logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વડાલીમાં યુવા મોરચાની બેઠક: નવા કાર્યકર્તાઓને જોડવા અને સંગઠન મજબૂત કરવા રણનીતિ ઘડાઈ વડાલી શહેરમાં યુવા મોરચા દ્વારા નવા કાર્યકર્તાઓને સંગઠન સાથે જોડવા અને યુવાનો સાથે સંવાદ સાધવા માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક દરમિયાન આગામી સમયમાં વધુ યુવાનોને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓ સાથે જોડવાની પ્રથમ પહેલ કરવા અંગે ચર્ચા થઈ હતી. સંગઠનને મજબૂત કરવા માટે નવી યુવા શક્તિને જોડવાની રણનીતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ બેઠક યુવા મોરચાના જિલ્લા પ્રમુખ ડૉ. ધવલભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં પાર્ટીના વડીલ આગેવાનો તખતસિંહ હડીયોલ, રવીન્દ્રભાઈ બારોટ, મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, યુવા મોરચા પ્રમુખ જીગ્નેશભાઈ અને ઘનશ્યામભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, મહામંત્રી તરુણભાઈ પટેલ, રવીન્દ્રસિંહ પરમાર, પાર્થભાઈ અને વિપુલભાઈ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો આ બેઠકમાં જોડાયા હતા અને આગામી સમયમાં સંગઠન સાથે સક્રિય રીતે જોડાવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.

2 hrs ago
user_રીપોર્ટર ધ્રુવ માળી
રીપોર્ટર ધ્રુવ માળી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
2 hrs ago

વડાલીમાં યુવા મોરચાની બેઠક: નવા કાર્યકર્તાઓને જોડવા અને સંગઠન મજબૂત કરવા રણનીતિ ઘડાઈ વડાલી શહેરમાં યુવા મોરચા દ્વારા નવા કાર્યકર્તાઓને સંગઠન સાથે જોડવા અને યુવાનો સાથે સંવાદ સાધવા માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક દરમિયાન આગામી સમયમાં વધુ યુવાનોને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓ સાથે જોડવાની પ્રથમ પહેલ કરવા અંગે ચર્ચા થઈ હતી. સંગઠનને મજબૂત કરવા માટે નવી યુવા શક્તિને જોડવાની રણનીતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ બેઠક યુવા મોરચાના જિલ્લા પ્રમુખ ડૉ. ધવલભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં પાર્ટીના વડીલ આગેવાનો તખતસિંહ હડીયોલ, રવીન્દ્રભાઈ બારોટ, મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, યુવા મોરચા પ્રમુખ જીગ્નેશભાઈ અને ઘનશ્યામભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, મહામંત્રી તરુણભાઈ પટેલ, રવીન્દ્રસિંહ પરમાર, પાર્થભાઈ અને વિપુલભાઈ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો આ બેઠકમાં જોડાયા હતા અને આગામી સમયમાં સંગઠન સાથે સક્રિય રીતે જોડાવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.

More news from Gujarat and nearby areas
  • પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી આવેલ હવા માનમાં પલ્ટા ને લઈ આકાશમાં વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા નું મોજું જોવા મળેલ હાલમાં ઘઉં કપાસ સમેત અન્ય પાક તૈયાર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને લઈ માવઠા જેવી સ્થિતિ ઊભી થતા તેમજ વાદળછાયા વાતાવરણની વચ્ચે લોકોને ગરમી અને વહેલી સવારે ઠંડી એમ બેવડી ઋતુ જોવા મળી રહી છે ત્યારે વારંવાર હવામાનમાં આવી રહેલ બદલાવને લઈ બીમારીએ પણ માથું ઉચકતા શરીરમાં દુખાવા સંમેત શરદી ખાંસી જેવી બીમારી વધીહોવાનૂ લોકો જણાવી રહ્યા છે ત્યારે એ વહેલી સવારે આકાશમાં આવેલ વાદળોના લીધે કુદરતી નજરાનુ અનેરૂપ જોવા મળેલ.
