Shuru
Apke Nagar Ki App…
સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં 'મન કી બાત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાબરકાંઠા જિલ્લા પ્રભારી બ્રીજરાજસિંહ ઝાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મેમણ ફઝલભાઈ વલીભાઈ
સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં 'મન કી બાત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાબરકાંઠા જિલ્લા પ્રભારી બ્રીજરાજસિંહ ઝાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- ખેડબ્રહ્મા નગરપાલિકા છેલ્લા 15 માસથી વારંવાર ચર્ચામાં રહી છે, જ્યાં 'મિલ બાંટ કે ખાના બૈકુંઠ મેં જાના' જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. હાલમાં જ, ખેડબ્રહ્મા શહેર માં થયેલા માત્ર 18 મી.મી. વરસાદે નગરપાલિકા દ્વારા ₹8 કરોડના ખર્ચે ચાલી રહેલા અંડરગ્રાઉન્ડ ગટર લાઇનના કામોની પોલ ખોલી દીધી છે. નગરપાલિકા દ્વારા ₹8 કરોડના ખર્ચે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. ગતરોજ વાસણા રોડ પર આવેલી પાણીની ટાંકી પાસે પડેલા 18 મી.મી. વરસાદમાં નગરપાલિકાના કરેલા કામો પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે આ કામ કેટલા અંશે ગુણવત્તાવાળું છે તેની વાસ્તવિકતા છતી થઈ છે.1
- વડાલી શહેરમાં વાવાઝોડા સાથે વીજળીના કડાકાભડાકા વચ્ચે ભારે વરસાદ શરૂ થયો છે. રિપોર્ટર નરેન્દ્ર સિહ રાઠોડના જણાવ્યા અનુસાર, વડાલીમાં વાવાઝોડા સાથે વીજળીના કડાકા વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.3
- એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ મેડમની જે પ્રતિક્રિયા જોવા મળી, તે ખાસ ધ્યાન ખેંચનારી છે.1
- સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અદાપુરમાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.1
- સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ભારે ઉકળાટ બાદ આ સીઝનનો પ્રથમ વરસાદ નોંધાયો છે. આ વરસાદ ગાજવીજ સાથે પડ્યો હતો, જેણે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી.1
- વિજાપુર ખાતે 31 મે, 2026 ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે જિલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ રેલી અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ "અપીલનો પર્દાફાશ, તમાકુ અને નિકોટીનના વ્યસનનો સામનો કરો" થીમ પર આધારિત હતો. આ જનજાગૃતિ રેલી સવારે એસડીએચ વિજાપુરથી શરૂ થઈને તાલુકા પંચાયત, ખત્રી કુવા, નગરપાલિકા અને બીઆરસી ભવન સહિતના જાહેર માર્ગો પર ફરી હતી. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગના વિદ્યાર્થીઓએ બેનર તથા પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને અને સૂત્રોચ્ચાર દ્વારા લોકોને તમાકુના દુષણથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. રેલીનું સમાપન પરત એસડીએચ ખાતે થયું હતું. આ રેલીમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ, કે.જે. પટેલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ, અર્બન વિજાપુરની આશા બહેનો, મેલ અને ફિમેલ હેલ્થ વર્કર, અર્બન હેલ્થ ઓફિસર વિજાપુર, એસટીએસ પ્રકાશ નાયી તેમજ ફિમેલ સુપરવાઈઝર ભાનુબેન સહિત મોટી સંખ્યામાં આરોગ્ય સ્ટાફ જોડાયો હતો. રેલી બાદ તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ખાતે યોજાયેલા વર્કશોપમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 COTPA ની કલમ 4, 5, 6A, 6B વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે તેમણે તમાકુ અને તેની બનાવટોના સેવનથી થતા મોઢાના કેન્સર, ટીબી, લકવો, બીપી, ડાયાબિટીસ જેવા ગંભીર રોગો અંગે પણ લોકોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ તમાકુમુક્ત વિજાપુર તાલુકો બનાવવાનો સંકલ્પ લીધો હતો અને જન સમુદાયની ભાગીદારીથી લોકોને તમાકુના દુષણથી દૂર રાખવા ખાસ અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે વિજાપુર તાલુકાના 10 પીએચસી કેન્દ્રો ખાતે પણ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.2
- ગુજરાત રાજ્યમાં વધુ એક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.1
- આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પંજાબમાં યોજાયેલી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રાપ્ત થયેલા ભવ્ય વિજયની ખુશીમાં ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી, જ્યાં વિજયનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો.1