Shuru
Apke Nagar Ki App…
વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતા સાબરકાંઠા જિલ્લામાં બુધવારે વહેલી સવારે હવામાનમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં અચાનક બદલાયેલા હવામાનને કારણે રવિ પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ઘઉં અને બટાકા જેવા પાકો હાલ મહત્વ પૂર્ણ વૃદ્ધિ તબક્કામાં હોવાથી માવઠું કે સતત ભેજવાળું વાતાવરણ નુકસાનકારક બની શકે છે.જો આગામી દિવસોમાં માવઠું અથવા સામાન્ય વરસાદ ચાલુ રહે તો પાકને વધુ નુકસાન થઈ શકે છે. ખાસ કરીને મગફળીમાં જીવાત અને ફૂગજન્ય રોગચાળો ફેલાવાનો ભય છે, જેના કારણે ઉત્પાદન પર અસર પડી શકે છે.
Jay jani
વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતા સાબરકાંઠા જિલ્લામાં બુધવારે વહેલી સવારે હવામાનમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં અચાનક બદલાયેલા હવામાનને કારણે રવિ પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ઘઉં અને બટાકા જેવા પાકો હાલ મહત્વ પૂર્ણ વૃદ્ધિ તબક્કામાં હોવાથી માવઠું કે સતત ભેજવાળું વાતાવરણ નુકસાનકારક બની શકે છે.જો આગામી દિવસોમાં માવઠું અથવા સામાન્ય વરસાદ ચાલુ રહે તો પાકને વધુ નુકસાન થઈ શકે છે. ખાસ કરીને મગફળીમાં જીવાત અને ફૂગજન્ય રોગચાળો ફેલાવાનો ભય છે, જેના કારણે ઉત્પાદન પર અસર પડી શકે છે.
More news from ગુજરાત and nearby areas
- વડાલી શહેરમાં એક ખાનગી સુપર માર્ટના માલિક સામે યુવતી સાથે છેડતી અને અભદ્ર વર્તનના આરોપ મામલે પીડિતાના પરિવારે વડાલી પોલીસમાં લેખિત અરજી કરી છે. આ સમગ્ર મામલે હાઈવે રોડ પરના ખાનગી સુપર માર્ટ આગળ બોલાચાલી બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો હતા.ત્યારે વડાલી પોલીસે તાત્કાલિક ઘટના પહોંચી મામલો શાંત પાડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.આ મામલે વડાલી પી.આઈ. ડી.આર. પઢેરીયાએ જણાવ્યું હતું કે અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.1
- પોશીના તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે પાણીમાં ઘટાડો જોવા મળતા આવનાર ગરમીના દિવસો તેમજ ઉનાળામાં નદીમાં પાણી ઓછું કે પછી સુકાઈ જવાના સંકેત જોવા મળી રહ્યા છે તાલુકાની સૌથી મોટી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે ઉનાળા પૂરતું ન હોય ત્યારે આવનાર સમયમાં નદીકાંઠાના વિસ્તારમાં પાણીની રામાયણ ઊભી થાય તો નવાઈ નહીં જેને લઇ પશુઓ સંમેત કૂવા બોરના તળ પણ નીચે આવે તેમ લાગી રહ્યું છે1
- લાંબડીયા સાબરમતી નદીમાં પાણી ઓછુ થતાં ઉનાળામાં પાણી તંગીના સંકેત1
- હિન્દુ એન આર આઈ મહિલાને પ્રેમ જાળમાં ફસાવી.1
- Post by ARUN KUMAR VERMA1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- ઇડર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા સમ્યક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કુકડિયાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ સપ્તાહ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શ્રી હીરાલાલ હોલ, ઇડર ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે અશ્વિનભાઈ પટેલ (પ્રમુખ, ઉત્તર સાબરકાંઠા કેળવણી મંડળ) હાજર રહ્યા હતા.ત્યારે આ પ્રસંગે બહોળી સંખ્યામાં માતૃભાષા પ્રેમીઓ અને સાહિત્ય રસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાવ્ય પઠનનો રસા સ્વાદ માણ્યો હતો1
- સુરત : સુરતમાં પબ્લિક તમાશા જોતી રહી અને બે કારીગરો ખૂનના પ્યાસા બન્યા સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બની હતી ઘટના સચિનમાં મજૂરી બાબતે થઈ હતી માથાકૂટ સવારની માથાકૂટ ડિંડોલીમાં થઈ મારામારી બે મજુરો વચ્ચે થઈ છુટા હાથની મારામારી લોહીલુહાણ હાલત હોવા છતાં મજુરે ઈંટ વડે મારતો રહ્યો મારામારી જોવા માટે લોકોનો જમાવડો દેખાયો પરંતુ છોડાવવા કોઈ તૈયાર નથી કેટલાક લોકો વિડિઓ બનાવતા જોવા મળ્યા મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ વાયરલ વીડિયોના આધારે ડિંડોલી પોલીસ તપાસ શરૂ કરી1
- સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં કારમાં લઇ જવાતો દેશી દારૂ સાથે કુલ મુદ્દામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- તથા ૦૨ આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબીશનના કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા I/C પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા I/C પોલીસ અધિક્ષક વિકાસ યાદવ નાઓએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.કે.ખાંટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહી વોય તપાસમાં રહેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલર ની ગાડીમાં દેશીદારૂ ભરી રાજસ્થાન તરફથી સંતરામપુર તરફ આવનાર છે જે માહિતી આધારે મહીસાગર એલ.સી.બી. સ્ટાફના માણસો સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોટાવાડા ગામની સીમમાં ખાનગી વાહનોમાં વોચમાં રહેલ જે દરમ્યાન બાતમી હકીકત વર્ણનવાળી ગાડી આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી દેશી દારૂ ભરી જતી સફેદ કલરની ગાડી રોકી તેમાથી દેશી દારુ જથ્થો આશરે લીટર ૭૮ કિ. રૂ.૧૫,૬૦૦/- તથા સેવરોલેટ બીટ ગાડી સાથે કુલ મુદામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી સંતરામપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસ નોંધાવી કાયેદસરની કાર્યવાહી કરેલ છે. વિગત - પકડાયેલ આરોપીઓ - (૧) સાગર મહેન્દ્ર ચીખલીગર ઉ.વ.૩૨ ધંધો- ડ્રાઇવીગ રહે. સત્યપ્રકાશ સોસાયટી તા- સંતરામપુર, જી-મહિસાગર (૨) વિષ્ણુ રમણીકલાલ સોની રહે. કાદરી મસ્જીદ પાછળ સંતરામપુર તા- સંતરામપુર, જી-મહિસાગર જેમાં આ કામગીરી માં મહીસાગર જિલ્લા એલ.સી.બી. પો.ઇન્સ. એમ.કે.ખાંટ, પો.સ.ઇ. પી.એમ.મકવાણા, પો.સ.ઇ. કે.સી.સિસોદીયા, એ.એસ.આઇ. ભવાનજી બાલાજી, એ.એસ.આઇ. ક્રુષ્ણકુમાર રઘુનાથ, અહે.કો. ધર્મેશભાઇ રમણભાઇ, અ.પો.કો. કાર્તિકભાઈ મનુભાઈ, અ.પો.કો. ગીરીશભાઈ માનસિંગભાઈ, અ.પો.કો. સંદીપભાઇ ગજસિંહ, ડ્રા.હે.કો. દિનેશભાઇ તખતસિંહ ને મળી સફળતા. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.2