    1
    પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી આવેલ હવા માનમાં પલ્ટા ને લઈ આકાશમાં વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા નું મોજું જોવા મળેલ હાલમાં ઘઉં કપાસ સમેત અન્ય પાક તૈયાર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને લઈ માવઠા જેવી સ્થિતિ ઊભી થતા તેમજ વાદળછાયા વાતાવરણની વચ્ચે લોકોને ગરમી અને વહેલી સવારે ઠંડી એમ બેવડી ઋતુ જોવા મળી રહી છે ત્યારે વારંવાર હવામાનમાં આવી રહેલ બદલાવને લઈ બીમારીએ પણ માથું ઉચકતા શરીરમાં દુખાવા સંમેત શરદી ખાંસી જેવી બીમારી વધીહોવાનૂ લોકો જણાવી રહ્યા છે ત્યારે એ વહેલી સવારે આકાશમાં આવેલ વાદળોના લીધે કુદરતી નજરાનુ અનેરૂપ જોવા મળેલ.
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    4 min ago
  • હિંમતનગર- ઇડર હાઇવે રોડ પર આવેલા વક્તાપુર સાંઈબાબાના મંદિર સામેની પ્રજાપતિ સમાજ વાડી ખાતે સંવત ૨૦૮૨ ફાગણ સુદ-૫ ને રવિવાર ના રોજ શ્રી દેશકાંઠા રામી-માળી સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સૌ પ્રથમ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ સમૂહ લગ્નોત્સવ ને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ આ સમૂહલગ્નમાં ઉપસ્થિત મહેમાનો અને દાન આપનાર દાનવીરોનું આ પ્રસંગે સ્વાગત કરવામાં આવ્યું હતું.શ્રી દેશકાંઠા રામી-માળી સમાજના આ સમૂહલગ્નોત્સવમાં વકતાપુર ખાતે આવેલ પ્રજાપતિ સમાજ વાડી ખાતે બરોબર 12:39 ના શુભ મુહૂર્તમાં હસ્ત મેળાપ થયો હતો. જેમાં શ્રી દેશકાંઠા રામી-માળી સમાજના 2 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જેમાં સાંજના સમયે કન્યા ની વિદાય થઈ હતી.શ્રી દેશકાંઠા રામી-માળી સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત આ સમૂહલગ્નોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી દેશકાંઠા રામી-માળી સમાજના ભાઈઓ-બહેનો તેમજ સમાજના વડીલો-આગેવાનો સહિત સમૂહલગ્ન સમિતિના તમામ સભ્યોએ સાથે મળી સમૂહલગ્નોત્સવ ને સફળ બનાવ્યો હતો.
    1
    હિંમતનગર- ઇડર હાઇવે રોડ પર આવેલા વક્તાપુર સાંઈબાબાના મંદિર સામેની પ્રજાપતિ સમાજ વાડી ખાતે સંવત ૨૦૮૨ ફાગણ સુદ-૫ ને રવિવાર ના રોજ શ્રી દેશકાંઠા રામી-માળી સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સૌ પ્રથમ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ સમૂહ લગ્નોત્સવ ને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ આ સમૂહલગ્નમાં ઉપસ્થિત મહેમાનો અને દાન આપનાર દાનવીરોનું આ પ્રસંગે સ્વાગત કરવામાં આવ્યું હતું.શ્રી દેશકાંઠા રામી-માળી સમાજના આ સમૂહલગ્નોત્સવમાં  વકતાપુર ખાતે આવેલ પ્રજાપતિ સમાજ વાડી ખાતે બરોબર 12:39 ના શુભ મુહૂર્તમાં હસ્ત મેળાપ થયો હતો. જેમાં શ્રી દેશકાંઠા રામી-માળી સમાજના 2 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જેમાં સાંજના સમયે કન્યા ની વિદાય થઈ હતી.