logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

“વૃક્ષોનું જતન એજ અમારું કથન”- સામાજિક વનીકરણ વિભાગ બોટાદ રૂ.૧૭૫ લાખના ખર્ચે અનેકવિધ વૃક્ષો વાવી કુલ પાંચ વન કવચનું નિર્માણ કરતુ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ બોટાદ વૃક્ષખેતી, એગ્રો ફોરેસ્ટ્રી, કિસાન નર્સરી યોજના હેઠળ અનેક લોકો રોપા ઉછેર કરી મેળવે છે રોજગારી "એક પેડ માં કે નામ'' અભિયાન હેઠળ જિલ્લામાં અંદાજિત ૧૩.૬૪ લાખ રોપાનું વાવેતર અને વિતરણ કરાયું કવિ દલપતરામની “બાપની પીપર” કાવ્યની પંક્તિ “પ્યારી પીંપર પદમણી, શાંતિ દાન દેનારી; ભૂપતિ વિક્રમ ભોજસમ, તું અતિશે ઉપકારી” સજીવ સૃષ્ટિના પ્રાણ સમા વૃક્ષોનું વર્ણન દર્શાવતી ૨૧ માર્ચ “વિશ્વ વન દિવસ”ની ઉજવણી દુનિયાભરમાં કરવામાં આવે છે. વન એટલે સૌપ્રથમ આપણા સૌના મનમાં ખુબ મોટી સંખ્યામાં વૃક્ષોથી પથરાયેલો વિસ્તાર. વૃક્ષો જેની છાયામાં વિસામો, ઠંડક અને શાંતિ મળે છે. જેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ “પ્યારી પીંપર પદમણી, શાંતિ દાન દેનારી; ભૂપતિ વિક્રમ ભોજસમ, તું અતિશે ઉપકારી” પંક્તિ કવિ દલપતરામની રચના “બાપાની પીપર”માં ખુબ જ સુંદર વર્ણન કર્યું છે. આ કાવ્ય રચનામાં ગ્રીષ્મ ઋતુમાં એક પીપળો વટેમાર્ગુને આપતી આહલાદક શાંતિ વિશેનું અદભુત વર્ણન જોવા મળે છે તો આવા અનેક નાના મોટા વુક્ષોથી પથરાયેલ વિસ્તાર પૃથ્વીના અનેક જીવાનોને શાંતિ આપે છે. આવા વિસ્તારને આપણે સૌ વન તરીકે ઓળખીએ છીએ ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોને સજીવના મિત્રો કહ્યા છે. પીપળો, તુલસી, આસોપાલવ, આંબો, નારિયેળ, કેળ, અશોક સહિતના વૃક્ષો સાથે આપણા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે દરેક ગ્રહ, નક્ષત્ર, રાશિ સાથે તેનું આરાધ્ય વૃક્ષ વર્ણવેલું છે. સાથોસાથ આ વૃક્ષો ઔષધીય ગુણધર્મો પણ ધરાવે છે. પરંતુ આજના ઝડપી યુગમાં વૃક્ષો તથા ગ્લોબલ વોર્મિગના લીધે સજીવસૃષ્ટિને ખુબ જ ઊંડી અસર થઇ રહી છે. જેની સામે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ ૨૦૧૨થી “વિશ્વ વન દિવસ”ની ઉજવણી કરવાની શરૂઆત કરાઈ હતી. ભારત સરકાર દ્વારા વૃક્ષો વાવો અને જતન કરો, મિશન લાઈફ, વન કવચ, વન કુટીર સહિતની અનેકવિધ યોજનાઓ અમલીકરણ કરાઈ છે. સાથોસાથ ગુજરાત રાજ્યમાં પ્રકૃતિ સંવર્ધન માટે સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાની વિશેષતા આધારિત વન બનાવવામાં આવ્યા છે. શહીદ વન, રક્ષક વન, રામ વન સહિત દેવભૂમિ દ્વારકામાં નમો વડ વન, કચ્છમાં સ્મૃતિ વન, નર્મદા એકતાનગરમાં વિશ્વ વન, આરોગ્ય વન તથા મિયાવાકી વન અનેકવિધ વિશેષતા ધરાવતા વનો છે. જેના અનુસંધાને ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વન વિભાગની યોજનાઓ અન્વયે જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજનાઓમાં વૃક્ષખેતી યોજના, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, વિકેન્દ્રીત નર્સરીઓ, સ્મશાન સગડી, નિર્ઘમચુલાનું વિતરણ કરવામાં આવે છે. જેમાં વૃક્ષખેતી યોજના, એગ્રો ફોરેસ્ટ્રી યોજનામાં લાભાર્થીઓને વૃક્ષ ઉછેરવા માટે એક રોપા દીઠ રૂ.૧૪ પ્રથમ વર્ષે, ત્યાર બાદ રૂ.૦૭ પછીના ત્રણ વર્ષ સહાય પૂરી પાડવામાં આવે છે જેના લીધે વિકેન્દ્રીત નર્સરીઓના ૧૩૫ લાભાર્થીઓ દ્વારા નર્સરી ઉછેર કરવામાં આવે છે. વન વિભાગ હેઠળ બોટાદ જિલ્લામાં રોપા ઉછેર માટેની પાંચ ખાતાકીય નર્સરીઓ આવેલી છે બોટાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં રૂ.૧૭૫ લાખના ખર્ચે કુલ-૫ કવચવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવેલ છે. આ કવચવનનું નિર્માણ બોટાદ તાલુકામાં એસ.ટી.પ્લાન્ટ પાસે સાળંગપુર રોડ બોટાદ ખાતે રૂ. ૩૭.૫૦ લાખના ખર્ચે ૧.૫૦ હેકટરમાં ૧૫,૦૦૦ રોપાઓ, ભુતડાદાદાનું મંદિર સાલૈયા ખાતે ૩૭.૫૦ લાખના ખર્ચે ૧.