logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જસદણ નજીક આવેલા આલણ સાગર ડેમમાં કરુણ દુર્ઘટના સર્જાઈ છે. ચાર બાળકો નાવા જતા ડૂબી જતા મોત નિપજ્યા મૃતકોમાં કાંગસિયા પરિવારના રાજવીર સામતભાઈ રાઠોડ (ઉ.વ. 16), કિશન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 17), કાળુ ભરતભાઈ રાઠોડ (ઉ.વ. 11) તેમજ ગાડલીયા ગામના રામાભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉ.વ. 13) નો સમાવેશ થાય છે. માહિતી મુજબ, આજે બપોરે આશરે 4 વાગ્યાના સમયે ચારેય બાળકો જસદણથી અંદાજે 4 કિમી દૂર બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર ડેમમાં નાવા ગયા હતા. નાવા દરમિયાન ચારે બાળકો ડૂબી ગયા હતા. બાળકોના પિતા સામતભાઈ સોમજીભાઈ રાઠોડ શોધખોળ માટે સ્થળે પહોંચતા સાયકલ, કપડા અને ચંપલ જોવા મળતાં તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. જસદણ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી. ટૂંક સમયમાં ચારેય બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ ઘટનાની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોને પ્રત્યેકને રૂ. 25,000 ની સહાય જાહેર કરી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

2 hrs ago
user_Ramesh thakor Halvad Morbi
Ramesh thakor Halvad Morbi
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
2 hrs ago

જસદણ નજીક આવેલા આલણ સાગર ડેમમાં કરુણ દુર્ઘટના સર્જાઈ છે. ચાર બાળકો નાવા જતા ડૂબી જતા મોત નિપજ્યા મૃતકોમાં કાંગસિયા પરિવારના રાજવીર સામતભાઈ રાઠોડ (ઉ.વ. 16), કિશન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 17), કાળુ ભરતભાઈ રાઠોડ (ઉ.વ. 11) તેમજ ગાડલીયા ગામના રામાભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉ.વ. 13) નો સમાવેશ થાય છે. માહિતી મુજબ, આજે બપોરે આશરે 4 વાગ્યાના સમયે ચારેય બાળકો જસદણથી અંદાજે 4 કિમી દૂર બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર ડેમમાં નાવા ગયા હતા. નાવા દરમિયાન ચારે બાળકો ડૂબી ગયા હતા. બાળકોના પિતા સામતભાઈ સોમજીભાઈ રાઠોડ શોધખોળ માટે સ્થળે પહોંચતા સાયકલ, કપડા અને ચંપલ જોવા મળતાં તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. જસદણ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી. ટૂંક સમયમાં ચારેય બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ ઘટનાની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોને પ્રત્યેકને રૂ. 25,000 ની સહાય જાહેર કરી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

More news from ગુજરાત and nearby areas
  • 64 ધાંગધ્રા હળવદ મતવિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાના મતનો અધિકાર એટલે મતદાન કર્યું હતું પોતાના મતવિસ્તારમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી
    1
    64 ધાંગધ્રા હળવદ મતવિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાના મતનો અધિકાર એટલે મતદાન કર્યું હતું પોતાના મતવિસ્તારમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 hrs ago
  • લોકશાહી નુ અનોખું પર્વ હડાળા ગામે વરરાજાએ ઘોડે ચડીને કર્યું મતદાન
    1
    લોકશાહી નુ અનોખું પર્વ હડાળા ગામે વરરાજાએ ઘોડે ચડીને કર્યું મતદાન
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    20 hrs ago
  • Post by Alkesh bhai damor
    1
    Post by Alkesh bhai damor
    user_Alkesh bhai damor
    Alkesh bhai damor
    Lawyer વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • માંડલ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28 તારીખે આવશે પરિણામ ન્યુઝ લખાણ: માંડલ તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને યુવાનો, મહિલાઓ, વૃદ્ધો તેમજ અપંગ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ જળવાયો રહ્યો. ખાસ કરીને માંડલ તાલુકાના જાલીસણા ગામે લોકશાહી પ્રત્યેનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં એક વરરાજા જાન લઈને સીધા મતદાન મથકે પહોંચ્યા હતા અને જાન પ્રસ્થાન પહેલા વરરાજા સાથે વરઘોડિયાઓએ પણ મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. આ દ્રશ્યે લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનો સકારાત્મક સંદેશ આપ્યો હતો. હવે તમામની નજર 28 તારીખે જાહેર થનારા પરિણામો પર ટકેલી છે, જ્યાં મતપેટીમાં કેદ થયેલ જનમતનો નિર્ણય બહાર આવશે. રિપોર્ટર જગદીશ રાવળ
    3
    માંડલ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28 તારીખે આવશે પરિણામ
ન્યુઝ લખાણ:
માંડલ તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને  યુવાનો, મહિલાઓ, વૃદ્ધો તેમજ અપંગ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ જળવાયો રહ્યો.