શ્રી દેશકાંઠા રામી-માળી સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત આ સમૂહલગ્નોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી દેશકાંઠા રામી-માળી સમાજના ભાઈઓ-બહેનો તેમજ સમાજના વડીલો-આગેવાનો સહિત સમૂહલગ્ન સમિતિના તમામ સભ્યોએ સાથે મળી સમૂહલગ્નોત્સવ ને સફળ બનાવ્યો હતો.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઇવે 48 ઉપર એમ્બ્યુલન્સ ને અકસ્માત નડ્યો છે પ્રાપ્ત માહિતી વિગત મુજબ રાજસ્થાનથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન પ્રાંતિજ નજીક એમ્બ્યુલન્સ ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક એમ્બ્યુલન્સ પલટી મારી હતી સમગ્ર ઘટનામાં જોકે મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે ચાલકની સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી
    1
    સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઇવે 48 ઉપર એમ્બ્યુલન્સ ને અકસ્માત નડ્યો છે પ્રાપ્ત માહિતી વિગત મુજબ રાજસ્થાનથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન પ્રાંતિજ નજીક એમ્બ્યુલન્સ ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક એમ્બ્યુલન્સ પલટી મારી હતી સમગ્ર ઘટનામાં જોકે મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે ચાલકની સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • પિલવાઈ બ્રહ્માણી માતાજીની વાડીમાં શ્રી છોત્તેર ગોળ પ્રજાપતિ સમાજના ૩૩મા સમૂહલગ્નમાં ૨૦ યુગલોના ભવ્ય લગ્ન, બ્રહ્માણી માતાજીના આશીર્વાદથી સપન્ન મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે આવેલ શ્રી છોત્તેર ગોળ પ્રજાપતિ ભુવનમાં, જ્યાં કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનું પવિત્ર મંદિર આવેલું છે અને આ સ્થળ સમાજની વાડી તરીકે સમગ્ર પ્રજાપતિ સમાજમાં જાણીતું છે, ત્યાં સંવત ૨૦૮૨ના ફાગણ સુદ-૫ એટલે કે રવિવાર, તા. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ૩૩મો સમૂહલગ્નોત્સવ અત્યંત ભવ્ય, ધાર્મિક અને ભક્તિમય વાતાવરણમાં યોજાયો. શ્રી બ્રહ્માણી માતાજીની અસીમ કૃપાથી આ પવિત્ર સ્થળે ૨૦ નવદંપતીઓએ એકસાથે પ્રભુતાના પગલાં પાડીને જીવનની નવી સફર શરૂ કરી, જેનાથી આખું વાતાવરણ હર્ષોલ્લાસ અને આશીર્વાદોથી ગુંજી ઊઠ્યું હતું. સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઈ પ્રજાપતિ (પાઘડી શેઠ, કોલવડા), મંત્રી શ્રી મુકુંદકુમાર પ્રજાપતિ (સ્ટેમ્પ વેન્ડર) તથા અન્ય હોદ્દેદારો, કારોબારી સભ્યો અને વર-કન્યાના માતા-પિતાની ઉપસ્થિતિમાં આયોજિત આ મહાપ્રસંગમાં સમાજના તમામ આગેવાનો, વડીલો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત એક દિવસ અગાઉ શનિવાર, તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૮ વાગ્યે ગણેશ સ્થાપના અને ૮.૩૦ વાગ્યે ગ્રહશાંતિ વિધિથી થઈ હતી. મુખ્ય લગ્ન દિવસે સવારે ૭.૩૦ વાગ્યે જાન આગમન થયું અને સવારે નવ વાગ્યે હસ્ત મેળાપનો પવિત્ર પ્રસંગ શરૂ થયો. હસ્ત મેળાપનો આ પ્રસંગ અનેરો અને અવિસ્મરણીય રહ્યો. અલગ-અલગ ચોરીઓમાં વરપક્ષ અને કન્યાપક્ષના સગા-સંબંધીઓ, મિત્રો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એક જ સમયે, વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ સાથે તમામ ૨૦ જોડીઓના લગ્ન વિધિ પાર પડી. દરેક ચોરી પર માતા-પિતાએ કન્યાદાનની પવિત્ર વિધિ કરી અને સમગ્ર સમાજ વચ્ચે નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા. શંખનાદ, ઘંટડીઓના અવાજ અને “જય બ્રહ્માણી માતાજી”ના જયકારાઓથી આખું ભુવન ભક્તિ અને ઉમંગથી ભરાઈ ગયું હતું. સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ચાલેલ ભોજન સમારંભમાં તાજા અને સ્વાદિષ્ટ વ્યંજનોની વિપુલ વ્યવસ્થા હતી. સમાજના સ્વયંસેવકોએ અત્યંત નિષ્ઠાપૂર્વક વ્યવસ્થા સંભાળી જેથી કોઈને કોઈ અગવડ ન પડી. વિશેષ કરીને વરિષ્ઠ સિનિયર સિટીઝન્સ, હેન્ડિકેપ્ડ વ્યક્તિઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો માટે અલગથી ટેબલ-ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમને પ્રાથમિકતા આપીને સેવા પૂરી પાડવામાં આવી, જેથી સમાજની સંવેદનશીલતા અને વડીલો પ્રત્યેના આદરનું સુંદર દર્શન થયું. બપોરે એકથી ચાર વાગ્યા સુધી ચાલેલ સત્કાર સમારંભના પ્રમુખ તરીકે નટવરભાઈ રામચંદ્ર પ્રજાપતિ તથા શ્રીમતી દક્ષાબેન, મહેન્દ્રભાઈ રામચંદ્ર પ્રજાપતિ તથા શ્રીમતી મંજુલાબેન (રોકડીયા, વરસોડા – હાલ સાયન્સ સીટી, અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા. આ દંપતીઓએ સ્વ. શ્રી રામચંદ્ર મુલચંદ્ર પ્રજાપતિ અને સ્વ. શ્રીમતી મેનાબેન રામચંદ્ર પ્રજાપતિની પવિત્ર સ્મૃતિમાં આ ઉદાર યોગદાન આપ્યું હતું. સત્કાર સમારંભના મુખ્ય મહેમાન તરીકે સુ. શ્રીમતી રેવાબેન ભુદરભાઈ પ્રજાપતિ, શ્રી વિપુલભાઈ પ્રજાપતિ તથા શ્રીમતી ભાવનાબેન અને તેમની પુત્રી કુ. રૂદ્રા (મુ. ચરાડા – હાલ ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા. આ દાતાશ્રીઓના ઉદાર સહયોગથી સમારોહ વધુ યાદગાર બન્યો હતો. આ પ્રસંગમાં એક વિશેષ અને પ્રેરણાદાયી ક્ષણ ત્યારે આવી જ્યારે સમાજના મંત્રીશ્રી શ્રી મુકુંદકુમાર પ્રજાપતિના પુત્ર પણ આ સમૂહલગ્નમાં જોડાયા અને અન્ય નવયુગલો સાથે પ્રભુતાના પગલાં પાડ્યા. આ જોડાણે સમગ્ર સમાજને મજબૂત સંદેશ આપ્યો કે સમૂહ લગ્ન એ માત્ર આર્થિક રીતે નબળા પરિવારો માટે જ નથી, પરંતુ તે સાદગી, સમાનતા અને પરંપરાનું જીવંત પ્રતીક છે, જેને સમાજના દરેક વર્ગે અપનાવવું જોઈએ. સમારોહમાં લગ્નના ઉમંગ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સભ્યો, આગેવાનો અને મહેમાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને જીવનદાન આપ્યું. આ કેમ્પે લગ્ન પ્રસંગને વધુ પવિત્ર અને સમાજસેવાભર્યો બનાવ્યો.