પાટણના સાંતલપુર તાલુકાના લોદરા ગામ નજીક પાણી પુરવઠા વિભાગના એક અધિકારી પર હીંચકારો હુમલો કરવામાં આવ્યો છે. આ ગંભીર ઘટના ત્યારે બની જ્યારે વિભાગની ટીમ ખાનગી હોટલમાં ગેરકાયદેસર પાણી કનેક્શનની ફરિયાદના આધારે કાર્યવાહી કરવા પહોંચી હતી. ચોંકાવનારી બાબત એ છે કે ઘટના દરમિયાન પોલીસ હાજર હોવા છતાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે લોદરા ગામના સરપંચના ભાઈ અને પુત્રએ અધિકારીઓ સાથે ઉગ્ર વર્તન કરી હુમલો કર્યો હતો, જેમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીને ઈજા પહોંચી હતી. સરકારી કામગીરીમાં અવરોધ અને અધિકારી પર થયેલા આ હુમલાની ઘટનાથી તંત્રમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે, નાયબ કાર્યપાલક ઇજનેરે જવાબદારો સામે કડક કાર્યવાહી માટે FIR નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ઘટનાએ સરકારી અધિકારીઓની સુરક્ષા અને રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે.

- ખેડબ્રહ્મા નગરપાલિકા છેલ્લા 15 માસથી વારંવાર ચર્ચામાં રહી છે, જ્યાં 'મિલ બાંટ કે ખાના બૈકુંઠ મેં જાના' જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. હાલમાં જ, ખેડબ્રહ્મા શહેર માં થયેલા માત્ર 18 મી.મી. વરસાદે નગરપાલિકા દ્વારા ₹8 કરોડના ખર્ચે ચાલી રહેલા અંડરગ્રાઉન્ડ ગટર લાઇનના કામોની પોલ ખોલી દીધી છે. નગરપાલિકા દ્વારા ₹8 કરોડના ખર્ચે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. ગતરોજ વાસણા રોડ પર આવેલી પાણીની ટાંકી પાસે પડેલા 18 મી.મી. વરસાદમાં નગરપાલિકાના કરેલા કામો પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે આ કામ કેટલા અંશે ગુણવત્તાવાળું છે તેની વાસ્તવિકતા છતી થઈ છે.1
- વડાલી શહેરમાં વાવાઝોડા સાથે વીજળીના કડાકાભડાકા વચ્ચે ભારે વરસાદ શરૂ થયો છે. રિપોર્ટર નરેન્દ્ર સિહ રાઠોડના જણાવ્યા અનુસાર, વડાલીમાં વાવાઝોડા સાથે વીજળીના કડાકા વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.3
- સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અદાપુરમાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.1
- સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ભારે ઉકળાટ બાદ આ સીઝનનો પ્રથમ વરસાદ નોંધાયો છે. આ વરસાદ ગાજવીજ સાથે પડ્યો હતો, જેણે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી.1
- શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વિજાપુર સંચાલિત સરદાર પટેલ શાકભાજી સબ માર્કેટ યાર્ડ ખાતે ૨૭ મે, ૨૦૨૬ ના રોજ પરોઢિયે ૪ વાગ્યાથી જ શાકભાજીની હરાજીનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો ટામેટા, ભીંડા, મરચા, કોબીજ, ફ્લાવર, દૂધી, તુરીયા, ગલકા અને કારેલા સહિતની તાજી મોસમી શાકભાજી ભરીને મોટી સંખ્યામાં યાર્ડમાં ઉમટી પડ્યા હતા, જેના પગલે શાકભાજીની બમ્પર આવક નોંધાઈ હતી. આજના ભાવપત્રક મુજબ, યાર્ડમાં ચોળી ₹૨૦૦ થી ₹૧૧૧૦, મરચાં ₹૪૪૦ થી ₹૬૦૦, પાકા ટામેટાં ₹૩૦૦ થી ₹૫૫૦ અને ભીંડા ₹૨૬૦ થી ₹૬૨૧ ના ભાવે વેચાયા હતા. આ ઉપરાંત, ગવાર ₹૧૬૦ થી ₹૬૦૦, ભટ્ટા ₹૯૦ થી ₹૩૫૦, કારેલા ₹૧૬૦ થી ₹૫૦૦, ફ્લાવર ₹૫૦ થી ₹૩૦૦, કોબીજ ₹૧૬૦ થી ₹૨૦૦, દૂધી ₹૯૦ થી ₹૨૦૦, કાકડી ₹૯૦ થી ₹૩૪૦ અને લીંબુ ₹૨૦૦ થી ₹૩૫૦ ના ભાવે બોલાયા હતા. યાર્ડમાં પાકા ટામેટાંની ૧૬૮ બેગ, ભટ્ટાની ૧૦૨ બેગ, ચોળીની ૫૨ બેગ અને ભીંડાની ૬૦ બેગ સહિત શાકભાજીની મબલખ આવક નોંધાઈ હતી. APMC ના સેક્રેટરી નરેશભાઈ પટેલે જણાવ્યું કે હરાજી સંપૂર્ણ પારદર્શક રીતે, કોમ્પ્યુટરાઈઝ્ડ કાંટા પર 'સાચો તોલ, સાચો ભાવ' ના સૂત્ર સાથે થાય છે, અને પરોઢિયે ૪ વાગ્યે શરૂ થયેલી હરાજી સવારના ૭:૩૦ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. વહેલી સવારે વેપાર પતાવી દેવાની આ સિસ્ટમથી ખેડૂતોને બેવડો ફાયદો થાય છે; તેઓ બપોરની કાળઝાળ ગરમીથી બચી જાય છે અને તેમનો માલ બગડવાનો ભય પણ રહેતો નથી. સવારના પહોરમાં જ રોકડા રૂપિયા હાથમાં આવી જતા, ખેડૂતો ખાતર-બિયારણ કે ઘરવપરાશની ખરીદી કરીને બપોર સુધીમાં ઘરે પહોંચી જાય છે. માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે ખેડૂતોની સુવિધા માટે યાર્ડમાં પીવાના પાણી, શેડ, લાઈટ અને સફાઈની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ હરાજી બાદ તુરંત જ ખેડૂતોના બેંક ખાતામાં અથવા રોકડેથી નાણાં ચૂકવી દેવામાં આવે છે.2
- ગુજરાત રાજ્યમાં વધુ એક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.1
- પાટણ પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત એક જનસહાર કેમ્પનું આયોજન કરીને આશરે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કર્યો છે.1
- Post by Pankaj Parmar1