યુવતીને ફોસલાવી ધમકી આપી અમદાવાદ ખાતે લગ્ન કરાવી દીધા દિયોદર ની એક યુવતીએ રાધનપુર ના શખ્સ સામે દુષ્કર્મ નો ગુન્હો ત્રણ ઇસમો સામે ફરિયાદ •ઓફિસમાં રજિસ્ટર લખવાનું કહી લઈ ગયા બાદ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું :વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી •યુવતીએ આરોપી સહિત ત્રણ ઇસમો વિરુધ ગુન્હો નોંધાવ્યો દિયોદર તાલુકાની એક યુવતીએ રાધનપુર ના એક શખ્સ સામે દુષ્કર્મ નો આરોપ મૂકી એક મહિલા સહિત ત્રણ ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે જેમાં યુવતી એ ઓફિસમાં રજિસ્ટર લખવાનું કહી લઈ જઈ દુષ્કર્મ આચરી યુવતીને ધમકી આપી અમદાવાદ ખાતે લગ્ન કરાવી દીધા હોવાનું બહાર આવ્યું છે દિયોદર તાલુકાની એક યુવતીએ રાધનપુર ખાતે રહેતા (૧)ભાવસંગ કાઠડિયા નામનો શખ્સ યુવતીને ઓફિસ માં રજીસ્ટર લખવાનું કહી રાધનપુર ખાતે લઈ જઈ ઓફિસ માં યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું જેમાં થોડા સમય બાદ આરોપી (૧) ભાવસંગ કાઠડિયા (૨) પ્રકાશ ડાયા ભાઈ કાઠડિયા (૩) હંસાબેન પ્રકાશભાઈ કાઠડીયા તમામ રહે રાધનપુર વાળા એ યુવતીને વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી અમદાવાદ ખાતે લઈ જઈ ધમકી આપી કોર્ટ મેરેજ કરાવી દીધા જે મામલે દિયોદર તાલુકાની એક યુવતીએ દિયોદર પોલીસ મથકે ત્રણ ઇસમો વિરુદ્ધ લેખિત ફરિયાદ આપતા પોલીસે યુવતીની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે

- બનાસકાંઠા કાંકરેજ ના ઓગડ તાલુકાના ઉણ પ્રાથમિક શાળા માં તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર ઓગડ તાલુકાના ઉણ ગામે પ્રાથમિક શાળાના હોલમાં શ્રી કાંકરેજ જાગીરદાર રાજપૂત કેળવણી મહામંડળ બનાસકાંઠાના ઉપક્રમે વર્ષ ૨૦૨૬ નો ૧૨ મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ પરમ પૂજ્ય રાજ રાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુ (શ્રી લક્કડનાથજી જીવંત સમાધી ધિણોજ) ના દરબાર ગઢ ઉણ કચેરીએ રાજપૂત સમાજની દીકરીબાઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા અને ગામના યુવાનો વડીલો દ્વારા બાપુનું કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના પુર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પૂર્વ સરપંચ આકોલી ગાંડાજી વાઘેલા અને શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ ના પ્રમુખ ઉદેસિંહ વાઘેલાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ આ પ્રસંગે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા. થરા નગરપાલીકાના પુર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા.પુર્વ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા. પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય પુરણસિંહ વાઘેલા. સામાજિક અગ્રણી જેઠુભા વાઘેલા.તેમજ પધારેલ મહેમાનો અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો અને વડીલો સહિત વિધ્યાર્થીઓ સાથે વાલીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ઉણ ગ્રામજનો દ્વારા પ પૂજ્ય રૂખડનાથજી બાપુ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા નું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું ઉણ ગામે વિકાસના કામો માટે રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલ મદદ માટે આભાર માન્યો હતો અને ત્યારબાદ તેજસ્વી તારલાઓ ને શિલ્ડ.પ્રમાણપત્ર. સ્કૂલબેગ. ફાઇલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તમામ આયોજન માટે દાનવીર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાંડાજી વાઘેલાએ કર્યું હતું3
- થરાદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત પોલીસ અને NGO દ્વારા હેલ્મેટ વિતરણ1
