Shuru
Apke Nagar Ki App…
Mahesh Damor
More news from Gujarat and nearby areas
- દાહોદ કલેકટર કચેરી ખાતે રાજ્ય ચૂંટણી કમિશનરના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ આજે તારીખ 23/04/2026 ગુરુવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ કલેકટર કચેરી ખાતે રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ચૂંટણી આયોજન તેમજ જિલ્લા વાઈઝ ચૂંટણી પ્રક્રિયાની રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા મતદાન મથકોએ મતદારો માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા જેવી કે, હિટવેવને ધ્યાને રાખીને ખાસ કરીને પીવાના પાણી, છાંયડા માટે શેડ, ઇમરજન્સી પરિસ્થિતિ માટે મેડિકલ ટીમ સહિત અન્ય જરૂરી વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ નિમિતે ભૌતિક ચકાસણી, ચૂંટણી લક્ષી તાલીમો, મતદાન કેન્દ્રો, આચાર સંહિતાની અમલવારી તેમજ સ્ટ્રોંગ રૂમ, રિસીવિંગ, કાઉન્ટિંગ અને ડીસ્પેચિંગ સેન્ટર, મત ગણતરી કેન્દ્રો નક્કી કરવા જેવી અગત્યની બાબતો અંગે સમીક્ષા કરી જિલ્લા વાઈઝ કામગીરી સમીક્ષા કરી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હેતલબેન વસૈયા, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ તેમજ તમામ આર. ઓ. અને એ. આર. ઓ. ઉપસ્થિત રહ્યા હતા. 0001
- ડોલરિયા ગામે આમ આદમી પાર્ટીની ભવ્ય જનસભામાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા AAP એ શક્તિ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં રાજકીય ચર્ચા જગાવી છે. આ ન્યૂઝની યુટ્યુબ લિંક કોમેન્ટ બોક્સમાં છે.1
- Post by TEAM JAGRUT1
- Bodeli nagar palika election vord no. 61
- બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલા યુવરાજસિંહ જાડેજાએ ભાજપા ઉપર કર્યા આકરા પ્રહાર1
- મહીસાગર જિલ્લાના મારા વહાલા ખેડૂત ભાઈઓ-બહેનો, ભાજપ સરકાર હંમેશા તમારી પડખે રહી છે. જ્યારે પણ કુદરતી આફત આવી છે ત્યારે સરકારે કરોડથી વધુની માતબર રકમની સહાય આપીને ખેડૂતોના આંસુ લૂછવાનું કામ કર્યું છે. ખેતીમાં આધુનિકીકરણ લાવવા માટે ટ્રેક્ટર સબસિડી અને પાઈપલાઈન યોજનાનો લાભ પણ આપણા જિલ્લાના હજારો ખેડૂતો લઈ રહ્યા છે. વિકાસના આ કાર્યોને ચાલુ રાખવા માટે આગામી ૨26મી એ આપનો પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આપી, વિજયી બનાવવા અપીલ કરું છું.1
- કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું આજે તારીખ 23/04/2026 ગુરુવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકામાં મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો કોલિયારી–ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દેવગઢ બારીયા તાલુકા વહીવટી તંત્ર અને શિક્ષણ શાખાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામ સ્તરે મતદાન અંગે જાગૃતિ ફેલાવી વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવાનો હતો.1
- બોડેલી : બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલા યુવરાજસિંહ જાડેજાએ ભાજપા ઉપર આકરા પ્રહારો કરી જનતા હવે પરિવર્તન ઇચ્છથી રહી છે અને ચોક્કસ પરિવર્તન આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈ છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકા ની સૌપ્રથમ યોજાનાર ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતા યુવરાજસિંહ જાડેજા આજે બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટી દ્વારા એનકેન પ્રકારે તેઓના ઉમેદવાર સામે ઉમેદવારી કરનાર ઉમેદવારોને બેસાડી દેવાની જે નીતિ અપનાવી છે એનાથી લોકશાહીનો હનન થઈ રહ્યું હોવાનું કહેતા તેઓએ જનતા હવે તેમની નીતિ રીતે ને સારી રીતે સમજી ગઈ છે અને હવે જનતા પરિવર્તન ઇચ્છથી રહી છે તેમ કહી તેઓએ બોડેલી નગરપાલિકા હોય કે પછી છોટાઉદેપુર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતો ની ચૂંટણીમાં આ વખતે ચોક્કસ પરિવર્તન આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમાચારો અને જાહેરાત માટે સંપર્ક +91 636 538 95971
- હાલોલ-વડોદરા રોડ પર ખંડીવાળા નજીક, સરણેજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તા.22 એપ્રિલ બુધવારના રોજ કેનાલમાં એક મહિલા અને એક પુરુષના મૃતદેહો એકબીજા સાથે ખેસ અને ઓઢણીથી બંધાયેલા હાલતમાં તરતા જોવા મળતા સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી.માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલોલ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે ભારે જેહમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ, બંનેએ એકબીજા સાથે બંધાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ બંને મૃતકોની ઓળખ થઇ શકી નથી. તેઓ કોણ છે અને ક્યાંના છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસે ઓળખ સ્થાપિત કરવા અને બનાવના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. આ બનાવને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે1