logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત પંડ્યાનું ધંધુકામાં સ્વાગત સન્માન કાર્યક્રમ. *ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત પંડ્યાનું ધંધુકામાં સ્વાગત સન્માન કાર્યક્રમ* સ્વાગત સન્માન કાર્યક્રમ સાથે કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના એપીએમસી ખાતે આજ રોજ ધંધુકાના પનોતાપુત્ર અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાનો સન્માન કાર્યક્રમ અને કાર્યકર્તાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. આ સમારોહમાં ધંધુકા શહેર, ધંધુકા તાલુકા તેમજ ધોલેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભરતભાઈ પંડ્યાનો સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ત્રણે તાલુકામાંથી આવેલ કાર્યકર્તાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડા, ધારાસભ્ય કાળુભાઇ ડાભી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા, એડિસી ડિરેક્ટર રાજભા ચુડાસમા અને પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભરતભાઈ પંડ્યાને શાલ ઓઢાડી, ફુલહાર,વગેરે કરી સન્માનિત કરાયા હતા

3 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
3 hrs ago

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત પંડ્યાનું ધંધુકામાં સ્વાગત સન્માન કાર્યક્રમ. *ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત પંડ્યાનું ધંધુકામાં સ્વાગત સન્માન કાર્યક્રમ* સ્વાગત સન્માન કાર્યક્રમ સાથે કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના એપીએમસી ખાતે આજ રોજ ધંધુકાના પનોતાપુત્ર અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાનો સન્માન કાર્યક્રમ અને કાર્યકર્તાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. આ સમારોહમાં ધંધુકા શહેર, ધંધુકા તાલુકા તેમજ ધોલેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભરતભાઈ પંડ્યાનો સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ત્રણે તાલુકામાંથી આવેલ કાર્યકર્તાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડા, ધારાસભ્ય કાળુભાઇ ડાભી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા, એડિસી ડિરેક્ટર રાજભા ચુડાસમા અને પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભરતભાઈ પંડ્યાને શાલ ઓઢાડી, ફુલહાર,વગેરે કરી સન્માનિત કરાયા હતા

More news from ગુજરાત and nearby areas
  • *ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પડાણા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ભય અને શંકાનું વાતાવરણ સર્જાયું છે. આગાઉ થોડા દિવસ પહેલા જ છસીયાણા ગામ પાસે પણ આવું ડ્રોન દેખાયું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 45 દિવસ પહેલા પણ એક સાથે ત્રણ ડ્રોન દેખાયા હતા, પરંતુ તે સમયે તેને સર્વે કાર્ય માની અવગણવામાં આવ્યા હતા. આ ડ્રોન સરકારી વિભાગ દ્વારા મંજૂરી સાથે ઉડાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ કારણ તે સ્પષ્ટ થયું નથી.
    1
    *ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ*
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પડાણા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ભય અને શંકાનું વાતાવરણ સર્જાયું છે.
આગાઉ થોડા દિવસ પહેલા જ છસીયાણા ગામ પાસે પણ આવું ડ્રોન દેખાયું હતું.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 45 દિવસ પહેલા પણ એક સાથે ત્રણ ડ્રોન દેખાયા હતા, પરંતુ તે સમયે તેને સર્વે કાર્ય માની અવગણવામાં આવ્યા હતા.
