ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે આશાસ્પદ યુવકનો મૃતદેહ અર્ધ નગ્ન અવસ્થામાં કૂવામાંથી મળી આવતા ચકચાર મચી. પરિવારજનોએ હત્યા નો આક્ષેપ લગાવ્યો પોલીસે તપાસ હાથ ધરી. ઘોઘંબા તાલુકાના કાંટુ ગામના કણજી ફળીયા ના ૧૬ વર્ષીય કાર્તિક રાઠવા નો મૃતદેહ કુવામાંથી મળી આવતાં ગામમાં અને પંથકમાં ચકચાર મચી જવા પામી છે બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર કાંટુ ગામનો૧૬ વર્ષીય કાર્તિક રાઠવા પરમ દિવસે પોતાના ઘરે થી સ્કૂલે જવાનું કહીને બાઇક લઈને નીકળ્યો હતો પરંતુ સાંજ સુધી પોતાના ઘરે પરત નહિ આવતા તેની માતા એ ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન માં ફક્ત રીંગો વાગતી હતી પણ ફોન કોઈએ ઉપાડેલ નહી તેથી માતાની ચિંતા વધી ગયેલ અને તેઓ એ પોતાના ઘર નજીક રહેતા પોતાના ભત્રીજા અર્જુન ભાઈને બોલાવી તેને સાથે રાખીને પોતાના પુત્ર કાર્તિકની શોધખોળ શરૂ કરેલ. જે દરમિયાન ઘર થી દોઢેક કિલોમીટર ના અંતરે ચાઠા રોડ ઉપર ખેતરોની વચ્ચે મૃતક ની મોટર સાઇકલ નજરે પડતા તે દિશામાં વધુ તપાસ કરતા થોડે દુર ચોપડીઓ તથા શર્ટ અને ચપ્પલ તથા મોબાઈલ મળી આવેલ જેથી શંકા જતા વધુ આગળ તપાસ કરતા મૂર્તક નું પેન્ટ એક કાચા કૂવા નજીક પડેલું નજરે પડતા તેઓ ગભરાઈ ગયેલ અને ગામના સરપંચ તથા આગેવાનો ને ઘટના સ્થળે બોલાવી લીધેલ જેઓ એ કૂવામાં તપાસ કરતા ઉપર થી કંઈજ જણાયેલ નહી જેથી દોરડા વડે કુવામાં લોખડ ની આંકડી જેને સ્થાનિક ભાષામાં બિલાડી તરીકે ઓળખવામાં આવે છે. તેને બાંધીને કૂવામાં નાંખી અને કૂવામાં કેરવતા પાણીની અંદર ચારે બાજુ ફેરવતા મૃતક ની લાશ તેમાં ફસાઈને ખેંચાઇ આવેલ જેથી કાર્તિક નો જ મૃતદેહ હોવાની ખાતરી થતા દામાવાવ પોલીસને ઘટના અંગે જાણ કરેલ જેથી દામાવાવ પોલીસ મથક નો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવેલ અને કૂવામાં માંથી મૃતદેહ ને બહાર કાઢતા તે મુતદેહ ગુમ થયેલ કાર્તિક રાઠવાનો હોવાનો જણાઈ આવેલ અને ત્યારબાદ પોલીસે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવના પગલે નાનકડા એવા પરિવારમાં રોકકળ મચી ગઇ કાંટુ ગામના આ ફળિયામાં તથા હતી.બનાવ અંગે હાલમાં તો દામાવાવ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પરિવારજનો એ આ ઘટના ને ઠંડા કલેજે કરેલી હત્યા હોવાનો આરોપ લગાવ્યો છે અને આરોપી ઓને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કાર્તિક રાઠવા કાંટુ ગામની શાળામાં અભ્યાસ કરતો હતો અને તેને કોઈક યુવતી સાથે પ્રેમ સબંધ હોવાનું પણ પરિવારજનો જણાવી રહ્યા. છે અને તેના કારણે જ તેની હત્યા કરવામાં આવી હોવાના આરોપ લગાવી રહ્યા છે.અને આરોપી ઓને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કાર્તિક રાઠવા કાંટુ ગામની શાળામાં અભ્યાસ કરતો હતો અને તેને કોઈક યુવતી સાથે પ્રેમ સબંધ હોવાનું પણ પરિવારજનો જણાવી રહ્યા. છે અને તેના કારણે જ તેની હત્યા કરવામાં આવી હોવાના આરોપ લગાવી રહ્યા છે.મૃતક કાર્તિક રાઠવા પોતાના પરિવાર નો એકનો એક દીકરો હતો. અને તેના પિતાનું બે વર્ષ અગાઉ અવસાન થયુ હોવા થી પોતાની વિધવા માતાનો એક માત્ર આધાર હતો જેથી તેના મોતના કારણે તેની માતા ના રૂદન થી સમગ્ર માહોલ શોક મગ્ન થઈ ગયો હતો. અને નિરાધાર માતાની આંખ માંથી આંસુ સુકાતા નથી અને પોતાના દીકરાના અચાનક થયેલ મોત ની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માગ કરી રહી છે. અહેવાલ :- લક્ષ્મણ રાઠવા ઘોઘંબા
ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે આશાસ્પદ યુવકનો મૃતદેહ અર્ધ નગ્ન અવસ્થામાં કૂવામાંથી મળી આવતા ચકચાર મચી. પરિવારજનોએ હત્યા નો આક્ષેપ લગાવ્યો પોલીસે તપાસ હાથ ધરી. ઘોઘંબા તાલુકાના કાંટુ ગામના કણજી ફળીયા ના ૧૬ વર્ષીય કાર્તિક રાઠવા નો મૃતદેહ કુવામાંથી મળી આવતાં ગામમાં અને પંથકમાં ચકચાર મચી જવા પામી છે બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર કાંટુ ગામનો૧૬ વર્ષીય કાર્તિક રાઠવા પરમ દિવસે પોતાના ઘરે થી સ્કૂલે જવાનું કહીને બાઇક લઈને નીકળ્યો હતો પરંતુ સાંજ સુધી પોતાના ઘરે પરત નહિ આવતા તેની માતા એ ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન માં ફક્ત રીંગો વાગતી હતી પણ ફોન કોઈએ ઉપાડેલ નહી તેથી માતાની ચિંતા વધી ગયેલ અને તેઓ એ પોતાના ઘર નજીક રહેતા પોતાના ભત્રીજા અર્જુન ભાઈને બોલાવી તેને સાથે રાખીને પોતાના પુત્ર કાર્તિકની શોધખોળ શરૂ કરેલ. જે દરમિયાન ઘર થી દોઢેક કિલોમીટર ના અંતરે ચાઠા રોડ ઉપર ખેતરોની વચ્ચે મૃતક ની મોટર સાઇકલ નજરે પડતા તે દિશામાં વધુ તપાસ કરતા થોડે દુર ચોપડીઓ તથા શર્ટ અને ચપ્પલ તથા મોબાઈલ મળી આવેલ જેથી શંકા જતા વધુ આગળ તપાસ કરતા મૂર્તક નું
પેન્ટ એક કાચા કૂવા નજીક પડેલું નજરે પડતા તેઓ ગભરાઈ ગયેલ અને ગામના સરપંચ તથા આગેવાનો ને ઘટના સ્થળે બોલાવી લીધેલ જેઓ એ કૂવામાં તપાસ કરતા ઉપર થી કંઈજ જણાયેલ નહી જેથી દોરડા વડે કુવામાં લોખડ ની આંકડી જેને સ્થાનિક ભાષામાં બિલાડી તરીકે ઓળખવામાં આવે છે. તેને બાંધીને કૂવામાં નાંખી અને કૂવામાં કેરવતા પાણીની અંદર ચારે બાજુ ફેરવતા મૃતક ની લાશ તેમાં ફસાઈને ખેંચાઇ આવેલ જેથી કાર્તિક નો જ મૃતદેહ હોવાની ખાતરી થતા દામાવાવ પોલીસને ઘટના અંગે જાણ કરેલ જેથી દામાવાવ પોલીસ મથક નો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવેલ અને કૂવામાં માંથી મૃતદેહ ને બહાર કાઢતા તે મુતદેહ ગુમ થયેલ કાર્તિક રાઠવાનો હોવાનો જણાઈ આવેલ અને ત્યારબાદ પોલીસે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવના પગલે નાનકડા એવા પરિવારમાં રોકકળ મચી ગઇ કાંટુ ગામના આ ફળિયામાં તથા હતી.બનાવ અંગે હાલમાં તો દામાવાવ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પરિવારજનો એ આ ઘટના ને ઠંડા કલેજે કરેલી હત્યા હોવાનો આરોપ લગાવ્યો છે અને આરોપી ઓને શોધી કાઢી તેમની સામે
કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કાર્તિક રાઠવા કાંટુ ગામની શાળામાં અભ્યાસ કરતો હતો અને તેને કોઈક યુવતી સાથે પ્રેમ સબંધ હોવાનું પણ પરિવારજનો જણાવી રહ્યા. છે અને તેના કારણે જ તેની હત્યા કરવામાં આવી હોવાના આરોપ લગાવી રહ્યા છે.અને આરોપી ઓને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કાર્તિક રાઠવા કાંટુ ગામની શાળામાં અભ્યાસ કરતો હતો અને તેને કોઈક યુવતી સાથે પ્રેમ સબંધ હોવાનું પણ પરિવારજનો જણાવી રહ્યા. છે અને તેના કારણે જ તેની હત્યા કરવામાં આવી હોવાના આરોપ લગાવી રહ્યા છે.મૃતક કાર્તિક રાઠવા પોતાના પરિવાર નો એકનો એક દીકરો હતો. અને તેના પિતાનું બે વર્ષ અગાઉ અવસાન થયુ હોવા થી પોતાની વિધવા માતાનો એક માત્ર આધાર હતો જેથી તેના મોતના કારણે તેની માતા ના રૂદન થી સમગ્ર માહોલ શોક મગ્ન થઈ ગયો હતો. અને નિરાધાર માતાની આંખ માંથી આંસુ સુકાતા નથી અને પોતાના દીકરાના અચાનક થયેલ મોત ની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માગ કરી રહી છે. અહેવાલ :- લક્ષ્મણ રાઠવા ઘોઘંબા
- Post by Jasmin B Shah1
- કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.1
- Post by Janshe Gujarat1
- Post by Dabhoi_Attractions1
- ગુજરાતમાં બજેટ રજુ થતા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બજેટને લોલીપોપ ગણાવી સરકાર પર પ્રહારો કર્યા1
- ગુજરાત રાજ્યનું આજે રજૂ થયેલ નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગતિમાન અને સર્વાંગી વિકાસને વધુ વેગ આપનારું છે. ગુજરાત સતત પ્રગતિના માર્ગ પર આગળ વધતું રહ્યું છે અને આ અંદાજપત્ર રાજ્યને “વિકસિત ગુજરાત” તરફ દ્રઢ પગલાં ભરવા માટે સશક્ત બનાવશે. #aimi midiya gujrati #અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ1
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા લવારીયા અને કાકલપુર ગામની મુલાકાત લઈ વિવિધ કચેરીઓની કરાઈ આકસ્મિક ચકાસણી આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારીએ લવારીયા અને કાકલપુર ગામોની મુલાકાત લઈને વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની તપાસણી હાથ ધરી. લવારીયા ગામે તલાટી કચેરીમાં Appendix-A મુજબ દફતર તપાસવામાં આવ્યા અને દફતર અધ્યતન રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ગ્રામ પ્રવાસ દરમિયાન લવારીયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સબ સેન્ટર-લવારીયાની મુલાકાત લઈને ગ્રામજનોને આરોગ્ય સેવાઓ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે મળે તે માટે CHOને જરૂરી તાકીદ કરવામાં આવી. આકસ્મિક મુલાકાત અંતર્ગત કાકલપુર ગામે તલાટી કચેરીની તપાસણી કરી અને ગ્રામ પંચાયતની સ્વચ્છતા, યોજનાઓ હેઠળ થયેલ કામો તથા અન્ય વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી. બાકી રહેલ કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી. તે ઉપરાંત કાકલપુર પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે તેની તકેદારી રાખવા આચાર્યને સૂચના આપવામાં આવી. પ્રાંત અધિકારીએ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું. આ મુલાકાત દ્વારા સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા તથા ગ્રામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.1
- Post by Jasmin B Shah1