બોટાદમાં લોકશાહીના મહાપર્વમાં વરિષ્ઠ મતદારો બન્યા પ્રેરણાસ્ત્રોત; શારીરિક અશક્ત હોવા છતાં મતાધિકારની ફરજ અદા કરી મોટી ઉંમરના વયોવૃદ્ધ તથા દિવ્યાંગ મતદાતાઓએ વ્હીલચેરની મદદથી મતદાન મથકે પહોંચ્યા બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અન્વયે જિલ્લામાં આજે મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ લોકશાહીના પર્વમાં બોટાદના બરવાળા અને પાળીયાદ કન્યા શાળા ખાતે સિનિયર સિટીઝન મતદારોએ હોંશે હોંશે મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકોએ સક્રિય ભાગીદારી નોંધાવી છે શારીરિક અશક્ત હોવા છતાં, અનેક વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો પોતાના પરિવારજનોના સહારે અને વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી વ્હીલચેરની સહાયથી મતદાન મથક સુધી પહોંચ્યા હતા. આ મતદાતાઓનો ઉત્સાહ આજની યુવા પેઢીને તથા અન્યોને પણ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડે છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ, વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકો પર ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. રેમ્પની સુવિધા, વ્હીલચેરની ઉપલબ્ધતા અને મતદાન મથકના સ્વયંસેવકો દ્વારા તેમને આપવામાં આવતી પ્રાથમિકતાને કારણે આ વડીલો કોઈપણ મુશ્કેલી વગર શાંતિપૂર્વક મતદાન કરી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- *ધંધુકા-ધોલેરા પંચાયતની ચૂંટણી મતદાન* બે તાલુકા પંચાયતની શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28 મી એ પરિણામ. અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. જેમાં બે તાલુકા પંચાયત અને અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. સવારથી શરૂ થતા મતદાન પ્રક્રિયામાં સરેરાસ મતદાન યોજાયું. જેની મત ગણતરી 28 એપ્રિલે યોજશે. પોલીસ દ્વારા વૃદ્ધ અને જરૂરિયાતમંદને મતદારોને મતદાન મથક સુધી પહોચાડી માનવીય લોકશાહીનૉ ઉત્સવ અભિગમ દાખવવામાં આવ્યો હતો.1
- જસદણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઇ પોલીસ નો કડક બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ડીવાયએસપીએ નવીન ચક્રવતી એ આટકોટ બુથ ની મુલાકાત કરી આટકોટ કુમાર તાલુકા શાળામાં ડીવાયએસપીએ મુલાકાત કરી હતી પોલીસના કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આટકોટ ના પી.આઈ સહિત બુથ પર પહોંચ્યા હતા4
- Post by Alkesh bhai damor1
- जन हित मे जरुरी जानकारी।1
- લીંબડી ચૂંટણી 2026: 95 વર્ષની દાદીથી લઈને નવવધુ સુધી મતદાનનો જબરદસ્ત ઉત્સાહ લીંબડી નગરપાલિકા ચૂંટણી 2026માં મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. 95 વર્ષની વડીલ માજી જાદવ મોતીબેન દ્વારા મતદાન કરવામાં આવ્યું, જ્યારે નવવિવાહિત દુલ્હન જયશ્રીબેન મુકેશભાઈ મકવાણાએ લગ્નના ફેરા પહેલા જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સૌને પ્રેરણા આપી. ગરમી હોવા છતાં મતદારોમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં અને દરેક વયના લોકો લોકશાહી ના આ મહોત્સવમાં જોડાયા. લીંબડી મતવિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા પણ મતદાન મથકોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 👉 તમારો મત, તમારો અધિકાર — જરૂરથી ઉપયોગ કરો! 🗳️1
- મૃતકોમાં કાંગસિયા પરિવારના રાજવીર સામતભાઈ રાઠોડ (ઉ.વ. 16), કિશન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 17), કાળુ ભરતભાઈ રાઠોડ (ઉ.વ. 11) તેમજ ગાડલીયા ગામના રામાભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉ.વ. 13) નો સમાવેશ થાય છે. માહિતી મુજબ, આજે બપોરે આશરે 4 વાગ્યાના સમયે ચારેય બાળકો જસદણથી અંદાજે 4 કિમી દૂર બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર ડેમમાં નાવા ગયા હતા. નાવા દરમિયાન ચારે બાળકો ડૂબી ગયા હતા. બાળકોના પિતા સામતભાઈ સોમજીભાઈ રાઠોડ શોધખોળ માટે સ્થળે પહોંચતા સાયકલ, કપડા અને ચંપલ જોવા મળતાં તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. જસદણ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી. ટૂંક સમયમાં ચારેય બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ ઘટનાની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોને પ્રત્યેકને રૂ. 25,000 ની સહાય જાહેર કરી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની બેઠકો માટે મતદારો કરશે મતદાન મતદાન પર્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ સાથે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ લોકશાહીના મહાપર્વમાં મતદાન કરતા બોટાદના પ્રાંત અધિકારીઆરતીબેન ગોસ્વામી બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે રવિવારના રોજ જિલ્લામાં સવારથી જ લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ થયો છે. બોટાદ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ માટે મતદારોએ સવારથી જ મતદાન મથકો પર ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ કર્યો છે. જેમાં બોટાદના પ્રાંત અધિકારીશ્રી આરતીબેન ગોસ્વામીએ મતદાન કરવાની ફરજ અદા કરી લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડૉ .જીન્સી રોયની સીધી દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરવામાં આવી રહી છે. મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો, યુવા મતદારો અને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા માટે સમગ્ર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકશાહીના આ મહાપર્વમાં બોટાદ જિલ્લાના તમામ મતદારો નિર્ભય થઈને અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા સાંજના ૦૬:૦૦ કલાક સુધી ચાલશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- थार राजस्थान।1
- 64 ધાંગધ્રા હળવદ મતવિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાના મતનો અધિકાર એટલે મતદાન કર્યું હતું પોતાના મતવિસ્તારમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી1