logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત શહેરની રાંદેર પોલીસે એક નોંધપાત્ર કામગીરી કરીને છેલ્લા 31 વર્ષથી ફરાર આરોપી શ્રીચંદ રામદયાલ શાહને ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ સફળતા “ઓપરેશન કારાવાસ” અંતર્ગત મળી છે. આરોપી વર્ષ 1985ના નોકર ચોરીના ગુનામાં નાસતો ફરતો હતો અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. આ સમગ્ર કામગીરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ, એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર-2 શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝોન-5 શ્રી લબધીરસિંહ ઝાલા તથા એસીપી "ડી" ડિવિઝન શ્રી મિલન મોતીની સૂચના અનુસાર કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર ટી.બી. પંડ્યા, પી.આઈ. યુ.બી. જોગરાણા અને પી.એસ.આઈ. બી.જે. વસાવા સહિતની ટીમે મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડી કોર્ટના વોરંટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. રાંદેર પોલીસની આ પ્રશંસનીય અને સફળ કામગીરી બદલ સુરત શહેર પોલીસ ટીમની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

5 hrs ago
user_Bullet 26 Gujarat News
Bullet 26 Gujarat News
Press advisory અડાજણ, સુરત, ગુજરાત•
5 hrs ago

સુરત શહેરની રાંદેર પોલીસે એક નોંધપાત્ર કામગીરી કરીને છેલ્લા 31 વર્ષથી ફરાર આરોપી શ્રીચંદ રામદયાલ શાહને ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ સફળતા “ઓપરેશન કારાવાસ” અંતર્ગત મળી છે. આરોપી વર્ષ 1985ના નોકર ચોરીના ગુનામાં નાસતો ફરતો હતો અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. આ સમગ્ર કામગીરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ, એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર-2 શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝોન-5 શ્રી લબધીરસિંહ ઝાલા તથા એસીપી "ડી" ડિવિઝન શ્રી મિલન મોતીની સૂચના અનુસાર કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર ટી.બી. પંડ્યા, પી.આઈ. યુ.બી. જોગરાણા અને પી.એસ.આઈ. બી.જે. વસાવા સહિતની ટીમે મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડી કોર્ટના વોરંટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. રાંદેર પોલીસની આ પ્રશંસનીય અને સફળ કામગીરી બદલ સુરત શહેર પોલીસ ટીમની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં એક નશામાં ધૂત ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક ચલાવી એક ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. ડીંડોલી ભેસ્તાન કેનાલ પાસેથી મંગલમૂર્તિ સોસાયટી પાસે બનેલી આ ઘટનામાં રિક્ષામાં સવાર લોકોને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આસપાસના લોકોએ તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. માહિતી મળતાં ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોએ ટ્રક ચાલકને પોલીસના હવાલે કર્યો હતો. ડીંડોલી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં એક નશામાં ધૂત ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક ચલાવી એક ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. ડીંડોલી ભેસ્તાન કેનાલ પાસેથી મંગલમૂર્તિ સોસાયટી પાસે બનેલી આ ઘટનામાં રિક્ષામાં સવાર લોકોને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આસપાસના લોકોએ તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. માહિતી મળતાં ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોએ ટ્રક ચાલકને પોલીસના હવાલે કર્યો હતો. ડીંડોલી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Press advisory અડાજણ, સુરત, ગુજરાત•
    8 min ago
  • સુરત ખાતે રેલવે ગોડાઉન ઉપર બની રહેલા બ્રિજનો એક ગર્ડર નમી પડ્યો હતો. બે પિલરની વચ્ચે આવેલો આખો ભાગ નીચે નમી ગયો હતો, જેના કારણે તેને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યો. જોકે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હોવાનું જણાવાયું છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે ડિઝાઇન બદલવાની હોવાથી આ ગર્ડરને ઉતારી લેવામાં આવ્યો હતો.
    1
    સુરત ખાતે રેલવે ગોડાઉન ઉપર બની રહેલા બ્રિજનો એક ગર્ડર નમી પડ્યો હતો. બે પિલરની વચ્ચે આવેલો આખો ભાગ નીચે નમી ગયો હતો, જેના કારણે તેને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યો. જોકે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હોવાનું જણાવાયું છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે ડિઝાઇન બદલવાની હોવાથી આ ગર્ડરને ઉતારી લેવામાં આવ્યો હતો.
    user_NEWS 74 INDIA
    NEWS 74 INDIA
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત શહેરમાં આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને નીકળનારા તાજિયા જુલુસ સંદર્ભે લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    1
    સુરત શહેરમાં આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને નીકળનારા તાજિયા જુલુસ સંદર્ભે લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત શહેરના સંવેદનશીલ ગણાતા લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો હતો, જેને લઈ બેઠકમાં ઉપસ્થિતોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી.
    1
    સુરત શહેરના સંવેદનશીલ ગણાતા લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો હતો, જેને લઈ બેઠકમાં ઉપસ્થિતોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી.
