Shuru
Apke Nagar Ki App…
કાલીગામ ઈનામી ખાતે અંબાજી પૂનમના મેળે જતા પગપાળા યાત્રિકોનું ભવ્ય સ્વાગત કાલીગામ ઈનામી ખાતે અંબાજી પૂનમના મેળે જતા પગપાળા યાત્રિકોનું ભવ્ય સ્વાગત અંબાજી પૂનમના મેળામાં પગપાળા યાત્રાએ જતા યાત્રિકોનું કાલીગામ ઈનામી ખાતે મુકેશભાઈ ડાંગી, કનુભાઈ ડામોર અને પૃથ્વીરાજ ડામોર સહિતના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબાજી માતાના રથ સાથે યાત્રાએ નીકળેલા યુવાનોને શુભેચ્છા પાઠવી રથને માં અંબાજીના ધામ તરફ રવાના કરવામાં આવ્યો હતો. અંબાજી પૂનમના મેળાને લઈને પગપાળા યાત્રિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રિકોના સ્વાગત દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને સૌએ માં અંબાજીના દર્શન તથા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.
Saurabh Gelot
કાલીગામ ઈનામી ખાતે અંબાજી પૂનમના મેળે જતા પગપાળા યાત્રિકોનું ભવ્ય સ્વાગત કાલીગામ ઈનામી ખાતે અંબાજી પૂનમના મેળે જતા પગપાળા યાત્રિકોનું ભવ્ય સ્વાગત અંબાજી પૂનમના મેળામાં પગપાળા યાત્રાએ જતા યાત્રિકોનું કાલીગામ ઈનામી ખાતે મુકેશભાઈ ડાંગી, કનુભાઈ ડામોર અને પૃથ્વીરાજ ડામોર સહિતના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબાજી માતાના રથ સાથે યાત્રાએ નીકળેલા યુવાનોને શુભેચ્છા પાઠવી રથને માં અંબાજીના ધામ તરફ રવાના કરવામાં આવ્યો હતો. અંબાજી પૂનમના મેળાને લઈને પગપાળા યાત્રિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રિકોના સ્વાગત દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને સૌએ માં અંબાજીના દર્શન તથા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.
More news from Gujarat and nearby areas
- દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રામનગર ખાતે મમતા દિવસ સેશનની મુલાકાત લીધી દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રામનગર ખાતે મમતા દિવસ સેશનની મુલાકાત લીધી દાહોદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવત દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગારખાયા હેઠળના રામનગર ખાતે યોજાયેલા મમતા દિવસ સેશનની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તેમજ બાળકોને આપવામાં આવતી માતા-બાળ આરોગ્ય સેવાઓ અને રસીકરણ કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ ઉપસ્થિત લાભાર્થીઓને મળતી આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી સંબંધિત આરોગ્ય કર્મચારીઓ, એએનએમ અને આશા બહેનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવતે શહેરી વિસ્તારના દરેક લાભાર્થી સુધી માતા અને બાળ આરોગ્યલક્ષી સેવાઓ સમયસર, ગુણવત્તાયુક્ત અને અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે આરોગ્ય કર્મચારીઓને કામગીરીમાં નિયમિતતા, ગુણવત્તા અને જવાબદારી જાળવી રાખવા પણ જણાવ્યું હતું. મુલાકાત દરમિયાન સંબંધિત અર્બન મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- છોટાઉદેપુર હોસ્ટેલ વિવાદ: જિલ્લા કલેક્ટરે લીધી ગંભીર નોંધ, પ્રોફેસર અર્જુનભાઈ અને કોંગ્રેસ કાર્યકર્તાઓની રજૂઆત બાદ 'સઘન તપાસ'ની ખાતરી છોટાઉદેપુર હોસ્ટેલ વિવાદમાં નવો વળાંક! પ્રોફેસર અર્જુનભાઈ અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટર અને SDM ને મળીને હોસ્ટેલની જર્જરિત હાલત અંગે મૌખિક રજૂઆત કરી. કલેક્ટરે લીધી ગંભીર નોંધ, આપ્યા સઘન તપાસના આદેશ. શું હવે વિદ્યાર્થિનીઓને ન્યાય મળશે? જુઓ ઈ ક્રાંતિ ન્યૂઝ પર આ વિશેષ અહેવાલ. 📌 વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો.1
- જાંબુઘોડામાં મોદીના જન્મદિવસે રક્તદાનનો સેવાયજ્ઞ : 100થી વધુ યુનિટ રક્ત એકત્ર . પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મ દિવસ નિમિત્તે જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે ઈન્દુ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાંબુઘોડા ના 77 વર્ષના રમેશભાઈએ રક્તદાન કરી યુવાનોને પ્રેરણા આપી. જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને યોજાયેલી આ શિબિરમાં જાંબુઘોડા તાલુકાના વિવિધ ગામોમાંથી વડીલો, યુવાનો, કાર્યકરો તથા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શિબિરમાં રક્તદાન કરવા માટે રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક યુવાનો સાથે વડીલોએ પણ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. શિબિર દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલી આ શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ, જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ રેશમાબેન બારીયા, તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ બારીયા, લોકેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો, સરપંચો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિરમાં ખાસ કરીને 77 વર્ષના રમેશભાઈ સોમાભાઈ રાવળે રક્તદાન કરતાં ઉપસ્થિત યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જાંબુઘોડા નગરના રાવળ ફળિયામાં રહેતા રમેશભાઈએ ઉંમરનો વિચાર કર્યા વિના રક્તદાન કરી સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં તેમની ફિટનેસ ને આધારે તેમનું બ્લડ લેવામાં આવ્યું હતૂ શિબિરમાં રક્તદાન કરનારાઓને ઈન્દુ બ્લડ બેન્ક તરફથી બેગ અને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. જ્યારે જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ તરફથી રક્તદાતાઓને ટિફિન બોક્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત થતાં આયોજકો દ્વારા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રક્તદાન દ્વારા માનવસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. -------------------- (બોક્સ ) જાંબુઘોડાના પ્રજ્ઞાચક્ષુ શબ્બીરભાઈ હુસેનભાઈ ગોરી, ઉં.વ. 52 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય અને જાંબુઘોડામાં રક્તદાન શિબિરનું આયોજન થયું હોય ત્યારે જન્મદિવસની ઉજવણી માટે રક્તદાન કરવા આવવું જ પડે તેમ કહી જાંબુઘોડાના પ્રજ્ઞાચક્ષુ શબ્બીરભાઈ હુસેનભાઈ ગોરી (ઉં.વ. 52) આનંદ સાથે રક્તદાન કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “બ્લડ ડોનેટ તો શું, જાન પણ હાજર છે.” તેમનો સેવાભાવ ઉપસ્થિત લોકોમાં ચર્ચા નો વિષય બન્યો હતૉ (બોક્સ ): 77 વર્ષના રમેશભાઈએ કર્યું રક્તદાન જાંબુઘોડા નગરના રાવળ ફળિયામાં રહેતા રમેશભાઈ સોમાભાઈ રાવળની ઉંમર 77 વર્ષ હોવા છતાં તેઓ રક્તદાન કરવા શિબિરમાં પહોંચ્યા હતા. ઉંમરની પરવા કર્યા વિના તેમણે રક્તદાન કરતાં ઉપસ્થિત યુવાનોમાં પણ રક્તદાન કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડીલ દ્વારા કરવામાં આવેલા રક્તદાનને આયોજકોએ સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું હતું1
- હાલોલમાં શ્રી હિમજા માતાજીની ઉજાણી યોજાઈ, ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હાલોલમાં શ્રી હિમજા માતાજીની ઉજાણી યોજાઈ, ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હાલોલ: શહેરમાં આવેલ શ્રી હિમજા માતાજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝારોલા વણિક સમાજની કુળદેવી તરીકે પૂજાતા શ્રી હિમજા માતાજીના દર્શન અને પૂજન માટે સ્થાનિક ભક્તો તેમજ સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉજાણીના પાવન પ્રસંગે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન, પૂજન અને આરતીમાં જોડાયા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજાણી પ્રસંગે સમાજના લોકો એકત્રિત થયા હતા અને માતાજીના આશીર્વાદ મેળવી પરિવાર તથા સમાજની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગ સ્થાનિક ભક્તો માટે માત્ર ધાર્મિક આસ્થા પૂરતો સીમિત ન રહેતા સામાજિક એકતા અને પરસ્પર મળાપનો પણ અવસર બની રહ્યો હતો. આ પ્રસંગે દર વર્ષની જેમ સવારે માતાજીનું હવન કરવામાં આવે છે અને ત્યાર બાદ સાંજ પડે શ્રીફળ હોમવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. શ્રી હિમજા માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા સમાજના આગેવાનો તથા મંદિર સાથે સંકળાયેલા સેવાભાવી કાર્યકરો દ્વારા ઉજાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. ઉજાણીના આ ધાર્મિક પ્રસંગે **"જય શ્રી હિમજા માતાજી"**ના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું1
- aaje amdavad sahit aaspas na jila ma ane kasodra gam ma varsad thayo1
- કલાલી ફાટકના રામનગર યુવક મંડળે હરિશ્ચંદ્રગઢના કેદારેશ્વર મંદિરની પ્રતિકૃતિમાં કરાવ્યા શ્રીજીના દર્શન કલાલી ફાટકના રામનગર યુવક મંડળે હરિશ્ચંદ્રગઢના કેદારેશ્વર મંદિરની પ્રતિકૃતિમાં કરાવ્યા શ્રીજીના દર્શન વડોદરા આટલાદરા-કલાલી ફાટક વિસ્તારમાં આવેલા રામનગર યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢ કિલ્લામાં આવેલા કેદારેશ્વર ગુફા મંદિરની અનોખી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ગુફાની છત ચાર સ્તંભો પર ટકેલી હોવાનું માનવામાં આવે છે. આ ચાર સ્તંભ સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગના પ્રતીક માનવામાં આવે છે. હાલ એક જ સ્તંભ બચ્યો હોવાનું કહેવાય છે, જેને કલિયુગનું પ્રતીક માનવામાં આવે છે. આ જ થીમ આધારિત સજાવટમાં શ્રીજીના ભક્તિમય દર્શન કરાવવામાં આવ્યા હતા.1
- યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શિવમ વિદ્યાલયમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો4
- કાલીગામ ઈનામી ખાતે અંબાજી પૂનમના મેળે જતા પગપાળા યાત્રિકોનું ભવ્ય સ્વાગત કાલીગામ ઈનામી ખાતે અંબાજી પૂનમના મેળે જતા પગપાળા યાત્રિકોનું ભવ્ય સ્વાગત અંબાજી પૂનમના મેળામાં પગપાળા યાત્રાએ જતા યાત્રિકોનું કાલીગામ ઈનામી ખાતે મુકેશભાઈ ડાંગી, કનુભાઈ ડામોર અને પૃથ્વીરાજ ડામોર સહિતના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબાજી માતાના રથ સાથે યાત્રાએ નીકળેલા યુવાનોને શુભેચ્છા પાઠવી રથને માં અંબાજીના ધામ તરફ રવાના કરવામાં આવ્યો હતો. અંબાજી પૂનમના મેળાને લઈને પગપાળા યાત્રિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રિકોના સ્વાગત દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને સૌએ માં અંબાજીના દર્શન તથા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.1