logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગાંધીધામ મહાનગરપાલિકા અને NGOના સંયુક્ત ઉપક્રમે વિશેષ સફાઈ અભિયાન તા.૨૨/૦૨/૨૦૨૬ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ (NGO) સાથે સંયુક્ત રીતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં આવેલ મુખ્ય રોડ,તળાવ તેમજ રેલ્વે સ્ટેશન ખાતે વ્યાપક સ્વચ્છતા કામગીરી કરવામાં આવી. ટાગોર રોડ ઉપર ચાલી રહેલ દબાણ ઝુંબેશ અંતર્ગત ગતરોજ દબાણો દૂર કરી આજરોજ તા. 22/02/2026 ના રોજ વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં ગાંધીધામ તથા આદિપુરની વિવિધ એનજીઓ, નાગરિક જૂથો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. આ અભિયાનમાં જાયન્ટ ગ્રુપ ઓફ ઇક્કો સહેલી, ઇન્ઝોટીક ગ્રુપ, WEO કેર ફાઉન્ડેશન, ડૉ. સી.જી. હાઇસ્કૂલના NCC કેડેટ્સ, ગાંધીધામ તાલુકા વ્યાયામ શિક્ષક સંઘ, અરાવલી એડવેન્ચર એકેડમી ઓફ ઇન્ડિયા, ગાંધીધામ સિટીઝન કાઉન્સિલ તથા કલીન પ્લાસ્ટિક ફ્રી ગાંધીધામ જેવી સંસ્થાઓ જોડાઈ હતી. આ ઉપરાંત આદિપુર વિસ્તારમાં શિણાય ડેમ ખાતે મહાનગરપાલિકા અને સંત નીરનકારી મિશનના સહયોગથી સંસ્થાના ૧૫૦ જેટલા સભ્યોથી સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવી તેમજ મહાનગરપાલિકા અને દિયા ફાઉન્ડેશન દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. સફાઈ અભિયાન દરમિયાન કચરો એકત્રિત કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. તળાવ વિસ્તારમાં જમા થયેલ પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરી પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. રેલ્વે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ અભિયાનમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, NGOના પ્રમુખો,સભ્યો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત અધિકારીઓએ શહેરવાસીઓને સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અપીલ કરી હતી. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવા સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી શહેર સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બને મહાનગરપાલિકાના કમિશ્નર મનીષ ગુરવાની દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ શહેરના સર્વાગી વિકાસ અને સ્વચ્છતા માટે એનજીઓ, નાગરિક જૂથો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને વધુમાં વધુ જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.

4 hrs ago
user_Bharti Makhijani
Bharti Makhijani
ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
4 hrs ago

ગાંધીધામ મહાનગરપાલિકા અને NGOના સંયુક્ત ઉપક્રમે વિશેષ સફાઈ અભિયાન તા.૨૨/૦૨/૨૦૨૬ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ (NGO) સાથે સંયુક્ત રીતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં આવેલ મુખ્ય રોડ,તળાવ તેમજ રેલ્વે સ્ટેશન ખાતે વ્યાપક સ્વચ્છતા કામગીરી કરવામાં આવી. ટાગોર રોડ ઉપર ચાલી રહેલ દબાણ ઝુંબેશ અંતર્ગત ગતરોજ દબાણો દૂર કરી આજરોજ તા. 22/02/2026 ના રોજ વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં ગાંધીધામ તથા આદિપુરની વિવિધ એનજીઓ, નાગરિક જૂથો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. આ અભિયાનમાં જાયન્ટ ગ્રુપ ઓફ ઇક્કો સહેલી, ઇન્ઝોટીક ગ્રુપ, WEO કેર ફાઉન્ડેશન, ડૉ. સી.જી. હાઇસ્કૂલના NCC કેડેટ્સ, ગાંધીધામ તાલુકા વ્યાયામ શિક્ષક સંઘ, અરાવલી એડવેન્ચર એકેડમી ઓફ ઇન્ડિયા, ગાંધીધામ સિટીઝન કાઉન્સિલ તથા કલીન પ્લાસ્ટિક ફ્રી ગાંધીધામ જેવી સંસ્થાઓ જોડાઈ હતી. આ ઉપરાંત આદિપુર વિસ્તારમાં શિણાય ડેમ ખાતે મહાનગરપાલિકા અને સંત નીરનકારી મિશનના સહયોગથી સંસ્થાના ૧૫૦ જેટલા સભ્યોથી સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવી તેમજ મહાનગરપાલિકા અને દિયા ફાઉન્ડેશન દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. સફાઈ અભિયાન દરમિયાન કચરો એકત્રિત કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. તળાવ વિસ્તારમાં જમા થયેલ પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરી પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. રેલ્વે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ અભિયાનમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, NGOના પ્રમુખો,સભ્યો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત અધિકારીઓએ શહેરવાસીઓને સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અપીલ કરી હતી. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવા સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી શહેર સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બને મહાનગરપાલિકાના કમિશ્નર મનીષ ગુરવાની દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ શહેરના સર્વાગી વિકાસ અને સ્વચ્છતા માટે એનજીઓ, નાગરિક જૂથો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને વધુમાં વધુ જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.

