રતનપર દર્શન વિધ્યાલય ખાતે વિજ્ઞાન મેળો યોજાયો, સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલ દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો, રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેર સહિત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં કુલ 366 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે 192થી વધુ પ્રકારની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમની વૈજ્ઞાનિક સમજ અને સર્જનાત્મકતા જોવા મળી હતી. રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેરમાં 146થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિજ્ઞાન મેળામાં રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ અને અન્ય કાર્યક્રમો નિહાળ્યા હતા. વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી એ.એમ. ઓઝા સહિત શાળાના શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.
રતનપર દર્શન વિધ્યાલય ખાતે વિજ્ઞાન મેળો યોજાયો, સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલ દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો, રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેર સહિત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં કુલ 366 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે 192થી વધુ પ્રકારની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમની વૈજ્ઞાનિક સમજ અને સર્જનાત્મકતા જોવા મળી હતી. રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેરમાં 146થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિજ્ઞાન મેળામાં રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ અને અન્ય કાર્યક્રમો નિહાળ્યા હતા. વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી એ.એમ. ઓઝા સહિત શાળાના શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.
- સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલ દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો, રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેર સહિત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં કુલ 366 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે 192થી વધુ પ્રકારની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમની વૈજ્ઞાનિક સમજ અને સર્જનાત્મકતા જોવા મળી હતી. રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેરમાં 146થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિજ્ઞાન મેળામાં રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ અને અન્ય કાર્યક્રમો નિહાળ્યા હતા. વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી એ.એમ. ઓઝા સહિત શાળાના શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.1
- મોરબી સોની વેપારીની હત્યાના પડધા સુરેન્દ્રનગરમાં પડીયા1
- આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને એક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, આઈ મેક્સ,5D ગેલેરી અને અન્ય વિવિધ વિજ્ઞાનને લગતા અદ્ભુત પ્રોજેક્ટ અને મોડેલો નિહાળ્યા અને માર્ગદર્શક દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક અભિગમ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓને આ અદભુત એક્સપ્લોઝર વિઝીટ માટે શાળા પરિવાર શિક્ષણ વિભાગ નો ખૂબ ખૂબ આભાર માને છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- યુવા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી હાય-હાય ના સુત્રોચ્ચાર કરી, બેનરો સાથે કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું..1
- હળવદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા માટે ટ્રેક્ટર ચલાવવામાં આવે છે, જે એક સરાહનીય પહેલ છે. પરંતુ આ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી ટ્રેક્ટરની લારીઓ અત્યંત જર્જરિત, તૂટેલી-ફૂટેલી અને ભંગાર હાલતમાં હોવું ગંભીર ચિંતાનો વિષય બન્યો છે કચરો ભર્યા બાદ રસ્તામાં સતત નીચે ઢોળાતો જાય છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ફરીથી ગંદકી ફેલાઈ રહી છે. પરિણામે સ્વચ્છતા અભિયાનનો હેતુ નિષ્ફળ સાબિત થાય છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- tumhen jo bhi Sako to Daru Na ko continue pakdai the 😱1
- જસદણ પંથકની અંદર સિંહ અને દીપડાના ધામા જસદણના જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર દીપડા નો હુમલો બંનેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક108 મારફત જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા દીપડાએ વહેલી સવારે મહંત આરતી કરતા ત્યાં દીપડો આવવાની સાથે જ મહંત પર હુમલો ગળાના અને છાતીના ભાગે મત ને ગંભીર ઈજા પહોંચી ખેડૂત બચાવવા જતા ખેડૂત પરદીપડાએ હુમલો કર્યો ઘટના સ્થળે તાત્કાલિક ફોરેસ્ટ ની ટીમ પહોંચી હતી મહંત અને ખેડૂતને જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા ઘટના સ્થળે જસદણના વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે દીપડાને પુરવાની કવાયત હાથ ધરી4
- જમીન-મકાનના દલાલને એક યુવતી સાથે મીઠી મીઠી વાતો કરવું ભારે પડ્યું હતુ. જમીન દલાલ હનીટ્રેપનો શિકાર બન્યો હતો. એક ગેંગે તેનું અપહરણ કરીને તેને સુરેન્દ્રનગરના રણમાં લઈ ગયા હતા, જ્યાં તેના છુટકારા માટે એક કરોડની ખંડણી લીધી હતી, અને તેના બાદ તેને મુક્ત કર્યો હતો. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી. સાણંદના જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવી એક કરોડ પડાવાયા હતા. ફોનમાં મહિલાએ મીઠી મીઠી વાતો કરી જમીનદલાલને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો હતો. તેના બાદ યુવતીના ઘરમાં ચાર યુવકો ઘૂસી ગયા હતા, અને જમીન દલાલને પિસ્તોલ બતાવીને તેનું અપહરણ કર્યું હતું. તેના બાદ યુવતી સાથેના વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. તેના બાદ રણકાંઠામાં લઈ જઈ અને રૂપિયા બે કરોડની માંગણી કરી હતી. સુરેન્દ્રનગર પોલીસે હનીટ્રેપ, અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એક કરોડ રૂપિયાની ખંડણી પડાવી હતી. પોલીસે તેમની પાસેથી પિસ્તોલ, 69.30 લાખ રૂપિયા રોકડા સહિત કુલ 72.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ (IPS)એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમો સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એક કરોડ રૂપિયાના હનીટ્રેપ, અપહરણ અને ખંડણીના ગુનાના આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં એક મહિલા, તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન મલેક (અખિયાણા, પાટડી), સાહિલખાન સરદારખાન ઉર્ફે બાદરખાન મલેક (માલવણ, પાટડી), આસિફખાન મોહબતખાન મલેક (અખિયાણા, પાટડી) નો સમાવેશ થાય છે. આ ગુનામાં અરબાઝખાન હયાતખાન મલેક (અખિયાણા, પાટડી) અને અમન (ઇંગરોડી, લખતર) નામના બે આરોપીઓને પકડવાના બાકી છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં 69,30,000 રૂપિયા રોકડા, પાંચ મોબાઇલ ફોન (કિંમત 1,10,000 રૂપિયા), એક અલ્ટો ગાડી (કિંમત 2,00,000 રૂપિયા), એક પિસ્તોલ (કિંમત 10,000 રૂપિયા) અને એક જીવતો કાર્ટીસ (કિંમત 100 રૂપિયા) નો સમાવેશ થાય છે. આમ, કુલ 72,50,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. *બાયટ :- જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડગલુ* *{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા}*1