logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 51 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેરોલ ખાતે રાષ્ટ્રીય ક્ષયરોગ નિરમુલન કાર્યક્રમ ક્ષયરોગ ગ્રસ્ત દર્દીઓના પોષણ સ્તર સુધારવા અર્થે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજ સુતરીયાની ઉપસ્થિતિ માં પોષણ કીટ આપવામાં આવી હતી. મેડિકલ ઓફિસરશ્રી તથા આરોગ્ય ટીમના સંકલિત પ્રયાસોથી કુલ 51 ટીબી દર્દીઓને “નિક્ષય પોષણ કીટ” આપવામાં આવી હતી.ક્ષયરોગ એક ચેપજન્ય રોગ હોવાને કારણે દર્દીઓમાં લાંબા ગાળાના સંક્રમણથી વજનમાં ઘટાડો, કુપોષણ, એનિમિયા અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. યોગ્ય સારવાર સાથે સમતોલ અને પ્રોટીન સમૃદ્ધ આહાર દર્દીની સ્વસ્થતા અને આરોગ્યમાં અસરકારકતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.આ હેતુસર દર્દીને ચણા, મગ, ખજૂર, ચોખા અને ગોળ જેવી પોષક તત્ત્વોથી ભરપૂર ખાદ્યવસ્તુઓનો સમાવેશ કરતી કીટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા આગામી છ માસ સુધી નિયમિત રીતે આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ પોષણ સહાયથી દર્દીઓમાં બોડી માસ ઇન્ડેક્સ (BMI) સુધારવા, હિમોગ્લોબિન સ્તર જાળવવા અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા સહાય મળશે.“પોષણ સાથેની સારવાર – ક્ષયરોગ સામેની જીત” ના સંદેશ સાથે આરોગ્ય વિભાગ દ્વારા દર્દી કેન્દ્રિત અને સર્વાંગી આરોગ્ય સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

2 hrs ago
user_રીપોર્ટર ધ્રુવ માળી
રીપોર્ટર ધ્રુવ માળી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
2 hrs ago
8033575d-de0f-4cf2-b707-86da61a462dd

More news from Gujarat and nearby areas
  • પોશીના તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે પાણીમાં ઘટાડો જોવા મળતા આવનાર ગરમીના દિવસો તેમજ ઉનાળામાં નદીમાં પાણી ઓછું કે પછી સુકાઈ જવાના સંકેત જોવા મળી રહ્યા છે તાલુકાની સૌથી મોટી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે ઉનાળા પૂરતું ન હોય ત્યારે આવનાર સમયમાં નદીકાંઠાના વિસ્તારમાં પાણીની રામાયણ ઊભી થાય તો નવાઈ નહીં જેને લઇ પશુઓ સંમેત કૂવા બોરના તળ પણ નીચે આવે તેમ લાગી રહ્યું છે
    1
    પોશીના તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે પાણીમાં ઘટાડો જોવા મળતા આવનાર ગરમીના દિવસો તેમજ ઉનાળામાં નદીમાં પાણી ઓછું કે પછી સુકાઈ જવાના સંકેત જોવા મળી રહ્યા છે તાલુકાની સૌથી મોટી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે ઉનાળા પૂરતું ન હોય ત્યારે આવનાર સમયમાં નદીકાંઠાના વિસ્તારમાં પાણીની રામાયણ ઊભી થાય તો નવાઈ નહીં જેને લઇ પશુઓ સંમેત કૂવા બોરના તળ પણ નીચે આવે તેમ લાગી રહ્યું છે
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    23 hrs ago
  • गांव में विकास की समस्या
    1
    गांव में विकास की समस्या
    user_Uj Banna
    Uj Banna
    American grocery store ભિલોડા, અરવલ્લી, ગુજરાત•
    1 hr ago
  • ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો, વાદળો ઘેરાયા, સૂરજદાદા સંતાકૂકડી રમતા હોય તેવો નજરો
    1
    ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો, વાદળો ઘેરાયા, સૂરજદાદા સંતાકૂકડી રમતા હોય તેવો નજરો
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    22 hrs ago
