નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો ફસાયેલા હોય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલરૂમને જાણ કરવા અપીલ નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો ફસાયેલા હોય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલરૂમને જાણ કરવા અપીલ નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર તથા અચાનક આવેલા ફ્લેશ ફ્લડની પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ધ્યાને આવ્યું છે. ખાસ કરીને ભોટે કોશી નદી વિસ્તારમાં સર્જાયેલી પૂરની સ્થિતિને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ નાગરિકો કે પ્રવાસીઓ ફસાયેલા છે કે કેમ, તે અંગેની માહિતી એકત્રિત કરવા માટે જિલ્લાના તમામ તાલુકાઓના ટૂર ઓપરેટરોને તેમના દ્વારા મોકલવામાં આવેલ પ્રવાસીઓની સ્થિતિ ચકાસવા જણાવવામાં આવે છે. જો સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ પણ નાગરિક અથવા પ્રવાસી જૂથ નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલ હોય અથવા તેમની સાથે સંપર્ક ન થઈ રહ્યો હોય, તો ટૂર ઓપરેટરો તેમજ સંબંધિત નાગરિકોના પરિજનોને તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમ (DEOC) ટેલિફોન નંબર ૦૨૭૫૨ - ૨૮૫૩૦૦, ૦૨૭૫૨ -૨૮૩૪૦૦ ખાતે જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને જરૂરી સહાય અને માહિતી પૂરી પાડવા માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જરૂરિયાતમંદ ભારતીય નાગરિકો +977 985 131 6807 અથવા +977 970 910 7500 નંબર પર સંપર્ક કરી શકે છે.જાહેર કરવામાં આવેલા બંને ઇમરજન્સી નંબરો પર WhatsApp મારફતે પણ સંપર્ક કરી શકાય છે. નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો અથવા તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદની જરૂર હોય તો વિલંબ કર્યા વિના ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

- લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબના સહયોગ અને જાખણ યોગ વિધાલયના પ્રોફેસર બહેન શ્રી વનીતાબહેનના માર્ગદર્શન હેઠળ યોગીની બહેનો દ્વારા બાળકોને યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી બળદેવભાઈ સાહેબ તથા ભાવિનભાઈ સાહેબ દ્વારા યોગના ફાયદા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્રારંભિક યોગ નિદર્શન અને યોગિક ક્રિયાઓ તથા વિવિધ આસનો કરાવી યૌગિક અનુભવ કરાવવામાં આવ્યો.1
- ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો. *ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:* પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા. શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા. પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.1
- રક્ષાબંધન પર્વે સાળંગપુરધામમાં દાદાને હજારો રાખડીઓનો દિવ્ય શણગાર1
- બોટાદ બ્રેકીંગ બોટાદમાં રક્ષાબંધનને લઈને મહત્વની જાહેરાત. બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસમાં રક્ષાબંધન પર્વે બહેનો માટે મફત મુસાફરી સુવિધા. રઘુવીર સિટી બસ સર્વિસ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને બહેનો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ રક્ષાબંધન નિમિત્તે બોટાદ શહેરમાં દોડતી તમામ સિટી બસોમાં બહેનોને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેનોને પોતાના ભાઈઓને રાખડી બાંધવા જવા-આવવામાં સરળતા રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોટાદ શહેરમાં રઘુવીર સિટી બસ સર્વિસનો ઉપયોગ કરતી બહેનોને આ ખાસ સુવિધાનો લાભ મળશે. રક્ષાબંધનના પાવન પર્વે બહેનો માટે બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસ દ્વારા વિશેષ ભેટ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો1
- ઈદે મિલાદુન્નબી ﷺ — 1501 રહમતુલ્લિલ આલમીન, હઝરત મહંમદ મુસ્તફા ﷺ અલ્લાહ તઆલાએ સમગ્ર માનવજાત માટે રહેમત બનીને હઝરત મહંમદ મુસ્તફા ﷺ ને આ દુનિયામાં મોકલ્યા. આપ ﷺ નો પવિત્ર જન્મ અરબની ધરતી પર થયો અને આપ ﷺ એ સમગ્ર દુનિયાને ઈમાન, અમન, ભાઈચારો, સચ્ચાઈ અને માનવતાનો સંદેશ આપ્યો. આપ ﷺ ની પવિત્ર સીરત અને શિક્ષણ આપણને પ્રેમ, દયા, માફી, સદાચાર અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો માર્ગ બતાવે છે. આ પવિત્ર ઈદે મિલાદના મુબારક પ્રસંગે અલ્લાહ તઆલા સૌના જીવનમાં સુખ, શાંતિ, બરકત અને ખુશીઓ અતા ફરમાવે. આમીન યા રબ્બુલ આલમીન 🤲 ઈદે મિલાદુન્નબી ﷺ મુબારક શુભેચ્છક: ફારૂક સૈયદ ગરમાળા2
- કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત #કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત* કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.1
- લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક માન્યતા મુજબ ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. લીંબડી શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલે જુલૂસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના બાળકો સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જુલૂસ દરમિયાન સમગ્ર માર્ગ પર ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જુલૂસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદ-એ-મિલાદના આ પ્રસંગે સમાજમાં ભાઈચારો, શાંતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.1