ધ્રાંગધ્રા આંગણવાડીના કર્મચારીઓની પડતર માંગણીને લઈ હડતાલ રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આવતા આંગણવાડીના મહિલા કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી પોતાની પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી તમામ માંગણીઓને પૂર્ણ કરવા માંગ કરી રહ્યા છે તેવામાં ફરી એક વખત ચૂંટણી પૂર્વે આંગણવાડીઓના મહિલા કર્મચારીઓ દ્વારા સરકાર સામે રણશિંગુ ફૂંક્યું છે. ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીઓમાં ફરજ બજાવતા આશરે ૪૦૦થી વધુ મહિલા કર્મચારીઓ ત્રણ દિવસીય હડતાળ શરૂ કરી છે જેમાં તમામ મહિલા કર્મચારીઓ આગની ત્રણ દિવસ સુધી પિતાના કામથી અળગા રહીને ધ્રાંગધ્રા આંગણવાડી મુખ્ય કચેરી ખાતે આંદોલન શરૂ કર્યું છે. મહિલા કર્મચારીઓ દ્વારા પગાર વધારા, સ્માર્ટ મોબાઇલ ફોન, કાયમી કરવા સહિત ૦૭ માંગણીઓ સાથે હડતાળની શરૂઆત કરી છે સાથે જ મહિલા કર્મચારીઓ દ્વારા જણાવ્યું છે કે સરકાર દરેક ક્ષેત્રે આંગણવાડીઓના મહિલા કર્મચારીઓનો ઉપયોગ કરે છે પરંતુ વેતન અન્ય કર્મચારીઓ કરતા ખૂબ ઓછું હોવાથી તેઓની ૦૭ મુદ્દાઓમાં મુખ્ય માંગ પગાર વધારા માટેની છે સાથે જ આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા મહિલા કર્મચારીઓના મુદ્દા સ્વીકારવામાં નહીં આવે તો અનિશ્ચિત મુદ્દતની હડતાલ અને ગાંધીનગર તરફ આગળ વધવાની તૈયારી પણ દર્શાવી હતી

- લીંબડી પોલીસ સ્ટેશન ખાતે 20 માર્ચે યોજાશે સંવાદસેતુ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ આપી પ્રતિક્રિયા1
- ધ્રાંગધ્રા નજીક એસ ટી બસમાં અચાનક મહિલા પેસેન્જરનું મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે જેમાં ધંધુકા - ભુજ રૂટની જીજે ૧૮ ઝેડ ટી ૦૨૮૧ નંબરની એસ ટી બસમાં પેસેન્જર તરીકે ધંધુકાથી બેઠેલા કૈલાશબેન સીતારામભાઈ આચાર્ય, ઉમર: ૬૦ વર્ષ વાળાનું ધ્રાંગધ્રા નજીક અચાનક તબિયત લથડી હતી જેથી બસના કંડકટર દ્વારા તાત્કાલિક ધ્રાંગધ્રા એસ ટી વિભાગને જાણ કરતા બસ ડેપોમાં પહોંચી તે પૂર્વે ૧૦૮ની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી આ તરફ મહિલાને ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડતા હાજર તબીબો દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તબીબ દ્વારા મહિલાનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું જેને લઈ તાત્કાલિક મહિલાના પરિવારજનોને જાણ કરી પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી.1
- Post by Ramesh thakor Halvad1
- Post by દુદાભાઈ લાખાભાઈ ગમારા1
- સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામથી ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાના અધયક્ષ સ્થાને ખેડુત સંકલ્પ યાત્રા ખેડૂત સંકલ્પ યાત્રા તુલસીશ્યામ રવાના. ખેડૂતોનો અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે..! ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનો કાફલો 19 માર્ચના રોજ તુલશીશયામ પહોંચશે. ખેડૂત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો ને જોડવા રાજુ કરપડા નું આહવાન....! છેલ્લા 40 વર્ષ માં ક્યારેય ન જોઈ એવી એવી બિનરાજકીય ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા માંથી પસાર થશે.._ રાજુ કરપડા મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રા અને સભાઓમાં સામેલ થઈ ખેડૂતોની તાકાત બતાવશે.._ રાજુ કરપડા તમામ જિલ્લા અને તાલુકા મથકે કિસાન સમિતિ બનાવવામાં આવશે.._ રાજુ કરપડા તમામ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો ની યાદી તૈયાર કરવામાં આવશે અને આવનાર સમય માં યોગ્ય નિરાકરણ માટે લડત પણ લડવામાં આવશે..._ રાજુ કરપડા રાજકીય પાર્ટીઓ ખેડૂતો નો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી રહી છે..._ ખેડુત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું, સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ ખાતે ભગવાન શ્રી વડવાળા દેવના દર્શન કરી અને સંતો મહંતોના આશીર્વાદ લઇ અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ નાં વાહનોના કાફલા સાથે તુલસીશ્યામ જવા માટે રવાના જ્યાંરે 19 માર્ચના રોજ સવારે 10:00 કલાકે સભાને સંબોધન કરશે અને સભા બાદ તમામ ખેડૂત ભાઈઓ આગેવાનો સાથે બપોરે મહાપ્રસાદ લઈ અને કિસાન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરશે. ઝાલાવાડના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ હવે એક નવી મંજિલ તરફ પ્રયાણ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવીને તેઓ 'ખેડૂત સંકલ્પ યાત્રા' માટે રવાના થયા છે. આ યાત્રાને તેમના આગામી રાજકીય કદમ પૂર્વેનું મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ધાર્મિક આશીર્વાદ સાથે યાત્રાનો શંખનાદ યાત્રાના પ્રારંભ પૂર્વે રાજુ કરપડાએ થાનગઢ ખાતે પ્રસિદ્ધ વાસુકી દાદાના મંદિરે દર્શન કર્યા હતા. જિલ્લાના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધા બાદ તેઓ કારના મોટા કાફલા સાથે તુલસીશ્યામ જવા રવાના થયા હતા. આ યાત્રા 25 માર્ચ સુધી ચાલશે, જેમાં તેઓ વિવિધ વિસ્તારના ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. ખેડૂતોના પ્રશ્નો અને ભાજપમાં જોડાવાની અટકળો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી તેને સરકારમાં રજૂ કરવાનો છે. રાજુ કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ચોક્કસ ખાતરી આપશે, તો તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે. 'આપ' સાથે છેડો ફાડ્યા બાદ આ તેમની પ્રથમ મોટી જાહેર પ્રવૃત્તિ છે. { સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }1
- આજ રાત્રે 3, 20કલાકે વાગ્યે સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામમાં અતિભારે વરસાદ અને પવન ફૂંકાયો એના કારણે ખેડૂતો એ કરેલ ઇસબગુલ ની ખેતી માં બધું જીરું ખરી ગયું ખેડૂતો ને ભારે નુકસાન થયું સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી એ છીએ4
- *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી સભ્યો હડતાળ પર.* આજે રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા પંચાયત ખાતે આંગણવાડીની બહેનો અચોક્કસ મુદતના ઉપવાસ પર. પોતાની માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર. માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી અચોકકસ મુદત પર હડતાળ. સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી. રિપોર્ટર: *સંજયભાઈ ઝાલા* ધંધુકા.1
- રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આવતા આંગણવાડીના મહિલા કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી પોતાની પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી તમામ માંગણીઓને પૂર્ણ કરવા માંગ કરી રહ્યા છે તેવામાં ફરી એક વખત ચૂંટણી પૂર્વે આંગણવાડીઓના મહિલા કર્મચારીઓ દ્વારા સરકાર સામે રણશિંગુ ફૂંક્યું છે. ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીઓમાં ફરજ બજાવતા આશરે ૪૦૦થી વધુ મહિલા કર્મચારીઓ ત્રણ દિવસીય હડતાળ શરૂ કરી છે જેમાં તમામ મહિલા કર્મચારીઓ આગની ત્રણ દિવસ સુધી પિતાના કામથી અળગા રહીને ધ્રાંગધ્રા આંગણવાડી મુખ્ય કચેરી ખાતે આંદોલન શરૂ કર્યું છે. મહિલા કર્મચારીઓ દ્વારા પગાર વધારા, સ્માર્ટ મોબાઇલ ફોન, કાયમી કરવા સહિત ૦૭ માંગણીઓ સાથે હડતાળની શરૂઆત કરી છે સાથે જ મહિલા કર્મચારીઓ દ્વારા જણાવ્યું છે કે સરકાર દરેક ક્ષેત્રે આંગણવાડીઓના મહિલા કર્મચારીઓનો ઉપયોગ કરે છે પરંતુ વેતન અન્ય કર્મચારીઓ કરતા ખૂબ ઓછું હોવાથી તેઓની ૦૭ મુદ્દાઓમાં મુખ્ય માંગ પગાર વધારા માટેની છે સાથે જ આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા મહિલા કર્મચારીઓના મુદ્દા સ્વીકારવામાં નહીં આવે તો અનિશ્ચિત મુદ્દતની હડતાલ અને ગાંધીનગર તરફ આગળ વધવાની તૈયારી પણ દર્શાવી હતી1