ખાસ કરીને માંડલ તાલુકાના જાલીસણા ગામે લોકશાહી પ્રત્યેનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં એક વરરાજા જાન લઈને સીધા મતદાન મથકે પહોંચ્યા હતા અને જાન પ્રસ્થાન પહેલા વરરાજા સાથે વરઘોડિયાઓએ પણ મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. આ દ્રશ્યે લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનો સકારાત્મક સંદેશ આપ્યો હતો.
હવે તમામની નજર 28 તારીખે જાહેર થનારા પરિણામો પર ટકેલી છે, જ્યાં મતપેટીમાં કેદ થયેલ જનમતનો નિર્ણય બહાર આવશે.
રિપોર્ટર જગદીશ રાવળ
    user_Jagdish Raval
    Jagdish Raval
    Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
  • મોટી ઉંમરના વયોવૃદ્ધ તથા દિવ્યાંગ મતદાતાઓએ વ્હીલચેરની મદદથી મતદાન મથકે પહોંચ્યા બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અન્વયે જિલ્લામાં આજે મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ લોકશાહીના પર્વમાં બોટાદના બરવાળા અને પાળીયાદ કન્યા શાળા ખાતે સિનિયર સિટીઝન મતદારોએ હોંશે હોંશે મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકોએ સક્રિય ભાગીદારી નોંધાવી છે શારીરિક અશક્ત હોવા છતાં, અનેક વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો પોતાના પરિવારજનોના સહારે અને વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી વ્હીલચેરની સહાયથી મતદાન મથક સુધી પહોંચ્યા હતા. આ મતદાતાઓનો ઉત્સાહ આજની યુવા પેઢીને તથા અન્યોને પણ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડે છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ, વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકો પર ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. રેમ્પની સુવિધા, વ્હીલચેરની ઉપલબ્ધતા અને મતદાન મથકના સ્વયંસેવકો દ્વારા તેમને આપવામાં આવતી પ્રાથમિકતાને કારણે આ વડીલો કોઈપણ મુશ્કેલી વગર શાંતિપૂર્વક મતદાન કરી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    મોટી ઉંમરના વયોવૃદ્ધ તથા દિવ્યાંગ મતદાતાઓએ વ્હીલચેરની મદદથી મતદાન મથકે પહોંચ્યા 
બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અન્વયે જિલ્લામાં આજે મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ લોકશાહીના પર્વમાં બોટાદના બરવાળા અને પાળીયાદ કન્યા શાળા ખાતે સિનિયર સિટીઝન મતદારોએ હોંશે હોંશે મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકોએ સક્રિય ભાગીદારી નોંધાવી છે શારીરિક અશક્ત હોવા છતાં, અનેક વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો પોતાના પરિવારજનોના સહારે અને વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી વ્હીલચેરની સહાયથી મતદાન મથક સુધી પહોંચ્યા હતા. આ મતદાતાઓનો ઉત્સાહ આજની યુવા પેઢીને તથા અન્યોને પણ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડે છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ, વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકો પર ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. રેમ્પની સુવિધા, વ્હીલચેરની ઉપલબ્ધતા અને મતદાન મથકના સ્વયંસેવકો દ્વારા તેમને આપવામાં આવતી પ્રાથમિકતાને કારણે આ વડીલો કોઈપણ મુશ્કેલી વગર શાંતિપૂર્વક મતદાન કરી રહ્યા છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • ધંધુકાના હડાળા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફેદરા ના વખતપરથી ગઈ કાલે EVM ગુમ થવાની ઘટના. સરકારી અધિકારી જ પોતાની પ્રાવેટ કારમાં EVM લઇ ગયાની માહિતી. ધંધુકા ના વખતપર પર થી evm ગુમ થતા ચકચાર.
    1
    ધંધુકાના હડાળા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફેદરા ના વખતપરથી ગઈ કાલે EVM ગુમ થવાની ઘટના.
સરકારી અધિકારી જ પોતાની પ્રાવેટ કારમાં EVM લઇ ગયાની માહિતી.
