Shuru
Apke Nagar Ki App…
અયોધ્યા રામ મંદિર ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બે વર્ષ પૂર્ણ થયા અમદાવાદ માં ભવ્ય ઉજવણી કરવામાં આવી અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થતા અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શ્રી રામ સત્સંગ મંડળ દ્વારા વહેલી સવારે પાંચ વાગ્યે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પ્રભાતફેરી દરમિયાન આસપાસનો વિસ્તાર રામનામથી ગુંજી ઉઠ્યો હતો. કેસરી ધ્વજ સાથે નીકળેલી પ્રભાતફેરી આકર્ષણનું કેન્દ્ર બની હતી. જીવરાજ પાર્કમાં આવેલ બાપા સીતારામ મઢીથી શરૂ થયેલી પ્રભાતફેરી રણછોડજી મંદિરે સંપન્ન થઈ હતી. જ્યાં શ્રદ્ધાળુઓએ રામધૂન રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ જોડાયા હતા...વિષ્ણુ ઠાકોર @vishnu_thakor746
Vishnu thakor
અયોધ્યા રામ મંદિર ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બે વર્ષ પૂર્ણ થયા અમદાવાદ માં ભવ્ય ઉજવણી કરવામાં આવી અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થતા અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શ્રી રામ સત્સંગ મંડળ દ્વારા વહેલી સવારે પાંચ વાગ્યે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પ્રભાતફેરી દરમિયાન આસપાસનો વિસ્તાર રામનામથી ગુંજી ઉઠ્યો હતો. કેસરી ધ્વજ સાથે નીકળેલી પ્રભાતફેરી આકર્ષણનું કેન્દ્ર બની હતી. જીવરાજ પાર્કમાં આવેલ બાપા સીતારામ મઢીથી શરૂ થયેલી પ્રભાતફેરી રણછોડજી મંદિરે સંપન્ન થઈ હતી. જ્યાં શ્રદ્ધાળુઓએ રામધૂન રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ જોડાયા હતા...વિષ્ણુ ઠાકોર @vishnu_thakor746
More news from ગુજરાત and nearby areas
- સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડુંગરમાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં 12 કલાકની જહેમત બાદ 27000 લીટર પાણીનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ડુંગર ઉપર કયા કારણોસર આગ લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ જાણવા મળી રહ્યું છે1
- લાડોલ હિટ એન્ડ રન ની ઘટના ગુટકા લેવા ગયેલા પરપ્રાંતીય યુવક ને અજાણ્યા વાહન ચાલકની બેદરકારીથી મોત, ગરીબ પરિવારને ન્યાય મળે તેવી માંગ વિજાપુર તાલુકાના લાડોલ ગામ પાસેના હાઇવે રોડ પર ફરી એકવાર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકની અતિ ઝડપ અને ગફલતભરી ડ્રાઇવિંગને કારણે ૨૫ વર્ષીય યુવાન જીતુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ માર્ગે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બની છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. લાડોલ પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટના તા. ૧૩ માર્ચ ૨૦૨૬ના સાંજના આશરે ૭:૩૦ વાગ્યે લાડોલના ગણપતિ મંદિર સામે બંધ પેટ્રોલ પંપ આગળ બની હતી. જીતુભાઈ ગુટકા લેવા ગામ તરફ જઈ રહ્યા હતા અને પગપાળા ચાલતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારીને તેમને ટક્કર મારી. માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આરોપી વાહન ચાલક ઘટના બાદ વાહન લઈને ફરાર થઈ ગયો છે. મૃતક જીતુભાઈના મોટા ભાઈ કેરાજી રાજાજી (ઉંમર ૩૦ વર્ષ, જાતિ ભીલ)એ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પરિવાર અત્યંત ગરીબ છે. કેરાજીભાઈ તેમની પત્ની લક્ષ્મીબેન સાથે પટેલ દિલીપભાઈ અંબાલાલની ખેડીમાં દિવસના મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ચાર સંતાનો છે – ત્રણ દીકરી અને એક દીકરો. જીતુભાઈ પણ પરિવારની આર્થિક મદદ કરતા હતા. માતા પાઉલબેન પણ મજૂરી કરે છે. આવા ગરીબ પરિવાર માટે ભાઈનું મોત એક મોટો આર્થિક તેમજ ભાવનાત્મક આઘાત છે. પરિવારજનોએ પોલીસ સમક્ષ આક્રોશપૂર્વક માંગ કરી છે કે અજાણ્યા વાહન ચાલકની ઝડપી ધરપકડ કરી તેને કડક સજા થાય અને તેમને ન્યાય મળે. કેરાજીભાઈએ કહ્યું, “આ માર્ગે અગાઉ પણ કેટલીક વખત આવી ઘટનાઓ બની છે, પણ કોઈની પરવા થતી નથી. અમારા જેવા ગરીબ મજૂરોના જીવનની કિંમત કોઈને નથી. પોલીસ સાહેબો અમને ન્યાય આપે.” લાડોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બી.એન.એસ.એસ.ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધીને પી આઈ રબારી એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યું છે સીસીટીવી ફૂટેજ અને આસપાસના પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીની ધરપકડ માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. આ ઘટના સ્થાનિક લોકોમાં રોડ સેફ્ટી અંગે ચર્ચા તેજ કરી રહી છે. પરિવારની આ માંગને લઈને તંત્રે ત્વરિત કાર્યવાહી કરી આ ગરીબ પરિવારને ન્યાય આપવા જરૂરી છે.1
- પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાના લીંબોઈ ગામે તળાવની પારથી છે ક રામદેવપીરના મંદિર આગળ સુધી ઠેર ઠેર પાક રોડ ઉપર ખાડા પડી ગયા છે અને આ રોડ ઉપર પાણી પણ ભરાઈ રહી છે ત્યારે આ રોડ ઉપર હજારો વાહન ચાલકો ની આવ જા રહે છે તેથી વાહનચાલકો ખાડા પડી જવાને લીધે મુશ્કેલનો સામનો કરી રહ્યા છે.ત્યારે જાહેર જનતાની લોક માંગ છે કે આ લીંબોઈ ગામનો પાકો રસ્તો સત્વરે પાકો બનાવવામાં આવે કે પેવરિંગ કરવામાં આવે તેમજ આ રોડ ઉપર પાણી ભરાતો મચ્છરજન ને રોગો થવાની શક્યતાઓ રહેલી છે તો લગતા તંત્રએ રોડ બાબતે તેમજ પાણીના ખાબોચિયા ભરેલ બાબતે તપાસ થઈ અને લોકોના પ્રશ્નની વાચા મળે તેવી જાહેર જનતાની લોકમાંગ છે જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96 38 5 00650.1
- દિયોદર તેરવાડા કેનાલમાં આજે કોઈ મહિલાએ પોતાના બાળક સાથે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા ના પગલે સ્થાનિક તરવૈયા દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં આજુ બાજુ વિસ્તારમાંથી લોકો કેનાલ પર દોડી આવ્યા હતા મહિલા કોણ છે તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી1
- Post by Vaghela Janak3
- વાવ- થરાદ જિલ્લાના થરાદ ખાતે LPG ગેસ સિલિન્ડરની અછત અને કથિત કાળા બજારના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. થરાદ શહેરમાં કોંગ્રેસ કાર્યાલય નજીક મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓએ એકત્રિત થઈને મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા હાઈવે પર રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી. વિરોધ દરમિયાન મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં તેમજ વિસ્તારમાં LPG ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે અને સામાન્ય લોકોને ગેસ માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. સાથે જ કેટલાક સ્થળોએ ગેસ સિલિન્ડરની કાળા બજારી થતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલી પાંચ મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં થોડા સમય માટે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું, પરંતુ પોલીસ દ્વારા સમયસર પગલાં લેવામાં આવતા સ્થિતિ ફરી સામાન્ય બની હતી.5
- Post by Nationgujarat.com1
- સાબરકાંઠાના તલોદ તાલુકાના લેબોર ચોકડી ખાતે 'મિલેટ મેળા' અને PM-કિસાન યોજનાના ૨૨માં હપ્તાના વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આ પ્રસંગે જણાવ્યું કે,કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે નવા પ્રયોગો દ્વારા આર્થિક ઉપાર્જન વધારી વિકાસશીલ બન્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોની આગવી સૂઝ અને બાગાયત ખાતાના સહકારથી આધુનિક ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના ૨,૨૩,૩૨૬ ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધીમાં ૨૧ હપ્તામાં કુલ રૂ. ૪૧૮.૩૯ કરોડની રકમ સીધી બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. વધુમાં, ૨૨મો હપ્તો પણ આસામના ગુવાહાટી ખાતેથી સીધા DBT દ્વારા જમા કરાવવામાં આવ્યો. . સાબરકાંઠા જિલ્લો શાકભાજીના હબ તરીકે જાણીતો છે. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ખેડૂતોની મહેનતથી સાબરકાંઠા જિલ્લો કૃષિ અને બાગાયત ક્ષેત્રે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાસ્રોત બન્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ રાજ્યકક્ષાના મુખ્યમંત્રી શ્રી સંદેશ સાંભળ્યો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આસામ ગુવાહાટી ખાતેના PM કિસાન સન્માન નિધિના ૨૨માં હપ્તાનો ડિજિટલ લોકાર્પણ કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમ સ્થળે મિલેટ વાનગી પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન, કૃષિ વૈજ્ઞાનિકો દ્રારા ખેડૂતોને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી તેમજ પ્રાકૃતિક કૃષિ વિશે જાણકારી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના આઠે તાલુકામાં આ કાર્યક્રમ જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દશરથસિંહ ઝાલા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જોશી, નાયબ વિસ્તરણ અધિકારી શ્રી દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, સ્થાનિક અગ્રણીઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1
- Post by Vaghela Janak4