Shuru
Apke Nagar Ki App…
ચંદવાણા-નગીચાણા માર્ગ પર ગોઝારો અકસ્માત: બે બાઈક અથડાતા એકનું મોત, એક ઘાયલ માંગરોળ તાલુકાના ચંદવાણાથી નગીચાણા ગામ જતા રસ્તે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચંદવાણાના નીલેશ નરસીંગભાઇ પરમારે પોતાનું હીરો ડીલક્ષ બાઈક બેફામ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને કેશોદના અગતરાય ગામના પ્રભુદાસભાઇ કાલરીયાના સ્પ્લેન્ડર બાઈક સાથે ધડાકાભેર અથડાવ્યું હતું. આ અકસ્માતમાં પ્રભુદાસભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકમાં પાછળ બેઠેલા જેન્તીભાઈ ચુડાસમાને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના અંગે મૃતકના ૭૦ વર્ષીય ભાઈ શશીકાંતભાઇ કાલરીયાએ શીલ પોલીસ મથકમાં આરોપી બાઈક ચાલક વિરુદ્ધ જીવલેણ અકસ્માત સર્જવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Junagadh local news

More news from ગુજરાત and nearby areas
- માળિયા હાટીનામાં સીતારામ સેવા ટ્રસ્ટ, આશીર્વાદ ટ્રસ્ટ, સરદાર વોલિયન્ટરી બ્લડ બેન્ક (કેશોદ) અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ (રાજકોટ)ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન અને દાંતના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગ અને મોમીન સમાજના વિશેષ સહકારથી યોજાયેલ આ મેડિકલ કેમ્પને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સેવાકાર્યને જ્વલંત સફળતા અપાવવા બદલ સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, રક્તદાતાઓ અને પાયાના પથ્થર સમાન તમામ કાર્યકર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.1
- Post by પત્રકાર1
- Post by Ramesh Singal1
- Post by Bkp News1
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1
- સાવરકુંડલા ના વીજપડી ગામે કમોસમી વરસાદ પવન અને ગાજ વીજ સાથે વારસાદ1
- કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ1
- માંગરોળ તાલુકાના ચંદવાણાથી નગીચાણા ગામ જતા રસ્તે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચંદવાણાના નીલેશ નરસીંગભાઇ પરમારે પોતાનું હીરો ડીલક્ષ બાઈક બેફામ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને કેશોદના અગતરાય ગામના પ્રભુદાસભાઇ કાલરીયાના સ્પ્લેન્ડર બાઈક સાથે ધડાકાભેર અથડાવ્યું હતું. આ અકસ્માતમાં પ્રભુદાસભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકમાં પાછળ બેઠેલા જેન્તીભાઈ ચુડાસમાને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના અંગે મૃતકના ૭૦ વર્ષીય ભાઈ શશીકાંતભાઇ કાલરીયાએ શીલ પોલીસ મથકમાં આરોપી બાઈક ચાલક વિરુદ્ધ જીવલેણ અકસ્માત સર્જવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1