More news from ગુજરાત and nearby areas
  • તા.૨૨/૦૨/૨૦૨૬ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ (NGO) સાથે સંયુક્ત રીતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં આવેલ મુખ્ય રોડ,તળાવ તેમજ રેલ્વે સ્ટેશન ખાતે વ્યાપક સ્વચ્છતા કામગીરી કરવામાં આવી. ટાગોર રોડ ઉપર ચાલી રહેલ દબાણ ઝુંબેશ અંતર્ગત ગતરોજ દબાણો દૂર કરી આજરોજ તા. 22/02/2026 ના રોજ વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં ગાંધીધામ તથા આદિપુરની વિવિધ એનજીઓ, નાગરિક જૂથો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. આ અભિયાનમાં જાયન્ટ ગ્રુપ ઓફ ઇક્કો સહેલી, ઇન્ઝોટીક ગ્રુપ, WEO કેર ફાઉન્ડેશન, ડૉ. સી.જી. હાઇસ્કૂલના NCC કેડેટ્સ, ગાંધીધામ તાલુકા વ્યાયામ શિક્ષક સંઘ, અરાવલી એડવેન્ચર એકેડમી ઓફ ઇન્ડિયા, ગાંધીધામ સિટીઝન કાઉન્સિલ તથા કલીન પ્લાસ્ટિક ફ્રી ગાંધીધામ જેવી સંસ્થાઓ જોડાઈ હતી. આ ઉપરાંત આદિપુર વિસ્તારમાં શિણાય ડેમ ખાતે મહાનગરપાલિકા અને સંત નીરનકારી મિશનના સહયોગથી સંસ્થાના ૧૫૦ જેટલા સભ્યોથી સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવી તેમજ મહાનગરપાલિકા અને દિયા ફાઉન્ડેશન દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. સફાઈ અભિયાન દરમિયાન કચરો એકત્રિત કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. તળાવ વિસ્તારમાં જમા થયેલ પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરી પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. રેલ્વે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ અભિયાનમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, NGOના પ્રમુખો,સભ્યો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત અધિકારીઓએ શહેરવાસીઓને સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અપીલ કરી હતી. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવા સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી શહેર સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બને મહાનગરપાલિકાના કમિશ્નર મનીષ ગુરવાની દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ શહેરના સર્વાગી વિકાસ અને સ્વચ્છતા માટે એનજીઓ, નાગરિક જૂથો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને વધુમાં વધુ જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.