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    3 hrs ago
  • મુહર્રમ તહેવારના સિલસિલામાં સુરત શહેરમાં નીકળનારા તાજિયા જુલૂસને લઈને લિંબાયત પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, વિવિધ સમુદાયોના નેતાઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    મુહર્રમ તહેવારના સિલસિલામાં સુરત શહેરમાં નીકળનારા તાજિયા જુલૂસને લઈને લિંબાયત પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, વિવિધ સમુદાયોના નેતાઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_GUJARAT PATRIKA NEWS CHAN
    GUJARAT PATRIKA NEWS CHAN
    Media company અડાજણ, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચને હત્યાના પ્રયાસના એક કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે લાંબા સમયથી ફરાર આરોપી સુરેશ હરિરામ છાબાને ઓડિશાના ભુવનેશ્વરથી ઝડપી પાડ્યો છે. રાજસ્થાનનો રહેવાસી આ આરોપી 2024થી પોલીસને ચકમો આપીને ફરાર હતો. સુરત પોલીસ કમિશનરના નિર્દેશ પર, શરીર વિરુદ્ધના ગુનાઓ જેવા ગંભીર અપરાધોમાં સામેલ અને લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
    1
    સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચને હત્યાના પ્રયાસના એક કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે લાંબા સમયથી ફરાર આરોપી સુરેશ હરિરામ છાબાને ઓડિશાના ભુવનેશ્વરથી ઝડપી પાડ્યો છે. રાજસ્થાનનો રહેવાસી આ આરોપી 2024થી પોલીસને ચકમો આપીને ફરાર હતો. સુરત પોલીસ કમિશનરના નિર્દેશ પર, શરીર વિરુદ્ધના ગુનાઓ જેવા ગંભીર અપરાધોમાં સામેલ અને લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • પલસાણા તાલુકાના જોલવા વિસ્તારમાં પોલીસે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
    1
    પલસાણા તાલુકાના જોલવા વિસ્તારમાં પોલીસે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
    user_आई देल पब्लिक न्यूज
    आई देल पब्लिक न्यूज
    અડાજણ, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ બાદ, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન આનંદમય વાતાવરણમાં સંપન્ન થયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમવાર શાળામાં પ્રવેશ કરનાર બાળકોને ઉત્સાહભેર આવકારવાનો હતો. અમરત પટેલના જણાવ્યા મુજબ, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાળકોને પોંખવાનો એક અનોખો અવસર છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત દ્વારા સંચાલિત આ કાર્યક્રમ તાલુકા પંચાયતના દંડક અમરતભાઈ રાઠોડના વડપણ હેઠળ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય કિરણભાઈ પટેલ, સુરત જિલ્લા એસ.સી. મોરચાના અધ્યક્ષ પ્રવિણભાઈ મકવાણા, સેલુત ગામના સરપંચ અને યુવા કાર્યકર જિજ્ઞેશભાઈ પટેલ, લાયઝન ઓફિસર હર્ષદભાઈ ચૌહાણ, ગામના સરપંચ શૈલેષભાઈ રાઠોડ, એસ.એમ.સી. અધ્યક્ષ હંસાબેન રાઠોડ, આઈ.સી.ડી.એસ.ના પિંકલબેન, અને આરોગ્ય વિભાગના ડો. ધવલ પટેલ સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો સહભાગી થયા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના સાથે થયો હતો, ત્યારબાદ શાળાના આચાર્ય વિજય પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આંગણવાડીમાં પ્રવેશ લેનાર ૪ બાળકો અને બાલવાટિકામાં પ્રવેશ લેનાર ૧૨ બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં, શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પણ કરાયું હતું. પ્રવિણભાઈ મકવાણા અને કિરણભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન આપી પ્રવેશપાત્ર બાળકોને શુભાશિષ પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ઉપશિક્ષકો દિપક પટેલ, ધવલ પટેલ, નિમિષા પટેલ, કલ્પના પટેલ અને જીનલ પટેલે સક્રિય યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતિમ ચરણમાં ધોરણ ૮ની વિદ્યાર્થીની કૃષિકા રાઠોડે 'વૃક્ષારોપણ' વિષય પર વક્તવ્ય આપ્યું હતું, અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ હિમાની સુરતી અને હીર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.
    1
    સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ બાદ, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન આનંદમય વાતાવરણમાં સંપન્ન થયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમવાર શાળામાં પ્રવેશ કરનાર બાળકોને ઉત્સાહભેર આવકારવાનો હતો. અમરત પટેલના જણાવ્યા મુજબ, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાળકોને પોંખવાનો એક અનોખો અવસર છે.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત દ્વારા સંચાલિત આ કાર્યક્રમ તાલુકા પંચાયતના દંડક અમરતભાઈ રાઠોડના વડપણ હેઠળ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય કિરણભાઈ પટેલ, સુરત જિલ્લા એસ.સી. મોરચાના અધ્યક્ષ પ્રવિણભાઈ મકવાણા, સેલુત ગામના સરપંચ અને યુવા કાર્યકર જિજ્ઞેશભાઈ પટેલ, લાયઝન ઓફિસર હર્ષદભાઈ ચૌહાણ, ગામના સરપંચ શૈલેષભાઈ રાઠોડ, એસ.એમ.સી. અધ્યક્ષ હંસાબેન રાઠોડ, આઈ.સી.ડી.એસ.ના પિંકલબેન, અને આરોગ્ય વિભાગના ડો. ધવલ પટેલ સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો સહભાગી થયા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના સાથે થયો હતો, ત્યારબાદ શાળાના આચાર્ય વિજય પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આંગણવાડીમાં પ્રવેશ લેનાર ૪ બાળકો અને બાલવાટિકામાં પ્રવેશ લેનાર ૧૨ બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વધુમાં, શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પણ કરાયું હતું. પ્રવિણભાઈ મકવાણા અને કિરણભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન આપી પ્રવેશપાત્ર બાળકોને શુભાશિષ પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ઉપશિક્ષકો દિપક પટેલ, ધવલ પટેલ, નિમિષા પટેલ, કલ્પના પટેલ અને જીનલ પટેલે સક્રિય યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતિમ ચરણમાં ધોરણ ૮ની વિદ્યાર્થીની કૃષિકા રાઠોડે 'વૃક્ષારોપણ' વિષય પર વક્તવ્ય આપ્યું હતું, અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ હિમાની સુરતી અને હીર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Press advisory અડાજણ, સુરત, ગુજરાત•
    40 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.