હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી બંધાયેલા હાલતમાં મહિલા અને પુરુષના મૃતદેહો મળી આવ્યા આત્મહત્યાની શંકા પોલીસે તપાસ હાથ ધરી હાલોલ-વડોદરા રોડ પર ખંડીવાળા નજીક, સરણેજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તા.22 એપ્રિલ બુધવારના રોજ કેનાલમાં એક મહિલા અને એક પુરુષના મૃતદેહો એકબીજા સાથે ખેસ અને ઓઢણીથી બંધાયેલા હાલતમાં તરતા જોવા મળતા સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી.માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલોલ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે ભારે જેહમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ, બંનેએ એકબીજા સાથે બંધાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ બંને મૃતકોની ઓળખ થઇ શકી નથી. તેઓ કોણ છે અને ક્યાંના છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસે ઓળખ સ્થાપિત કરવા અને બનાવના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. આ બનાવને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે

- હાલોલ-વડોદરા રોડ પર ખંડીવાળા નજીક, સરણેજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તા.22 એપ્રિલ બુધવારના રોજ કેનાલમાં એક મહિલા અને એક પુરુષના મૃતદેહો એકબીજા સાથે ખેસ અને ઓઢણીથી બંધાયેલા હાલતમાં તરતા જોવા મળતા સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી.માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલોલ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે ભારે જેહમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ, બંનેએ એકબીજા સાથે બંધાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ બંને મૃતકોની ઓળખ થઇ શકી નથી. તેઓ કોણ છે અને ક્યાંના છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસે ઓળખ સ્થાપિત કરવા અને બનાવના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. આ બનાવને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે1
- ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું માર્ચ 2025 નું ઉચ્ચ પરિણામ.... વિદ્યાર્થીનું ઉચ્ચ પરિણામ એ જ અમારો દ્રષ્ટિકોણ છે.... અમારા આજ હેતુથી હાલોલ થી દર વર્ષે 40 થી 50 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં એડમિશન લઈ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરે જ છે.... તો એકવાર અવશ્ય મુલાકાત લઈને..... યોગ્ય માહિતી પ્રાપ્ત કરી એડમિશન મેળવો... 📱 82000 08264 📱 87583 54112 🏫 શ્રી નારાયણ વિદ્યાલય 📍 કારેલી બાગ હરણી રોડ વડોદરા1
- બોડેલી નગરપાલિકા ચૂંટણી : વોર્ડ 6 માં ભાજપનો ઘરે ઘરે પ્રચાર, જીતનો વિશ્વાસ વ્યક્ત1
- Post by Yunis mahammad C Parmar1
- Bodeli nagar palika election vord no. 61
- વડોદરા બ્રેકિંગ ચૂંટણીના પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવાર અને કાર્યકરોનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ વોર્ડ-19 માં જનતાએ ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે ઉમેદવારનો ઘેરાવો કર્યો. પાયાની સુવિધાઓ અને વણઉકલ્યા પ્રશ્નોને લઈને સ્થાનિક રહીશોમાં જોવા મળ્યો ભારે આક્રોશ. ભાજપના ઉમેદવાર જ્યારે પ્રચાર માટે વિસ્તારમાં પહોંચ્યા ત્યારે મહિલાઓ અને યુવાનોએ તેમને અટકાવી ચલાવ્યો સવાલોનો મારો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે, બાકીના સમયે સમસ્યાઓ સાંભળવા કોઈ નથી આવતું. વોર્ડ 19ના મતદારો હવે વિકાસના કામોના અભાવે ઉમેદવારો પાસે હવે સીધો માંગી રહ્યા છે હિસાબ1
- બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલા યુવરાજસિંહ જાડેજાએ ભાજપા ઉપર કર્યા આકરા પ્રહાર1
- ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી1