઈ રવાભા માણેક અને ચંપાબેન ગુમાનભા જામ નામની બે મહિલાઓએ કોઈ અંગત બાબતે તેને લાકડી તથા ધોકા વડે મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે વિડીયો બનાવીને એમ પણ કહેવામાં આવ્યું કે તેને મારી નાખવા માટે દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ફરિયાદી મહિલાએ દેવભૂમિ દ્વારકા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, પોલીસે તેને મૃત જાહેર કરીને કેસને રફાતફા કરવાની કોશિશ કરી હતી. જીવના જોખમને કારણે પોતાનો જીવ બચાવવા માટે આ મહિલાને દેવભૂમિ દ્વારકા છોડીને પરિવાર સાથે મહેસાણા હિજરત કરવાની ફરજ પડી હતી, જ્યાં તેણે શરણાગતિ સ્વીકારી છે. મહેસાણા ખાતે પ્રેસ મીડિયામાં રજૂઆત કરતા, ફરિયાદીની માંગ છે કે કોર્ટમાં ચાલી રહેલો કેસ ઝડપથી ચાલે, ખૂટતા પુરાવા તથા સાચી માહિતીની તપાસ કરવામાં આવે અને તેને ન્યાય મળે. મહિલાએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેની ન્યાયની માંગ સંતોષાશે નહીં તો તે આત્મવિલોપન કરશે.
દેવભૂમિ દ્વારકામાં નારી સુરક્ષાના નામે ધજાગરા ઉડાવતી એક કલંકિત ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં બદનામીના દાગ લાગ્યા છે. ઓખા મંડળના મીઠાપુર તાબેના સૂરજ કટારી વિસ્તારમાં રહેતી એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે, વીરબાઈ રવાભા માણેક અને ચંપાબેન ગુમાનભા જામ નામની બે
મહિલાઓએ કોઈ અંગત બાબતે તેને લાકડી તથા ધોકા વડે મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે વિડીયો બનાવીને એમ પણ કહેવામાં આવ્યું કે તેને મારી નાખવા માટે દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ફરિયાદી મહિલાએ દેવભૂમિ દ્વારકા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા
છે કે, પોલીસે તેને મૃત જાહેર કરીને કેસને રફાતફા કરવાની કોશિશ કરી હતી. જીવના જોખમને કારણે પોતાનો જીવ બચાવવા માટે આ મહિલાને દેવભૂમિ દ્વારકા છોડીને પરિવાર સાથે મહેસાણા હિજરત કરવાની ફરજ પડી હતી, જ્યાં તેણે શરણાગતિ સ્વીકારી છે. મહેસાણા ખાતે પ્રેસ મીડિયામાં
રજૂઆત કરતા, ફરિયાદીની માંગ છે કે કોર્ટમાં ચાલી રહેલો કેસ ઝડપથી ચાલે, ખૂટતા પુરાવા તથા સાચી માહિતીની તપાસ કરવામાં આવે અને તેને ન્યાય મળે. મહિલાએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેની ન્યાયની માંગ સંતોષાશે નહીં તો તે આત્મવિલોપન કરશે.
- દેવભૂમિ દ્વારકામાં નારી સુરક્ષાના નામે ધજાગરા ઉડાવતી એક કલંકિત ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં બદનામીના દાગ લાગ્યા છે. ઓખા મંડળના મીઠાપુર તાબેના સૂરજ કટારી વિસ્તારમાં રહેતી એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે, વીરબાઈ રવાભા માણેક અને ચંપાબેન ગુમાનભા જામ નામની બે મહિલાઓએ કોઈ અંગત બાબતે તેને લાકડી તથા ધોકા વડે મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે વિડીયો બનાવીને એમ પણ કહેવામાં આવ્યું કે તેને મારી નાખવા માટે દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ફરિયાદી મહિલાએ દેવભૂમિ દ્વારકા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, પોલીસે તેને મૃત જાહેર કરીને કેસને રફાતફા કરવાની કોશિશ કરી હતી. જીવના જોખમને કારણે પોતાનો જીવ બચાવવા માટે આ મહિલાને દેવભૂમિ દ્વારકા છોડીને પરિવાર સાથે મહેસાણા હિજરત કરવાની ફરજ પડી હતી, જ્યાં તેણે શરણાગતિ સ્વીકારી છે. મહેસાણા ખાતે પ્રેસ મીડિયામાં રજૂઆત કરતા, ફરિયાદીની માંગ છે કે કોર્ટમાં ચાલી રહેલો કેસ ઝડપથી ચાલે, ખૂટતા પુરાવા તથા સાચી માહિતીની તપાસ કરવામાં આવે અને તેને ન્યાય મળે. મહિલાએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેની ન્યાયની માંગ સંતોષાશે નહીં તો તે આત્મવિલોપન કરશે.4
- મહેસાણા LCBને પ્રોહિબિશનની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે, જ્યાં કટોસણ ગામમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા દારૂની કિંમત ₹3,28,536 આંકવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાના આધારે મહેસાણા LCB દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. કામળીયાને બાતમી મળી હતી કે કટોસણ ગામના ઠુકડો દરબાર વાસમાં રહેતો ઝાલા મહાવીરસિંહ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખે છે. આ બાતમીના આધારે PSI બી.એ. પરમાર, અ.હે.કો. પ્રદીપકુમાર, સંજયકુમાર સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસને ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 28 પેટીઓ મળી આવી હતી, જેમાં 1056 બોટલો હતી. આ દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે ₹5000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આરોપી ઝાલા મહાવીરસિંહ ઉર્ફે અનુભા છનુભા વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ) અને 116 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.2
