logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પાટણ જિલ્લાના સાતલપુરમાં વિકાસના દાવાઓની વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં પાણીની ભયંકર અછત અને ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે, એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ સ્થાનિક આગેવાનોને ઘેરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

1 hr ago
user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
રાધનપુર, પાટણ, ગુજરાત•
1 hr ago

પાટણ જિલ્લાના સાતલપુરમાં વિકાસના દાવાઓની વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં પાણીની ભયંકર અછત અને ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે, એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ સ્થાનિક આગેવાનોને ઘેરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

More news from ગુજરાત and nearby areas
  • પાટણ જિલ્લાના સાતલપુરમાં વિકાસના દાવાઓની વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં પાણીની ભયંકર અછત અને ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે, એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ સ્થાનિક આગેવાનોને ઘેરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
    1
    પાટણ જિલ્લાના સાતલપુરમાં વિકાસના દાવાઓની વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં પાણીની ભયંકર અછત અને ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સ્થિતિ વચ્ચે, એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ સ્થાનિક આગેવાનોને ઘેરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    1 hr ago
  • વાવ થરાદ એલસીબી દ્વારા કાર્યવાહી કરતા ભાભર-દિયોદર હાઇવે રોડ પર મીઠા ગામની સીમમાંથી એક ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 3585 દારૂ અને બિયર બોટલો સહિત ₹19,35,749 ની કુલ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાવ થરાદ એલસીબીએ દારૂના આ જથ્થા સાથે બે ઈસમોને પણ ઝડપી પાડ્યા હતા.
    1
    વાવ થરાદ એલસીબી દ્વારા કાર્યવાહી કરતા ભાભર-દિયોદર હાઇવે રોડ પર મીઠા ગામની સીમમાંથી એક ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 3585 દારૂ અને બિયર બોટલો સહિત ₹19,35,749 ની કુલ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાવ થરાદ એલસીબીએ દારૂના આ જથ્થા સાથે બે ઈસમોને પણ ઝડપી પાડ્યા હતા.
    user_Journalist bharmal mali
    Journalist bharmal mali
    News Anchor ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • ભાભર દિયોદર રોડ પર મીઠા ગામ નજીકથી પસાર થતી એક કારમાંથી એલસીબી વાવ થરાદ પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ૩૫૮૫ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી, જેનો કુલ મુદ્દામાલ ₹૧૯.૨૫ લાખનો આંકવામાં આવ્યો છે. પોલીસે આ મામલે બે શખ્સો સામે ભાભર પોલીસ મથક ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    3
    ભાભર દિયોદર રોડ પર મીઠા ગામ નજીકથી પસાર થતી એક કારમાંથી એલસીબી વાવ થરાદ પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ૩૫૮૫ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી, જેનો કુલ મુદ્દામાલ ₹૧૯.૨૫ લાખનો આંકવામાં આવ્યો છે. પોલીસે આ મામલે બે શખ્સો સામે ભાભર પોલીસ મથક ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Vikrmsinh rathod
    Vikrmsinh rathod