હતો આ સમૂહલગ્નોત્સવમાં સમાજમાં સમૂહ લગ્નના અનેક ફાયદાઓ સાક્ષાત્ થયા – આર્થિક બોજમાં ઘટાડો, સમાજની એકતા અને ભાઈચારો વધારો, સાદગી તથા પવિત્રતા જળવાઈ રહે, વડીલો અને વિશેષ જરૂરિયાતમંદોને સન્માન મળે અને નવદંપતીઓને આખા સમાજ તરફથી મજબૂત આશીર્વાદ મળે તેવા શુભ ઉદ્દેશ થી યોજવામાં આવે છે સાંજે ચાર વાગ્યે જાન વિદાય સાથે આ અણમોલ અવસર પૂર્ણ થયો. બ્રહ્માણી માતાજીના આશીર્વાદ અને સમાજના સહકારથી યોજાયેલ આ સમૂહલગ્નોત્સવ પ્રજાપતિ સમાજની એકતા, સેવાભાવના અને પરંપરાને નવી ઊંચાઈ આપી છે. નવદંપતીઓને સમગ્ર સમાજ તરફથી હાર્દિક આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
    1
    પિલવાઈ બ્રહ્માણી માતાજીની વાડીમાં શ્રી છોત્તેર ગોળ પ્રજાપતિ સમાજના ૩૩મા સમૂહલગ્નમાં ૨૦ યુગલોના ભવ્ય લગ્ન, બ્રહ્માણી માતાજીના આશીર્વાદથી સપન્ન 
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે આવેલ શ્રી છોત્તેર ગોળ પ્રજાપતિ ભુવનમાં, જ્યાં કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનું પવિત્ર મંદિર આવેલું છે અને આ સ્થળ સમાજની વાડી તરીકે સમગ્ર પ્રજાપતિ સમાજમાં જાણીતું છે, ત્યાં સંવત ૨૦૮૨ના ફાગણ સુદ-૫ એટલે કે રવિવાર, તા. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ૩૩મો સમૂહલગ્નોત્સવ અત્યંત ભવ્ય, ધાર્મિક અને ભક્તિમય વાતાવરણમાં યોજાયો. શ્રી બ્રહ્માણી માતાજીની અસીમ કૃપાથી આ પવિત્ર સ્થળે ૨૦ નવદંપતીઓએ એકસાથે પ્રભુતાના પગલાં પાડીને જીવનની નવી સફર શરૂ કરી, જેનાથી આખું વાતાવરણ હર્ષોલ્લાસ અને આશીર્વાદોથી ગુંજી ઊઠ્યું હતું.
સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઈ પ્રજાપતિ (પાઘડી શેઠ, કોલવડા), મંત્રી શ્રી મુકુંદકુમાર પ્રજાપતિ (સ્ટેમ્પ વેન્ડર) તથા અન્ય હોદ્દેદારો, કારોબારી સભ્યો અને વર-કન્યાના માતા-પિતાની ઉપસ્થિતિમાં આયોજિત આ મહાપ્રસંગમાં સમાજના તમામ આગેવાનો, વડીલો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત એક દિવસ અગાઉ શનિવાર, તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૮ વાગ્યે ગણેશ સ્થાપના અને ૮.૩૦ વાગ્યે ગ્રહશાંતિ વિધિથી થઈ હતી. મુખ્ય લગ્ન દિવસે સવારે ૭.૩૦ વાગ્યે જાન આગમન થયું અને સવારે નવ વાગ્યે હસ્ત મેળાપનો પવિત્ર પ્રસંગ શરૂ થયો.
હસ્ત મેળાપનો આ પ્રસંગ અનેરો અને અવિસ્મરણીય રહ્યો. અલગ-અલગ ચોરીઓમાં વરપક્ષ અને કન્યાપક્ષના સગા-સંબંધીઓ, મિત્રો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એક જ સમયે, વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ સાથે તમામ ૨૦ જોડીઓના લગ્ન વિધિ પાર પડી. દરેક ચોરી પર માતા-પિતાએ કન્યાદાનની પવિત્ર વિધિ કરી અને સમગ્ર સમાજ વચ્ચે નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા. શંખનાદ, ઘંટડીઓના અવાજ અને “જય બ્રહ્માણી માતાજી”ના જયકારાઓથી આખું ભુવન ભક્તિ અને ઉમંગથી ભરાઈ ગયું હતું.
સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ચાલેલ ભોજન સમારંભમાં તાજા અને સ્વાદિષ્ટ વ્યંજનોની વિપુલ વ્યવસ્થા હતી. સમાજના સ્વયંસેવકોએ અત્યંત નિષ્ઠાપૂર્વક વ્યવસ્થા સંભાળી જેથી કોઈને કોઈ અગવડ ન પડી. વિશેષ કરીને વરિષ્ઠ સિનિયર સિટીઝન્સ, હેન્ડિકેપ્ડ વ્યક્તિઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો માટે અલગથી ટેબલ-ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમને પ્રાથમિકતા આપીને સેવા પૂરી પાડવામાં આવી, જેથી સમાજની સંવેદનશીલતા અને વડીલો પ્રત્યેના આદરનું સુંદર દર્શન થયું.
બપોરે એકથી ચાર વાગ્યા સુધી ચાલેલ સત્કાર સમારંભના પ્રમુખ તરીકે નટવરભાઈ રામચંદ્ર પ્રજાપતિ તથા શ્રીમતી દક્ષાબેન, મહેન્દ્રભાઈ રામચંદ્ર પ્રજાપતિ તથા શ્રીમતી મંજુલાબેન (રોકડીયા, વરસોડા – હાલ સાયન્સ સીટી, અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા. આ દંપતીઓએ સ્વ. શ્રી રામચંદ્ર મુલચંદ્ર પ્રજાપતિ અને સ્વ. શ્રીમતી મેનાબેન રામચંદ્ર પ્રજાપતિની પવિત્ર સ્મૃતિમાં આ ઉદાર યોગદાન આપ્યું હતું. સત્કાર સમારંભના મુખ્ય મહેમાન તરીકે સુ. શ્રીમતી રેવાબેન ભુદરભાઈ પ્રજાપતિ, શ્રી વિપુલભાઈ પ્રજાપતિ તથા શ્રીમતી ભાવનાબેન અને તેમની પુત્રી કુ. રૂદ્રા (મુ. ચરાડા – હાલ ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા. આ દાતાશ્રીઓના ઉદાર સહયોગથી સમારોહ વધુ યાદગાર બન્યો હતો.
આ પ્રસંગમાં એક વિશેષ અને પ્રેરણાદાયી ક્ષણ ત્યારે આવી જ્યારે સમાજના મંત્રીશ્રી શ્રી મુકુંદકુમાર પ્રજાપતિના પુત્ર પણ આ સમૂહલગ્નમાં જોડાયા અને અન્ય નવયુગલો સાથે પ્રભુતાના પગલાં પાડ્યા. આ જોડાણે સમગ્ર સમાજને મજબૂત સંદેશ આપ્યો કે સમૂહ લગ્ન એ માત્ર આર્થિક રીતે નબળા પરિવારો માટે જ નથી, પરંતુ તે સાદગી, સમાનતા અને પરંપરાનું જીવંત પ્રતીક છે, જેને સમાજના દરેક વર્ગે અપનાવવું જોઈએ.
સમારોહમાં લગ્નના ઉમંગ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સભ્યો, આગેવાનો અને મહેમાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને જીવનદાન આપ્યું. આ કેમ્પે લગ્ન પ્રસંગને વધુ પવિત્ર અને સમાજસેવાભર્યો બનાવ્યો.હતો
આ સમૂહલગ્નોત્સવમાં સમાજમાં સમૂહ લગ્નના અનેક ફાયદાઓ સાક્ષાત્ થયા – આર્થિક બોજમાં ઘટાડો, સમાજની એકતા અને ભાઈચારો વધારો, સાદગી તથા પવિત્રતા જળવાઈ રહે, વડીલો અને વિશેષ જરૂરિયાતમંદોને સન્માન મળે અને નવદંપતીઓને આખા સમાજ તરફથી મજબૂત આશીર્વાદ મળે તેવા શુભ ઉદ્દેશ થી યોજવામાં આવે છે સાંજે ચાર વાગ્યે જાન વિદાય સાથે આ અણમોલ અવસર પૂર્ણ થયો.