- ગુજરાતમાં મહિલા સ્વાવલંબન અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે એક નવતર પ્રયોગનો પ્રારંભ વિસનગરથી થયો છે. ગંગાસ્વરૂપા બહેનો આત્મસન્માનભેર જીવી શકે, સુરક્ષિત બને અને આર્થિક રીતે પગભર થઈ સશક્ત બને તેવા પવિત્ર આશય સાથે "હીરામોતી ભીલ મહિલા બચત મંડળ"ની સ્થાપના કરવામાં આવી છે. આ સેવાકીય યજ્ઞનો મંગલ પ્રારંભ જાણીતા પર્યાવરણપ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરૂપતિ દ્વારા તેમના નિવાસસ્થાનેથી વિધિવત રીતે કરાવવામાં આવ્યો હતો. આ મંડળ પરિવારના બે સ્વર્ગસ્થ બાની પૂજ્ય સ્મૃતિમાં અને તેમના આશીર્વાદ સાથે શરૂ કરાયું છે. આ મંડળ ગંગાસ્વરૂપા બહેનોની સુરક્ષા, આત્મસન્માન, સ્વાવલંબન અને સશક્તિકરણના ચાર મુખ્ય સ્તંભો પર કાર્ય કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્પોન્સરશિપ તિરુપતિ ફાઉન્ડેશન વિસનગર દ્વારા કરવામાં આવી રહી છે. કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં જોડાયેલી બહેનોએ ઉત્સાહપૂર્વક રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું, જ્યારે 'ભારત માતા કી જય' ના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરૂપતિએ બહેનોને આર્થિક બચતનું મહત્વ સમજાવવાની સાથે પર્યાવરણ અને સામાજિક સુરક્ષાના શપથ પણ લેવડાવ્યા હતા. ઉપસ્થિત તમામ મહિલાઓએ હાથ ઊંચો કરીને દર વર્ષે વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું, પાણી તેમજ વીજળીનો બચતપૂર્વક ઉપયોગ કરવો, કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો, અન્નનો બગાડ ન કરવો અને દીકરીઓને બચાવીને ઉચ્ચ શિક્ષણ આપવા જેવા સામાજિક સુધારાના સંકલ્પો લીધા હતા. તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ગુજરાતભરમાં આ પ્રકારનો આ અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ આગામી સમયમાં ગંગાસ્વરૂપા બહેનોના જીવનમાં આર્થિક અને સામાજિક ક્રાંતિ લાવશે. આ લોકઉપયોગી કાર્યક્રમમાં વિસનગરના અગ્રણી નાગરિકો, વડીલો અને મોટી સંખ્યામાં ઉત્સાહી મહિલાઓ હાજર રહી હતી.1
- Post by Pankaj Parmar1
- કડી ખાતે આયોજિત વિદ્યાર્થી સન્માન સમારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા તારક ઠાકોરે OBC સમાજ માટે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં OBC સમાજના લોકો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે એકત્ર થશે. આ એકત્ર થવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવાનો રહેશે.1
- પટેલ નીલ ભાઈના અહેવાલ મુજબ, આજે પૂનમ એટલે કે સ્નાન પૂર્ણિમાના પવિત્ર અવસરે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના વિશેષ જળાભિષેક અને જળયાત્રાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે, ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીનો 108 કળશના પવિત્ર જળથી મહાઅભિષેક કરવામાં આવે છે. આ પાવન દિવસે ભગવાનના દર્શન અને અભિષેકનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે, અને તે જ શ્રદ્ધા સાથે અમદાવાદમાં જળયાત્રા અને મહાભિષેકના આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પવિત્ર નિમિત્તે, સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી 'જય જગન્નાથ' ભાવના વ્યક્ત કરવામાં આવી છે.3
- ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ નશીલા પદાર્થો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરી છે. આ મામલે ડીઆઈજી સુનિલ જોષીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંને દ્વારા નાર્કોટિક્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે અને તમામ એજન્સીઓ મળીને એ સુનિશ્ચિત કરી રહી છે કે કોઈ પણ માદક પદાર્થ સમાજ સુધી ન પહોંચે. ડીઆઈજી સુનિલ જોષીના જણાવ્યા અનુસાર, ગુજરાત ATSના ડીએસપી શ્રેયસ ચૌધરીને એવી માહિતી મળી હતી કે, રાજસ્થાનના સાદડી નિવાસી અને હાલમાં વલસાડ જિલ્લાના પારડીમાં રહેતો પરેશ પરસવાલ જૈન લાંબા સમયથી "કામાડોલ"નો વેપાર કરી રહ્યો હતો અને નાર્કોટિક્સ બજારમાં તેનો સપ્લાય કરતો હતો. આ માહિતીના આધારે ATSએ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં આ મામલે વધુ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે અને નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.1
- Post by Pankaj Parmar1