આ ડ્રોન સરકારી વિભાગ દ્વારા મંજૂરી સાથે ઉડાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ કારણ તે સ્પષ્ટ થયું નથી.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    22 hrs ago
  • खेड़ा ब्रेकिंग बाकी दिनों में करीब 1 हज़ार भक्त इस प्रसाद का फ़ायदा उठाते थे भक्त इस डाइनिंग हॉल में मुफ़्त में प्रसाद ले सकते थे इस डाइनिंग हॉल के बंद होने से भक्त निराश हो रहे हैं यह डाइनिंग हॉल तभी चालू हो सकता है जब कमर्शियल गैस सिलेंडर उपलब्ध ह
    1
    खेड़ा ब्रेकिंग
बाकी दिनों में करीब 1 हज़ार भक्त इस प्रसाद का फ़ायदा उठाते थे
भक्त इस डाइनिंग हॉल में मुफ़्त में प्रसाद ले सकते थे
इस डाइनिंग हॉल के बंद होने से भक्त निराश हो रहे हैं
यह डाइनिंग हॉल तभी चालू हो सकता है जब कमर्शियल गैस सिलेंडर उपलब्ध ह
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • નાવડા ગામ ખાતે એડીસી બેંક શાખામાં નવા ઓનલાઈન ATM સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં નાવડા સહિત વાઢેળા, જીવાપર, દેવપરા, હેબતપુર અને રતનપુર ગામોના લોકોને હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો સીધો લાભ મળશે, ATM સેન્ટરનું ઉદ્ઘાટન એડીસી બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા તેમજ નાવડા ગામના સામાજિક અગ્રણી ઓધવજીભાઈ મોણપરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાવડા સેવા સહકારી મંડળી અને હેબતપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, બરવાળા તાલુકાની વિવિધ શાખાના મેનેજરો તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન બરવાળા તાલુકાના એગ્રી વિભાગના સીનિયર લોન મેનેજર પરાક્રમસિંહ ચુડાસમાએ ખેડૂતમિત્રોને અકસ્માત વિમાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાખા મેનેજર કેતનભાઈ દરજી, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    નાવડા ગામ ખાતે એડીસી બેંક શાખામાં નવા ઓનલાઈન ATM સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં નાવડા સહિત વાઢેળા, જીવાપર, દેવપરા, હેબતપુર અને રતનપુર ગામોના લોકોને હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો સીધો લાભ મળશે, ATM સેન્ટરનું ઉદ્ઘાટન એડીસી બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા તેમજ નાવડા ગામના સામાજિક અગ્રણી ઓધવજીભાઈ મોણપરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાવડા સેવા સહકારી મંડળી અને હેબતપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, બરવાળા તાલુકાની વિવિધ શાખાના મેનેજરો તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન બરવાળા તાલુકાના એગ્રી વિભાગના સીનિયર લોન મેનેજર પરાક્રમસિંહ ચુડાસમાએ ખેડૂતમિત્રોને અકસ્માત વિમાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાખા મેનેજર કેતનભાઈ દરજી, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • વડાપ્રધાનના નેતૃત્વમાં ‘મિલેટ્સ’ બન્યું વૈશ્વિક જન આંદોલન; આપણા પૂર્વજોના આહાર એવા ‘શ્રી અન્ન’ને ફરી અપનાવીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા સુરેન્દ્રનગર વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજથી વઢવાણના ઐતિહાસિક હવામહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યા હતા. આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩ને 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે વિશ્વભરમાં ઉજવીને 'શ્રી અન્ન'નું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. આપણા પૂર્વજોના આહારમાં બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યો મુખ્ય હતા, જે આજે ફરીથી મેદસ્વિતા અને હૃદયરોગ જેવી બીમારીઓ સામે લડવા માટે અનિવાર્ય બન્યા છે. આ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ મિલેટ્સ પકવતા ખેડૂતોને પ્રોત્સાહન આપી નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું એક મહાઅભિયાન છે. ખેડૂતોને રાસાયણિક ખાતરના જોખમો સામે સાવચેત કરી અપીલ કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીન તો બગડી જ છે, પરંતુ તેનાથી થતા રોગો સમાજ માટે ખતરો બન્યા છે. વેચાણ માટે નહીં, તો પોતાના પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં અંજીર, દાડમ અને હળદર જેવા પાકોમાં થઈ રહેલા પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ઝેરમુક્ત ખેતી એ જ સુખી અને નિરોગી સમાજનો પાયો છે. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો આપતા વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે હંમેશા સંવેદનશીલ અભિગમ અપનાવી કમોસમી વરસાદ સામે રૂ. ૧૧,૦૦૦ કરોડનું રાહત પેકેજ સીધું ખેડૂતોના ખાતામાં જમા કર્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ. ૨૪,૦૨૨ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ટ્રેક્ટર સહાય, સ્માર્ટફોન અને ગોડાઉન બનાવવા જેવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આજે મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. આગામી ત્રણ વર્ષમાં રૂ. ૪૮ કરોડના ખર્ચે સાકાર થનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરની કાયાપલટ થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં, આ બે દિવસીય