    News Anchor ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં '૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' અભિયાન હેઠળ જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૭૫ વર્ષની વયે પણ ૧૪૦ કરોડ ભારતીયોના કલ્યાણ માટે સતત કાર્યરત છે, જેના પરિણામે ભારત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા કોરોના મહામારી દરમિયાન ૮૧ કરોડથી વધુ લોકોને મફત અનાજ પહોંચાડવા અને આયુષ્માન ભારત યોજના દ્વારા કરોડો પરિવારોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવા જેવા કાર્યોને સરકારની જનકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ઉત્તમ ઉદાહરણ ગણાવ્યા. મંત્રીશ્રીએ વીજળી, પાણી, આવાસ અને આર્થિક સશક્તિકરણના ક્ષેત્રે થયેલા ઐતિહાસિક પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો, જેમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ ગામડાઓમાં ૨૪ કલાક વીજળી, જલ જીવન મિશન હેઠળ પીવાનું પાણી, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરોડો પરિવારોને ઘર, અને જનધન યોજના દ્વારા ૫૬ કરોડથી વધુ બેંક ખાતાં ખોલીને નાણાકીય સમાવેશને વેગ આપવાનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આશરે ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કાર્ય શક્ય બન્યું છે. રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે, જે માત્ર આર્થિક વિકાસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવી રાખીને સર્વાંગી વિકાસ હાંસલ કરવાનો છે. તેમણે “એક પેડ માંના નામે” જેવા અભિયાનો દ્વારા પર્યાવરણ જાગૃતિ અને પારિવારિક સંબંધો મજબૂત કરવાની વાત કરી. મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત, જનધન, જલ જીવન મિશન અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓએ કરોડો લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યું હોવાનું જણાવ્યું અને નાગરિકોને સ્વચ્છતા, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ જેવા જનઆંદોલનોમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી. રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકે જણાવ્યું કે, ગુજરાત અને દેશના લોકો છેલ્લા પચ્ચીસ વર્ષથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી નેતૃત્વના સાક્ષી રહ્યા છે. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી શરૂ થયેલી વિકાસયાત્રાએ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના પાણી, માર્ગ, કૃષિ અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. તેમણે વડાપ્રધાનશ્રીની કાર્યશૈલીની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ લોકોની જરૂરિયાતોને સમજીને યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, અગ્રણી શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. જે. દવે, વિવિધ વિભાગોના અધિકારીઓ અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    4
    બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં '૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' અભિયાન હેઠળ જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૭૫ વર્ષની વયે પણ ૧૪૦ કરોડ ભારતીયોના કલ્યાણ માટે સતત કાર્યરત છે, જેના પરિણામે ભારત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા કોરોના મહામારી દરમિયાન ૮૧ કરોડથી વધુ લોકોને મફત અનાજ પહોંચાડવા અને આયુષ્માન ભારત યોજના દ્વારા કરોડો પરિવારોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવા જેવા કાર્યોને સરકારની જનકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ઉત્તમ ઉદાહરણ ગણાવ્યા. મંત્રીશ્રીએ વીજળી, પાણી, આવાસ અને આર્થિક સશક્તિકરણના ક્ષેત્રે થયેલા ઐતિહાસિક પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો, જેમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ ગામડાઓમાં ૨૪ કલાક વીજળી, જલ જીવન મિશન હેઠળ પીવાનું પાણી, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરોડો પરિવારોને ઘર, અને જનધન યોજના દ્વારા ૫૬ કરોડથી વધુ બેંક ખાતાં ખોલીને નાણાકીય સમાવેશને વેગ આપવાનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આશરે ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કાર્ય શક્ય બન્યું છે.

રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે, જે માત્ર આર્થિક વિકાસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવી રાખીને સર્વાંગી વિકાસ હાંસલ કરવાનો છે. તેમણે “એક પેડ માંના નામે” જેવા અભિયાનો દ્વારા પર્યાવરણ જાગૃતિ અને પારિવારિક સંબંધો મજબૂત કરવાની વાત કરી. મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત, જનધન, જલ જીવન મિશન અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓએ કરોડો લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યું હોવાનું જણાવ્યું અને નાગરિકોને સ્વચ્છતા, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ જેવા જનઆંદોલનોમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી.

રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકે જણાવ્યું કે, ગુજરાત અને દેશના લોકો છેલ્લા પચ્ચીસ વર્ષથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી નેતૃત્વના સાક્ષી રહ્યા છે. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી શરૂ થયેલી વિકાસયાત્રાએ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના પાણી, માર્ગ, કૃષિ અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. તેમણે વડાપ્રધાનશ્રીની કાર્યશૈલીની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ લોકોની જરૂરિયાતોને સમજીને યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, અગ્રણી શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. જે. દવે, વિવિધ વિભાગોના અધિકારીઓ અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_Gangaram thakor
    Gangaram thakor
    Deodar, Banas Kantha•
    3 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાના અપહરણની ઘટના સામે આવી છે. ઓગડના મોટા જામપુરા ગામેથી 16 વર્ષની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ થરા પોલીસ મથકે નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોટા જામપુરા ગામની 16 વર્ષની સગીરાને નરેશ બલાજી ઠાકોર નામના યુવકે લલચાવી-ફોસલાવીને અપહરણ કર્યું હોવાનો આરોપ છે. સગીરાની માતાએ આ અંગે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે, થરા પોલીસે આરોપી નરેશ બલાજી ઠાકોર વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સગીરાના પરિવારજનોએ પોલીસ સમક્ષ તેમની પુત્રીને વહેલી તકે શોધીને પરત લાવવાની માંગ કરી છે. પોલીસે આરોપી અને સગીરાને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. હાલ આરોપી ફરાર છે અને પોલીસ તેને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.
    1
    બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાના અપહરણની ઘટના સામે આવી છે. ઓગડના મોટા જામપુરા ગામેથી 16 વર્ષની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ થરા પોલીસ મથકે નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોટા જામપુરા ગામની 16 વર્ષની સગીરાને નરેશ બલાજી ઠાકોર નામના યુવકે લલચાવી-ફોસલાવીને અપહરણ કર્યું હોવાનો આરોપ છે. સગીરાની માતાએ આ અંગે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે, થરા પોલીસે આરોપી નરેશ બલાજી ઠાકોર વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સગીરાના પરિવારજનોએ પોલીસ સમક્ષ તેમની પુત્રીને વહેલી તકે શોધીને પરત લાવવાની માંગ કરી છે.

પોલીસે આરોપી અને સગીરાને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. હાલ આરોપી ફરાર છે અને પોલીસ તેને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • એલ.સી.બી. વાવ-થરાદના પોલીસ સ્ટાફે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગારના કેસો શોધવા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ભાભરથી દિયોદર તરફ જતા રોડ પર આવેલા મીઠા ગામની સીમમાંથી એક ફોર્ચ્યુનર ગાડી (રજી.નંબર: GJ01KR3310)માંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગર ફેરાફેરી થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ૩૫૮૫ નંગ દારૂ/બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૯,૨૫,૭૪૯/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે બે મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/- અને ફોર્ચ્યુનર ગાડી જેની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/- હતી તે પણ જપ્ત કરી હતી. આમ, કુલ રૂ. ૧૯,૩૫,૭૪૯/- ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ તેમજ સ્વીફ્ટ ગાડી વડે પાયલોટિંગ કરીને હાજર ન મળેલ અન્ય એક ઈસમ વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની ઓળખ જોરસિંહ ગુમાનસિંહ વાઘેલા (ઉ.વ. ૩૫, રહે. રાવળવાસ, દાંતીવાડા તા. દાંતીવાડા જી. બનાસકાંઠા) અને રોહીતસિંહ માનભા રાઠોડ (ઉ.વ. ૧૯, રહે. ભાભર જુના, ધનાબાનો માઢ તા. ભાભર જી. વાવ-થરાદ) તરીકે થઈ છે.
    4
    એલ.સી.બી. વાવ-થરાદના પોલીસ સ્ટાફે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગારના કેસો શોધવા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ભાભરથી દિયોદર તરફ જતા રોડ પર આવેલા મીઠા ગામની સીમમાંથી એક ફોર્ચ્યુનર ગાડી (રજી.નંબર: GJ01KR3310)માંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગર ફેરાફેરી થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ૩૫૮૫ નંગ દારૂ/બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૯,૨૫,૭૪૯/- આંકવામાં આવી છે.