    1
    તા.૨૨/૦૨/૨૦૨૬ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ (NGO) સાથે સંયુક્ત રીતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં આવેલ મુખ્ય રોડ,તળાવ તેમજ રેલ્વે સ્ટેશન ખાતે વ્યાપક સ્વચ્છતા કામગીરી કરવામાં આવી. ટાગોર રોડ ઉપર ચાલી રહેલ દબાણ ઝુંબેશ અંતર્ગત ગતરોજ દબાણો દૂર કરી આજરોજ તા. 22/02/2026 ના રોજ વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં ગાંધીધામ તથા આદિપુરની વિવિધ એનજીઓ, નાગરિક જૂથો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. આ અભિયાનમાં જાયન્ટ ગ્રુપ ઓફ ઇક્કો સહેલી, ઇન્ઝોટીક ગ્રુપ, WEO કેર ફાઉન્ડેશન, ડૉ. સી.જી. હાઇસ્કૂલના NCC કેડેટ્સ, ગાંધીધામ તાલુકા વ્યાયામ શિક્ષક સંઘ, અરાવલી એડવેન્ચર એકેડમી ઓફ ઇન્ડિયા, ગાંધીધામ સિટીઝન કાઉન્સિલ તથા કલીન પ્લાસ્ટિક ફ્રી ગાંધીધામ જેવી સંસ્થાઓ જોડાઈ હતી. આ ઉપરાંત આદિપુર વિસ્તારમાં શિણાય ડેમ ખાતે મહાનગરપાલિકા અને સંત નીરનકારી મિશનના સહયોગથી સંસ્થાના ૧૫૦ જેટલા સભ્યોથી સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવી તેમજ મહાનગરપાલિકા અને દિયા ફાઉન્ડેશન દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. સફાઈ અભિયાન દરમિયાન કચરો એકત્રિત કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. તળાવ વિસ્તારમાં જમા થયેલ પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરી પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. રેલ્વે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. 
આ અભિયાનમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, NGOના પ્રમુખો,સભ્યો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત અધિકારીઓએ શહેરવાસીઓને સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અપીલ કરી હતી. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવા સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી શહેર સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બને મહાનગરપાલિકાના કમિશ્નર મનીષ ગુરવાની દ્વારા જાહેર કરાયેલી  યાદી મુજબ શહેરના સર્વાગી વિકાસ અને સ્વચ્છતા માટે એનજીઓ, નાગરિક જૂથો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને વધુમાં વધુ જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    4 hrs ago
  • જામનગર : સિક્કા ગામ માંથી વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) 2 કિલો 069 ગ્રામ કી.રૂ. 2,06,90,000/- ના જથ્થા સાથે ઇમરાન દાઉદભાઈ ભાયા ને પકડી પાડતી જામનગર SOG પોલીસ.
    1
    જામનગર : સિક્કા ગામ માંથી વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) 2 કિલો 069 ગ્રામ કી.રૂ. 2,06,90,000/- ના જથ્થા સાથે ઇમરાન દાઉદભાઈ ભાયા ને પકડી પાડતી જામનગર SOG પોલીસ.
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    5 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Rajkot, Gujarat•
    6 hrs ago
  • હળવદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા માટે ટ્રેક્ટર ચલાવવામાં આવે છે, જે એક સરાહનીય પહેલ છે. પરંતુ આ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી ટ્રેક્ટરની લારીઓ અત્યંત જર્જરિત, તૂટેલી-ફૂટેલી અને ભંગાર હાલતમાં હોવું ગંભીર ચિંતાનો વિષય બન્યો છે કચરો ભર્યા બાદ રસ્તામાં સતત નીચે ઢોળાતો જાય છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ફરીથી ગંદકી ફેલાઈ રહી છે. પરિણામે સ્વચ્છતા અભિયાનનો હેતુ નિષ્ફળ સાબિત થાય છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા માટે ટ્રેક્ટર ચલાવવામાં આવે છે, જે એક સરાહનીય પહેલ છે. પરંતુ આ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી ટ્રેક્ટરની લારીઓ અત્યંત જર્જરિત, તૂટેલી-ફૂટેલી અને ભંગાર હાલતમાં હોવું ગંભીર ચિંતાનો વિષય બન્યો છે  કચરો ભર્યા બાદ રસ્તામાં સતત નીચે ઢોળાતો જાય છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ફરીથી ગંદકી ફેલાઈ રહી છે. પરિણામે સ્વચ્છતા અભિયાનનો હેતુ નિષ્ફળ સાબિત થાય છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    15 hrs ago
  • રાજકોટ શહેરમાં તોડી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે.
