Shuru
Apke Nagar Ki App…
સાયલામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદારોને રીઝવવા માટે નવા નવા પ્રયોગો કરી ગલી ગલી પ્રસાર માધ્યમો દ્વારા પ્રચાર કરીને જાગૃત કરવા માટે વિવિધ પક્ષો દ્વારા નાના મોટા વાહનો પર ડીજે ના તાલે પ્રચાર કરીને જાગૃત કરવા લાગ્યા છે મોતીલાલ સોલંકી સાયલા
Motilal Solanki
સાયલામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદારોને રીઝવવા માટે નવા નવા પ્રયોગો કરી ગલી ગલી પ્રસાર માધ્યમો દ્વારા પ્રચાર કરીને જાગૃત કરવા માટે વિવિધ પક્ષો દ્વારા નાના મોટા વાહનો પર ડીજે ના તાલે પ્રચાર કરીને જાગૃત કરવા લાગ્યા છે મોતીલાલ સોલંકી સાયલા
More news from ગુજરાત and nearby areas
- Post by Motilal Solanki1
- સરકાર ને અપીલ કે આ કામ જલ્દી થી જલ્દી પુણૅ કરે જય માતાજી 🙏1
- અમદાવાદમાં નારોલ વિસ્તાર ના કોજી હોટલ ની સામે ઉભા રહેલા ટ્રાફિક પોલીસ વાળા ગાડીઓ રોકીને નેં પૈસા ઉઘરાવી રહ્યા છે #ahemdabad #narol #police #video1
- રાજકોટ મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સંવેદનશીલ બુથમાં થયો વધારો 1014માંથી મનપામાં 283 સંવેદનશીલ અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથક ઓનલાઈન લોકેટર બુથ એપ્લિકેશન કરાઈ લોન્ચ એપમાં મતદાન મથકનું લોકેશન અને પરિવારના મતદારો વિશેની માહિતી ઉપલબ્ધ ગરમીને લઈને તમામ મતદાન મથકોમાં છાંયડા, પાણી સહિતની વ્યવસ્થા કરાઈ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બોટાદ. બોટાદમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની યોજાઈ જાહેર સભા.. મુખ્યમંત્રીએ પોતાનું પ્રવચન કરવા જતા માઈક બંધ થતાં મુખ્યમંત્રી થોડીવાર માટે ઉભા રહ્યાં પરંતુ માઈક શરૂ ન થતાં બીજા માઈક પર જવુ પડયું.. મુખ્યમંત્રીએ બોટાદ ની સમસ્યાઓની રજૂઆત ને લઈ કરી વાત.. બોટાદમાં રીંગ રોડ. મેડિકલ કોલેજ અને સીવિલ હોસ્પિટલ ની આગેવાનોએ કરી હતી રજુઆત.. બોટાદમાં રીંગ રોડ, મેડિકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલ ની કામગીર ઝડપ થી થશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યુ.. સભામાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા સહિત આગેવાનોએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો.. આ સભામાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયા,મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સહિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા..1
- ધ્રાંગધ્રામાં મા વાઘેશ્વરી મંદિરનો 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો | નવચંડી હવન અને છપ્પન ભોગનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ધ્રાંગધ્રા શહેરની ખારી શેરીમાં સ્થિત સોની સમાજના આરાધ્ય દેવી મા વાઘેશ્વરીના પૌરાણિક મંદિરનો 21મો પાટોત્સવ ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવાયો હતો. સોની સમાજ ધ્રાંગધ્રા દ્વારા સંચાલિત આ મંદિરના પાટોત્સવનું આયોજન પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈની માર્ગદર્શન હેઠળ તેમજ વર્તમાન પ્રમુખ શ્રી દિલીપભાઈ, ટ્રસ્ટી મંડળ, સમાજના વડિલો અને યુવા મિત્રો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવચંડી હવન તેમજ માતાજીને 56 પ્રકારના છપ્પન ભોગ (અન્નકૂટ)નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી તેમજ પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ. કે. જાડેજા, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ મંદિરનું વિશેષ મહત્વ એ છે કે અહીં લગભગ 104 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત રહી છે, જે ભક્તોમાં વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ પવિત્ર અવસરે સમાજના તમામ સભ્યો પરિવાર સાથે જોડાયા હતા, તેમજ બહારગામથી આવેલા સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમાજ વાડી ખાતે સર્વે ભક્તજનો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદીનો લાભ લઈ આ પવિત્ર પ્રસંગનો આનંદ માણ્યો હતો. બાઈટ બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા1
- ધ્રાંગધ્રા શહેરમાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને પગલે રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. ચૂંટણીના પડઘમ શાંત થવા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે જોરશોરથી પ્રયાસો કરી રહ્યા છે. તે જ ક્રમમાં ધ્રાંગધ્રા શહેર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા પરિવર્તન રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ગીતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર કોંગ્રેસના ઝંડા અને બેનરો સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારો, આગેવાનો અને કાર્યકરો જોડાતા રેલી એક શક્તિ પ્રદર્શન રૂપ બની હતી. આ પ્રસંગે ગીતાબેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં શહેરમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત્ છે. નાગરિકોને પાણી, રસ્તા, સફાઈ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના શાસનમાં વિકાસના દાવા માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે. આગળ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે શહેરમાં ભય અને ગુંડાગીરીનું વાતાવરણ ઉભું થયું છે, જેના કારણે સામાન્ય નાગરિકો પોતાને અસુરક્ષિત અનુભવે છે. તેમણે મતદારોને અપીલ કરી હતી કે આ સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે પરિવર્તન જરૂરી છે અને કોંગ્રેસના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા વિનંતી કરી હતી. રેલી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોએ પણ મતદારો સાથે સીધી વાતચીત કરી પોતાની યોજનાઓ અને વિકાસના વચનો રજૂ કર્યા હતા. કાર્યકરો દ્વારા “પરિવર્તન લાવો” જેવા નારા લગાવી શહેરમાં રાજકીય ઉત્સાહનો માહોલ ઉભો કર્યો હતો. આ પરિવર્તન રેલીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાતા સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.1
- ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના બોટાદ જિલ્લાના પ્રવાસની ભવ્ય શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ દાદાના દરબારમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરી ધજા અર્પણ કરી હતી અને રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી દાદાના આશીર્વાદ લીધા બાદ મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત **'પ્રબુદ્ધ નાગરિક સંમેલન'**માં હાજરી આપી હતી. આ અવસરે તેમણે જિલ્લાના બૌદ્ધિકો અને પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને ભાવિ વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ, તેમણે બોટાદ જિલ્લાની અગ્રણી સંસ્થાઓના આગેવાનો તથા પૂજ્ય સંતો સાથે ગોષ્ઠી કરી સામાજિક અને પ્રાદેશિક ઉત્થાન માટે વિચાર-વિમર્શ કર્યો હતો આ કાર્યક્રમમાં સંતો-મહંતોની ગરિમામય હાજરી જોવા મળી હતી. જેમાં: સ્વામીશ્રી ડૉ. સંતવલ્લભદાસજી (ચેરમેન, વડતાલ મંદિર), હરિજીવનદાસજી સ્વામી(ચેરમેન, ગઢપુર મંદિર),કોઠારીશ્રી વિવેકસાગરદાસજી (સાળંગપુર હનુમાનજી મંદિર),શ્રી શુકદેવ સ્વામી (ગોકુળધામ, નાર)કુંડળ-બોટાદના વગેરે સંતો ઉપસ્થિત રહી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પુષ્પહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને રાજ્યના વિકાસ માટે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1