- વાવ-થરાદ સુથાર યુવા ટીમ દ્વારા ‘સમાજ ગૌરવ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન વાવ–થરાદ જિલ્લાના સુથાર સમાજમાં શૈક્ષણિક જાગૃતિ અને સામાજિક ચેતનાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ સાથે વાવ-થરાદ સુથાર યુવા ટીમ (VTSY) દ્વારા થરાદ ખાતે ‘સમાજ ગૌરવ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના એવા તેજસ્વી યુવાનો, જેઓ સરકારી સેવાઓમાં પસંદગી પામ્યા છે અથવા હાલ વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે, તેમનું આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાવ અને થરાદ તાલુકાના સુથાર સમાજના ક્લાસ-૧, ક્લાસ-૨ તથા ક્લાસ-૩ કક્ષાના અધિકારી અને કર્મચારીઓ તરીકે સેવા આપતા યુવાનોને શીલ્ડ, વિશ્વકર્મા દાદાના ફોટા તેમજ ભાગવત ગીતાનું પુસ્તક અર્પણ કરી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોને શિક્ષણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ પ્રેરિત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સન્માનિત યુવાનોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, “યુવાનો સમાજની કરોડરજ્જુ છે. જ્યારે સમાજનો યુવાન સરકારી સેવામાં જોડાય છે, ત્યારે માત્ર વ્યક્તિ નહીં પરંતુ આખા સમાજનું ગૌરવ વધે છે.” વાવ-થરાદ સુથાર યુવા ટીમના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવનારા સમયમાં પણ શિક્ષણ, માર્ગદર્શન અને સામાજિક ઉત્થાન માટે આવા પ્રેરણાદાયી કાર્યક્રમો સતત યોજવામાં આવશે. આ પ્રથમ પ્રયાસને સમગ્ર સુથાર સમાજ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમના અંતે તમામ સન્માનિત યુવાનોએ સમાજના સર્વાંગી વિકાસ માટે સતત યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.1
- થરાદ ખાતે દલિત સમાજની બંધારણ તથા કુરિવાજો દૂર કરવા અંગે મહત્વની મીટીંગ યોજાઈ1
- બોલીવુડ અભિનેતા સોનુ સૂદે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌસેવા અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન આ સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને અભિનેતાએ ગૌશાળાના વિકાસ અને ઘાસચારા માટે ₹11 લાખનું દાન જાહેર કર્યું હતું.1
- 🙏 संत रामपाल जी महाराज 🙏 की ओर से अन्नपूर्णा मुहिम के अंतर्गत एक गरीब परिवार को मिला पक्का आशियाना 🏠 🌸समर्थ कबीर जी के सुदामा का महल🌸 📍 स्थान: गांव लक्ष्मीपुरा, तहसील व जिला वडोदरा, गुजरात 👤 परिवार के मुखिया: दिनेश भाई प्रजापति यह केवल मकान निर्माण नहीं, बल्कि मानवता, सेवा और सच्ची भक्ति का प्रमाण है ✨ जहाँ आज भी 🍞 रोटी 👕 कपड़ा 📚 शिक्षा 🏥 चिकित्सा 🏠 और मकान हर गरीब तक पहुँचाने का कार्य कबीर परमेश्वर जी की दया से संत रामपाल जी महाराज द्वारा किया जा रहा है। 👉 ऐसा संत, ऐसा समाज और ऐसी व्यवस्था आज के समय में एक मिसाल है।2
- Post by Kamalesh sih Rajput1
- દિયોદર આદર્શ ચોકડી પાસે વાહન ચાલકોને સેફ્ટી માટે તાર લગાવાયા ઉતરાયણ ના હવે બે દિવસ બાકી રહ્યા છે જેમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી ને ભાગરૂપે ટુ વ્હીલર બાઈક ચાલકો ને સેફ્ટી માટે તાર લગાવી વાહન ચાલકો અને વેપારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરાયા હતા વાવ થરાદ જિલ્લાના દિયોદર પોલીસ પરિવાર અને જગદંબા માનવ સેવા ટ્રસ્ટ તેમજ ગૌ પ્રેમીઓ દ્વારા રવિવારે સાંજે દિયોદર આદર્શ ચોકડી પાસે ઉતરાયણ પૂર્વ વાહન ચાલકો ને દોરી ના કારણે કોઈ જાન હાની ના પહોંચે તે માટે 100 ઉપરાત ટુ વ્હીલર બાઈક ચાલકો ને સેફ્ટી તાર લગાવવામાં આવ્યા હતા જેમાં વાહન ચાલકો અને વહેપારીઓ ને ટ્રાફિક નિયમો નું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પોલીસ ટીમે નાગરિકો ને માર્ગ સલામતી નું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે પી આઈ વી જે પ્રજાપતિ ,જે બી દોશી,પ્રદીપભાઈ શાહ,લલિતભાઈ જોષી,રમેશભાઈ ભાટી વગેરે લોકો જોડાયા હતા2