    1
    રાજકોટ શહેરમાં તોડી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે.
    user_FIVESTAR NEWS
    FIVESTAR NEWS
    ભાણવડ, દેવભૂમિ દ્વારકા, ગુજરાત•
    15 hrs ago
  • મોરબી સોની વેપારીની હત્યાના પડધા સુરેન્દ્રનગરમાં પડીયા
    1
    મોરબી સોની વેપારીની હત્યાના પડધા સુરેન્દ્રનગરમાં પડીયા
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    પત્રકાર સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    15 hrs ago
  • નુંધાતડ – નલિયા (તા. લખપત, કચ્છ) કે.સી.આર.સી. અંધજન મંડળ દ્વારા મેગા નેત્ર યજ્ઞ, ફિઝિયોથેરાપી અને દિવ્યાંગ આરોગ્ય કેમ્પ યોજાયો – ૧૬૨ લોકોએ લીધો લાભ KCRC - અંધજન મંડળ દ્વારા, નલિયા ગાયત્રી પરિવાર, નુંધાતડ ભાનુશાલી મહાજન તથા નુંધાતડ ગ્રામ પંચાયતના સહકારથી ભવ્ય મેગા નેત્ર યજ્ઞ, ફિઝિયોથેરાપી કેમ્પ અને દિવ્યાંગ બાળકો માટે વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ ૧૬૨ જેટલા લોકોએ ઉપસ્થિત રહી આરોગ્યલાભ લીધો હતો. જેમાંથી ૨૦ જેટલા દર્દીઓના જુદા જુદા ઓપરેશનો આગામી સમયમાં કરવામાં આવશે. 👁️ આંખોના કેમ્પની વિગતો: કેમ્પમાં ૧૨૭ દર્દીઓની આંખોની તપાસ અને નિદાન કે.સી.આર.સી. સંચાલિત “વિજયાબેન નવીનભાઈ ચંદન આંખની હોસ્પિટલ, નલિયા” ખાતે ડૉ. અરૂણાબેન સીજુ દ્વારા કરવામાં આવ્યું. સંસ્થાની મદદથી જરૂરી દવાઓ અને ટીપાં નિશુલ્ક આપવામાં આવ્યા હતા. ૧૨ દર્દીઓના મોતિયા તથા વેલના ઓપરેશન કે.સી.આર.સી. હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવશે. ૪૦ દર્દીઓના આંખોના નંબર કાઢી ટોકન ચાર્જમાં ચશ્મા આપવામાં આવ્યા. ૫ દર્દીઓને આધુનિક મશીનોથી વધુ તપાસ માટે નલિયા હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા. તેમજ પડદા વાળા ૩, કીકી/ફૂલા વાળા ૩ અને છારી વાળા ૨ દર્દીઓના ઓપરેશનો ગાયત્રી પરિવાર પ્રેરિત “ધનલક્ષ્મીબેન આઈયા ચેરીટેબલ ટ્રસ્ટ, નલિયા” મારફતે રાહત દરે અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક કરવામાં આવશે. 💪 ફિઝિયોથેરાપી સેવા: નલિયાના ફિઝિયોથેરાપી સેન્ટરના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. રાકેશભાઈએ ૨૯ દર્દીઓને શરીરના વિવિધ દુખાવા અને તકલીફો માટે સારવાર આપી. તેઓએ જણાવ્યું કે નલિયા સેન્ટર ખાતે આધુનિક સાધનો અને મશીનો દ્વારા નિયમિત નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. ♿ દિવ્યાંગ બાળકો માટે વિશેષ સેવા: નલિયા “ઉમ્મીદ ડે કેર સેન્ટર”ના ટેક્નિશિયન શીતલબેન ગોસ્વામી અને મનીષાબેન મહેશ્વરી દ્વારા ૬ દિવ્યાંગ બાળકોને તાલીમ આપવામાં આવી. બાળકોને નિયમિત સારવાર, શિક્ષણ તથા વોકેશનલ ટ્રેનિંગ નિઃશુલ્ક આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી. 