૫૦ હેકટરમાં ૧૫,૦૦૦ રોપા રોપવામાં આવ્યા છે. બરવાળા તાલુકામાં વહિયા ખાતે રૂ. ૨૫ લાખના ખર્ચે ૧ હેકટરમાં ૧૦,૦૦૦ રોપાઓ, બરવાળા ખાતે રૂ. ૫૦ લાખના ખર્ચે ર હેકટરમાં ૨૦,૦૦૦ રોપાઓ રાણપુર તાલુકામાં ધારપીપળા ખાતે રૂ. ૨૫ લાખના ખર્ચે ૧ હેકટરમાં ૧૦,૦૦૦ રોપા રોપીને વનકવચનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં તેમજ ખેડુતોમાં વન, પર્યાવરણ, પ્રકૃતિ અને વન્યજીવો અંગે વિસ્તૃત માહિતી મળી રહે તે માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. વન તથા અભયારણ્યની નજીકના વિસ્તારમાં રહેતા માનવો તેમજ માલઢોરને વન્ય હિંસક પ્રાણીઓના હુમલાથી માનવ/માલઢોરને થતું મૃત્યુ/ઈજા માટે સરકારશ્રી દ્વારા નકકી કરેલ નાણાકીય સહાય ચુકવવામાં આવે છે. વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં અનુસુચિત જાતિના લોકોને સામાજીક અને ધાર્મિક કાર્યો કરવા માટે ભાંભણ મુકામે પંચવટી વિકાસ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે આ ઉપરાંત સને ૨૦૨૫-૨૦૨૬ ના વર્ષમાં બોટાદ તાલુકામાં રૂ.૧૦ લાખના ખર્ચે જગન્નથજીનું મંદિર ખાતે પવિત્ર ઉપવનનું નિર્માણ કરવામાં આવ્યું છે વધુમાં આવનાર ચોમાસાની ઋતુમાં બોટાદ જિલ્લાની પ્રજાને જરૂરી રોપાઓ તેમની નજીકની નર્સરીમાંથી મળી રહે તે માટે સામાજીક વનીકરણ વિભાગ, બોટાદ દ્વારા કુલ પાંચ ખાતાકીય નર્સરીઓમાં વિવિધ જાતોનાં અંદાજીત ૯.૩૭ લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે તેમજ લખપતી દીદી યોજના હેઠળ કેશરી લખપતીદીદી જુથ નર્સરીના બહેનો દ્વારા ૫૦,૦૦૦ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે બોટાદ જિલ્લામાં "એક પેડ માં કે નામ'' અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજિત ૧૩.૬૪ લાખ રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

22 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • આ પ્રસંગે ગુરુકુળના માધવ સ્વામી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, મહામંત્રી વનરાજસિંહ ડાભી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારના
    1
    આ પ્રસંગે ગુરુકુળના માધવ સ્વામી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, મહામંત્રી વનરાજસિંહ ડાભી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • નાવડા ગામ ખાતે એડીસી બેંક શાખામાં નવા ઓનલાઈન ATM સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં નાવડા સહિત વાઢેળા, જીવાપર, દેવપરા, હેબતપુર અને રતનપુર ગામોના લોકોને હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો સીધો લાભ મળશે, ATM સેન્ટરનું ઉદ્ઘાટન એડીસી બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા તેમજ નાવડા ગામના સામાજિક અગ્રણી ઓધવજીભાઈ મોણપરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાવડા સેવા સહકારી મંડળી અને હેબતપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, બરવાળા તાલુકાની વિવિધ શાખાના મેનેજરો તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન બરવાળા તાલુકાના એગ્રી વિભાગના સીનિયર લોન મેનેજર પરાક્રમસિંહ ચુડાસમાએ ખેડૂતમિત્રોને અકસ્માત વિમાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાખા મેનેજર કેતનભાઈ દરજી, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    નાવડા ગામ ખાતે એડીસી બેંક શાખામાં નવા ઓનલાઈન ATM સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં નાવડા સહિત વાઢેળા, જીવાપર, દેવપરા, હેબતપુર અને રતનપુર ગામોના લોકોને હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો સીધો લાભ મળશે, ATM સેન્ટરનું ઉદ્ઘાટન એડીસી બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા તેમજ નાવડા ગામના સામાજિક અગ્રણી ઓધવજીભાઈ મોણપરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાવડા સેવા સહકારી મંડળી અને હેબતપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, બરવાળા તાલુકાની વિવિધ શાખાના મેનેજરો તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન બરવાળા તાલુકાના એગ્રી વિભાગના સીનિયર લોન મેનેજર પરાક્રમસિંહ ચુડાસમાએ ખેડૂતમિત્રોને અકસ્માત વિમાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાખા મેનેજર કેતનભાઈ દરજી, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    17 hrs ago
  • Post by Sanjay Zala Official
    1
    Post by Sanjay Zala Official
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • બ્રેકિંગ ન્યુઝ જસદણ જસદણ અમદાવાદ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત બ્રેઝા કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો બ્રેઝા કાર ટ્રકના મોરામાં ઘૂસી ગઈ હતી કારચાલક ને ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો 108 મારફત કારચાલકને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટના સ્થળે જસદણ પોલીસ પહોંચી.
