કાલોલના સણસોલીમાં ડીજે રસ્તા ઉપર થી ખસેડવાની અદાવતમાં હુમલો અને પથ્થરમારો: ચાર સામે ફરિયાદ પંચમહાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે રસ્તા પર વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક યુવક પર લાકડી વડે હુમલો કર્યા બાદ મોડી સાંજે તેના ઘરે જઈ પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.ફરિયાદી મનોજકુમાર સોમસિંહ રાઠોડ, જેઓ ખેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે, તેમણે પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ આ વિવાદ સવારના સમયે શરૂ થયો હતો. મનોજકુમાર પોતાની બીમાર પુત્રીને જોવા કંપનીથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે નારણપુરા નર્મદા કેનાલ પાસે અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ અને અન્ય શખ્સોએ રસ્તામાં ડી.જે. અને ઇકો ગાડી ઉભી રાખી રસ્તો રોક્યો હતો. મનોજકુમારે રસ્તો આપવા વિનંતી કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને "તું મોટો દાદો થઈ ગયો છે?" તેમ કહી ડી.જે. માંથી લાકડી કાઢી મનોજકુમારના કપાળે મારી દીધી હતી. જે બાદ સવારના ઝઘડાની અદાવત રાખીને તે જ દિવસે સાંજે આશરે સાત વાગ્યાના સુમારે આરોપીઓ પથ્થરો અને લાકડીઓ સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. કાલોલ પોલીસ ની 112 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ફરિયાદ મુજબ અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ,ભુપેનસિંહ દલપતસિંહ રાઠોડ,દલપતસિંહ અંદરસિંહ રાઠોડ,ભાવીકસિંહ સંજયસિંહ રાઠોડ નાઓએ હુમલો કર્યો હતો.આ આરોપીઓએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કરી ગાળાગાળી કરી હતી અને "આજે તને જીવતો નહીં છોડીએ" તેવી ધમકીઓ આપી હતી. જ્યારે ફળિયાના લોકો વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમને પણ ધમકાવ્યા હતા અને મનોજકુમારને ફરી ક્યારેક રસ્તામાં એકલો મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.મનોજકુમારે કાલોલ સરકારી દવાખાનામાં સારવાર લીધા બાદ પોતાના મિત્રો સાથે પોલીસ મથકે પહોંચી આ ચાર શખ્સો તેમજ અન્ય અજાણ્યા પાંચ થી છ માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- ગુજરાતના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા તે ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ, જેમાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.2
- તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવે માંજલપુરમાં ભવ્ય સ્વાગત રેલી, કોંગ્રેસ ઉમેદવારનો ઉમંગભર્યો પ્રદર્શન! તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવે માંજલપુરમાં ભવ્ય સ્વાગત રેલી, કોંગ્રેસ ઉમેદવારનો ઉમંગભર્યો પ્રદર્શન! જગદ્દગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૯ મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરના માંજલપુર સ્થિત સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે કોંગ્રેસ ઉમેદવાર દ્વારા ભાવે રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જયઘોષ અને ભક્તિભાવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ આયોજનથી વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.1
- પાદરા-જંબુસર રોડ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.1
- વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેડમ ખાતે ખુલ્લેઆમ છુટ્ટાહાથની મારામારી થઈ. આ ઘટનાના દ્રશ્યો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.1
- આ પોસ્ટ રોકાણ માટે ગેરેન્ટેડ રિટર્ન અને મોટા વળતર વચ્ચેના વિકલ્પો સમજાવે છે. ભવિષ્યમાં પસ્તાવો ન થાય તે માટે સમજદારીપૂર્વક રોકાણ કરવાની સલાહ અપાઈ છે. તમારા નાણાકીય ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.1
- બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઉત્તેજના ગુજરાત સહિત દેશભરમાં જોવા મળી રહી છે. બંગાળમાં મળેલી જીતનો ઉત્સાહ ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ અનુભવાઈ રહ્યો છે, જે દેશવ્યાપી માહોલ દર્શાવે છે.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તરત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.1
- લાલબાગ બ્રિજ પાસેના રોયલ મેળામાં બાઉન્સરો અને જનતા વચ્ચે અથડામણ, આયોજકોનો મોટો ખુલાસો લાલબાગ બ્રિજ પાસેના રોયલ મેળામાં બાઉન્સરો અને જનતા વચ્ચે અથડામણ, આયોજકોનો મોટો ખુલાસો વડોદરાના લાલબાગ બ્રિજ પાસે યોજાયેલા “રોયલ મેળા”માં ભારે હોબાળો સર્જાયો હતો. મેળામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને યુવાનો ઉમટી પડ્યા હતા ત્યારે અચાનક બાઉન્સરો અને કેટલાક મુલાકાતીઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ, મેળાના આયોજકો અને સિક્યુરિટીમાં ફરજ બજાવતી મહિલાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે અંદાજે ૨૦ થી ૨૫ લોકો દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ દરમિયાન મહિલા સિક્યુરિટી સાથે જપાજપી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થળ પર હાજર બાઉન્સરો મહિલાને બચાવવા અને મામલો શાંત પાડવા વચ્ચે પડ્યા હતા. જોકે ટોળામાં સામેલ કેટલાક લોકોએ બાઉન્સરો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બાઉન્સરો દ્વારા પોતાના બચાવમાં સામે હાથાપાઈ કરવામાં આવી હતી. ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થયા બાદ આજે રોયલ મેળાના આયોજકો દ્વારા સત્તાવાર રીતે સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.1
- બાજવા ગામ પંચાયત ના સામાન્ય સભા માં સદસ્યો તથા તલાટી ક્રમ મંત્રી ની રજુવાત ના આધારે જે કામ ના થવા જોઈ તેવા કામ ચાલુ થતા પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિ ઓનો વિરોધ.1