🤝 સહયોગીઓનો આભાર: કેમ્પના આયોજન, વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં હરેશભાઈ ઠક્કર (ગાયત્રી પરિવાર, નલિયા), મોહનભાઈ મહેશ્વરી (ઉમ્મીદ ડે કેર સેન્ટર) તથા અરવિંદભાઈ ભાનુશાલી (સરપંચશ્રી, નુંધાતડ)નો મુખ્ય સહયોગ રહ્યો. ડૉ. શાંતિલાલભાઈ શેખાણી તથા તેમના સ્ટાફનો પણ ઉત્કૃષ્ટ સહકાર મળ્યો હતો. આ કેમ્પ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યસેવાની ઉત્તમ પહેલ સાબિત થયો છે અને જરૂરિયાતમંદોને આશીર્વાદરૂપ બન્યો છે. ✍️ રિપોર્ટ: આદમ નોતિયાર Mo 9979330250
    4
    નુંધાતડ – નલિયા (તા. લખપત, કચ્છ)
કે.સી.આર.સી. અંધજન મંડળ દ્વારા મેગા નેત્ર યજ્ઞ, ફિઝિયોથેરાપી અને દિવ્યાંગ આરોગ્ય કેમ્પ યોજાયો – ૧૬૨ લોકોએ લીધો લાભ
KCRC - અંધજન મંડળ દ્વારા, નલિયા ગાયત્રી પરિવાર, નુંધાતડ ભાનુશાલી મહાજન તથા નુંધાતડ ગ્રામ પંચાયતના સહકારથી ભવ્ય મેગા નેત્ર યજ્ઞ, ફિઝિયોથેરાપી કેમ્પ અને દિવ્યાંગ બાળકો માટે વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ ૧૬૨ જેટલા લોકોએ ઉપસ્થિત રહી આરોગ્યલાભ લીધો હતો. જેમાંથી ૨૦ જેટલા દર્દીઓના જુદા જુદા ઓપરેશનો આગામી સમયમાં કરવામાં આવશે.
👁️ આંખોના કેમ્પની વિગતો:
કેમ્પમાં ૧૨૭ દર્દીઓની આંખોની તપાસ અને નિદાન કે.સી.આર.સી. સંચાલિત “વિજયાબેન નવીનભાઈ ચંદન આંખની હોસ્પિટલ, નલિયા” ખાતે ડૉ. અરૂણાબેન સીજુ દ્વારા કરવામાં આવ્યું. સંસ્થાની મદદથી જરૂરી દવાઓ અને ટીપાં નિશુલ્ક આપવામાં આવ્યા હતા.
૧૨ દર્દીઓના મોતિયા તથા વેલના ઓપરેશન કે.સી.આર.સી. હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવશે.
૪૦ દર્દીઓના આંખોના નંબર કાઢી ટોકન ચાર્જમાં ચશ્મા આપવામાં આવ્યા.
૫ દર્દીઓને આધુનિક મશીનોથી વધુ તપાસ માટે નલિયા હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા.
તેમજ પડદા વાળા ૩, કીકી/ફૂલા વાળા ૩ અને છારી વાળા ૨ દર્દીઓના ઓપરેશનો ગાયત્રી પરિવાર પ્રેરિત “ધનલક્ષ્મીબેન આઈયા ચેરીટેબલ ટ્રસ્ટ, નલિયા” મારફતે રાહત દરે અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક કરવામાં આવશે.
💪 ફિઝિયોથેરાપી સેવા:
નલિયાના ફિઝિયોથેરાપી સેન્ટરના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. રાકેશભાઈએ ૨૯ દર્દીઓને શરીરના વિવિધ દુખાવા અને તકલીફો માટે સારવાર આપી. તેઓએ જણાવ્યું કે નલિયા સેન્ટર ખાતે આધુનિક સાધનો અને મશીનો દ્વારા નિયમિત નિઃશુલ્ક સેવા આપવામાં આવશે.
♿ દિવ્યાંગ બાળકો માટે વિશેષ સેવા:
નલિયા “ઉમ્મીદ ડે કેર સેન્ટર”ના ટેક્નિશિયન શીતલબેન ગોસ્વામી અને મનીષાબેન મહેશ્વરી દ્વારા ૬ દિવ્યાંગ બાળકોને તાલીમ આપવામાં આવી. બાળકોને નિયમિત સારવાર, શિક્ષણ તથા વોકેશનલ ટ્રેનિંગ નિઃશુલ્ક આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી.