    4
    બ્રેકિંગ ન્યુઝ જસદણ 
જસદણ અમદાવાદ  રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત 
બ્રેઝા કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો 
બ્રેઝા કાર ટ્રકના મોરામાં ઘૂસી ગઈ હતી 
કારચાલક ને ગંભીર  ઈજા  થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો 
108 મારફત કારચાલકને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો 
ઘટના સ્થળે જસદણ પોલીસ પહોંચી.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    21 hrs ago
  • ગોરોથ પાત કમ્પની
    2
    ગોરોથ પાત કમ્પની
    user_સોલંકી હરિકૃષ્ણ ભાય
    સોલંકી હરિકૃષ્ણ ભાય
    Farmer ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    14 hrs ago
  • વડાપ્રધાનના નેતૃત્વમાં ‘મિલેટ્સ’ બન્યું વૈશ્વિક જન આંદોલન; આપણા પૂર્વજોના આહાર એવા ‘શ્રી અન્ન’ને ફરી અપનાવીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા સુરેન્દ્રનગર વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજથી વઢવાણના ઐતિહાસિક હવામહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યા હતા. આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩ને 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે વિશ્વભરમાં ઉજવીને 'શ્રી અન્ન'નું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. આપણા પૂર્વજોના આહારમાં બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યો મુખ્ય હતા, જે આજે ફરીથી મેદસ્વિતા અને હૃદયરોગ જેવી બીમારીઓ સામે લડવા માટે અનિવાર્ય બન્યા છે. આ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ મિલેટ્સ પકવતા ખેડૂતોને પ્રોત્સાહન આપી નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું એક મહાઅભિયાન છે. ખેડૂતોને રાસાયણિક ખાતરના જોખમો સામે સાવચેત કરી અપીલ કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીન તો બગડી જ છે, પરંતુ તેનાથી થતા રોગો સમાજ માટે ખતરો બન્યા છે. વેચાણ માટે નહીં, તો પોતાના પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં અંજીર, દાડમ અને હળદર જેવા પાકોમાં થઈ રહેલા પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ઝેરમુક્ત ખેતી એ જ સુખી અને નિરોગી સમાજનો પાયો છે. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો આપતા વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે હંમેશા સંવેદનશીલ અભિગમ અપનાવી કમોસમી વરસાદ સામે રૂ. ૧૧,૦૦૦ કરોડનું રાહત પેકેજ સીધું ખેડૂતોના ખાતામાં જમા કર્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ. ૨૪,૦૨૨ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ટ્રેક્ટર સહાય, સ્માર્ટફોન અને ગોડાઉન બનાવવા જેવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આજે મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. આગામી ત્રણ વર્ષમાં રૂ. ૪૮ કરોડના ખર્ચે સાકાર થનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરની કાયાપલટ થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં, આ બે દિવસીય મહોત્સવમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપી જિલ્લાના તમામ નાગરિકોને સહપરિવાર આ મહોત્સવની મુલાકાત લેવા, પ્રાકૃતિક ઉત્પાદનોના સ્ટોલ પરથી શુદ્ધ આહારની ખરીદી કરવા અને પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણી આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ ઝાલાવાડ પંથકના પરંપરાગત બાજરાના ઉત્પાદનને પુનઃજીવિત કરવા માટે છે. મિલેટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે અને જમીનને કુદરતી મિનરલ્સ પૂરા પાડે છે. મિલેટ્સના વાવેતરથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે અને જમીનની ગુણવત્તા જળવાય છે, જે માટે સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ અને બજાર મળે તેવા પ્રયાસો કરી રહી છે. તેમણે હવામહેલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આકર્ષણોનો લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'શ્રી અન્ન' એટલે કે મિલેટ પાકો એક ઉત્તમ ઔષધિ સમાન છે. તેમણે ખેડૂતોને કપાસ જેવા રોકડિયા પાકોના સ્થાને ઓછામાં ઓછા એકથી બે વીઘામાં મિલેટ પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક શાકભાજી અને આધુનિક મિલેટની વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. આ મહોત્સવમાં મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વિશેષ સ્ટોલ્સ, રસાયણમુક્ત તાજા શાકભાજી, ફળો અને મિલેટ્સમાંથી બનેલી આધુનિક વાનગીઓનો આનંદ માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બાળકો માટે 'ચિલ્ડ્રન પ્લે એરિયા' અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દૈવૈયા,સહિત અગ્રણીઓ, હોદ્દેદારશ્રીઓ, સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    વડાપ્રધાનના નેતૃત્વમાં ‘મિલેટ્સ’ બન્યું વૈશ્વિક જન આંદોલન; આપણા પૂર્વજોના આહાર એવા ‘શ્રી અન્ન’ને ફરી અપનાવીએ
મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા સુરેન્દ્રનગર વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજથી વઢવાણના ઐતિહાસિક હવામહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ નાયબ મુખ્ય દંડક  જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યા હતા.
આ તકે નાયબ મુખ્ય દંડક  જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩ને 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે વિશ્વભરમાં ઉજવીને 'શ્રી અન્ન'નું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. આપણા પૂર્વજોના આહારમાં બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યો મુખ્ય હતા, જે આજે ફરીથી મેદસ્વિતા અને હૃદયરોગ જેવી બીમારીઓ સામે લડવા માટે અનિવાર્ય બન્યા છે. આ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ મિલેટ્સ પકવતા ખેડૂતોને પ્રોત્સાહન આપી નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું એક મહાઅભિયાન છે.
ખેડૂતોને રાસાયણિક ખાતરના જોખમો સામે સાવચેત કરી અપીલ કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીન તો બગડી જ છે, પરંતુ તેનાથી થતા રોગો સમાજ માટે ખતરો બન્યા છે. વેચાણ માટે નહીં, તો પોતાના પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં અંજીર, દાડમ અને હળદર જેવા પાકોમાં થઈ રહેલા પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ઝેરમુક્ત ખેતી એ જ સુખી અને નિરોગી સમાજનો પાયો છે.
રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો આપતા વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે હંમેશા સંવેદનશીલ અભિગમ અપનાવી કમોસમી વરસાદ સામે રૂ. ૧૧,૦૦૦ કરોડનું રાહત પેકેજ સીધું ખેડૂતોના ખાતામાં જમા કર્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ. ૨૪,૦૨૨ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ટ્રેક્ટર સહાય, સ્માર્ટફોન અને ગોડાઉન બનાવવા જેવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આજે મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. આગામી ત્રણ વર્ષમાં રૂ. ૪૮ કરોડના ખર્ચે સાકાર થનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરની કાયાપલટ થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
વધુમાં, આ બે દિવસીય મહોત્સવમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપી જિલ્લાના તમામ નાગરિકોને સહપરિવાર આ મહોત્સવની મુલાકાત લેવા, પ્રાકૃતિક ઉત્પાદનોના સ્ટોલ પરથી શુદ્ધ આહારની ખરીદી કરવા અને પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણી આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર  નવનાથ ગવ્હાણેએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ ઝાલાવાડ પંથકના પરંપરાગત બાજરાના ઉત્પાદનને પુનઃજીવિત કરવા માટે છે. મિલેટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે અને જમીનને કુદરતી મિનરલ્સ પૂરા પાડે છે. મિલેટ્સના વાવેતરથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે અને જમીનની ગુણવત્તા જળવાય છે, જે માટે સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ અને બજાર મળે તેવા પ્રયાસો કરી રહી છે. તેમણે હવામહેલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આકર્ષણોનો લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી.
આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર  ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'શ્રી અન્ન' એટલે કે મિલેટ પાકો એક ઉત્તમ ઔષધિ સમાન છે. તેમણે ખેડૂતોને કપાસ જેવા રોકડિયા પાકોના સ્થાને ઓછામાં ઓછા એકથી બે વીઘામાં મિલેટ પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક શાકભાજી અને આધુનિક મિલેટની વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ મહોત્સવમાં મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વિશેષ સ્ટોલ્સ, રસાયણમુક્ત તાજા શાકભાજી, ફળો અને મિલેટ્સમાંથી બનેલી આધુનિક વાનગીઓનો આનંદ માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બાળકો માટે 'ચિલ્ડ્રન પ્લે એરિયા' અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે.
કાર્યક્રમમાં વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દૈવૈયા,સહિત અગ્રણીઓ, હોદ્દેદારશ્રીઓ, સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 hrs ago
  • શ્રીકષ્ટભંજન દેવના પવિત્ર ધામ સાળંગપુર ખાતે તા. ૧૯-૦૩-૨૦૨૬ થી ૨૧-૦૩-૨૦૨૬ દરમિયાન ત્રિ-દિનાત્મક ‘શ્રી હનુમાન ચરિત્ર કથા’ આજે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે સંપન્ન થઈ છે. કથા દરમિયાન તા. ૨૦-૦૩-૨૦૨૬ના રોજ વિશેષ ‘શ્રી હનુમાન જન્મોત્સવ’ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભક્તો ભાવવિભોર બન્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલી આ કથામાં આજે અંતિમ દિવસે સમગ્ર સાળંગપુરધામ ‘જય કષ્ટભંજનદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.હરિભક્તોએ કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. કથાના વક્તા શાસ્ત્રી શ્રી દર્શનપ્રિયદાસજીએ પોતાની અમૃતવાણીમાં હનુમાનજીના જીવનના આદર્શો, તેમની અપ્રતિમ રામભક્તિ અને નિઃસ્વાર્થ સેવાના મહિમા વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હનુમાનજીનું જીવન આજના યુગમાં સેવા અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કથા દરરોજ સવારે અને બપોર દરમિયાન યોજાતી હતી. જોબનપુત્રા પરિવારના સભ્યો સહિત આવેલા ભક્તોએ કથામાં હાજરી આપી શ્રીકષ્ટભંજન દેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાળંગપુરધામના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી તેમજ સંતોએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હરિભક્તોને રૂડા આશીર્વચન પાઠવ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    શ્રીકષ્ટભંજન દેવના પવિત્ર ધામ સાળંગપુર ખાતે તા. ૧૯-૦૩-૨૦૨૬ થી ૨૧-૦૩-૨૦૨૬ દરમિયાન ત્રિ-દિનાત્મક ‘શ્રી હનુમાન ચરિત્ર કથા’ આજે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે સંપન્ન થઈ છે.  કથા દરમિયાન તા. ૨૦-૦૩-૨૦૨૬ના રોજ વિશેષ ‘શ્રી હનુમાન જન્મોત્સવ’ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભક્તો ભાવવિભોર બન્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલી આ કથામાં આજે અંતિમ દિવસે સમગ્ર સાળંગપુરધામ ‘જય કષ્ટભંજનદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.હરિભક્તોએ કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
કથાના વક્તા શાસ્ત્રી શ્રી દર્શનપ્રિયદાસજીએ પોતાની અમૃતવાણીમાં હનુમાનજીના જીવનના આદર્શો, તેમની અપ્રતિમ રામભક્તિ અને નિઃસ્વાર્થ સેવાના મહિમા વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હનુમાનજીનું જીવન આજના યુગમાં સેવા અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કથા દરરોજ સવારે અને બપોર દરમિયાન યોજાતી હતી. જોબનપુત્રા પરિવારના સભ્યો સહિત આવેલા ભક્તોએ કથામાં હાજરી આપી શ્રીકષ્ટભંજન દેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાળંગપુરધામના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી તેમજ સંતોએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હરિભક્તોને રૂડા આશીર્વચન પાઠવ્યા હતા.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.