Shuru
Apke Nagar Ki App…
ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૮/૯/૨૦૨૬ ૧૦:૧૧ AM 1 થી દોઢ ઈંચ વરસાદ ખેડૂતો માં ખુશીનો માહોલ ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૮/૯/૨૦૨૬ ૧૦:૧૧ AM 1 થી દોઢ ઈંચ વરસાદ ખેડૂતો માં ખુશીનો માહોલ
Mukeshbhai manajibhai Mak
ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૮/૯/૨૦૨૬ ૧૦:૧૧ AM 1 થી દોઢ ઈંચ વરસાદ ખેડૂતો માં ખુશીનો માહોલ ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૮/૯/૨૦૨૬ ૧૦:૧૧ AM 1 થી દોઢ ઈંચ વરસાદ ખેડૂતો માં ખુશીનો માહોલ
- Raj SehariyaSihor, Bhavnagar😤10 hrs ago
More news from ગુજરાત and nearby areas
- નેસવડ ઝાંપા વિસ્તારમાં ઊંચા રોડ લેવલથી વરસાદી પાણી ભરાયા1
- જાફરાબાદના નાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં અઠવાડિયામાં બે અલગ-અલગ સ્થળે અજગર જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી રહી છે. બ્રેકિંગ ન્યૂઝ | જાફરાબાદના નાગેશ્રીમાં અજગરની દહેશત જાફરાબાદના નાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં અઠવાડિયામાં બે અલગ-અલગ સ્થળે અજગર જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી રહી છે. અલગ-અલગ જગ્યાએ વિશાળ અજગર દેખાતા વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ખેડૂતો અને વાડી વિસ્તારમાં અવરજવર કરતા લોકોમાં સાવચેતી જોવા મળી રહી છે. અજગર દેખાવાની બંને ઘટનાઓથી વિસ્તારમાં વન્યજીવોની હાજરી ફરી ચર્ચામાં આવી છે. અજગર દેખાય ત્યારે તેને પકડવા કે નજીક જવા બદલે વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી રહી છે. વાડી વિસ્તારમાં સતત બે અજગર દેખાતા વન વિભાગની કામગીરી તરફ પણ લોકોની નજર છે.1
- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ* 00000 *બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પ યોજાયો* 00000 *૭૪૬ લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન કરાયું; રક્તદાન કેમ્પમાં ૧૨૩ બ્લડ યુનિટ એકત્રિત* પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદની મધુસુદન ડેરી, જાયન્ટ્સ ગ્રુપ તથા જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે બોટાદના હિફલી સ્થિત લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, આયુર્વેદ કેમ્પ, આયુષ્માન કાર્ડ કેમ્પ તેમજ પૌષ્ટિક રાશન કીટ વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. મેગા હેલ્થ કેમ્પમાં ૧૮થી વધુ નિષ્ણાત તબીબો દ્વારા કુલ ૭૪૬ લાભાર્થીઓની સ્થળ પર આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે મહા રક્તદાન કેમ્પમાં સેવાભાવી દાતાઓ દ્વારા કુલ ૧૨૩ બ્લડ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તનો ઉપયોગ જરૂરિયાતમંદ અને ઇમરજન્સી દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી જ બહેનોના સ્વાસ્થ્ય, શિક્ષણ, આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતા સહિતના ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ અને જીવનના વિવિધ તબક્કાઓ સુધી સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વહાલી દીકરી યોજના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, સુકન્યા સમૃદ્ધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા પેન્શન, માતૃશક્તિ અને પૂર્ણશક્તિ જેવી વિવિધ યોજનાઓ મહિલાઓ અને દીકરીઓના સર્વાંગી વિકાસ તથા સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત કુપોષણમુક્ત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકો માટે અંદાજે ૫૦ પૌષ્ટિક રાશન કીટ, સગર્ભા મહિલાઓ તથા શિશુના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ૫૦ વિશેષ પૌષ્ટિક રાશન કીટ તેમજ ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તે હેતુથી ૫૦ પૌષ્ટિક રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મહંતશ્રી શંભુનાથ ટુંડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયા, કલેક્ટરશ્રી હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમાર, પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જયંતિ કણજારીયા સહિત અગ્રણીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348884
- સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાનો દિવ્ય શણગાર રંગબેરંગી ફૂલોથી સજ્યું દાદાનું દરબાર, વહેલી સવારે ભક્તોએ લીધા દિવ્ય દર્શન1
- નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી બાબતે હેલ્થ કર્મચારી અને સરપંચનો ઓડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો1
- જન્મદિવસે યોજાઈ ભજીયા પાર્ટી, મિત્રો-સ્નેહીજનો સાથે જયસુખભાઈ પંચાસરાએ ઉજવણી કરી..1
- Motivational story.1
- ભૂતેશ્વર ગામે ‘...m ભાવભર્યું આમંત્રણ.................1
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બોટાદના નાગરિકોએ દીવડા પ્રગટાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવી* *સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અને શ્રમદાન અંતર્ગત બોટાદ જિલ્લામાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો* ૦૦૦૦૦૦૦ *દીવડાની રોશની સાથે સેવા, સંકલ્પ અને સ્વચ્છતાનો સંદેશ સાથે બોટાદના નાગરિકોએ જનભાગીદારીની જીવંત ઝલક આપી* ૦૦૦૦૦૦૦ *જિલ્લાના આઇકોનિક અને ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરી જનભાગીદારીનો સંદેશ અપાયો* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અને તેમના વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સેવા, શ્રમદાન અને સ્વચ્છતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બોટાદ જિલ્લાના વિવિધ આઇકોનિક સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે અનેક દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ કાર્યક્રમમાં સ્વચ્છતા અને શ્રમદાનના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની નાગરિકોને પોતાના આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા પ્રેરણા આપી હતી. આ સાથે જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ અને આઇકોનિક સ્થળોએ પણ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં સાળંગપુરના BAPS સ્વામિનારાયણ મંદિર, પોલારપુર સ્થિત શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, ગઢડા ખાતે શ્રી ગોપીનાથજી મંદિર, પાળીયાદ વિહળાણાથજીની જગ્યા, બોટાદ કૃષ્ણસાગર તળાવ અને નવલખા હનુમાનજી મંદિર તેમજ રાણપુરના રાણાના ગઢ સહિતના સ્થળોએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર, પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા, પ્રાંત અધિકારીશ્રી કલ્પેશ કણજારીયા, અગ્રણીશ્રી મયુરભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો, જિલ્લા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને દીપ પ્રાગટ્ય સાથે શ્રમદાન કરી ધાર્મિક અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348884