  • મોડાસા તાલુકા ના ગાજણ ગામે છેલ્લા છ સાત વર્ષ અગાઉ પાકો રસ્તો બનવ્યો હતૉ. હાલ માં આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જે રોડ ઉપર વારંવાર માર્ગ અને મકાન ધ્વરા ખાડા પેવર કરવા માં આવે છે. ત્યારે ગ્રામ જનો ની લોક માંગ છે કે ગાજણ ગામનો રસ્તો ઝડપી બનાવવા માં આવે તેવી લોક માંગ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    2
    મોડાસા તાલુકા ના ગાજણ ગામે છેલ્લા છ સાત વર્ષ અગાઉ પાકો રસ્તો બનવ્યો હતૉ. હાલ માં આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જે રોડ ઉપર   વારંવાર માર્ગ અને મકાન ધ્વરા ખાડા પેવર કરવા માં આવે છે. ત્યારે ગ્રામ જનો ની લોક માંગ છે કે ગાજણ ગામનો રસ્તો ઝડપી બનાવવા માં આવે તેવી લોક માંગ છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    16 hrs ago
  • લાંબડીયા સાબરમતી નદીમાં પાણી ઓછુ થતાં ઉનાળામાં પાણી તંગીના સંકેત
    1
    લાંબડીયા સાબરમતી નદીમાં પાણી ઓછુ થતાં ઉનાળામાં પાણી તંગીના સંકેત
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    23 hrs ago
  • "શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે" એકવાર આ બેશરમ ને જોવો.!
    1
    "શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે"
એકવાર આ બેશરમ ને જોવો.!
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Sabarmati, Ahmadabad•
    1 hr ago
  • વડાલી શહેરમાં એક ખાનગી સુપર માર્ટના માલિક સામે યુવતી સાથે છેડતી અને અભદ્ર વર્તનના આરોપ મામલે પીડિતાના પરિવારે વડાલી પોલીસમાં લેખિત અરજી કરી છે. આ સમગ્ર મામલે હાઈવે રોડ પરના ખાનગી સુપર માર્ટ આગળ બોલાચાલી બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો હતા.ત્યારે વડાલી પોલીસે તાત્કાલિક ઘટના પહોંચી મામલો શાંત પાડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.આ મામલે વડાલી પી.આઈ. ડી.આર. પઢેરીયાએ જણાવ્યું હતું કે અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
    1
    વડાલી શહેરમાં એક ખાનગી સુપર માર્ટના માલિક સામે યુવતી સાથે છેડતી અને અભદ્ર વર્તનના આરોપ મામલે પીડિતાના પરિવારે વડાલી પોલીસમાં લેખિત અરજી કરી છે. આ સમગ્ર મામલે હાઈવે રોડ પરના ખાનગી સુપર માર્ટ આગળ બોલાચાલી બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો હતા.ત્યારે વડાલી પોલીસે તાત્કાલિક ઘટના પહોંચી મામલો શાંત પાડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.આ મામલે વડાલી પી.આઈ. ડી.આર. પઢેરીયાએ જણાવ્યું હતું કે અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • Bharuch: "મારે તને રાખવી નથી..." કહી પતિએ આપ્યા ટ્રિપલ તલાક! | ગુજરાત પ્રથમ ભરૂચના અંકલેશ્વરમાં ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ સુરતના ઈરફાન હુસેન સિકંદર શેખ પર ગુનો દાખલ લગ્ન કર્યા બાદ પતિ અને સાસરિયા ત્રાસ આપતા હોવાનો દાવો મારે તને રાખવી નથી કહી પતિએ ત્રણ વખત તલાક બોલી દીધુ અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ
    1
    Bharuch: "મારે તને રાખવી નથી..." કહી પતિએ આપ્યા ટ્રિપલ તલાક! |
ગુજરાત પ્રથમ
ભરૂચના અંકલેશ્વરમાં ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ સુરતના ઈરફાન હુસેન સિકંદર શેખ પર ગુનો દાખલ લગ્ન કર્યા બાદ પતિ અને સાસરિયા ત્રાસ આપતા હોવાનો દાવો મારે તને રાખવી નથી કહી પતિએ ત્રણ વખત તલાક બોલી દીધુ અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Sabarmati, Ahmadabad•
    1 hr ago
  • Post by ARUN KUMAR VERMA
    1
    Post by ARUN KUMAR VERMA
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.