મહોત્સવમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપી જિલ્લાના તમામ નાગરિકોને સહપરિવાર આ મહોત્સવની મુલાકાત લેવા, પ્રાકૃતિક ઉત્પાદનોના સ્ટોલ પરથી શુદ્ધ આહારની ખરીદી કરવા અને પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણી આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ ઝાલાવાડ પંથકના પરંપરાગત બાજરાના ઉત્પાદનને પુનઃજીવિત કરવા માટે છે. મિલેટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે અને જમીનને કુદરતી મિનરલ્સ પૂરા પાડે છે. મિલેટ્સના વાવેતરથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે અને જમીનની ગુણવત્તા જળવાય છે, જે માટે સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ અને બજાર મળે તેવા પ્રયાસો કરી રહી છે. તેમણે હવામહેલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આકર્ષણોનો લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'શ્રી અન્ન' એટલે કે મિલેટ પાકો એક ઉત્તમ ઔષધિ સમાન છે. તેમણે ખેડૂતોને કપાસ જેવા રોકડિયા પાકોના સ્થાને ઓછામાં ઓછા એકથી બે વીઘામાં મિલેટ પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક શાકભાજી અને આધુનિક મિલેટની વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. આ મહોત્સવમાં મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વિશેષ સ્ટોલ્સ, રસાયણમુક્ત તાજા શાકભાજી, ફળો અને મિલેટ્સમાંથી બનેલી આધુનિક વાનગીઓનો આનંદ માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બાળકો માટે 'ચિલ્ડ્રન પ્લે એરિયા' અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દૈવૈયા,સહિત અગ્રણીઓ, હોદ્દેદારશ્રીઓ, સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    વડાપ્રધાનના નેતૃત્વમાં ‘મિલેટ્સ’ બન્યું વૈશ્વિક જન આંદોલન; આપણા પૂર્વજોના આહાર એવા ‘શ્રી અન્ન’ને ફરી અપનાવીએ
મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા સુરેન્દ્રનગર વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજથી વઢવાણના ઐતિહાસિક હવામહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ નાયબ મુખ્ય દંડક  જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યા હતા.
આ તકે નાયબ મુખ્ય દંડક  જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩ને 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે વિશ્વભરમાં ઉજવીને 'શ્રી અન્ન'નું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. આપણા પૂર્વજોના આહારમાં બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યો મુખ્ય હતા, જે આજે ફરીથી મેદસ્વિતા અને હૃદયરોગ જેવી બીમારીઓ સામે લડવા માટે અનિવાર્ય બન્યા છે. આ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ મિલેટ્સ પકવતા ખેડૂતોને પ્રોત્સાહન આપી નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું એક મહાઅભિયાન છે.
ખેડૂતોને રાસાયણિક ખાતરના જોખમો સામે સાવચેત કરી અપીલ કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીન તો બગડી જ છે, પરંતુ તેનાથી થતા રોગો સમાજ માટે ખતરો બન્યા છે. વેચાણ માટે નહીં, તો પોતાના પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં અંજીર, દાડમ અને હળદર જેવા પાકોમાં થઈ રહેલા પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ઝેરમુક્ત ખેતી એ જ સુખી અને નિરોગી સમાજનો પાયો છે.
રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો આપતા વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે હંમેશા સંવેદનશીલ અભિગમ અપનાવી કમોસમી વરસાદ સામે રૂ. ૧૧,૦૦૦ કરોડનું રાહત પેકેજ સીધું ખેડૂતોના ખાતામાં જમા કર્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ. ૨૪,૦૨૨ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ટ્રેક્ટર સહાય, સ્માર્ટફોન અને ગોડાઉન બનાવવા જેવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આજે મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. આગામી ત્રણ વર્ષમાં રૂ. ૪૮ કરોડના ખર્ચે સાકાર થનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરની કાયાપલટ થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
વધુમાં, આ બે દિવસીય મહોત્સવમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપી જિલ્લાના તમામ નાગરિકોને સહપરિવાર આ મહોત્સવની મુલાકાત લેવા, પ્રાકૃતિક ઉત્પાદનોના સ્ટોલ પરથી શુદ્ધ આહારની ખરીદી કરવા અને પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણી આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર  નવનાથ ગવ્હાણેએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ ઝાલાવાડ પંથકના પરંપરાગત બાજરાના ઉત્પાદનને પુનઃજીવિત કરવા માટે છે. મિલેટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે અને જમીનને કુદરતી મિનરલ્સ પૂરા પાડે છે. મિલેટ્સના વાવેતરથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે અને જમીનની ગુણવત્તા જળવાય છે, જે માટે સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ અને બજાર મળે તેવા પ્રયાસો કરી રહી છે. તેમણે હવામહેલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આકર્ષણોનો લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી.
આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર  ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'શ્રી અન્ન' એટલે કે મિલેટ પાકો એક ઉત્તમ ઔષધિ સમાન છે. તેમણે ખેડૂતોને કપાસ જેવા રોકડિયા પાકોના સ્થાને ઓછામાં ઓછા એકથી બે વીઘામાં મિલેટ પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક શાકભાજી અને આધુનિક મિલેટની વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ મહોત્સવમાં મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વિશેષ સ્ટોલ્સ, રસાયણમુક્ત તાજા શાકભાજી, ફળો અને મિલેટ્સમાંથી બનેલી આધુનિક વાનગીઓનો આનંદ માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બાળકો માટે 'ચિલ્ડ્રન પ્લે એરિયા' અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે.
કાર્યક્રમમાં વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દૈવૈયા,સહિત અગ્રણીઓ, હોદ્દેદારશ્રીઓ, સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    22 hrs ago
  • જય અખંડ ધણી
    1
    જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    6 min ago
  • રાજકોટમાં બંટી-બબલી બાઇક ચોરી: ‘પહેલા આરામ, પછી ચોરી’ નો નવો પેંતરો, CCTV આવ્યા સામે રાજકોટના ન્યૂ જાગનાથ વિસ્તારમાં ‘બંટી-બબલી’ જોડીની નવી તરકીબ CCTV કેમેરામાં કેદ થઈ છે. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, આ ચોર જોડી પહેલા આરામથી બેસીને વોચ રાખે છે અને જેવી મોકો મળે છે કે તરત જ બાઈકની ચોરી કરીને રફુચક્કર થઈ જાય છે. ‘પહેલા આરામ પછી ચોરી’ ના આ નવા મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. રાજકોટમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને જનતામાં પણ ચિંતાનો માહોલ છે.
    1
    રાજકોટમાં બંટી-બબલી બાઇક ચોરી: ‘પહેલા આરામ, પછી ચોરી’ નો નવો પેંતરો, CCTV આવ્યા સામે
રાજકોટના ન્યૂ જાગનાથ વિસ્તારમાં ‘બંટી-બબલી’ જોડીની નવી તરકીબ CCTV કેમેરામાં કેદ થઈ છે. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, આ ચોર જોડી પહેલા આરામથી બેસીને વોચ રાખે છે અને જેવી મોકો મળે છે કે તરત જ બાઈકની ચોરી કરીને રફુચક્કર થઈ જાય છે. ‘પહેલા આરામ પછી ચોરી’ ના આ નવા મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. રાજકોટમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને જનતામાં પણ ચિંતાનો માહોલ છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Bhavnagar, Gujarat•
    22 hrs ago
  • *ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત પંડ્યાનું ધંધુકામાં સ્વાગત સન્માન કાર્યક્રમ* સ્વાગત સન્માન કાર્યક્રમ સાથે કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના એપીએમસી ખાતે આજ રોજ ધંધુકાના પનોતાપુત્ર અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાનો સન્માન કાર્યક્રમ અને કાર્યકર્તાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. આ સમારોહમાં ધંધુકા શહેર, ધંધુકા તાલુકા તેમજ ધોલેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભરતભાઈ પંડ્યાનો સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ત્રણે તાલુકામાંથી આવેલ કાર્યકર્તાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડા, ધારાસભ્ય કાળુભાઇ ડાભી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા, એડિસી ડિરેક્ટર રાજભા ચુડાસમા અને પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભરતભાઈ પંડ્યાને શાલ ઓઢાડી, ફુલહાર,વગેરે કરી સન્માનિત કરાયા હતા
    1
    *ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત પંડ્યાનું ધંધુકામાં સ્વાગત સન્માન કાર્યક્રમ*
સ્વાગત સન્માન કાર્યક્રમ સાથે કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના એપીએમસી ખાતે આજ રોજ ધંધુકાના પનોતાપુત્ર અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાનો સન્માન કાર્યક્રમ અને કાર્યકર્તાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.
આ સમારોહમાં ધંધુકા શહેર, ધંધુકા તાલુકા તેમજ ધોલેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જેમાં ભરતભાઈ પંડ્યાનો સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ત્રણે તાલુકામાંથી આવેલ કાર્યકર્તાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડા, ધારાસભ્ય કાળુભાઇ ડાભી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા, એડિસી ડિરેક્ટર રાજભા ચુડાસમા અને પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ભરતભાઈ પંડ્યાને શાલ ઓઢાડી, ફુલહાર,વગેરે કરી સન્માનિત કરાયા હતા
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.