બ્રહ્માણી માતાજીના આશીર્વાદ અને સમાજના સહકારથી યોજાયેલ આ સમૂહલગ્નોત્સવ પ્રજાપતિ સમાજની એકતા, સેવાભાવના અને પરંપરાને નવી ઊંચાઈ આપી છે. નવદંપતીઓને સમગ્ર સમાજ તરફથી હાર્દિક આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    14 hrs ago
  • शराब सप्लाई करने का यह तरीका तो AI भी नहीं बता सकता था।🤣🤣 बिहारी सारी दुनियां पर भारी — जुगाड़ में इनका कोई तोड़ नहीं हैं😆😆
    1
    शराब सप्लाई करने का यह तरीका तो AI भी नहीं बता सकता था।🤣🤣
बिहारी सारी दुनियां पर भारी — जुगाड़ में इनका कोई तोड़ नहीं हैं😆😆
    user_UNITED TIMES
    UNITED TIMES
    પ્રાંતિજ, સાબરકાંઠા, ગુજરાત•
    22 hrs ago
  • પોશીના તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળો ઘેરાણા
    1
    પોશીના તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળો ઘેરાણા
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    11 min ago
  • આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 23/2/26, સોમવાર 🙏🙏🙏
    1
    આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 23/2/26, સોમવાર 🙏🙏🙏
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • બડોલી ખાતે સાબરકાંઠા વેડું સમાજ દ્વારા ગુરુ મહિમાનો અનેરો શુભ અવસર ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. શ્રી કુળદેવી માતાજીની અસીમ કૃપાથી આયોજિત આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લીધો હતો.સવારે બડોલી ચામુંડાનગરથી ભવ્ય શોભાયાત્રા નીકળી શીતળા માતાજી મંદિર, દેત્રોલી રોડ સુધી પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન જયઘોષ અને ભક્તિગીતોથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.પ્રસંગ દરમિયાન ગુરુ કિશોરદાસ મહારાજના વરદહસ્તે ગુરુ આકાશબાપજીનો હસ્ત અભિષેક વિધિ વિધિવત સંપન્ન કરવામાં આવી હતી. આ અવસરે સાબરકાંઠા વેડું સમાજ દ્વારા ગુરુજીને ₹5,11,000નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાન અર્પણની આ વિધિ ભક્તિભાવ અને આદર સાથે યોજાઈ હતી.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરતભાઈ પટની ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમાજના એકતા અને ધાર્મિક કાર્ય માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી. બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સાબરકાંઠા વેડું સમાજ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. શીતળા માતાજી તથા અંબે માતાજી મંદિર, દેત્રોલી રોડ પર-બડોલી, તા. ઇડર ખાતે યોજાયેલો આ પ્રસંગ ભક્તિમય માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
    1
    બડોલી ખાતે સાબરકાંઠા વેડું સમાજ દ્વારા ગુરુ મહિમાનો અનેરો શુભ અવસર ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. શ્રી કુળદેવી માતાજીની અસીમ કૃપાથી આયોજિત આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લીધો હતો.સવારે બડોલી ચામુંડાનગરથી ભવ્ય શોભાયાત્રા નીકળી શીતળા માતાજી મંદિર, દેત્રોલી રોડ સુધી પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન જયઘોષ અને ભક્તિગીતોથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.પ્રસંગ દરમિયાન ગુરુ કિશોરદાસ મહારાજના વરદહસ્તે ગુરુ આકાશબાપજીનો હસ્ત અભિષેક વિધિ વિધિવત સંપન્ન કરવામાં આવી હતી. આ અવસરે સાબરકાંઠા વેડું સમાજ દ્વારા ગુરુજીને ₹5,11,000નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાન અર્પણની આ વિધિ ભક્તિભાવ અને આદર સાથે યોજાઈ હતી.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરતભાઈ પટની ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમાજના એકતા અને ધાર્મિક કાર્ય માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સાબરકાંઠા વેડું સમાજ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. શીતળા માતાજી તથા અંબે માતાજી મંદિર, દેત્રોલી રોડ પર-બડોલી, તા. ઇડર ખાતે યોજાયેલો આ પ્રસંગ ભક્તિમય માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.