ધંધુકા ના વખતપર પર થી evm ગુમ થતા ચકચાર.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં આજે એક પ્રેરણાદાયક દૃશ્ય જોવા મળ્યું… જલ્પાબેન કરશનભાઈ પરમારે પોતાના જીવનના સૌથી ખાસ દિવસે — લગ્નના દિવસે — પણ મતદાનને પ્રાથમિકતા આપી 👰🗳️ દુલ્હનના વેશમાં જ મતદાન મથક પર પહોંચી તેમણે સાબિત કર્યું કે લોકશાહી પ્રત્યેની ફરજ કોઈપણ પ્રસંગ કરતાં મોટી છે। તેમનો સંદેશ સ્પષ્ટ છે — 👉 “મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નૈતિક ફરજ છે.” આવો, આપણે પણ જાગૃત નાગરિક બનીએ અને દરેક ચૂંટણીમાં મતદાન કરીને દેશના વિકાસમાં સહભાગી બનીએ 🇮🇳
    1
    ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં આજે એક પ્રેરણાદાયક દૃશ્ય જોવા મળ્યું…
જલ્પાબેન કરશનભાઈ પરમારે પોતાના જીવનના સૌથી ખાસ દિવસે — લગ્નના દિવસે — પણ મતદાનને પ્રાથમિકતા આપી 👰🗳️
દુલ્હનના વેશમાં જ મતદાન મથક પર પહોંચી તેમણે સાબિત કર્યું કે લોકશાહી પ્રત્યેની ફરજ કોઈપણ પ્રસંગ કરતાં મોટી છે।
તેમનો સંદેશ સ્પષ્ટ છે —
👉 “મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નૈતિક ફરજ છે.”
આવો, આપણે પણ જાગૃત નાગરિક બનીએ અને દરેક ચૂંટણીમાં મતદાન કરીને દેશના વિકાસમાં સહભાગી બનીએ 🇮🇳
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    22 hrs ago
  • લગ્નનો દિવસ જીવનનો સૌથી ખાસ અને યાદગાર દિવસ હોય છે. પરંતુ બોટાદ જિલ્લામાં દુલ્હન શ્રી ભૂમિકાબેન પંચાળાએ પોતાના આ ખાસ દિવસે એક અનોખું ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું છે તેમણે વ્યક્તિગત ખુશી કરતા લોકશાહીના કર્તવ્યને પ્રાથમિકતા આપી છે લગ્ન માટે જાન તેમના આંગણે પધારી ચૂકી છે, ઘર પરિવાર અને સગા-સંબંધીઓ ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે ભૂમિકાબેને સૌપ્રથમ મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશ માટેની પોતાની ફરજ નિભાવી. “પહેલા મતદાન પછી લગ્ન”ના સંકલ્પ સાથે તેમણે લોકશાહીના પર્વને સાચા અર્થમાં ઉજવ્યો ભૂમિકાબેન જણાવે છે કે, મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ પણ છે. જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે પણ આ ફરજને પ્રાથમિકતા આપવી એ જ સાચી લોકશાહી પ્રત્યેની જવાબદારી છે તેમનું આ પ્રેરણાદાયી પગલું માત્ર એક વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ સમાજ માટે સંદેશ છે કે કોઈપણ પરિસ્થિતિમાં મતદાન કરવાનું ટાળવું નહીં. ખાસ કરીને યુવાનો અને પ્રથમવાર મતદાન કરનારાઓ માટે આ ઘટના પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    લગ્નનો દિવસ જીવનનો સૌથી ખાસ અને યાદગાર દિવસ હોય   છે. પરંતુ બોટાદ જિલ્લામાં દુલ્હન શ્રી ભૂમિકાબેન પંચાળાએ પોતાના આ ખાસ દિવસે એક અનોખું ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું છે તેમણે વ્યક્તિગત ખુશી કરતા લોકશાહીના કર્તવ્યને પ્રાથમિકતા આપી છે લગ્ન માટે જાન તેમના આંગણે પધારી ચૂકી છે, ઘર પરિવાર અને સગા-સંબંધીઓ ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે  ભૂમિકાબેને સૌપ્રથમ મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશ માટેની પોતાની ફરજ નિભાવી. “પહેલા મતદાન પછી લગ્ન”ના સંકલ્પ સાથે તેમણે લોકશાહીના પર્વને સાચા અર્થમાં ઉજવ્યો ભૂમિકાબેન જણાવે છે કે, મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ પણ છે. જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે પણ આ ફરજને પ્રાથમિકતા આપવી એ જ સાચી લોકશાહી પ્રત્યેની જવાબદારી છે તેમનું આ પ્રેરણાદાયી પગલું માત્ર એક વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ સમાજ માટે સંદેશ છે કે કોઈપણ પરિસ્થિતિમાં મતદાન કરવાનું ટાળવું નહીં. ખાસ કરીને યુવાનો અને પ્રથમવાર મતદાન કરનારાઓ માટે આ ઘટના પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા જેનતબેન ઉર્ફે હવાબાઇ અશરફ લંઘા (ઉ.