Shuru
Apke Nagar Ki App…
સમીના ગાજદિનપુરામાં 1101 દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમ. પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદિનપુરા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ભીમનાથ મહાદેવ મંદિરે 1101 દીવડાઓ સાથે મહાઆરતી યોજાતા મંદિર પરિસર દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે સમી તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ લીમ્બચિયા સહિત આગેવાનો, મહાનુભાવો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન ભીમનાથ મહાદેવની મહાઆરતી અને દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો. 1101 દીવડાઓના પ્રકાશ સાથે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને શ્રદ્ધાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
ઠાકોર દશરથભાઈ
સમીના ગાજદિનપુરામાં 1101 દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમ. પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદિનપુરા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ભીમનાથ મહાદેવ મંદિરે 1101 દીવડાઓ સાથે મહાઆરતી યોજાતા મંદિર પરિસર દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે સમી તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ લીમ્બચિયા સહિત આગેવાનો, મહાનુભાવો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન ભીમનાથ મહાદેવની મહાઆરતી અને દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો. 1101 દીવડાઓના પ્રકાશ સાથે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને શ્રદ્ધાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
More news from ગુજરાત and nearby areas
- કામલપુર ગામે વડનગરથી વારાણસી બાઈક રેલીનું ભવ્ય સ્વાગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વડનગરથી વારાણસી સુધીની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.1
- પાટણમાં પોષણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી, ૬૬ આંગણવાડી બહેનોએ બનાવી પૌષ્ટિક વાનગીઓ પાટણ - પાટણમાં પોષણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી, ૬૬ આંગણવાડી બહેનોએ બનાવી પૌષ્ટિક વાનગીઓ પાટણમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈસીડીએસના ઉપક્રમે જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ટેક હોમ રાશન અને મિલેટ એટલે કે ‘શ્રી અન્ન’માંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી. પોષણ ઉત્સવમાં જિલ્લાના ૬૬ આંગણવાડી કાર્યકર્તા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કઠોળ, મિલેટ અને ટેક હોમ રાશન જેવી પૌષ્ટિક સામગ્રીમાંથી સ્વાદિષ્ટ અને પોષણસભર વાનગીઓ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વાનગીઓના પોષણમૂલ્ય, ગુણવત્તા, સ્વચ્છતા અને રજૂઆતના આધારે મૂલ્યાંકન કરી વિજેતા બહેનોને પ્રમાણપત્ર અને ઇનામથી સન્માનિત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાએ જણાવ્યું કે બાળકના માનસિક અને શારીરિક વિકાસનો પાયો આંગણવાડીથી જ નંખાય છે. તેમણે કુપોષણના લક્ષણોની વહેલી ઓળખ અને સમયસર સારવાર પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં પોષણ આરતી, બાળગીત અને પોષણ શપથ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. રિપોર્ટર:અનિલ રામાનુજ, પાટણ4
- कबीर, कौन ब्रह्मा का पिता है कौन विष्णु की मां, शंकर का दादा कौन है।, भाई हमको दियो बताय।। आध्यात्मिक ज्ञान जो अपने शास्त्रों में प्रमाण है तो आप पढ़े1
- વડનગર થી વારાણસી સેવા સંકલ્પ બાઇક યાત્રા નું દિયોદરમાં ભવ્ય સ્વાગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે અને તેમના જન્મદિવસ નિમિતે વડનગર થી વારાણસી સેવા સંકલ્પ યાત્રાનો વડનગર થી વિશેષ સેવા સંકલ્પ બાઇક યાત્રા આજે વાવ થરાદ જિલ્લાના દિયોદર રેસ્ટ હાઉસ ખાતે પહોંચી હતી. જ્યાં દિયોદર વિધાનસભા ભાજપ સંગઠન દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દિયોદર આરામ ગૃહ ખાતે પહોંચેલ સેવા સંકલ્પ બાઇક યાત્રા નું ઢોલ નગારા સાથે દિયોદર ભાજપ સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેની સાથે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, વાવ થરાદ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ આચાર્ય સહિત અધિકારીઓ લોકો દ્વારા સ્વછતા અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી. દિયોદર ખાતે સંકલ્પ યાત્રા નું અને બાઇક રેલી નું ભવ્ય સ્વાગત બાદ યાત્રા થરાદ તરફ પ્રયાણ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ જોડાઈ હતી2
- રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની અનોખી જન્મદિવસ ઉજવણી, 55 ગરીબ દીકરીઓને સાઇકલ ભેટ આપી1
- માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, 🗞️ માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, વિધિપૂર્વક તળાવમાં ગણપતિજીનું વિસર્જન કરાયું માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણેશ મહોત્સવ અંતર્ગત ગણપતિ બાપ્પાની સ્થાપના કરી આરતી, પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાભેર ભાવિકોએ ગણપતિ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. આજે ગણપતિ બાપ્પાને વિધિ-વિધાન મુજબ ભાવભેર વિદાય આપવામાં આવી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ ગણપતિજીનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ બાપ્પાને અંતિમ નમન કરી આગામી વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરી હતી.1
- મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલા IVF સેન્ટરમાં મહિલાના મોતથી ચકચાર.. મહેસાણામાં રાધનપુર રોડ પરના વાણી IVF માં સારવાર દરમિયાન મહિલાના મોતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો.. મળતી માહિતી મુજબ, કડી તાલુકાના મેડાઆદરજ ગામના ૩૨ વર્ષીય રમીલાબેન દીપકભાઈ ચાવડા પાંચેક દિવસ અગાઉ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા વાણી IVF સેન્ટરમાં IVF પ્રક્રિયા દરમિયાન કોમામાં સરી પડ્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ત્યારબાદ રમીલાબેનની સ્થિતિ ગંભીર બની હતી અને ગઈકાલે રમીલાબેનનું મોત નીપજ્યું હતું.. મહિલાના મોત બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો... પરિવારજનો દ્વારા IVF પ્રક્રિયા દરમિયાન તબીબી બેદરકારી થઈ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સાથે જ પરિવાર દ્વારા ડોક્ટર કામિની પટેલ સામે પણ બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે વાણી IVF સેન્ટર ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ IVF સેન્ટર સામે જ મરસિયા લઈને આક્રોશ દર્શાવ્યો હતો.. પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટના બાદ ડોકટર કામિની પટેલ ગાયબ થઈ ગયા હતા. કલાકો બાદ ડોકટર કામિની પટેલનો સંપર્ક કરવામાં આવતાં કામિની પટેલના કહેવા મુજબ IVF ને લગતી પોતે જે કરવાની હતી એ ટ્રીટમેન્ટ શરૂ થઈ જ નોહતી પરંતુ એનેસ્થેસિયા અપાયા બાદ રમીલાબેન ની સ્થિતિ વણસી હતી. ત્યારબાદ રમીલાબેન કોમામાં ચાલ્યા ગયેલા.. ત્યારબાદ તેઓનું મોત નીપજ્યું હતું. ડોકટર કામિની પટેલે આડકતરી રીતે રમીલાબેનના મોત માટે એનેસ્થેસિયા આપવા બોલાવેલા ત્રણ ડોકટરો ડોકટર સુનિલ દરજી, ડોકટર દશરથભાઈ અને ડોકટર પૂર્વેશભાઈને જવાબદાર ઠેરવ્યા હતા. મોતના આશરે ત્રીસેક કલાક સુધી મૃતકના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ થયા બાદ પણ મૃતદેહ સ્વીકારેલ નોહતો.. ત્યારબાદ ડોક્ટરો અને પરિવારજનો વચ્ચે યેનકેન પ્રકારે સમાધાન થઈ જતા પરિવારજનોએ મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો હતો. સમગ્ર ઘટનામાં સૌથી મોટા સવાલ એ ઉભા થયેલા કે... IVF પ્રક્રિયા દરમિયાન એવું શું બન્યું કે મહિલા કોમામાં સરી પડી..? શુ એનેસ્થેસિયા માટે બોલાવેલા ત્રણ ડોક્ટરોની બેદરકારીથી મૃતક મહિલા કોમા માં સરી પડી હતી..? વાણી IVF ના માલિક ડૉકટર કામિની પટેલ આ ઘટના માટે કેટલા જવાબદાર.. ? આ તમામ સવાલોના જવાબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.1
- મેમદાવાદ ગામે 1100 દીવડાઓથી રામજી મંદિર ઝળહળી ઉઠ્યું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રામજી મંદિર ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.1