Shuru
Apke Nagar Ki App…
ઈડરમાં ભારે વરસાદથી ડેભોલ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ, પાર્ક કરેલી કાર તણાઈ સાબરકાંઠાના ઈડર પંથકમાં મુશળધાર વરસાદને કારણે ડેભોલ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે પાણીના પ્રવાહથી શેરીઓ અને રસ્તાઓ જળમગ્ન બન્યા હતા. રસ્તા કિનારે પાર્ક કરેલી સફેદ કાર પણ પાણીના જોરદાર વહેણમાં તણાઈ ગઈ હતી. સ્થાનિક તંત્રએ લોકોને નદી, નીચાણવાળા વિસ્તારો અને પાણીના ભારે પ્રવાહથી દૂર રહેવા અપીલ કરી છે.
Vishnu thakor
ઈડરમાં ભારે વરસાદથી ડેભોલ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ, પાર્ક કરેલી કાર તણાઈ સાબરકાંઠાના ઈડર પંથકમાં મુશળધાર વરસાદને કારણે ડેભોલ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે પાણીના પ્રવાહથી શેરીઓ અને રસ્તાઓ જળમગ્ન બન્યા હતા. રસ્તા કિનારે પાર્ક કરેલી સફેદ કાર પણ પાણીના જોરદાર વહેણમાં તણાઈ ગઈ હતી. સ્થાનિક તંત્રએ લોકોને નદી, નીચાણવાળા વિસ્તારો અને પાણીના ભારે પ્રવાહથી દૂર રહેવા અપીલ કરી છે.
More news from ગુજરાત and nearby areas
- ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ બચાવ થયો ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ફાયર ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી જરૂરી સાવચેતી સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યોએ જોખમ વચ્ચે પણ હિંમત, કુશળતા અને સમયસૂચકતા દાખવી થોરી ઇશ્વરભાઈ મગનભાઈ સુધી પહોંચીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. સમયસર મળેલી જાણકારી, ફાયર ટીમની ઝડપી કામગીરી અને સુઆયોજિત બચાવ અભિયાનના પરિણામે એક કિંમતી માનવજીવન બચાવી શકાયું. આ સફળ કામગીરી ફાયર વિભાગની તત્પરતા, જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે.ઇડર ફાયર ટીમમાં ઝાલા રાજેન્દ્રસિંહ ડ્રાઈવર, ખરાડી જીગ્નેશ ફાયર મેન, પટેલ સંદીપ ફાયર મેન, પટેલ દિપક ફાયર મેન, પટેલ પ્રદીપ ફાયર મેન આ બચાવ કામગીરી કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોને અપીલ કરે છે કે પૂર, ભારે વરસાદ અથવા અન્ય કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં ગભરાશો નહીં અને તાત્કાલિક ફાયર સર્વિસ અથવા સંબંધિત તંત્રને જાણ કરો, જેથી સમયસર બચાવ કામગીરી હાથ ધરી જાનહાનિ ટાળી શકાય.1
- *સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ* હિંમતનગર, તા. 31 જુલાઈ: સાબરકાંઠા જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવી સિવિલ હોસ્પિટલ સામે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ "પાલવ સ્પા"માં ડમી ગ્રાહક મારફતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવતા પોલીસે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે વનિતકુમાર હરિપ્રસાદ મિસ્ત્રી (રહે. ડોક્ટરનગર, હિંમતનગર, મૂળ વતન ભૂતીયા, તા. ઈડર)ની ધરપકડ કરી તેને હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી માટે સોંપ્યો છે. આ સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નવિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ, વિભાગીય પોલીસ અધિક્ષક એ.કે. પટેલની હાજરીમાં AHTUના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.યુ. ચૌધરીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં HC અશોકકુમાર, PC હસમુખભાઈ અને WPC અંજલીકુમારીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*2
- ધાનેરા માં મેઘરાજા ની જોરદાર એન્ટ્રી બે ત્રણ દિવસ બફારા અને ઉકળાટ બાદ મેઘરાજા મન મૂકી ને વરસ્યા1
- ભારે વરસાદ ની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો સમગ્ર ગુજરાત માં બાકાઝિકી બોલાવી1
- ઈડરમાં ભારે વરસાદથી ડેભોલ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ, પાર્ક કરેલી કાર તણાઈ સાબરકાંઠાના ઈડર પંથકમાં મુશળધાર વરસાદને કારણે ડેભોલ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે પાણીના પ્રવાહથી શેરીઓ અને રસ્તાઓ જળમગ્ન બન્યા હતા. રસ્તા કિનારે પાર્ક કરેલી સફેદ કાર પણ પાણીના જોરદાર વહેણમાં તણાઈ ગઈ હતી. સ્થાનિક તંત્રએ લોકોને નદી, નીચાણવાળા વિસ્તારો અને પાણીના ભારે પ્રવાહથી દૂર રહેવા અપીલ કરી છે.2