સુરત ગ્રામ્ય પોલીસના માર્ગદર્શન હેઠળ કડોદરા GIDC પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી એક ટોળકીનો પર્દાફાશ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી અલગ-અલગ કંપનીના કુલ 25 મોબાઈલ ફોન અને નંબર પ્લેટ વગરની એક મોટરસાયકલ સહિત કુલ ₹3,20,198નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દ્વારા કામરેજ, કડોદરા અને કીમ ચોકડી સહિતના વિસ્તારોમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ ફોન છીનવી લેવાના ગુનાઓ કબૂલ્યા બાદ કુલ 7 ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. ઝડપાયેલા આરોપીઓમાં કામરેજના ભાદા ગામનો દીપકભાઈ રાકેશભાઈ વસાવા અને ખોલવડનો સાહિલ છનાભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે કબજે કરેલા 25 મોબાઈલ ફોનની અંદાજિત કિંમત ₹2,12,198 અને મોટરસાયકલની કિંમત ₹50,000 મળી, કુલ ₹3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાકેશ ઉર્ફે ગોરખો રાજેશ રાઠોડ અને સાહિલ ઉર્ફે સંતોષ નામના અન્ય બે સાગરિતોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ BNSSS કલમ 35(1) અને 106 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે દીપક વસાવા સામે અગાઉ પણ ચોરી અને સ્નેચિંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર સફળ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ એએસઆઈ હરેશભાઈ ખુમાભાઈ, પીએસઆઈ બી.બી. વાઘેલા તથા કડોદરા GIDC પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે પાર પાડી હતી.

- સુરત ગ્રામ્ય પોલીસના માર્ગદર્શન હેઠળ કડોદરા GIDC પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી એક ટોળકીનો પર્દાફાશ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી અલગ-અલગ કંપનીના કુલ 25 મોબાઈલ ફોન અને નંબર પ્લેટ વગરની એક મોટરસાયકલ સહિત કુલ ₹3,20,198નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દ્વારા કામરેજ, કડોદરા અને કીમ ચોકડી સહિતના વિસ્તારોમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ ફોન છીનવી લેવાના ગુનાઓ કબૂલ્યા બાદ કુલ 7 ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. ઝડપાયેલા આરોપીઓમાં કામરેજના ભાદા ગામનો દીપકભાઈ રાકેશભાઈ વસાવા અને ખોલવડનો સાહિલ છનાભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે કબજે કરેલા 25 મોબાઈલ ફોનની અંદાજિત કિંમત ₹2,12,198 અને મોટરસાયકલની કિંમત ₹50,000 મળી, કુલ ₹3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાકેશ ઉર્ફે ગોરખો રાજેશ રાઠોડ અને સાહિલ ઉર્ફે સંતોષ નામના અન્ય બે સાગરિતોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ BNSSS કલમ 35(1) અને 106 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે દીપક વસાવા સામે અગાઉ પણ ચોરી અને સ્નેચિંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર સફળ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ એએસઆઈ હરેશભાઈ ખુમાભાઈ, પીએસઆઈ બી.બી. વાઘેલા તથા કડોદરા GIDC પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે પાર પાડી હતી.1
- સુરત કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરતા એક જૂથના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.1
- કડોદરા GIDC પોલીસે મારા-મારીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા રીઢા આરોપી રોહિત ઉર્ફે ભુવાને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.1
- સુરત પોલીસે સાર્થક કાર્યવાહી કરી છે, જેમાં સાર્થણા વિસ્તારમાંથી એક નકલી સાબુ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ પોલીસ કાર્યવાહી દરમિયાન, ફેક્ટરીમાંથી ₹6.67 લાખનો નકલી સાબુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસ નકલી ઉત્પાદનો બનાવવા અને કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન કરવા સંબંધિત છે, જેના પર સુરત પોલીસે કડક પગલાં લીધા છે.1
- સુરત પોલીસે મોબાઈલ ચોરોની એક ગેંગનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં એક શાતિર ચોરની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી ૨૫ મોંઘા સ્માર્ટફોન જપ્ત કરવામાં આવ્યા છે. ગિરોહના અન્ય સભ્યોને પકડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને શોધખોળ ચાલુ છે.1
- સુરત સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટની સુવિધાના અભાવે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કેસ પેપર બારી અને એક્સ-રે વિભાગમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ન હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. દર્દીઓ જ્યારે 20, 50, 100 કે 200 રૂપિયાની નોટ લઈને જાય છે, ત્યારે ઓપરેટરો છૂટા પૈસાની માંગણી કરે છે.1
- પલસાણા તાલુકાના વાંકાનેડા ગામની સીમમાં આવેલી પાણીની નહેરમાંથી આશરે 35 થી 40 વર્ષીય એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ કડોદરા GIDC પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ચલથાણથી નિયોલ તરફ જતી પાણીની નહેરમાં, વાંકાનેડા ગામની સીમમાં આવેલા ટર્નિંગ પોઇન્ટ રિહેબિલિટેશન સેન્ટર નજીક આ અજાણ્યો પુરુષ પાણીમાં ડૂબેલી હાલતમાં જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસી પિયુષકુમાર બાબુભાઈ ઢીમ્મરે પોલીસને આ અંગે જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં પાણીમાં ડૂબી જવાથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. મૃતદેહની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત હેઠળ નોંધ કરવામાં આવી છે. આ સમગ્ર બનાવની વધુ તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, તેમજ પોલીસે મૃતકની ઓળખ માટે જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી છે.1
- સુરત શહેર પોલીસે ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે લિંબાયત વિસ્તારમાં ગુનેગારોની હાલ ખેર નથી. તાજેતરમાં, પી.આઈ. ડી.ડી. ચૌહાણની ટીમે વાહન ચેકિંગ અભિયાન હાથ ધરીને એક મોટી સફળતા મેળવી હતી. આ અભિયાન અંતર્ગત ટીમે સંજય નગર પાસેથી ચપ્પુ લઈને ફરતા કુખ્યાત અને રીઢા ગુનેગાર ચેતન પાટીલને ઝડપી પાડ્યો હતો.1