વ. 45) પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ નાસી ગયેલા શખ્સને પોલીસે રાઉન્ડ-અપ કરી લીધો હતો. કિડાણાના એકતાનગરમાં રહેતા શ્રમિક પરિવારમાં આ બનાવ બન્યો હતો. અહીં રહેનાર જેનતબેન અને અશરફના દામ્પત્ય જીવનમાં એક 10 વર્ષીય બાળકી, 4-5 વર્ષનો પુત્ર છે. આ બંને શ્રમિક જેમ-તેમ કરીને પેટીયું રળતા હતા. બંને વચ્ચે જમવા બાળકોની સાર સંભાળ સહિતના મુદ્દે કંકાસ થતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગત મોડી રાત્રે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે બાળક સાથે મહિલા ખાટલા પર સૂતા હતા ત્યારે ઉશ્કેરાયેલા અશરફ લંઘાએ ઘરમાં રહેલી ધારદાર કુહાડી ઉપાડી મહિલાને માથામાં ઘા ઝીંકી દીધા હતા, જેમાં આ મહિલાનું મોત થયું હતું. સવારે બંને બાળક જાગી જતાં અને પોતાની માતાને જગાડવા જતાં લોહી દેખાયું હતું અને રાડારાડ કરતાં બાળકો બહાર દોડી ગયા હતા અને આસપાસના લોકોને જાણ કરી હતી. વહેલી સવારે 112માં ફોન કરી બનાવની જાણ કરાઈ હતી. ચૂંટણી બંદોબસ્ત વચ્ચે હત્યાનો બનાવ પ્રકાશમાં આવતાં પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી. બનાવ સ્થળે જઈ પોલીસે તપાસ હાથ ધરી નાસી ગયેલા શખ્સને રાઉન્ડ-અપ કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. પિતાના હાથે માતાની હત્યા બાદ બાળકોએ એકાએક માતાની છત્રછાયા ગુમાવી હતી. મહિલાની લાશને પી.એમ. માટે લઈ જવાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિના હાથે પત્નીની હત્યાના આ બનાવથી ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી હતી.
    1
    ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા જેનતબેન ઉર્ફે હવાબાઇ અશરફ લંઘા (ઉ.વ. 45) પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ નાસી ગયેલા શખ્સને પોલીસે રાઉન્ડ-અપ કરી લીધો હતો. કિડાણાના એકતાનગરમાં રહેતા શ્રમિક પરિવારમાં આ બનાવ બન્યો હતો. અહીં રહેનાર જેનતબેન અને અશરફના દામ્પત્ય જીવનમાં એક 10 વર્ષીય બાળકી, 4-5 વર્ષનો પુત્ર છે. આ બંને શ્રમિક જેમ-તેમ કરીને પેટીયું રળતા હતા. બંને વચ્ચે જમવા બાળકોની સાર સંભાળ સહિતના મુદ્દે કંકાસ થતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગત મોડી રાત્રે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે બાળક સાથે મહિલા ખાટલા પર સૂતા હતા ત્યારે ઉશ્કેરાયેલા અશરફ લંઘાએ ઘરમાં રહેલી ધારદાર કુહાડી ઉપાડી મહિલાને માથામાં ઘા ઝીંકી દીધા હતા, જેમાં આ મહિલાનું મોત થયું હતું. સવારે બંને બાળક જાગી જતાં અને પોતાની માતાને જગાડવા જતાં લોહી દેખાયું હતું અને રાડારાડ કરતાં બાળકો બહાર દોડી ગયા હતા અને આસપાસના લોકોને જાણ કરી હતી. વહેલી સવારે 112માં ફોન કરી બનાવની જાણ કરાઈ હતી. ચૂંટણી બંદોબસ્ત વચ્ચે હત્યાનો બનાવ પ્રકાશમાં આવતાં પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી. બનાવ સ્થળે જઈ પોલીસે તપાસ હાથ ધરી નાસી ગયેલા શખ્સને રાઉન્ડ-અપ કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. પિતાના હાથે માતાની હત્યા બાદ બાળકોએ એકાએક માતાની છત્રછાયા ગુમાવી હતી. મહિલાની લાશને પી.એમ. માટે લઈ જવાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિના હાથે પત્નીની હત્યાના આ બનાવથી ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી હતી.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    Local News Reporter ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.