આ ઉપરાંત, પોલીસે બે મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/- અને ફોર્ચ્યુનર ગાડી જેની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/- હતી તે પણ જપ્ત કરી હતી. આમ, કુલ રૂ. ૧૯,૩૫,૭૪૯/- ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ તેમજ સ્વીફ્ટ ગાડી વડે પાયલોટિંગ કરીને હાજર ન મળેલ અન્ય એક ઈસમ વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપીઓની ઓળખ જોરસિંહ ગુમાનસિંહ વાઘેલા (ઉ.વ. ૩૫, રહે. રાવળવાસ, દાંતીવાડા તા. દાંતીવાડા જી. બનાસકાંઠા) અને રોહીતસિંહ માનભા રાઠોડ (ઉ.વ. ૧૯, રહે. ભાભર જુના, ધનાબાનો માઢ તા. ભાભર જી. વાવ-થરાદ) તરીકે થઈ છે.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામની પ્રાથમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવાનો અને લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તે અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી, ભાજપના તાલુકા મહામંત્રી બેચરભાઈ ઠાકોર, ગામના સરપંચ, તલાટી તેમજ શિક્ષણગણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વિવિધ આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    1
    રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામની પ્રાથમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવાનો અને લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તે અંગે માર્ગદર્શન આપવાનો હતો.

આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી, ભાજપના તાલુકા મહામંત્રી બેચરભાઈ ઠાકોર, ગામના સરપંચ, તલાટી તેમજ શિક્ષણગણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી હતી.

આ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વિવિધ આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    5 hrs ago
  • ભાભરના લાટી બજારમાં જવાના મુખ્ય માર્ગ પર ગટરનું કામકાજ છેલ્લા ઘણા સમયથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ ગોકુળગતિએ ચાલતી કામગીરીના કારણે આજે એક વાહન રસ્તામાં ફસાઈ ગયું હતું, જેને લીધે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુખ્ય માર્ગ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાપનના અભાવે વાહન ફસાઈ જવાની ઘટના ઉપરાંત અકસ્માતનો ભય પણ સતત સેવાઈ રહ્યો છે. નગરપાલિકાની આ કામગીરી પ્રત્યે સ્થાનિક લોકોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે ગટરનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને માર્ગને વહેલી તકે વાહનવ્યવહાર માટે ફરીથી સુલભ બનાવવામાં આવે. આ સમગ્ર સ્થિતિ ભાભર નગરપાલિકાની બેદરકારી કે ગોકુળગતિએ ચાલતી કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. સ્થાનિકો ભારપૂર્વક કહે છે કે વિકાસના કામો જરૂરી છે, પરંતુ લોકોની સુવિધા અને સલામતીનું પણ એટલું જ ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે.
    3
    ભાભરના લાટી બજારમાં જવાના મુખ્ય માર્ગ પર ગટરનું કામકાજ છેલ્લા ઘણા સમયથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ ગોકુળગતિએ ચાલતી કામગીરીના કારણે આજે એક વાહન રસ્તામાં ફસાઈ ગયું હતું, જેને લીધે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મુખ્ય માર્ગ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાપનના અભાવે વાહન ફસાઈ જવાની ઘટના ઉપરાંત અકસ્માતનો ભય પણ સતત સેવાઈ રહ્યો છે. નગરપાલિકાની આ કામગીરી પ્રત્યે સ્થાનિક લોકોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે ગટરનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને માર્ગને વહેલી તકે વાહનવ્યવહાર માટે ફરીથી સુલભ બનાવવામાં આવે.

આ સમગ્ર સ્થિતિ ભાભર નગરપાલિકાની બેદરકારી કે ગોકુળગતિએ ચાલતી કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. સ્થાનિકો ભારપૂર્વક કહે છે કે વિકાસના કામો જરૂરી છે, પરંતુ લોકોની સુવિધા અને સલામતીનું પણ એટલું જ ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે.
    user_Pravin Thakor
    Pravin Thakor
    Photographer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.