🤝 સહયોગીઓનો આભાર:
કેમ્પના આયોજન, વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં હરેશભાઈ ઠક્કર (ગાયત્રી પરિવાર, નલિયા), મોહનભાઈ મહેશ્વરી (ઉમ્મીદ ડે કેર સેન્ટર) તથા અરવિંદભાઈ ભાનુશાલી (સરપંચશ્રી, નુંધાતડ)નો મુખ્ય સહયોગ રહ્યો.
ડૉ. શાંતિલાલભાઈ શેખાણી તથા તેમના સ્ટાફનો પણ ઉત્કૃષ્ટ સહકાર મળ્યો હતો.
આ કેમ્પ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યસેવાની ઉત્તમ પહેલ સાબિત થયો છે અને જરૂરિયાતમંદોને આશીર્વાદરૂપ બન્યો છે.
✍️ રિપોર્ટ: આદમ નોતિયાર
Mo 9979330250
    user_Adam notiyar
    Adam notiyar
    Voice of people લખપત, કચ્છ, ગુજરાત•
    11 hrs ago
  • ગાંધીધામના ખન્ના માર્કેટની મહાદેવ હોટેલમાં શનિવારે બપોરે રોકાયેલા મહિલા અને યુવક વચ્ચે ઝઘડો થતા હત્યાનો કરુણ અંજામ આવ્યો હતો. સુંદરપુરીના રહેવાસી દિલીપ રેવાભાઈ રાઠોડ નામના યુવકે તેની મહિલા મિત્ર ભાવના જેઠાભાઈ લોંચા (ઉ.વ. 30) પર અન્ય પુરુષો સાથે સંબંધ હોવાની શંકા રાખી બોલાચાલી કરી હતી. ઉશ્કેરાટમાં આવી દિલીપે ભાવનાનું ગળું દબાવી હત્યા કરી નાખી અને હોટેલમાંથી ફરાર થઈ ગયો હતો. સાંજે હોટેલ સ્ટાફને મૃતદેહ મળતા પોલીસે તપાસ તેજ કરી હતી. પેનલ પીએમમાં ગળું દબાવ્યાનું ખુલતા, હત્યાના ગુનાના આરોપીને શોધી પકડી પાડવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ, ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ઇન્ચાર્જ પ્રો.નાયબ પોલીસ અધિક્ષક પ્રતિક ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ એમ.ડી.ચૌધરીએ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમની રચના કરી આરોપી દિલીપભાઈ રેવાભાઈ રાઠોડને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સફળ કામગીરી એ ડીવીઝન પીઆઇ એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.એચ.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.
    1
    ગાંધીધામના ખન્ના માર્કેટની  મહાદેવ હોટેલમાં શનિવારે બપોરે રોકાયેલા મહિલા અને યુવક વચ્ચે ઝઘડો થતા હત્યાનો કરુણ અંજામ આવ્યો હતો. સુંદરપુરીના રહેવાસી દિલીપ રેવાભાઈ રાઠોડ નામના યુવકે તેની મહિલા મિત્ર ભાવના જેઠાભાઈ લોંચા (ઉ.વ. 30) પર અન્ય પુરુષો સાથે સંબંધ હોવાની શંકા રાખી બોલાચાલી કરી હતી. ઉશ્કેરાટમાં આવી દિલીપે ભાવનાનું ગળું દબાવી હત્યા કરી નાખી અને હોટેલમાંથી ફરાર થઈ ગયો હતો. સાંજે હોટેલ સ્ટાફને મૃતદેહ મળતા પોલીસે તપાસ તેજ કરી હતી. પેનલ પીએમમાં ગળું દબાવ્યાનું ખુલતા, હત્યાના ગુનાના આરોપીને શોધી પકડી પાડવા પોલીસ મહાનિરીક્ષક  ચિરાગ કોરડીયા  સરહદી રેન્જ, ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ઇન્ચાર્જ પ્રો.નાયબ પોલીસ અધિક્ષક  પ્રતિક ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ એમ.ડી.ચૌધરીએ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમની રચના કરી આરોપી દિલીપભાઈ રેવાભાઈ રાઠોડને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ સફળ કામગીરી એ ડીવીઝન પીઆઇ એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.એચ.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.