અંબાજી સ્વચ્છ, સુંદર, પ્લાસ્ટિક મુક્ત અને પર્યાવરણમૈત્રી તીર્થધામ તરીકે વિકસે. અખબારી યાદી અંબાજી, તા. ૦૧/૦૮/૨૦૨૬ પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ યાત્રાધામ અંબાજી માટે મંદિર સંકુલના વેપારીઓ સાથે મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ યાત્રાધામ બનાવવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા વિવિધ તબક્કે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજે અંબાજી મંદિર સંકુલના શોપિંગ સેન્ટરના દુકાનદારો સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મંદિર ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે અંબાજી ખાતે વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. યાત્રાધામની સ્વચ્છતા જળવાઈ રહે તેમજ પર્યાવરણનું સંરક્ષણ થાય તે માટે પ્લાસ્ટિકના ઉપયોગને તબક્કાવાર બંધ કરી કમ્પોસ્ટેબલ (જૈવિક રીતે વિઘટન પામતી) બેગનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રસાદ, પૂજાપા તથા અન્ય સામગ્રી આપવા માટે વેપારીઓને કમ્પોસ્ટેબલ બેગનો જ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત દરેક દુકાનદારે પોતાની દુકાન ખાતે ડસ્ટબીન રાખવો ફરજિયાત રહેશે તેવી સૂચના આપવામાં આવી હતી, જેથી કચરો જાહેર સ્થળોએ ન ફેંકાય અને યાત્રાધામની સ્વચ્છતા જળવાઈ રહે. જ્યાં જરૂરિયાત જણાશે ત્યાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ ડસ્ટબીનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. બેઠકમાં વેપારીઓને યાત્રાળુઓને પણ સ્વચ્છતા અંગે જાગૃત કરવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તથા યાત્રાધામને સ્વચ્છ રાખવાના અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ પણ ટ્રસ્ટના આ અભિયાનને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં “પ્લાસ્ટિક ફ્રી અંબાજી” અને “સ્વચ્છ અંબાજી” અભિયાનને વધુ અસરકારક બનાવવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાનો તથા પર્યાવરણલક્ષી પહેલોને વધુ વેગ આપવામાં આવશે, જેથી યાત્રાધામ અંબાજી સ્વચ્છ, સુંદર, પ્લાસ્ટિક મુક્ત અને પર્યાવરણમૈત્રી તીર્થધામ તરીકે વિકસે. આ બેઠકમાં મંદિર ટ્રસ્ટના અધિકારીઓ, અંબાજી મંદિર સંકુલના વેપારીઓ તથા સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા પ્રસિદ્ધ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- સ્વ. અમરસિંહ ચૌધરીના જન્મદિને ખેડબ્રહ્મામાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન! 🩸 સ્વ. અમરસિંહ ચૌધરીના જન્મદિને ખેડબ્રહ્મામાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન! 🩸 આદિવાસી સમાજના ઉત્કર્ષ અને લોકસેવા માટે હંમેશા સમર્પિત રહેલા સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબના જન્મદિન નિમિત્તે ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આ કાર્યક્રમમાં ડૉ. તુષારભાઈ ચૌધરી અને શ્રી શૈલેષભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું! આવો, આપણે પણ આ સેવાકાર્યને બિરદાવીએ.1
- ભારે વરસાદ ની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો સમગ્ર ગુજરાત માં બાકાઝિકી બોલાવી1
- અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર મોડાસા: અરવલ્લી જિલ્લામાં શુક્રવાર મોડી રાત્રિથી શનિવાર વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે, જ્યારે હવામાન વિભાગની આગાહીના આધારે જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધનસુરા તાલુકામાં અંદાજે 4 ઇંચ નોંધાયો છે. સાઠંબામાં 2.5 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ, મોડાસામાં 2 ઇંચ અને બાયડમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ભિલોડામાં 20 મીમી અને માલપુરમાં 9 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળા, કોલેજ, આંગણવાડી કેન્દ્રો અને ITIમાં આજે રજા જાહેર કરી છે. સાથે જ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.4
- ગુજરાત માં 30 વર્ષ થી સેવા આપતી આરાધના સહકારી મંડળી.. કલી કુંડ ધોરકા બ્રાન્ચ. ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી સેવા આપી રહી છે આરાધના સહકારી મંડળી લિમિટેડ.. ઉંચા વ્યાજ દર નાં પ્રમાણ માં પેસા રોકાણ કરો.. હર ઘર આરાધના મંડળી બચત યોજના..1
- અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ.. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ..શહેરના ચાર રસ્તા, આઇકોનિક માલપુર રોડ અને મેઘરજ રોડ પર પાણી ભરાયા.દ્વારકાપુરી નજીક મેઘરાજ રોડ પાણીથી ભરાઈ ગયો..રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકોને અગવડતા.આજે અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.4
- દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity1
- સાબરકાંઠા -ઈડરની ડેભોલ નદીમાં કાર તણાઈ ભારે વરસાદને પગલે ડેભોલ નદીમાં ઘોડાપૂર... સાબરકાંઠા -ઈડરની ડેભોલ નદીમાં કાર તણાઈ ભારે વરસાદને પગલે ડેભોલ નદીમાં ઘોડાપૂર... ઈડરના શહેર વરચેથી પ્રસાર થઈ રહી છે ડેભોલ નદી... છેલ્લા એક કલાકથી વરસી રહ્યો છે મુશળધાર વરસાદ... મેઘો મહેરબાન થતા ડેભોલ નદી બની ગાંડીતૂર... ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી... માર્ગ અને મકાન વિભાગની કચેરીના કમ્પાઉન્ડ માં ભરાયા પાણી... ઈડર વલાસણા હાઇવે રોડ ઉપર ભરાયા છે વરસાદી પાણી... ઢીંચણસમા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી... હવામાન વિભાગ દ્વારા આપવામા આવી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી...1